ટાઈમપાસ. Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઈમપાસ.

તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને સાંભળું છું. બસ બોલતો નથી, બાલકીનીમાં તારો પ્રિય કામ, ફુલ, છોડને પાણી પીવડાવતા પીવડાવતા જુના ગીતો સાંભળતો રહું છું.આમ જ મારો રવિવાર નીકળી જાય છે. બસ હું સતત તે કુંડાઓમાં ફૂલોને નિહાળું છું. આપણી વચ્ચે પ્રેમનું પણ આ ફૂલો જેવું જ હતું, તે પણ બી માંથી, છોડ થયા, ધીરેધીરે મોટા થયા, ફૂલો આવ્યા, પણ ફોરમ ન આપી શક્યા! આપણા સબંધમાં એ જ ફોરમ મિસિંગ હતી. પ્રેમ ભરપૂર કર્યો, તારાથી અલગ થઈ જાણે મારા કોઇ શરીરના અંગ કપાઈ ગયો હોય,તેટલી વેદનાં થઈ રહી છે. બસ તારા ગયા પછી, હું જીવુતો છું પણ જીવતો નથી, તું જ કહેતી ને આપણો સબંધ મોતી અને માળા જેવું છે. મોતી તૂતટા માળા પણ વિખરાઈ જશે, હું પણ તૂટીને  વિખરાઈ જ ગયો છું.

આજે એક વર્ષ થયો, તું ક્યાં છે, શુ કરતી હોઈશ? મને યાદ કરતી હોઈશ? તને ખબર છે. આપણે સાથે હોતા તો, તારી હમેશા ફરિયાદ રહેતી,  હું વોટ્સએપ પર ડી.પી જ ન મુકતો, તારી આ ફરિયાદ હવે પુરી થઈ પણ તું નથી, હા કાદાચ તું મારુ ડિ.પી જોતી હોઈશ એટલે જ મેં તેને હાઇડ નથી કર્યું, શુ જેમ હું તારી તસવીરોને કલાકો અપલક જોઉં છું, તું પણ જોતી હોઈશ?
તને નાની નાની વસ્તુઓ બહુ નોટીશ કરે છે. મારુ ડી.પી મૂકવું તે પણ તે નોંધ્યું જ હશે,ખરુંને?


                                  ****


"હૈ રવિ, મને ખબર જ હતી તું અહીં જ હોઈશ, તારી પ્રિયતમાની યાદમાં...." 

" પ્રિયતમાની યાદમાં નહિ, બસ મને આ ગમે છે."


"જૂઠ બોલવાનું બંધ કર,કમશે કમ મારી સામે તો નહી, શુ હાલત કરી દીધી છે?  આટલી ખરાબ હાલત તો કદાચ દેવદાસે પણ નહી કરી હોય..."

"મારામાં અને દેવદાસમાં ફરક છે. એને કોઈ બીજી આદત હતી. મને ફક્ત ચાની આદત છે. રહી વાત દાઢીની તો તે આજકલ ફેશનમાં છે."

"મને ખબર છે બકા..એની પણ લિમિટ હોય, તને તો જૂનાગઢમાં જગ્યા મળી જાય એટલી દાઢી રાખી છે. જો આ જીન્સ- ટી-શર્ટ ના હોયને તો કોઈ હાથમાં ભીખ મૂકીને જતું રહેશે.."

"મને તેની જરૂરું પણ છે." તે મનમાં બબડયો!

" શુ કીધું ?"


"કઈ જ નહીં." અને ફરીતે ગુલાબના ફૂલો પર બેઠેલા ભ્રમરાને જોઈને ઉંડા વિચારોમાં શરી ગયો..


"ચા પીધી?"

"નહિ"

"મને ખબર હતી. નહિ જ પીધી હોય,તારું ચા વગર માથું નથી દુખતું?"

"ચા મારી આદત નથી, મને ચા પીવી ગમે છે. ચાને હું માણું છું, ચા ફક્ત તાજગી લઈને નહિ, ચા સાથે કેટલાય તાજા અને જૂના વિચારોનું કોકટેલ થાય છે. ચા મને ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં લઇ જાય છે."

"વાહ ક્યાં બાત હૈ, રવિબાબુ...."


"સાંભળને રવિ, મને પણ આ ચાની સાક્ષીમાં તને કઈ કહેવું છે. હું તો તારા ભૂતકાળથી પણ જૂની છું, તે મને કોલેજમાં લોફરની જેમ  પબ્લિક પ્લેસમાં પ્રપોઝ કરી હતી યાદ છે?"
રવિ બાળક જેવું હસ્યું..

"તે ક્યારે પૂછ્યું નહિ, તે કેમ ના કરી હતી?"

"હા, પૂછ્યું નહિ..." રવિએ કહ્યું.

"હું તને ત્યારે પણ કદાચ હા કરવાની હતી.."
 રવિ કુતૂહલતાથી બોલ્યો "તો પછી તે દિવસે?"

"તારા અને દેવનીનલ વચ્ચે શરત લાગી હતી. પહેલા તે મને પ્રપોઝ કરવા આવ્યો હતો. પછી તું, મારો પ્રેમ કોઈ માટે શરતમાં જીતવા જેટલું સસ્તું તો નથી જ.."
રવિ શરમથી નીચું જોઈ રહ્યો.

તે તો પ્રેમને પામીને ખોયો છે. મેં તો તને એક તરફો પ્રેમ કર્યો છે. કદાચ તને જોવાની પણ ફુરસદ નથી મળી...


"ક્યાં ખોવાઈ ગઈ?તને પણ મારો ચેપ લાગી ગયો?"

બને હસ્યાં...



ક્રમશ.