ચાર વર્ષ પહેલા.
મને હજુ પણ યાદ છે. હું મારો સમાન પેક કરતા ખૂબ જ રડી હતી. મને જવું પડે એમ હતું. હું રવિને બધું જ કહેવા માંગતી હતી, પણ રવિબાબુના તો મારાથી ત્રણ-ત્રણ દિવસના અબોલા હતા. મારા ફોન મેસેજ નો કોઈ જ જવાબ નોહતો આપ્યો! તેમ છતાં હું રવિને મળવા તેના રૂમ સુધી આવી હતી. પણ મારી હિંમત ન થઈ કે હું તેને મળી શકું! તે દિવસે ધોધમાર વરસાદ હતો. શહેરને પણ મારા જવા સાથે અણગમો હતો. મને તે બધું જ યાદ આવી રહ્યું હતું. તે આંખો રસ્તો, તેની આસપાસની તમામ ચા ની કિટલીઓ રેસ્ટોરન્ટ બધું જ... અને અમારી સુંદર અંગત પડો.
મેં જાગુની ફોન કર્યો હતો, હું જાઉં છું. રવિનો ખ્યાલ રાખજે, હું ક્યારે પણ પાછી નહિ આવું!
કદાચ જાગુ, મનમાં જૂની વાતો લઈને બેઠી હતી. મેં તેને કીધું હતું. હું રવિ સાથે ટાઈમપાસ કરી લઉં, પણ ત્યારે અમે હજુ ઓળખતા જ નોહતો, ક્યારે અમે રવિ, અવન્તિકામાંથી રવન્તિકા થઈ ગયા ખબર જ ન પડી! હું સંપૂર્ણ રવિની થઈ ગઈ હતી, રવિ સિવાય મારા જીવનમાં કોઈને હું સહી લેવાની ન હતી. પરંતુ પરિસ્થિતિ મારા વિરુદ્ધ હતી. નદીના પ્રવાહ સામે તરવાનું હતું. મેં મારા હાથ માર્યા, પણ હું નિસફળ રહી, અંતે હું હારી થાકી પ્રવાહની દિશામાં વહી ગઈ, હમેશા હમેશા માટે સમુદ્રમાં મળી વિલીન થઈ ગઈ, મારુ અસ્તિત્વ મટી ગયો..
****
ફરીથી રવિની યાદોએ મને પજંવવાનું શુરું કરી દીધું, હું પ્લેન લિડિંગ થતા જ ભૂતકાળમાં પોહચી ગઈ, ફરીથી અમદાવાદ આવીશ તે મેં ક્યારે પણ વિચારાયું નોહતું! શું કરૂ? અંતે મેં અવન્તિકાને ફોન લગાવવાનું નક્કી કર્યું!
"હેલ્લો... અવન્તિકા.. જાગુ...બોલું છું." મારા અવાજમાં ડુમ્મો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
"હા, જાગુ ક્યાં છો તું?" સવારની વહેલી ફલાઈટ હતી, ચાર વાગ્તા હતા.તે અર્ધજાગૃત અવસ્થામાં પૂછ્યું!
" એરપોર્ટ પર....."
"હું આવું છું, તને લેવા.... " કહેતા તેણે ફોન કટ કર્યો.
નનન*****
" આ મારી કઝીન છે. એમિલી" જાગુએ પરિચય કરવતા કહ્યું. અવન્તિકાએ "હેલ્લો" કેહવા હાથ લંબાવ્યો પણ એમિલીએ બને હાથ જોડી " નમસ્તે "કીધું... અવન્તિકાએ પણ બને હાથ જોડતા " નમસ્તે " કહ્યું.
"એમિલીને ઇન્ડિયા જોવું છે. તેણે અમુક જગ્યાઓ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું છે. તે ત્યાં જવા માંગે છે."
"ઓહ, સો નાઇસ..."
"હું ઈચ્છું છું કે, તું પણ અમારી સાથે જોડાય!" જાગુએ કહ્યું
" નહિ, તે શક્ય નથી.."
"પણ મને મદદ તો કરી શકે છે ને, અહીં કેવી રીતે જવાય, એમ પણ તેને આ બધું સારી રીતે ફાવે છે. તને પ્રવાસ, રખડપટ્ટી ખૂબ જ ગમતી"
" હા હું ચોક્કસ મદદ કરીશ..."
એમિલીએ ઉદયપુરની કેટલીક તસ્વીરો ટેબલ પર મૂકી! તેનું મગજમાં કોઈ ચમત્કારો થયો,રવિએ પણ તેની ડાયરીમાં આ સ્થળ અંગે નોંધ્યું હતું. તે આ જગ્યાઓ પર જઈ આવ્યો હતો. પણ તે ફરીફરી ત્યાં જવા માંગતો હતો. તે વાત પણ સામન્ય જ હતી. તે મોંન્સુન માટે ફરવાની શ્રેસ્ટ જગ્યા છે. તો ત્યાં જવાની ઈચ્છા થવી કોઈ નવાઈની વાત નોહતી.
ત્યાર પછી એમિલે મેહરાનગઢ, જોધપુરના કિલ્લાની કેટલીક તસ્વીરો ટેબલ પર મૂકી! અવન્તિકા ફરી કોઈ સ્મરણોમાં સરી પડી, ધુંધળા દેખાતા શબ્દો, જાણે આંખ સામેં રમવા લાગ્યા,
મેહરાનગઢ કિલ્લો, રાજેસ્થાન, જોધપુર શહેરથી ચાર સો ફૂટ ઉપર આવેલો હતો. તેની આસપાસ કિલ્લની દિવાલ આવેલી છે. અને બીજા ઘણા બધા મહેલો પણ આવેલા છે. તેઓ કોતરણી અને પ્રાગરણ માટે જાણીતો છે, અને જેને અલગ અલગ યુદ્ધ દરમિયાન વિજય થયા પછી નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી, કાસી, ઉજજેન, કેદારનાથ, જેવી જગયાઓના ફોટાઓ મુક્તિ રહી, અને અંતે બધું જ છોડી હિમાલયની ગોદમાં આવેલા કેટલાક જાણતા અજાણ્યા સ્થળોના ફોટો મુક્તિ રહી!
"મને તમારી સાથે આવું છે. " તે એકા એક બોલી ગઈ...
"તું આવીશ તો ખૂબ જ મજા આવશે..." જાગુએ કહ્યું.
"પણ મારી એક શરત છે." અવન્તિકાએ કહ્યુ.
"અમે તારી બધી જ શરતો માનવા તૈયાર છીએ.."
"હું જ્યાં સુધી ન કહું કે હવે આપણે જવું જોઈએ, ત્યાં સુધી આપણે તે શહેરમાં જ રહીશું.."
બન્ને એક સાથે હામી ભરી.
અવન્તિકાને અહીં આશાની નવી કિરણ મળી ગઈ હતી, કે જીવવાનું એક માર્ગ, તે આ બધી જગ્યાએ ફરીથી જવા માંગતી હતી, તે રવિને શોધવા માંગતી હતી, તે જગાયે ચોક્કસ રવિ ગયો હશે તેની તેને ખાતરી થઈ ગઈ હતી.
તે મનમાં જ બોલી" રવિ હું આવું છું. તારી પાસે, ફરીથી તારી બનવા માટે, મેં તને મારાથી અલગ ક્યારે નોહતો સમજ્યો! હું તારી છું, તારી જ રહીશ..."
ક્રમશ.