ટાઈમપાસ - 2 Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઈમપાસ - 2



કાલે રવિવાર હતો, એટલે આજે ઊઠવામાં થોડું મોડું થયું.રવિવાર પછી સોમવાર ખૂબ ભારે હોય છે. સવાર બેચેન હોય છે. ઊંઘ પૂરી ન થવાની ફરિયાદ બધાને હેમશા રહેતી હોય છે. પણ કોઈ રસ્તો  છે ખરો? બસ રોબોટની જેમ ફરી આગલા ૬ દિવસ સુધી રવિવારની રાહ જોવાની! ક્યારેક થાય છે, આ બધું છોડી ક્યાંક દૂર જતો રહું, ભમ્યા કરું, રખડયા કરું, શુ જરૂર છે આ બધાની? પણ તે બધું ફક્ત કહેવાની વાતો, ફટાફટ તૈયાર થઈને હું નીચે પાર્કિંગમાં ગયો તો જોયું કારનો ટાયર બેસેલો હતો. રવિએ જોરથી લાત મારી, ત્યા જ હોર્નના અવાજ સાથે એક પરિચિત મઘુર ટહુંકો સંભળાયો..


" હૈ ગુડ મોર્નિંગ..." તેણે આશ્ચર્યથી કહ્યું.

"વેરી ગુડ મોર્નિંગ, મિસ્ટર બોરિંગ."

"કેમ આજે આ તરફ વહેલા-વહેલા?" રવિએ અજાણ્યો બનતો હોય તેમ કહ્યું.

"ગઈ કાલે કોઈની કારનું ટાયર બેસેલુ જોયું હતું.એટલે વિચાર્યું જનાબ આમ તો અમારી સાથે ક્યારે આવતા નથી, પણ આજે મોકાનો ફાયદો જરૂર ઉપાડવો જોઈએ..એટલે આવી ગઈ, કઈ ખોટું કર્યું?"

"સારું કર્યું, થેન્કયુ.."




                  ****


આજે પણ રોજની ચાની કિટલીએ કાર ઉભી રાખી..રવિ કોઈ ઊંડી તપસ્યામાં હોય તેમ તપસ્વીની જેમ તે ચાની ચૂસકી લઈ ખોવાઈ જતો..


"સોરી...." જાગુએ કહ્યું.

"કેમ સોરી?" 

"તારી તપસ્યા ભંગ કરવા માટે મને કંઈ કહેવું છે."

"હા તો તને ક્યારથી રજાઓ લેવી પડે છે?"

"અવન્તિકાના સમાચાર છે." 

અવન્તિકાનું નામ સાંભળતા જ જાણે તેના ચેહરાની રેખાઓ બદલાઈ ગઈ, તેના શરીર તજવજી રહ્યો હતો. કંપનથી હાથમાં રહેલો ચાનો કપ ધ્રુજી રહ્યો હતો. તે જાણવા માટે કેટલો ઉત્સુક હતો. તે તેનો ચહેરો જોઈને કોઈ પણ કહી શકે...

"શુ સમાચાર છે?"  તેના અવાજમાં ધ્રુજારી હતી.

" અવન્તિકા લંડનમાં છે. લો ની સ્ટડી કરે છે."

"ક્યારે આવવાની છે કઈ કીધું?"

"ના ,પણ તે બહુ ખુશ છે. ઠીક છે. મને લાગે છે, મિસ્ટર રવિ તમને ખુશ થવા માટે આટલું પૂરતું છે..."

તેણે હામી ભરી..

કારમાં મોંન હતું. તેની આંખો અપલક હતી. જાગુ રવિને જોઈ રહી હતી. તે તેની વેદનાઓ તો સમજી રહી હતી. પણ તે કઈ કરવા માટે અસમર્થ હતી.પચીસ મિનિટ રસ્તામાં અને ઓફીસની નીચેની પાર્કિંગમાં છેલ્લી પંદર મિનિટથી કારા ઉભી હતી. જાગુ રવિને જોઈ રહી હતી.
રવિ અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ કહ્યું.

"કોની રાહ જોવે છે?"

"તારી...."

તે કઈ ભોઠપ અનુભવતો, ઓફીસની સીડી પર  બે-બે પગથિયા એક સાથે ચડી ગયો.

                               ****



કોલેજ લાઈફ, એડવાંચર ટ્રિપ જેવી હોય છે. કોલેજ લાઈફમાં બસ રોમાંચ, રોમાંસ અને ફન હોય છે. ખુશી, હસી, જલસા એ બધા કોલેજ લાઈફના પ્રયાયી શબ્દો હતા.
એમાં પણ અમદાવાદ જેવી મહાનગરીની કોલેજ લાઈફ એટલે તેની માટે મને ફક્ત ત્રણ શબ્દો યાદ આવે છે. જલસો, જલસો અને જલસો...

રંગીન રંગબેરંગી તીતલીઓ જેવા ઉપવસ્ત્રોમાં કોલેજ કન્યાઓ, રંગબેરંગી, ફાટેલી તૂટેલી, ગ્રીફ વાળી, ગ્રીફ વગરની નીકટ, એનકલ, બ્લુનમાં, ફોર્મલમાં, કોઈ ટી-શર્ટમાં જૉકેટમાં તો કોઈ ફોર્મલ શર્ટમાં જાણે બધી જ ફેશન અહીં મળતી હોય! કોઈ દાઢી વાળો, વન સાઈડ, ટુ સાઈડ અંડર કટ, સ્પાઈક અને કેટલું બધું... ભણવા કરતા અહીં વિધાર્થીઓ ગણવા વધુ આવતા હતા.

                               ****
સામન્ય દેખાવ , ઘઉંવર્ણો ચેહરો, ઉંડી સુસક આંખો જે સપનાઓના વજન નીચે દબાઈ ગયેલી હતી. હાથમાં નોટ બુક સાથે બે એક નવલકથા લઈને ખૂણામાં મિત્રો સાથે ઉભેલા રવિએ પેહલી વખત કયામત જોઈ હતી. તે અપલક જોઈ રહ્યો હતો. આજથી પેહલા આટલું સુંદર ચેહરો તેણે સપનાઓમાં પણ નહીં જોયો હોય,  આવી સુંદર યુવતીના યૌવનનું વર્ણન શાસ્ત્રોમાં પણ નહીં સાંભળ્યો હોય, તપસ્વીઓની તપસ્યાનો કોઈ ફળ હોય, સ્વર્ગની અપ્સરાઓ જેવું તેનું રૂપ, તેની ભૂખરી આંખો, જાણે સંમોહિત કરતી હોય,જીન્સ,ટી-શર્ટમાં તે આકર્ષિત લાગતી હતી. તેના ગોળ ચશ્મા તેના સુંદર ચેહરા પર સૂટ કરતા હતા.જ્યાં સુધી તે કોલેજના મુખ્ય પ્રવેશદ્વારથી કોલેજની અંદર ન ગઈ ત્યાં સુધી તે જોતો જ રહ્યો. તેના ગયા પછી, તેને આસપાસ જોયુ, કોઈ તેને જોતું તો નથી?  તેણે ભોઠપ અનુભવી. તે પણ મિત્રો સાથે મુખ્ય દ્વારથી કોલેજમાં પ્રવેશ્યો.


ક્રમશ