ટાઇમપાસ - ૧૫ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઇમપાસ - ૧૫

પીચોલા પાસે હોટેલ બહુ મોંઘી મળતી! ઉદયપુરમાં દરેકનું સપનું હતું, આવી રજવાડી હોટેલમાં રહેવાનું, પણ તેનું એક દિવસનું ભાડું અમારા અહીં ના સાત દિવસ ના તમામ ખર્ચાઓ બરાબર હતું! તે દિવસો બેરોજગારીના હતા. કોલેજમાંથી હું અને રવિ છુપાઈ-છુપાઈને ફરવા આવતા! હા બ્લોગ શુરું કર્યા પછી કેટલાક સ્પોન્સર પણ મળ્યા હતા. બીજી વખત હું એકલી આવી હતી! અહીં પીચોલા પાસે જ એક રજવાડી હોટેલના લેક વ્યૂ દેખાય એવો રૂમ મેં લીધો હતો, સામે બાગોર કી હવેલી દેખાતી હતી. હું બાલ્કનીમાં પગ પસાળી ઉદયપુરને જોઈ રહેતી! હા આરામ સિવાય મારે અહીં ઘણા કામો હતા. બેઠા-બેઠા હું શહેર અને બ્લોગ વિશે વિચારતી! મેં રૂમ પર જ કોફી મંગાવી હતી. અહીં પાંચ-સાત જાતની કોફીઓ મળતી, મેં કેપચીનો કોફી મંગાવી હતી. બેરર કોફી  મૂકી ગયો હતો! કોફી પર તાજા તજનો છંટકાવ અને કોફીની સુગંધ ખૂબ જ તીવ્ર લાગતી હતી.
મેં ફરીથી બેરરને બોલાવ્યો! કઈ મંગાવવા માટે નહીં, પણ પૂછવા માટે કે અહીંનો શું શું નાસ્તો ફેમસ છે? તે રટ્યું-રટ્યું જ બોલ્યો! જ્યારે મને તો કઈ તડકતું ભડકતું લખવું હતું અને મને યાદ આવ્યું, સાઈ બાબા પરોઠા હાઇસ! ત્યાં હું અને રવિ બે-ત્રણ વખત ગયા છીએ, ઉદયપુરમાં બ્લોગની શરૂઆત રોડ સાઈડ ફૂડથી કરવી જોઈએ! હું ભૂતકાળને ભૂલી વર્તમાનમાં આવી, સામે જાગુ અને એમિલી બેઠા હતા. જાગુ કોઈ મેગેઝીન વાંચતી હતી તો એમિલી લેપટોપ પર કઈ કામ કરી રહી હતી. મને અચાનક કંઈ યાદ આવ્યુ! તપન જોશી,  મૂળ અમદાવાદ ના પાલડીનો જ, પણ અહીં જ ભણ્યો અને હવે જોબ કરે છે. તે મારો કોલેજ સમયનો મિત્ર રહ્યો હતો અને બ્લોગ માટે ખૂબ જ મદદ કરી હતી. રવિ પણ તેને મળ્યો હતો. મેં તપન જોશીને ફોન મળાવ્યો, જીઓ વાળા માસીઓ કોલરટ્યુન માટે લાંબો ભાષણ આપ્યું અને તપને  ફોન ઉપાડ્યો,

"હૈ, રાજ રાણી....શું કામ પડી ગયું?"

"ઉદયપુરમાં છું! "

"ઓહો, !! ક્યારે આવી? રવિ જીજાજી સાથે આવી છો?  ચોમાસામાં તમે મોરલાઓ વાદળું જોઈને કળા કરવા પોહચી જ આવો છો.."  રવિની વાત સાંભળતા એક ધ્રુસ્કો નીકળી ગયો! તપન સાંભળી ગયો " શું થયું?" તેણે કહ્યું.
"મળીને વાત કરીએ?" 
"હા ચોક્ક્સ"


                  *****

ફતેહસાગર પાસે એક સાગર કોફી શોપ હતો. ઉપર એકદમ ખુલ્લી જગ્યાઓમાં ટેબલો ગોઠવી હતી. આસપાસ કપલ્સ અને પ્રવાસીઓની ભીડ હતી.  તળાવની વચ્ચે સફેદ મોન્સૂન પેલેસ ખૂબ જ આકર્ષિત લાગતો હતો તો બીજી તરફ સીટી પેલેસ હવે સંધ્યા સમયે, અલગ અલગ  રંગબેરંગી લાઈટોથી ઝળહળતો હતો.

"મારે તને અગત્યની વાત કહેવી હતી!"

"હા, બોલ હું તારી શું મદદ કરી શકું?" તપન બોલ્યો
તે જાડા કાળા ફ્રેમવાળા ચશ્માં પહેરી આવ્યો હતો. તેનું શર્ટ એક સ્ત્રીની ચુંદડી જેવું હતું! અને નીચે પ્લેન જીન્સ જામતા હતા.

"રવિ ગાયબ છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી તેનો કોઈ જ પતો નથી! "

"તો તું એને અહીં શોધી રહી છે."  તપન હવે ખૂબ જ ગંભીરતાથી બોલતો હતો.

"હમ્મ, મને લાગે છે. તે અહીં આવ્યો છે."

"કોઈ પુરાવો છે?"

"નહિ, પણ તેની ડાયરી, તેમાં તે કેટલાક શહેરમાં વાંરમવાર જવાનું પસંદ કરે છે તેવું લખ્યું છે. તેને અહીંની જગ્યાઓ વિશે પણ તેની ડાયરીમાં નોંધ્યું છે."

"તો તું કહે હું તારી એમાં શું મદદ કરી શકું?"

"રવિ અહીં આવતો હશે, વારંમવાર ..તો કોઈએ તો તેને જોયો હશે! ઓળખતું હશે! બસ મને તે માણસને મળવા જેટલી હેલ્પ જોઈએ તારી"

"ઉદયપુર મોટું શહેર છે. અહીં રવિ ને કોણ ઓળખતું હશે તે કહેવું અઘરું છે."

"અઘરું છે, એટલે જ તો તને કહ્યું છે." 

અમે બને છુટ્ટા પડ્યા! તેને મને મદદ કરવા માટે હામી તો ભરી પણ મારા મનમાં પણ હજારો પ્રશ્નો જન્મી રહ્યા હતા. તેની એક લાઇને મારા તમામ જુસ્સા પર પાણી ફેરવી દીધું હતું.

ઉદયપુર મોટું શહેર છે. અહીં રવિ ને કોણ ઓળખતું હશે તે કહેવું અઘરું છે.



                  *****

"કેમ તારો ચેહરો ઉતરેલો ઉતરેલો લાગે છે?" જાગુએ અવન્તિકાને પૂછ્યું.

"કઈ નહિ, બ્લોગ માટે એક મિત્રને મળવા ગઈ હતી. હજુ એક બે દિવસ તે જ વિચારો અને પ્લાનીંગમાં જ નીકળી જશે..."

"ઉદયપુરમાં ક્યાં વિષય પર બ્લોગ બનાવની ઈચ્છા છે?"

"ઝરણા,તળાવ, પહાડો અને આ મહેલો.."

                *****

હૈ...મહારાણી શું કરે છે?"

"મોજડીઓ જોતી હતી...બોલ શું હતું? "


"રવિ છેલ્લા બે વર્ષ થી એક જ હોટલમાં રોકાય છે. મેં બધી જ વાત કરી લીધી છે. તું ફટાફટ અહીં આવી જા..હું તને સરનામુ ટેક્સટ કરું છું."


 "અહીં કેટલી મજા આવતી હતી, અચાનક શું થયું કઈ સમજાયું નહીં! "

"થોડું કામ યાદ આવી ગયું!"

તેને મનમાં હજારો વિચારો આવી રહ્યા હતા. અંતે તે હોટેલના થોડે દુર કેબને થોભવાનું કહ્યું.

"હું દશ મિનિટના આવું છું. તમે કારમાં જ રહો..."



હોટલનું પ્રવેશદ્વાર જોતા જ અવન્તિકા સમજી ગઈ, આ તે જ હોટેલ હતી. જ્યાં તેઓ રોકાઈ ચુક્યા હતા. રીસેપ્શન પર બેઠેલો ટકકુ કાકા જેવો માણસ મને જોતા જ ઓળખી ગયો..

"રવિ ભૈ સા'બ તો દો સાલ સે અકેલે હી આતે હૈ...આપ કયું નહિ આતી મેમ "સા'બ..."

અવન્તિકાએ આખી સ્ટોરી સંભળાવી દીધી..

"મેં આપકી ક્યાં સહાયતા કર શકતા હું?"

"મુજે રવિ કા ફોન નંબર ઓર એડ્રેસ ચાહીએ..." 

તેને પોતાના તમામ નિયમોની ધજીયા ઉડતાતા રજીસ્ટ્રેર કાઢ્યું. સરનામું અમદાવાદનું હતું. નંબર જુના બંધ હતા તે જ લખ્યા હતા.

તેના મોઢા પર આતંક ફેલાઈ ગયો. તેનો ચમકદાર ચેહરો મુરાજાયેલો ફૂલ જેવો થઈ ગયો.


"કિતને દિન પહેલે વો યહાં પર આયે થે ક્યાં આપ બતા શકતે હૈ?"

"હાંન કુછ તીન દિન પહેલે હી ચેક આઉટ કિયા,  નોર્થ મેં જાના હૈ...ઘુમને... ઉસને બાતો-બાતો મેં હી કહા થા... ઓર હાંન મેને જાતે જાતે કહા થા કે મેં મેમ કો કબ લા રહે હો? ઉસને અગલી બાર જરૂર લેકે આઉગા કહા થા..."

"મેરા મોબાઈલ નંબર નોટ કીજીએ ઓર હાં ઉસકે આતે હી, બીના ઉસે પતા ચલે મુજે અવસ્ય ફોન કરના..."

મારા ચહેરા પરની તકલીફ, પીડાઓ, વેદનાને તે પરખી ગયો! 

" વો જરૂર મિલ જાયેંગે ભગવાન પર ભરોશા કરો.."



ક્રમશ