ભાગ્ય ઉણાં Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ઉણાં

ભાગ્ય ઉણાં

વિજય શાહ

શ્વેતા નાં હાથ ધ્રુજતા હતા. તે માની નહોંતી શકતી કે તેણે સુકેતુને ગોળી મારી દીધી હતી. તે ગન લઈને ઘરની બહાર નીકળી. તે તો ખાલી ધમકાવવા માંગતી હતી અને કઈ બુરી બલાએ તેના હાથમાં થી ધડાકો કર્યો તે તેને ના સમજાયું. સુકેતુનો કંઇ ગુનો બહુ મોટો નહોંતો. તે પતિ હતો અને તે રીતે જ વર્તતો હતો. તેને ખબર નહોંતી કે શ્વેતા પાસે ગન છે અને તે ખાલી બતાવવા માત્રથી તેનું કામ થઈ જવાનું હતું. પણ તે ના ડર્યો. અને મારી ગન જોઇને તે બોલ્યો “ આ રમકડુ નથી.. તે ચલાવવા માટે જીગર જોઇએ.” અને તેના ખંધા હાસ્યને જોઇને શ્વેતાએ ગોળી ચલાવી દીધી હતી.

૩૫ વર્ષનાં દાંપત્ય જીવન માં સુકેતુ હંમેશા શ્વેતા ને સળંગ હરાવતો અને હંફાવતો. તે સહજ હતું કારણ કે સુકેતુ ભણેલો અને ગણતરીમાં પર્ફેક્ટ હતો.ત્યારે શ્વેતા લાગણી શીલ હતી. અને તે વાતને પતિ તરીકે સહજ બનાવવાને બદલે કાયમ અંગુઠો દાબતો રહેતો. શ્વેતા એ રિવોલ્વર તેજ ઝનુનમાં લીધી હતી. સુકેતુ કરતા વધુ શક્તિ શાળી છું તેમ પુરવાર કરવાનું ઝનુન સવાર હતું.

ક્ષણભરની ચુપકીદી સાથે શ્વેતા ઘરની બહાર નીકળી.તેના મન અને હ્રદય વચ્ચે તૂમુલ યુધ્ધ ચાલતું હતું.

“હવે? હવે તારું શું થશે? શ્વેતા તું ખુની છે. પોલિસ આવશે તને પકડી જશે. તારા પેટનાં જણ્યા તને ધીક્કરની નજરે જોશે. આવું થશે તે તો મેં વિચાર્યું જ નહોતું.”

તેના સંતાનોનો અવાજો તેન સંભળાતાં હતાં

“ તું તો અમારા ભવિષ્ય સાથે પણ ખેલી છું”

“.મા તરીકે તારી જાતને માફ કરાય તેમ જ નથી.”

આ વિચારે ગતિ પકડી. હવે જીવીને પણ દુઃખ જ છે. અને લમણે રીવોલ્વર ધરીને ભડાકે તારી જાતને કરી દે તે વિચારે આંગણું છોડતા પહેલા “પરાવર્તી ક્રિયાથી” ધડાકો કરી દીધો. સુકેતુએ તેજ સમયે જીવ છોડ્યો હતો તેની સંગાથે શ્વેતા પણ ચાલી.

સુકેતુ કોંપ્યુટર ઉપર કામ કરતો હતો. જ્યાં ગોળી વાગી હતી ત્યાં લોહી નીકળવાનું શરુ થયું હતું પણ ઇમેલ પુરો કરીને ક્લીક કર્યુ અને તેણે ઉંહકારા સાથે જાન છોડ્યો. પરોઢ થઈ ચુકી હતી. બંને આત્મા લગભગ એકજ સમયે દેહથી છુટા થયા હશે અને નીચે પોલિસ ની સાયરનો અવાજ કરતી ઘર પાસે પહોંચી હતી.

***

સવારનાં પહોરમાં વિચિત્ર ઇ મેલ આવ્યો સુકેતુનો. તે લખતો હતો” શ્વેતા અને હું બસ થોડા સમયનાં મહેમાન છે તો તમે જલ્દી મારા ઘરે આવી જજો…શ્વેતા મને ગોળી મારી ને બહાર નીકળી છે અને બહાર તેણે તેને પણ ગોળી મારી છે..૯૧૧ ને પણ મેં જણાવ્યુ છે તેઓ પણ આવતા હશેજ…”_

***

વિશ્વાસ તો ધ્રુજી ગયો તેણે ઇ મેલ ફરી થી વાંચ્યો કંઇ ગેરસમજ તો નથીને? ત્યાં અભયનો ફોન આવ્યો. તેને પણ સુકેતુનો ઈ મેલ મળ્યો હતો. જેમને ઇ મેલ મળ્યા હતા તે મિત્રો સુકેતુનાં ઘરે પહોંચ્યા તો પોલિસ આવી ગઈ હતી અને ન્યુઝ પેપરનાં પ્રતિનિધિ પણ હાજર હતા. નાની છોકરી કેતા હીબકા ભરતી હતી તેને કશી જ ખબર નહોંતી. તે ગભરાયેલી હતી અને પોલિસ ને જણાવતી હતી તે તો તેના રુમમાં સુઇ ગઈ હતી. ઉંઘની દવા લીધેલી હતી ને ઘસ ઘસાટ ઉંઘતી હતી. પોલિસે બારણું ખોલીને જગાડી ત્યારે હેબતાયેલી કેતા રડતી હતી. વિશ્વાસ અને રેવતી તો ડઘાઇ જ ગયા હતા.સુકેતુ અને રેવતીનો દિકરો શિવમ ઓસ્ટીનથી નીકળી ગયો હતો. તેને પણ ઇંમેલ મળી ગયો હતો.શ્વેતા ૪૬ની અને સુકેતુ ૫૧ નો. કોઇ મતભેદ નહીં અને શાંતિથી જીવન જીવતા જોડા માં શું બન્યું તે ખબર નથી પણ હથિયાર મળ્યુ નહોં તુ એટલે આત્મ હત્યા કે ખુન શું હતુ તે સમજાયું નહોંતું.

પોલિસે મિત્રોની જબાની લીધી. કોઇને આ વિખવાદ કે તક્લીફ જો હોય તો તેની જાણ નહોંતી.શિવમ
આવ્યા બાદ પોલિસ પંચનામું કરીને બંને લાશ લઇ ગઈ. અને પ્રશ્ન તરતો રહ્યો રિવોલ્વર ક્યાં?

જેમને ઇ મેલ મલ્યા હતા તેમાં થી એક આવ્યો નહોતો અને તે પ્રકાશ. પ્રકાશ મીલીટ્રીમાં હતો અને હમણા પાછા ફરેલા સૈનિકોમાં તે અફઘાનીસ્તાનથી આવ્યો હતો. તેની પાસે રિવોલ્વર હતી પણ તે મિલિટ્રીમાં જમા હતી.

પોલિસે શિવમ અને કેતા ને નજર કેદ કર્યા.કોઇ પણ આક્ષેપ વગર અને તેમને પોલિસ ઇંસ્પેક્ટર ડેવીડની નજર નીચે પુછ પરછ માટે સમય આપ્યો. અને કુતરા રીવોલ્વર શોધવા લગાડી દીધા મકાનનાં ગેટ ઉપર પીળી પટ્ટી લાગી ગઈ. પોલિસ નક્કર પુરાવો શોધતી હતી. કેતા, શિવમ અને પ્રકાશ શકનાં ઘેરામાં હતા.કોંપ્યુટર ખુલ્લુ હતું અને છેલ્લો ઇ મેલ તે હતો. પણ તે ઇ મેલ કોણે કર્યો ત્યાં થી શંકા શરુ કરતા પોલિસ ઇંસ્પેક્ટર ડેવીડે વાત ઉપાડી. પ્રસંગ ઘટ્યો તે વખતે એકલી કેતા ઘરમાં હતી અને તે પણ દ્વાથી ઘેનમાં તેથી તેને શક્નો લાભ આપી શકાય.કારણ કે તેને પોલિસે બારણા ખખડાવી ખખડાવીને ઉઠાડી હતી.શીવમ તો ઘટના સ્થળે હાજર નહોતો અને તેને જાણ કરી પછી ઑસ્ટીન થી તે આવ્યો. તેના રુમ પાર્ટનર ની ગવાહી હતી તે રાત્રે તે ઑસ્ટીન હતો.

પ્રકાશ પણ આ ઘટના બની ત્યારે ફ્રેંડઝ્વુડ હતો અને તેની રીવોલ્વર પણ મિલિટ્રીમાં જમા હતી. ખુટતું એક માત્ર કારણ હતું. અને તે ઘાતક શસ્ત્ર રિવોલ્વર ક્યાં?

ડોગ સ્ક્વોડ આવી અને તરત નિરાકરણ આવી ગયું.રિવોલ્વર નજીકનાં ખાડામાંથી ડોગે શોધી નાખી.

ફોરેંસીક ડીપાર્ટ્મેંટે રિવોલ્વર કોની હતી? ફાયર કેટલા વાગે થયેલી અને ફીંગરર્પ્રીંટ પરથી શોધી નાખ્યુ કે ખૂની શ્વેતા હતી.તે બે વચ્ચે તકરારનું કારણ શોધવામાં પોલિસને રસ પણ નહોંતો.

રિવોલ્વર શ્વેતાએજ આગલે દિવસે ખરીદી હતી અને ઇ મેલ સુકેતુનાં મૃત્યુ પહેલા સુકેતુએ જ મોકલ્યો હતો ઘાયલ અવસ્થામાં.કુતરાએ રીવોલ્વર તરત શોધી નાખી.તે રિવોલ્વર ઉપર ફીંગ્સ્ર પ્રીંટ શ્વેતાનાં હતા. પોલીસે ત્રણ જ કલાકમાં કેસ બંધ કરીને પૂર્ણ વિરામ મુક્યું. ભારત થી સુકેતુનાં અને શ્વેતાનાં વડીલો આવ્યા ચારેય આંખોએ રડીને એક જ વાત કહી હશે કેતાનાં અને શિવમનાં ભાગ્ય ઉણાં પણ તેમના અંગ પામનારા ચાર જણા ને તો તેમના અંગો આંખ હ્રદય અને કીડની મળ્યાથી નવ જીવન મળ્યુ.

વિમા એજંટ વિનાયકે સુકેતુની વિમાની રકમ બંને છોકરાઓ ને એક એક લાખ અપાવી પણ શ્વેતા નો ગુનો

આપઘાતનો હતો તેથી તેનો વિમો ના મળ્યો.બંને વચ્ચે શું ઝઘડો હતો તે આખી ઘટના કોઇને ખબર ના પડી.

કોઇક કહે નાણાકીય બાબત હતી. કોઇ કહે કોઇક સ્ત્રી પ્રકરણ હતું.

વાસ્તવમાં લગ્ન કર્યા બાદ પતિ અને પત્નિ વચ્ચે બધું સરળ અને સહજ હોવું જોઇએ. બંને એક મેકનાં પૂરક હોવા જોઇએ. હરીફ ન થવા જોઇએ. વળી ઉંચા કે નીચા નાં ભાવો પણ ન હોવા જોઇએ કે સ્પર્ધા ન હોવી જોઇએ. માન અને અપમાન પણ ન હોવા જોઇએ. હોવું જોઇએ તો એક માત્ર વિચાર સામ્ય..એક સમજ અને એકમેક માટે ખુબ જ પ્રેમ અને ખુબ જ આકર્ષણ. આ સમય જાય તેમ વધે. સુકેતુએ તેમના સહ્જીવન ને કાયમ શ્વેતાને નીચા જોણું કરવાનું મેદાન બનાવ્યું અને કમ ભાગ્યે નબળી ક્ષણે તે શ્વેતાની રિવોલ્વરનો ભોગ બની ગયો. જોકે તે ઇર્ષાનો ભોગ શિવમ અને કેતા હવે આખી જિંદગી બનશે

***