ટાઈમપાસ - 7 Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઈમપાસ - 7

વર્ષો પછી એજ જગ્યાએ, એજ સ્થળે એજ સમયે પોહચી જાવ તો લાગે, ફરીથી ભૂતકાળમાં સમય યાત્રા કરીને પોહચી ગયા હોઈએ! ભલે સમય યાત્રાને વૈજ્ઞાનિક રીતે સંભવ ન હોય,પણ આ તમામ પ્રકારમાં સિદ્ધાંતોની ધજીયા ઉડાડી દે તેવો જ અનુભવ હતો. મગજ બહેર મારી ગયું હતું. જે રીતે મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડરના દર્દીઓને કાલ્પનિક દ્રશ્યો મગજમાં ઘડતા હોય છે. દેખાતા હોય છે. રવિને કાલ્પનિક નહિ પણ ભૂતકાળના દ્રશ્યો સામે રમી આવ્યા, તે ભુજીયા કિલ્લાની દિવારો પર અવન્તિકાને મેહશુસ કરી રહ્યો હતો. અવન્તિકા દિવારને ટેકો દઈને ઉભી હતી. પોતે  દશ એક ફિટ દૂરથી અવન્તિકા તરફ વધી રહ્યો હતો. વચ્ચે મોટી ખાઇ હતી.જે રવિ જોઈ ન શકયો, કે જોવાની શક્તિ ગુમાવી ચુક્યો હોય!


"હૈ...રવિ...." જોરથી બરાડી જાગુએ તેને પકડી લીધો, "આ શું કરવા જઈ રહ્યો હતો?"

વચ્ચે ઊંડી ખાઈ જોઈ, તે પણ હકોબકો રહી ગયો.

"જનાબ આની માટે તને અહીં નથી લાવી હું..."

"મને ત્યાં અવન્તિકા...." તેની વાત વચ્ચેથી જ કાપતા, જાગુ બોલી " હું તને અવન્તિકાને ભૂલવા માટે અહીં લાવી છું, એ મુવ ઓન થઈ ગઈ છે. તું પણ.... પણ તું તો હજુ ત્યાં જ અટવાયો છે. તને પોતાને જ હાથ કરીને પીડાઓ લેવી છે. શુ હાલત કરી રાખી છે તારી...." તેના અવાજમાં ગુસ્સો હતો. આંખોમાં આશું, તે જાણતી હતી, એક સેકન્ડ પણ જો તેણે મોળું કર્યું હોતતો રવિ ભૂતકાળ બની ગયો હોત..

"સોરી...." રવિ નીચું જોઈ ગયો.






                 *****


"હૈ, આજે રવિએ શુ કર્યું ખબર છે? મને તો એ વાત યાદ આવતા જ રૂંવાટા ઉભા થઇ જાય છે.હું જો ત્યાં સમયસર ન પોહચી હોત તો, શુ થાત તેનું...." જાગુની આંખમાં આશુંઓની ધાર વહી રહી હતી.

"હું કઈ કરું છું, તું બસ બે દિવસ તેનો ખ્યાલ રાખ ફક્ત બે દિવસ...." ફોનની પેહલીપારથી અવાજ આવ્યો...




                                     ****

"મને લાગે છે આપણે હવે અલગ થઈ જવું જોઈએ.. એ હૂંફ આપણી વચ્ચે રહી નથી, આપણી વચ્ચે દરેલ નાની-નાની વાત પર બબાલ થઈ જાય છે. મને લાગે છે મેં ઉતાવળ કરી..." અવન્તિકા એક જ શ્વાસમાં બોલી ગઈ..


"ઉતાવળ કરી, તું બોલ્યા પેહલા વિચારે પણ છે કે નહીં? તું આવું કઈ રીતે બોલી શકે? હું તને ચાહું છું. હું તને સાચા દિલથી ચાહું છું."

"ફક્ત ચાહત જરૂરી નથી...
જ્યારે મને તારી જરૂર હોય છે. ત્યારે તું હોતો જ નથી, મને એવું લાગ્યા કરે છે. તું મને સમજ્યો જ નથી, હું ના બોલું, તો તું મારા મોંન પાછળ કારણ પણ નથી પૂછતો, આપણી વચ્ચે લાગણીનો સેતુ તૂટી ગયો છે."


"એવું નથી, મારી તકલીફો, મારી પીડાઓથી હું ઘેરાયેલો હોઉં છું, મને મારા માટે પણ વિચારવા નો ટાઈમ નથી, બસ અમુક સમયે તું મને સમજી શકતી હોત તો કેટલું સારું હતું. કાસ તું, ક્ષણેક વાર માટે હું બનીને વિચારત, પ્રેમ નથી એવું નથી, હું તને સમજુ છું, ફક્ત બોલી નથી શકતો.. કાસ તું સમજે..." રવિની આંખોમાં આશુઓનો પુર આવી ગયો હતો. હૈયામાં હિલોળા લેતો, નદીનો પ્રવાહ આજે બને કાંઠે વહી રહ્યો હતો.
                             ****

" હૈ, વોક પર જઈએ, સાંભળ્યું છે. રાતે દરિયો પોતાનું સંગીત સંભળાવે છે." અવન્તિકાએ કહ્યું.

" હા અવસ્ય.. દરિયો સંગીત સાથે સાથે કેટલી કહાનીઓ પણ સંભળાવે છે."


"ઓહો..ક્યાં બાત હૈ, રવિબાબુ.."

"તને ખબર છે. આ સમુદ્ર આટલો ગેહરો કેમ હોય છે?"

"મને લાગે છે, તને મારા જવાબ સાંભળવા કરતા, તારી વાત કહેવામાં વધુ રસ છે. ચલો બતા દો સમુદ્ર ઇતના ગેહરા ક્યુ હોતા હૈ..." જાગુના ચેહરા પર મીઠી મુસ્કાન હતી.


"સમુદ્રનો અસ્તિત્વ પૃથ્વીના અસ્તિત્વ પછી, અને માનવ સભ્યતાના અસ્તિત્વ પેહલાનો છે.  હજારો સભ્યતાઓ, હજારો વર્ષો જૂનો આ સમુદ્રના જાણે કેટલા રહસ્ય, સારી નરસી વાતોનો સાક્ષી રહ્યો હશે, સમુદ્ર મંથનથી લઈને ડાયનોસોર જેવી વિશાળ દાનવ પ્રજાતિ અને એવું કેટલું બધું, આટલું બધું જાણે છે. જોવેલ છે.તેનું ઊંડું હોવું વ્યાજબી છે. તે તો અમારી પ્રણયકથાનો પણ સાક્ષી છે." રવિના ચેહરો ભાવશુન્ય હતો.

"રવીબાબુ, તમને આ ઇતિહાસ, ભૂગોળ, રહસ્યમાં કોઈ રસ નથી, તને રસ છે. તારી અને અવન્તિકાની વાત કહેવામાં...ખરુંને?" જાગુએ કહ્યું.


ક્રમશ.