પૂનમનો ગોળ ચંદ્રની ચાંદનીના અંજવાળામાં સમુદ્રનો લીલો પાણી ઘાટો આસમાની લાગતો હતો. થોડીથોડી વારે દૂરથી નીકળ્યા માલવાહક બોટોના અવાજ સિવાય કોઈ ખાસ કૃત્રિમ અવાજ આ તરફ આવી નોહતો રહ્યો, સમુદ્રના મોજ કિનારે આવી એક ધડાકા સાથે ફેલાઈ જતા હતા. સમુદ્રનું ઘાટું આશમાની રંગના મોજા, કિનારે દૂધ જેવા સફેદ રંગના થઇ જતાં હતાં.ભીંની રેતીમાં ખુલ્લા પગે અમે બને એક પ્રેમી યુગલની જેમ વાતો કરતા-કરતા દૂર સુધી આવી ગયા હતા.
"જાગુ, તું સાચું કહેતી હતી. અવન્તિકા મુવ ઓન થઈ ગઈ છે. મારે પણ હવે મુવ ઓન થઈ જવું જોઈએ..
જાગુ તને યાદ છે, તું તો અવન્તિકાથી પહેલાથી મને ઓળખે છે. આ અમદાવાદ શહેરમાં મારો કઈ અસ્તિવ નોહતો ત્યારથી મારી સાથી છે.ના જાણે આપણે કેટલી કટીંગ સાથે પીધી હશે, હા ભલે પાછળથી તને કોફી ગમવા લાગી હતી." તે ફિકુ હસ્યો..
"કેમ આજે આ બધી વાતો તને યાદ આવે છે?"
" ખબર નહિ, હું તને પ્રેમ કરું છું કે નહીં, પણ મને તારો સાથ ગમે છે. તારી સાથે હું ક્યારે બોર નથી થતો, મારી અને અવન્તિકાની વચ્ચે હજારો જગડાઓ થયા હશે, પણ આપણી વચ્ચે ક્યારે નહિ, આપણી એક પણ એવી વાત નહિ હોય જ્યારે આપણે એકબીજાથી અસહમત હોઈએ, તેમ છતાં આપણે એક નથી..."
"દરેક સબંધ પ્રેમી-પ્રેમિકાના નથી હોતા..." જાગુએ કહ્યું.
" કપરા સમયે, તું મારા સાથે હતી. હું પણ આગળ વધવા માગું છું. તું સાથ આપીશ, વચન આપ..." રવિએ જાગુ તરફ હાથ લંબાવતા કહ્યું.
"હા કેમ નહિ..." તેને પણ પોતાનો હાથ રવિના હાથમાં મૂકી દીધો...
"તારી આંખો બંધ કર..."
"કેમ?"
" બસ તું તારી આંખો બંધ કર,અમુક વસ્તુ કહેવા કરતા કરી બતાવામાં વધુ મજા છે." જાગુએ એવું જ કર્યું.
આજ સુધી જાગુને રવિએ આવી રીતે ક્યારે જોઈ નોહતી, એક સુંદર બેદાગ ચેહરો, પવનમાં ઉડી રહી તેની લટો, બંધ આંખો અને ચેહરા પર સંતોષનો ભાવ...
તેના મુલાયમ ગુલાબી હોઠ પર રવિ ધીરેધીરે વધ્યો, અને જાગુના હોઠ પર હોઠ મૂકી દીધા..
જાગુ ક્ષણેક વાર આંખ ખોલી, રવિને જોયો, તેના શરીરમાંથી વિદ્યુત પ્રવાહ ગુજરી ગયો, રવિ હજુ તેમાં હોઠોને ચૂમી રહ્યો હતો. જાગુએ પણ તેનો સાથ આપવાનું સુરું કરી દીધું, જાગુ રેતીમાં ચાદરની જેમ ફેલાઈ ગઈ, રવિ તેને ચૂમી રહ્યો હતો. સમુદ્રના વિશાળ મોજાએ બન્નેને ભીંજવી દીધા...
રવિના ચેહરા પર ખુશી,હરખ, આશુંઓનો ત્રીવેણી સંગમ જોવા જેવો હતો. ચેહરા પરના મિશ્રભાવોને જોઈને જાગુ પણ તેને દુઃખી જોવા નોહતી માંગતી, એમ પણ જાગુને રવિ પ્રત્યે શૂરવાતથી જ એક જાતનું આકર્ષણ હતું. આકર્ષણથી વધુ લગાવ હતો.તેવુ કઈ શકીએ..
તે રવિની પીડાઓ જાણતી હતી. તે રવિને દુઃખી જોઈને, કલાકો સુધી એકલી રડી છે. પણ ક્યારે રવિને ભણંક સુધા પણ થવા દીધી નોહતી, આજે તેનો રવિ, તેને સામે ચાલીને અપનાવી રહ્યો હતો. તે ખુશ હતી, પણ મનમાં ન જાણે કેમ કોઈ અજણાયો તુફાન ઉપડી રહ્યો હતો. તે કઈ એવું જાણતી હતી, જે નો ડર તેને હવે લાગી રહ્યો હતો. પણ આ સેલ્ફીશ લાગણીઓ, તેને રોકતી નોહતી. બે દિવસ પછી, બે દિવસ પછી શું થશે, તેને ડર હતો. આ લાગણીઓ નો ભરતીમાં વહી જવા માંગતી હતી. પણ કોઈ અજણાયો બંધ તેના પ્રવાહને રોકતો હતો..
"હૈ, ક્યાં ખોવાઈ ગઈ?" રવિએ ચપટી વગાડતા કહ્યું. જાગુ નીચું જોઈ રહી હતી.
"ગમ્યું?"
"હમ્મ, બહુ જ, તું ખુશ છે ને?" જાગુએ રવિને કહ્યું.
વાતાવરણ કેટલું રમણીય છે. સમુદ્રનો સંગીત સાંભળતા સાંભળતા મારા દિલના ખૂણે કોઈ બીજી જ ધૂન શુરું થઈ ગઈ, મને પણ થયું, ક્યાર સુધી ભૂતકાળ પકડી હું આ રીતે દુઃખી થતો રહીશ, આ જીવન અમૂલ્ય છે. આગળ વધવા પર વિચાર કરતા મને થયું તારાથી બેસ્ટ કોણ હોઈ શકે..." જાગુ શરમાઈ નીચું જોઈ ગઈ... આખેર ગમે તેટલા વર્ષથી બને એકેમકના બેસ્ટી રહ્યા હોય, હજારો ટોપિક પર ખુલ્લીને ડિબેટ કરવાવાળા, જ્યારે પોતાના દિલની વાત કરે છે. ત્યારે શરમાઈ જાય છે. ભલે તે મનોમન ખુશ હોય પણ પ્રેમથી આંખો ઝૂકી જાય છે.ઝૂકી ગઈ છે!
ક્રમશ.