time pass - 14 books and stories free download online pdf in Gujarati

ટાઇમપાસ - ૧૪

                           ઉદયપુર




























જે વ્યક્તિ ચોમાસામાં ઉદયપુરમાં આવી ગઈ હોય, તેને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછો કે તને મોન્સૂનમાં ક્યાં જવું છે, તો તે ઉદયપુરનું જ નામ લેશે, ઐતિહાસિક શહેર ઉદયપુર પોતાની રજવાડી ઠાઠ, તેના મહેલો, ઝરણાઓ, તળાવ અને પર્વતો માટે જાણીતો છે. ચોમાસામાં અહીં કઈ અલગ જ મજા છે. ખાસ કરીને સજ્જન ગઢ કિલ્લો, સજ્જનગઢ મહેલના નામથી ફેમસ આ મહેલની ઉપર તમે જીલનો સુંદર નજારો જોઇ શકો છો. 844 મીટર ઉંચાઇ વાળો આ મહેલ ઉદ્દયપુરની સૌથી ઉંચી ઇમારત છે. મહારાજા રાજવંશે આ મહેલને ખાસ કરીને ચોમાસાના વાદળોને જોવા માટે બનાવવામાં આવ્યો હતો.સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. સજ્જનસિંહ દ્વારા 1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. સજ્જનગઢ મહેલના નામથી ફેમસ આ મહેલની ઉપર તમે જીલનો સુંદર નજારો જોઇ શકો છો. 844 મીટર ઉંચાઇ વાળો આ મહેલ ઉદ્દયપુરની સૌથી ઉંચી ઇમારત છે. મહારાજા રાજવંશે આ મહેલને ખાસ કરીને ચોમાસાના વાદળોને જોવા માટે બનાવવામાં આવ્યો હતો.સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. સજ્જનસિંહ દ્વારા 1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. તે સિવાય અહીં, પીચોલા, બાગોર કી હવેલી, સીટી પ્લેશ ,આહડ મ્યુઝીયમ, ફતેહસાગર તળાવ અને બળી તળાવ, અને ઘણું બધું...




"અવન્તિકા તને યાદ છે, તું  કોલેજ સમયે ટ્રાવેલીંગ બ્લોગ લખતી, આજકલ કેવું ચાલે છે બ્લોગ?"  જાગુએ પૂછ્યું.

"મુકાઈ ગયું છે." અવન્તિકાએ ફિકો જવાબ આપ્યો.

"આપણું આ ટુર બે મહિનાથી પણ વધુ  સમયનો છે, તારે તે ફરીથી શુરું કરવું જોઈએ, રવિ માટે" તે ક્ષણેક વિચારોમાં ખોવાઈ ગઈ, આ બધું હું રવિ માટે જ તો કરી રહી છું. હા બ્લોગ ફરીથી શુરું કરીશ તો લોકો વચ્ચે જઈ શકીશ, અને મને જેટલો સમય જોઇએ તે મળી રહેશે,

"હા, ખૂબ જ સરસ વિચાર છે. આ બે મહિના ફરીથી બ્લોગ પર કામ કરીશ, એમ પણ મારા જુના ફોલોઅર્સ, બહુ સમય સુધી ઈમેઈલ, કોલ, મેસેજ કરતા હતા. કે તમે બોલગ ફરી ક્યારે શુરું કરશો!" 

"ઓહ ગ્રેટ...હું પણ એક બ્લોગ ચલાવું છું. અને એ માટે જ ઇન્ડિયા આવી છું." ઈમેલી બોલી

મને બ્લોગમાં કોઇ જ રસ નોહતો, હા મને બ્લોગ પર લખવું, શોધવું, અલગ અલગ જગ્યાએ ફરવું, ત્યાની ખાણી-પીણી, સંસ્કૃતિ રેહણી કેહણી પર લખવું મને ખૂબ જ ગમતું હતું. રાજેસ્થાન એમ પણ બ્લોગિંગ માટે અધુભત જગ્યા છે. અહીંની સંસ્કૃતિ મારા માટે આકર્ષકનું કેન્દ્ર રહી છે.  

"હું રાજસ્થાન પેહલાં આવી ચૂકી છું. મારું આ વખતે બ્લોગનું ટાઇટલ પહેલું સરકારી એડ ફિલ્મ જેવું  હશે! 
"રાજેસ્થાન ઈશ બાર મુજે એશા લગા" "

"ઓહ વાવ, તું કેટલું અધભૂત વિચારે છે ને કહીં બકા.." જાગુ બોલી ઉઠી.

" પણ મને એક બીજો અધુભૂત આઈડીયા પણ આવી રહ્યો છે."

એમિલી અને જાગુએ એક સાથે જ કુતૂહલતાથી અવન્તિકા તરફ જોયું...
" બ્લોગમાં સાથે સાથે તું પંક્તિઓ લખજે, જેમ તું કોલેજ સમયે લખતી હતી."

"હા પણ એ સમય ગયો! હવે મેં મૂકી દીધું છે એ બધું" જાગુ બોલી ઉઠી

"જાગુ જો તું ન જાણતી હોય તો, જાણી લે, મેં પણ આ બ્લોગ માટે લખવાનું વર્ષો પેહલાં મૂકી જ દીધું છે. રવિ માટે તું પણ આટલું કરી શકે..."
      
                                   *****

"મારી સાથે, પીચોલા કોણ આવશે, બ્લોગ માટે ફોટોની જરૂર પડશે આઈ થીંક...." તે અજાણતી બનતી હોય તેવી એક્ટિંગ કરતા બોલી...

બાગોર કી હવેલી, અમે ગુલાબબાગ વાળા રસ્તા પરથી પગ પાળા જ તે તરફ નીકળ્યા, કઈક એક માઈલ જેવું અંતર હશે! આકાશ ઘાટા કાળા રંગનો લાગતો હતો, જાણે કોઈ પેટીંગ જ જોઇ લ્યો! ધીમી ધીમી બુંદો અમને ગુંદગુદી કરી રહી હતી... હું મારા પેહલા ઉદયપુરના પ્રવાસની યાદોમાં શરી પડી...


                  *****


"હાસ, આપણે કોઈ જોઈ તો નથી ગયું ને, ફાઇનલિ આપણે બસમાં બેસી ગયા !" અવન્તિકાએ સીટ પર બેઠા બેઠા રવિના આલિંગનમાં સમાઈ ગઈ,

" ત્યાં બધું ઠીક થઈ જાય તો સારું, ઓયો વાળી હોટેલ સારી મળી તો બસ, ત્યાં ફરવાનું કહેવું હશે, બ્રેકફાસ્ટ ઇન્કલૂંટ તો કરવાનું કે છે. પણ કેવું હશે, કેટલું હશે, એ.સીના બાર સો રૂપિયા બહુ મોધું તો ન કહેવાય...." અવન્તિકા વગર શ્વાસે કેટલું બોલી ગઈ...

"બસ ના યાર, બધું જ ઠીક થઈ જશે...." કહેતા જ રવિએ અવન્તિકાના માથા પર એક હુંફાળો ચુંબન ધરી દીધો...



ખેર, નિમ ચમેલી, ખાખરો, જેવા વૃક્ષની હારમાળા રાજેસ્થાનની બોર્ડરમાં પ્રવેશતા જ શુરું થઈ ગઈ,વરસતા વરસાદનું મધુર લયબદ્ધ સંગીત, બહાર દેખાતી હરિયાળી, કેટલું સુંદત હતું... મનમોહક...


  " હૈ અવન્તિકા ક્યાં ખોવાઈ ગઈ"  જાગુએ તેને છંછેડતા કહ્યું.
જાણે તેની સપનાની દુનિયા તૂટી ગઈ હોય,તે મનમાં બોલી ઉઠી કેમ મને જગાડી મને હજુ જીવવું તું, રવિ સાથે...
"અહીં જ છું..."

"કેટલો સુંદર દ્રશ્ય છે." પિચોલાની સામે આવેલી ઉદયપુર શહેરની રંગબેરંગી દિવા જેવી જગમગતી લાઈટો, કેટલી અધભૂત લાગતી હતી. તળાવમાં તરી રહેલા દીવાઓ, બાજુમાં વાગી રહેલું રાજેસ્થાન સંગીતનું ઉપકરણમાંથી રાજા હિન્દુસ્તાની ફિલ્મનું સંગીત, વાતવરણનું વધુ સૌમ્ય બનાવી રહ્યું હતું.

આસપાસ બચ્ચાઓ દોડા-દોડી કરી રહ્યા હતા. કેટલાક પ્રવાસીઓ બેઠા હતા. કોઈ ફોટો પડાવી રહ્યા હતા. કોલેજીયન ગ્રૂપ મજાક મસ્તીઓ કરી રહ્યું હતું. સેલ્ફીઓ લેવાઇ રહી હતી. એમિલી ફોટો લેતી હતી. મેં ફરીને જોયું, પાછળ નીકળવા માટેના ગેટ પાસે કોઈ જાણીતો ચેહરો મને ધુરી રહ્યો હોય તેવું લાગ્યું! "રવિ" મેં તેની પાછળ દોડ લગાવી... પણ પળમાં જ તે ભીડ થઈ ગયો.

તેની પાછળ દોડીને આવેલી જાગુ અને એમિલીએ તેને પૂછ્યું " શુ થયું કોણ હતું ત્યાં?" તે ઘૂંટણ પર હાથ મૂકી હાંફતા હાંફતા કહ્યુ "રવિ...."

"અહીં ઉદયપુરમાં કેવી રીતે સંભવ છે?" 

"એ હું કઈ નથી જાણતી,પણ ત્યાં તે હતો...."

જાગુએ તેને પાણીની બોટલ આપતા કહ્યુ " રવિ અહીં હશે તો આપણે જરૂર તેને શોધી લેશું....."
વરસાદનું એક ઝાપટું આકાશની સાથે સાથે અવન્તિકાની આંખોમાંથી પણ શરૂ થઈ ગયું...


ક્રમશ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED