Vacation na chhabarda books and stories free download online pdf in Gujarati

વેકેશન ના છબરડા

"વેકેશન ના છબરડા".........                                                      કાવ્યા ,સાંભળે છે? આપણે આ વેકેશનમાં ગોવા જ ઇ એ તો.!..." કાવ્ય બોલ્યો. " વેકેશન અને તમારે ! શું મજાક કરો છો.ક્યારેય ઓફિસ માં થી રજા લીધી છે ?. " કાવ્યા બોલી." આ વેકેશનમાં  સાહેબ ૧૦ દિવસ ની રજા આપવાના છે.તો આપણે ફરવા જઈ એ." કાવ્ય બોલ્યો. " ના.ના.મારે ફરવા જવું નથી. હું વેકેશન માં મારા પિયર જવાની.અમારે ક્યારે વેકેશન હોય!. લગ્ન ના ચાર ચાર વર્ષ થયાં ક્યારે ય વેકેશન માં પિયર ગયી છું?".                               " અરે ગાંડી,પિયર તો પછી જવાશે.ફરવાનો ચાન્સ મલ્યો છે. આમ તો તું દર મહિને નડીયાદ તારા પીયરે તો જાય છે." આ સાંભળી ને કાવ્યા ગુસ્સે થઈ અને બોલી," હું નડીયાદ જઉ તે તમને ગમતું નથી ? અને હું તો પૂનમ ભરવા દર મહિને નડીયાદ જઉ છું અને ઘરે ખબર અંતર પુછતી આવું છું.વેકેશન માં ગઈ હોય તો બોલો." આ સાંભળી ને કાવ્ય ચુપ થઇ ગયો.હવે કાવ્યા ને છંછેડાય નહીં." સારું ત્યારે તારી મરજી.પછી કહેતી નહીં કે ગોવા ફરવા લઇ જતા નથી." " બસ બસ હવે તમે બોલતા જ નહીં ચાર ચાર વર્ષ થી ફરવા જવાનું કહું છું પણ તમે બહાના બતાવો છો.અને આ વેકેશનમાં મારે પિયર  જવું છે ત્યારે ફરવાની વાત કરો છો. હું આ શનિવારે નડિયાદ જવાની છું મારા પપ્પા મમ્મી દસ દિવસ પછી જાત્રા એ જવાના છે.થોડા દિવસ રહી આવું."                              " સારું ત્યારે, તારી મરજી." ઢીલાં અવાજે કાવ્ય બોલ્યો." એય.. હું શું કહું છું... તમને મારાં વગર ગમશે? મને તો નહીં ગમે,પણ શું કરું ........ અને..હા. હું જઉ  તો સવારે ઓફિસમાં ટિફિન મંગાવી જમી લેજો. સાંજે વેળાસર ઘરે આવી જજો.મને ફોન કરવાનું ભુલતા નહીં.આડા અવળા જતાં નહીં.આમ તો તમે સીધાં છો.અને કહ્યાગરા પણ  છો.આપણી કામવાળી ને કહીશ કે સવારે તમારા જતાં પહેલાં ઘર નાં કામકાજ કરી જાય.અને...હા કામવાળી સાથે ખોટી માથાકૂટ કરતા નહીં." હવે કાવ્ય માટે બોલવા જેવું રહ્યું નહિ................... શુક્રવારે  સાંજે કાવ્યા  નડિયાદ જવાની તૈયારી જ કરતી હતી ને તેના મોબાઈલ માં તેની ખાસ સખી મધુ નો મેસેજ આવ્યો કે તેને સોમવાર થી એક અઠવાડિયા માટે અમદાવાદ માં ટ્રેનીંગ છે. આ મેસેજ વાંચી ને કાવ્યા બબડતી આ ઉપાધિ ક્યાં થી આવી ?. એટલા માં મધુ નો ફોન આવ્યો," હેલો કાવ્યા, હું મધુ બોલું છું. હું અમદાવાદ આવી ગઇ છું બસ દસ મિનિટ માં જ તારા ઘરે.મારે સોમવાર થી ટ્રેનીંગ છે.અને હા, હું તારા ઘરે જ રોકાવાની.બહુ દિવસે મલીશુ.આ બે રજા માં આપણે હરીશુ ભરીશું અને મઝા કરીશું.તને વાંધો નથી ને..અને હા કાવ્ય તો મઝા માં ને...ચાલ હું આવી જ ગઈ."                                     કાવ્યા બોલી ," ના ના મને કોઈ વાંધો નથી,    આવી ગઈ છું તો આવ." એમ બોલી ને કાવ્યા એ ફોન બંધ કર્યો.કાવ્યા નિરાશ થઈ ગઈ ને બબડી 'આ લપ......આવી.... હવે શું કરું?.કંઈક કરવું પડશે.' કાવ્ય ઓફિસ થી આવી ગયો અને બોલ્યો," કાલ માટે તૈયારી થઈ ગઈ? કે પછી વિચાર માંડી વાળ્યો?." " શું તમે તો? મારી મજાક કરો છો.નડિયાદ જવાનું કેન્સલ..કેન્સલ..." કાવ્યા બોલી.                                    હવે કાવ્ય મજાક ના મુડ માં આવ્યો." કેમ શું થયું .ગોવા નું બુકીગ કરાવું . તેં તારી તૈયારી તો કરી લીધી મારે તો શું દસ મિનિટ માં બેગ તૈયાર ." કાવ્યા છંછેડાઈ ને બોલી," મારી સખી મધુ એક અઠવાડિયા માટે આવે છે હમણાં આવતી જ હશે.એટલે કેન્સલ...મારો આખો પ્રોગ્રામ બગાડ્યો." કાવ્ય હસ્યો ને બોલ્યો," પણ તું તારે નડિયાદ જા.છો ને મધુ આવે. હું મધુ ને અમદાવાદ માં ફરવા લઇ જઇશ.તને વાંધો નથી ને!" હવે કાવ્યા બગડી ને બોલી," શું લવારા કરો છો? મને તો તમારા પર વિશ્વાસ છે પણ.....હશે મારે મધુ માટે પણ પ્રોગ્રામ કેન્સલ કરવો જ પડશે... અને હા..એ આવે તો બહું મજાક મસ્તી .. કરતા નહીં."એટલા માં કાવ્યા ના ઘર ના  બેલ નો અવાજ આવ્યો...... કાવ્યા બોલી," લો....આવી ગઇ......એ....આવી.... " એમ કહી ને કાવ્યા એ દરવાજો ખોલ્યો અને મધુ ની ઘર માં પ્રવેશ થતો." હાય, કાવ્યા કેમ છે ? બહુ વાર લગાડી દરવાજો ખોલતાં.... બહું કામ માં રોકાયેલી છો?." " આવ ..આવ..મધુ..બહુ વખતે મલ્યા..બહુ બદલાઈ ગઈ છે .ઘર માં બધા મજા માં ને?". કાવ્યા બોલી. " હા,ઘર માં બધા મજામાં છે.પપ્પા ની તબિયત થોડી નરમ ગરમ રહે છે.બાકી આપણે તો જલ્સા.. અને હા.. જીજાજી ક્યાં.... અને આ શું બહાર ગામ જવાની તૈયારી કરી છે?. મારા લીધે તમારો પ્રોગ્રામ બગડ્યો ને? એવું હોય તો હું હોટલમાં બુકિંગ કરાવુ." મધુ બોલી." ના .ના..આ ઘર છે..ને...તારા જીજાજી અહીં જ છે.આ તો ઘર સાફ સફાઈ ચાલે છે... અને હા ...મારા પપ્પા મમ્મી જાત્રા એ જાય છે..તેથી કાવ્ય કહે તારા બદલે હું નડિયાદ નો આંટો મારી આવું અને ખબર અંતર કાઢી આવું.કાવ્ય નો સ્વભાવ ઘણો જ સરસ છે." કાવ્યા બોલી." ઓકે.. કાવ્યા.. હું ફ્રેશ થઈ આવું અને હા હું જમી ને જ આવી છું.તમ તમારે જમી લેજો." મધુ વોશરુમ માં ફ્રેશ થવા ગયી.એટલા માં બીજી રુમમાં થી કાવ્ય આવ્યો." કાવ્યા,તારી friend આવી ગઇ ? અવાજ તેનો જ હતો ને?" " હા..આવી ગઇ..પણ તમે બહુ લપ્પન છપ્પન કરતાં નહીં.એ ફ્રેશ થવા ગઈ છે.અને....હા. . હું શું કહું છું.હવે હમણાં તો હું નડિયાદ જ ઇ શકીશ નહીં.મારા બદલે તમે નડિયાદ બે દિવસ માટે જાવ.મારા પપ્પા મમ્મી ની ખબર કાઢી આવો. હું ફોન કરી ખબર પુછી લઇશ."............... થોડીવાર માં મધુ ફ્રેશ થઈ ને આવી...." હાય.... જીજાજી...કેમ છો ? હું મધુ.... કાવ્યા ની બેસ્ટ ફ્રેન્ડ..." " બસ..મજા માં... કાવ્યા ના રાજ માં આનંદ મંગલ છે."... મોડે સુધી ત્રણે જણે વાતચીત કરી .. અને....સવારે...... કાવ્ય સવાર ની ગુજરાત એકસપ્રેસ માં નડિયાદ જવાની નીકળી ગયો..... સવારે મધુ એ ઉઠી ને જોયું અને કાવ્યા ને પુછ્યુ," તારો કાવ્ય ક્યાં? દેખાતા નથી." " એતો નડિયાદ જવાની નીકળી ગયા.ચાલ તું ફ્રેશ થઈ ને આવ....આપણે ચા નાસ્તો કરી એ." થોડીવાર માં મધુ ફ્રેશ થઈ ગઈ અને ચા નાસ્તો કરતા કરતા બોલી ," કાવ્યા, તું નસીબદાર છે.કાવ્ય જેવો પતિ દેવ મલ્યો.આ તારું સેટીગ કેવી રીતે થયું તે તો જણાવ."  " બસ પપ્પા ના મિત્ર ના son થાય .પહેલી નજર માં પસંદ અને પાછા કાવ્ય  અમારા સમાજના છે." કાવ્યા બોલી. " કાવ્યા,એક વાત પુછુ? કાવ્ય ને કોઈ unmarried brother છે ? કાવ્ય બહુ સમજુ છે.મારે એના જેવો જ યુવાન શોધવો પડશે." મધુ બોલી. " ના .ના.કાવ્ય તો એકનો એક જ છે.મધુ તારી મજાક કરવાની આદત ગઇ નહીં. તેં કોઈ જોઇ રાખ્યો હોય તો બોલો હું અંકલ ને કહી ને તારું નક્કી કરી આપું." કાવ્યા બોલી. " કાવ્યા,તને યાદ છે.જ્યારે તું નડિયાદ થી Ms University માં કોલેજ માં admission લીધું હતું.અને પહેલા દિવસ થી જ આપણી  ફ્રેન્ડશિપ થયી હતી.તે જ દિવસે એક છેલછબીલો યુવાન તારી મજાક કરવા આવ્યો અને તે એને લાફો માર્યો હતો....એ યાદ છે." " હા.. એવું કંઈ કરી બન્યું હતું.તે એનું શું? " કાવ્યા બોલી. " એ જય હતો.તે પછી તેણે માફી માંગી અને આપણો મિત્ર થયો હતો.તે અમદાવાદ માં સર્વિસ કરે છે.આ જય તારી પાછળ લટુડો પટુડો  થતો અને તું એને દાદ આપતી નહોતી.પણ એ દિલ નો સારો યુવાન છે. " " તો પછી તું એની સાથે લગ્ન કરી લે.. એટલે પત્યું." કાવ્યા બોલી." કેમ આમ બોલે છે. હમણાં મારે લગ્ન કરવા નથી.. અને હા કાવ્યા તું આંખો દિવસ ઘરમાં બેસી ને શું કરે છે .જોબ શોધી લે."  ના .ના હમણાં જોબ નથી કરવી આ વેકેશન પછી વિચારીશ.મને સાહિત્ય નો શોખ છે. હું પ્રતિલિપિ એપ માં અને માતૃ ભારતી એપ માં વાર્તા ઓ અને કાવ્યો વાંચું છું બહુ સરસ એપ છે.જો તને શોખ હોય તો આ એપ ડાઉનલોડ કરજે." આમ વાતચીત કરતાં મધુ ને ટ્રેનીંગ માં જવાનો સમય થયો એટલે મધુ SG highway પર આવેલા કંપની ના ટ્રેનીંગ સેન્ટર જવા નીકળી. એના ગયા પછી કાવ્યા બબડી....હાશ ગઇ.... હવે બે દિવસ માં કાવ્ય આવી જશે....આ મધુ નું કંઈક કરવું પડશે.બહુ બટક બોલી છે...... બપોરે બે વાગ્યે મધુ નો ફોન આવ્યો," હેલો કાવ્યા..આજે તો નવાઈ ની એક વાત બની. રીશેષ માં મને જય મલી ગયો.બાજુ ના બિલ્ડિંગ માં જ જોબ કરે છે.અમે સાથે લંચ લીધું અને કોલેજ લાઇફ ની વાતો કરી.તને બહુ યાદ કરતો હતો.કાવ્યા એ લગ્ન કરી લીધા એમ મેં કહ્યું... અને હા.. સાંજે મારે મોડું થશે તું જમી લેજે. હું અને જય ડીનર કરી ને પિક્ચર જોવા જવાના છીએ.એટલે મોડું થશે.ઓકે..." એમ કહી મધુ એ ફોન કટ કર્યો...... અને બીજા દિવસે પણ મધુ અને જય આજ રીતે enjoy કર્યું...... કાવ્યા બબડી,' આ મધુ નું કંઈક કરવું પડશે .એનો પગ લપસશે તો મારા પર અપજશ  આવી જશે.અને કાવ્યા એ એક યુક્તિ કરી.મધુ બીજા દિવસે પણ પિક્ચર જોઈ ને મોડી આવી.કાવ્યા બોલી," અલી બરોડા તારા ઘરે થી ફોન હતો તારા પપ્પા ને હાર્ટએટેક આવ્યો છે.તને ફોન કરે છે પણ સ્વિચ ઓફ આવતો હતો. તું અત્યારે જ બરોડા જવા નીકળ." મધુ આ સાંભળી ને રઘવાયા જેવી થઈ અને સામાન લઈ ને બરોડા જવા નીકળી...... કાવ્યા ના મુખ પર પ્રસન્ન તા હતી.હવે કાવ્ય નડિયાદ થી આવે તો ચિંતા કરવા જેવું નથી...પણ સાલું ખોટું બોલવું પડ્યું.ઈશ્વર મને માફ કરજો.એટલા માં કાવ્યા નો મોબાઈલ રણક્યો.," હેલો કાવ્યા હું મધુ,તારી વાત સાચી છે મારા પપ્પા ને હાર્ટએટેક આવ્યો છે અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે." " અંકલ ને સારું થ ઇ જશે.take care." કાવ્યા ને આ સાંભળી ને ઘણું દુઃખ થયું......                    સવારે કાવ્ય નડિયાદ થી આવી ગયો અને બોલ્યો," તારા પપ્પા મમ્મી બે દિવસ માં જ જાત્રા એ જાય છે અને તારો ભાઈ ભાભી ને લઈ ને એના સાસરે ઈંદોર જવાનો છે .. વેકેશન કરવા.. અને આપણે તો.... અમદાવાદ માં જ...! અને હા...મધુ ક્યાં ?" " મધુ તો બરોડા ગયી તેના પિતા ને એટેક આવ્યો છે. હું શું કહું છું કાવ્ય.. આપણે પણ વેકેશન કરવા જઈશું? " " ક્યાં નડિયાદ ?" કાવ્ય ને મજાક સુજી." ના..ના.. તું કહેતો હતો ને ગોવા માટે....." " ચાલો ત્યારે મેં તો ગોવા નું બુકીગ કરાવી દીધું જ છે.આજ થી ત્રીજા દિવસની ફ્લાઈટ છે.....એ ચા લો....ગો...ગો.....ગોવા" કાવ્ય તાન માં આવી ગયો........ બે દિવસ પછી કાવ્યા પર મધુ નો ફોન આવ્યો," હેલો કાવ્યા પપ્પા ને સારું છે તાત્કાલિક ટ્રીટમેન્ટ મલી અને હવે કોઈ ખતરો નથી પણ એક વાત બની મેં અને જયે લગ્ન કરી લીધા.પપ્પા ની ખબર કાઢવા ગયી ત્યારે પપ્પા એ તાત્કાલિક મને લગ્ન કરી લેવા જણાવ્યું.અને પપ્પા ને મારી પસંદગી જય છે એમ કહી.જય ને ફોન કરી બોલાવી ને આર્ય સમાજ માં લગ્ન કરી લીધા અને અમે હનીમુન કરવા ગોવા જવા છીએ બેદિવસ પછી." " અરે અમે પણ ગોવા જવાના છીએ.કાલે જ નીકળી એ છીએ ત્યાં મલીશુ. અને enjoy કરીશું. ઓકે." ...                            કાવ્ય અને કાવ્યા ને ગોવા જવાના દિવસે......સામાન લઈ ને નીકળતા હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો. હવે કાવ્યા બબડી ...હવે કોણ ટપકી પડ્યું... દરવાજો ખોલ્યો તો કુરિયર વાળો હતો એક કવર અને ગુલદસ્તો હતો કાવ્ય અને કાવ્યા માટે... કાવ્યા એ કવર માં થી પત્ર કાઢ્યો ને વાંચ્યો. કાગળ મધુ નો હતો... લખ્યું હતું," અમે ગોવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે અને અમે કાલે સિમલા જવાના છીએ. ગોવા માટે બેસ્ટ ઓફ લક.enjoy .આ સાથે શુભેચ્છા મોકલી છે ...................... લેખક - કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED