ગુજરાતીનો લેક્ચર હતો. મરીઝ સાહેબની ગઝલનો આસ્વાદ થઈ રહ્યો હતો. તો બીજી તરફ, રવિબાબુ તે અવન્તિકા જે હજુ તેના માટે અનામિકા હતી. તેના રૂપનું આસ્વાદ કરી રહ્યો હતો. તે છુપાઈને તેને હળવકેથી જોઈ લેતો હતો. તે દરમિયાન આસપાસ તે એવી રીતે જોતો જાણે કોઈ ચોરી કરતો હોય!
આજના દીનનો પહેલો લેક્ચર, તેને જીવનમાં પહેલી વખત કોઈ ગમ્યું હતું. જાણે તે જોયા જ કરે જોયા જ કરે! તે કેટિંગમાં આવી બેઠો હતો. તેની પર્સનાલિટી એવી નોહતી કે અવન્તિકા જેવી છોકરી તેને જોઈને આકર્ષિત થઈ જાય, તે તેની ફ્રેન્ટ્સ સાથે બાજુની ટેબલ પર ગોઠવાઈ ગઈ, તેણે તો જોવા તો શું પણ પાસે કોઈ બેઠું છે કે નહીં તે જોવાની પણ તસ્દી નોહતી લીધી. જ્યારે મિસ્ટર રવિતો મનો મન ફેરા પણ ફરી ચુક્યો હતો.ગામડાના સાદા જીવન પછી, તેના માટે આ બધું નવું હતું. પોતાની જાતને લાખ રોકવા છતાં, તે ના જાણે કેમ, તેની તરફ ખેંચાઈ રહ્યો હતો.
*****
સમય નીકળતો ગયો, એક સેમિસ્ટર પતવા આવ્યું હતું. અવન્તિકાએ તેને ઘાસ સુધા રાખ્યું નોહતું! એટલે મિસ્ટર રવિ હવે નોર્મલ થઈ અભ્યાસમાં રસ લેવા લાગ્યા હતા. છ મહિનામાં અમદાવાદી મિત્રો સાથે રહી, તેને શહેરની હવા લાગી ગઈ હતી. આજકલ તે લખતો હતો. વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ, પી.જીમાં તે એકલો રહેતો, ગામડામાં તે ઘડાયો હતો. શહેરમાં તે ગણ્યો હતો. છ મહિના માં તેના લાઇબ્રેરીમાં ધકાઓ પણ વધી ગયા હતા. અમદાવાદ આવવું તેના માટે ફળ્યું હતું. તે હવે તેના વિષયથી બહારના ગુજરાતી સાહિત્યમાં રસ લેવા લાગ્યો હતો. પન્નાલાલ, મેઘાણી, બક્ષી જેવા મોટા ગજાના લેખકોને વાંચતો થયો, મરીઝ, બેફામ, જેવા ગઝલકારોને તેના શેરોને માણતો થયો હતો.
****
એક દિવસ કોલેજના એક મિત્રની બર્થડે પાર્ટીમાં બોલાવ્યો હતો. મિત્રોએ રવિબાબુને કવિતાઓ, શેરોની ગુજારીશ કરી હતી. રવીબાબુએ મહેફિલમાં રંગ જમાવ્યો હતો. જાગુ ત્યારે જ તેનાથ પ્રભાવિત થઈ ગઈ હતી. જાગુએ રવીને મળવાની પહેલ કરી હતી. એક જ કલાસમાં હોવાથી પરિચર હતો. આજે બને જણાએ એક બીજાને જણાતા થયા હતા.
બીજે દિવસે કોલેજનો માહોલ અલગ હતો. રવિને લોકો ઓળખતા થયા, કેટલા નવા મિત્રો બનાયા, તો કેટલાક ગઈ કાલે સાભેલી કવિતાઓથી તેના ફેન બની ગયા....
રવિ માટે તેના મિત્રનો જન્મદિન, કોલેજમાં તેના જન્મદિન સમાન બની ગયો, એક નવા રવિનો આજે જન્મ થયો હતો..
કોલેજમાં પ્રોફેસરથી લઈને વિધાર્થીઓ સુધી આ રવિની જ વાતો થઈ રહી હતી. કોઈ પણ સેમિસ્ટરમાં હોય, સિનિયર હોય કે જુનિયર આ રવીબાબુના વખાણ કરતા થાકતા નોહતા.
"રવિ, સાંભળ્યા છે તમે સારી કવિતા લખો છો?" રેણુકા મેમે કલાસમાં પ્રવેશતા જ કહ્યું.
"જી મેમ, થોડું ઘણું જાણું છું..." રવિએ પ્રત્યુત્તર આપતા, એક વખત અવન્તિકા તરફ નજર કરતા કહ્યું.
"શુ તમે અહીં આવીને કોઈ એકાદ પંક્તિ રજૂ કરશો તો અમને ગમશે..."
એક એક પંક્તિ સાથે ક્લાસમાં તાળીઓનો ગળગડાટ સંભળાઈ રહ્યો હતો. કલાસ પુરો થતા, રવિ રાબેતા મુજબ, કેંટિંગમાં હમેશાની જેમ એકલો બેઠો હતો. તે કોઈ નવલકથા વાંચી રહ્યો હતો. ત્યાં જ જાગુ ખોંખારો ખાતા તેની ટેબલ પાસે ઉભી ગઇ...
"મિસ્ટર રવિ તમને વાંધો ન હોય તો હું અહી બેસી શકું?"
"હા કેમ નહિ.."
"ઓહો, પેરૅલિસિસ વાંચો છો...." જાગુએ વાતની શૂરવાત કરવા માટે તેના હાથમાં રહેલા પુસ્તક વિશે પૂછતાં કહ્યું.
"જી...તમે વાંચી છે?"
"હા, મારી પ્રિય નવલકથા છે. હાલ હું બક્ષી સાહેબની બીજી નવલકથા હનીમૂન વાંચી રહી છું. તે સિવાય આકાશે કહ્યું. બાકી રાત,એક એને એક, એકલતા ના કિનારે જેવી પુસ્તકો પણ વાંચવાની બાકી છે.
રવિએ આશ્ચર્યથી જોતા કહ્યું. "તમને જોઈને લાગતું નથી, કે તમે નવલકથાઓ વાંચતા હશો..."
"તમને જોઈને પણ લાગતું નથી કે તમે આટલી સારી કવિતાઓ લખતા હશો.."
પાસેની ટેબલ પર અવન્તિકા એને તેનો ગ્રુપ બેઠું હતું. આજે અવન્તિકા રવિને નિહાળી રહી હતી.જ્યારે રવિએ આજે તેની ઉપસ્થિત કોઈ નોંધ જ નોહતી લીધી...સમય સમયની વાત છે.
ક્રમશ.