દ્વિમુખી પ્રેમ (ભાગ 10) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 10)

........ ગતાંક થી ચાલું.... 
મોહિત પ્રિયા નાં ઘરેથી નીકળીને ચાલ્યો ગયો. આ બાજુ પ્રિયા પોતાનાં રૂમમાં સૂઈને રડી રહી હતી. તેણે પોતાનાં છેલ્લાં દિવસોમાં કેટલું કેટલું જોઈ લીધું હતું. તેણે ક્યારેય નોતું વિચાર્યું કે જે મોહિત તેને બસ જોયાં કરતો, ક્યારેય તેનાં મોઢેથી શબ્દો ન નિકળતાં તે આજે આવું રૂપ પણ બતાવશે. તેનાં લીધે પ્રિયા એ પોતાનાં મિત્રોને નારાજ કર્યા હતા. તેની આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યાં હતાં. તેણે સૌપ્રથમ સ્વાસ્થ થઈને સોનાલીને ફોન જોડ્યો. 
સોનાલી બસ દ્વારા મોહિતના ગામડે આવી પહોચી હતી. બપોરનો સમય થવા આવ્યો હતો. ભૂખ - તરસ અને ગરમીના કારણે તેણે પહેલાં ક્યાક જમવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. તેણે આસપાસ નજર કરી. થોડીવાર પછી એક બેન ત્યાંથી નિકળી રહ્યાં હતાં. સોનાલીએ એમને ઊભા રાખીને તેમની સાથે વાત શરૂ કરી, 
"બહેન, મારું નામ સોનાલી છે. હું અહીં નવી આવી છું. કોલેજ માંથી ગામ વિશે પ્રોજેક્ટ તૈયાર કરવા માટે. મને તમે જણાવી શકશો કે મને બે દિવસ માટે રહેવા તથા જમવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકે છે??" 
"હાય, મારું નામ કિરણ છે. હું અહીં પાસેનાં શહેરમાં એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. તમે અહીં પાસે ગલીમાંથી બહાર નીકળીને તેની સામે એક ભવન છે ત્યાં એક વૃદ્ધ દંપતી મફતમાં જરૂરિયાતમંદ માટે બે ટાઇમ જમવાનું પૂરું પાડે છે. તેમને વાત કરશો તો તમારી સગવડ થઈ જશે. "
સોનાલી તેમનો આભાર માનીને ચાલી નીકળી. તે હજી જઈ રહી હતી ત્યાં જ તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર પ્રિયાનું નામ જોઈને તેને હર્ષમીંશ્રિત આશ્ચર્ય થયું. તેણે ફોન ઉઠાવ્યો. 
" હેલો. "
સામેથી પહેલાં કોઈ અવાજ ન આવતાં સોનાલી ફરી બોલી. 
" હેલો, પ્રિયા?? "
સામેથી સોનાલીને રડવાનો અવાજ આવ્યો. સોનાલી વિચલિત થઈ ગઈ અચાનક શું થયું હશે તેનાં વિચારો થી. 
"પ્રિયા, શું થયું બકા? બધું ઠીક છે ને? કેમ રડી રહી છે?" 
પ્રિયા એ રડતાં રડતાં બધી વાત સોનાલીને કહી અને જણાવ્યું કે તે તેને મળવા માંગે છે સાથે સાથે બીજાં બધાને પણ અને મળીને તેઓની માફી માંગવા માગે છે. આ સાંભળીને સોનાલીએ જણાવ્યું કે તે તેનાં બા નાં ઘરે આવી છે બે દિવસ પછી મળશે. 
સોનાલીએ કહ્યું હમણાં તે નેહા, રવિ, વિનય ને વાત કરે અને તેમની સાથે રહે. તેનું મન હળવું થશે. બે દિવસ પછી જ્યારે તે પાછી આવશે તો બધું ઠીક થઈ જશે. તેઓ ફરીથી પહેલાં જેવું કરી દેશે. ત્યારબાદ તેઓએ થોડી વાત કરી. પ્રિયા ને ઘણું સારું લાગી રહ્યું હતું. 
પ્રિયા એ સોનાલી સાથે વાત કરીને તેના મિત્રોને મળવા માટે વિનયને ફોન લગાવ્યો. વિનયને ફોન કરીને પ્રિયા કઈ કહે તે પહેલાં જ તેનાં રૂમના દરવાજે ટકોર પડી. પ્રિયા એ જોયું તો સામે વિનય, નેહા અને રવિ ઊભા હતા. પ્રિયા આશ્ચર્ય સાથે તેમને જોઈ રહી. 
રવિ (હસતાં હસતાં) : એ બાઘી, આમ શું જોવે છે? અમને શરમ આવા લાગી. આવું જોવાય? 
તેની વાત સાંભળીને સૌ હસીને અંદર આવ્યા. નેહા પ્રિયા ની બાજુમાં આવીને બેસી ગઈ. રવિ તેની બીજી બાજુ બેઠો અને વિનય તેનાં માથે વ્હાલથી હાથ ફેરવતાં બોલ્યો, 
"કેમ છે તું? જો હવે અમે આવી ગયાં છે, કોઈ ચિંતા ના કરીશ. અમે તારી સાથે જ છીએ." 
વિનયની વાત સાંભળીને પ્રિયાની આંખમાં આંસુ આવી ગયા. પ્રિયા એ તેમને પૂછ્યું કે તેઓ અહીં કેમના આવ્યાં? તે તો હજી તેમને ફોન જ કરવાની હતી. વિનયએ જણાવ્યું કે પ્રિયા નાં પપ્પાએ ઘરેથી બેંક જતાં જતાં મને ફોન કરીને જે બન્યું તે બધું જણાવ્યું અને કહ્યું કે અમે તારાં ત્યાં આવીને તારાં સાથે રહીએ. 
"પ્રિયા હવે ફરીથી આવું કાંઈ ન કરતી. અંકલ - આંટી તને બહુ પ્રેમ કરે છે અને તેમને તારી ચિંતા પણ થાય છે. આ જે થયું તેઓ પણ બહુ દુખી છે." રવિએ કહ્યું. 
 તેઓએ થોડી વાતો કરી પછી ધીરે રહીને વિનયએ પ્રિયા ને મોહિત વિશે પૂછ્યું. તેણે કેમ પ્રિયા સાથે આવું કર્યું અને કયાં કારણોસર પ્રિયા ને તેની વાત માનીને સૌને અને સૌથી વધારે પોતાને દુખી કરવાની જરૂર પડી. 
પ્રિયા તેમને કઈ કહે એ પહેલાં પ્રિયા નાં મમ્મી આવ્યાં. 
"બેટા વાતો પછી, તમે બધા ચાલો. જમવાનો સમય થઈ ગયો છે અને મેં તમારા બધાં માટે મિક્સ ભજીયા અને ફૂદીનાની ચટણી બનાવી છે. ચાલો સૌ જમી લો." 
ભજિયાનું નામ સાંભળતાં જ રવિ કુદી પડ્યો. 
"આંટી ચાલો આપડે, હું તો રેડી. આ લોકોને ન આવવું હોય તો હું બધાનું ખાઈ લઈશ." 
બધાં તેની વાત સાંભળીને હસી પડ્યાં. પ્રિયા નાં મમ્મી નીચે જઈને જમવાની તૈયારીઓ કરવાં લાગ્યાં થોડીવારમાં સૌ મિત્રો પણ નીચે આવી ગયાં. સૌ સાથે જમવા લાગ્યા. પ્રિયાને સૌ ને જોઈને ખુબ સારું લાગી રહ્યું હતું. પણ તેને સોનાલી ની યાદ આવવા લાગી હતી. તે ચાહી રહી હતી કે સોનાલી જલ્દી પાછી આવી જાય અને બધું પાછું પહેલા જેવું થઈ જાય. પણ તેને ખબર ન હતી કે આ ઇચ્છા તેની પૂરી થવાની કોઈ શક્યતા ન હતી. 
આ બાજુ પ્રિયા સાથે વાત થવાથી સોનાલી પણ ખુશ હતી તે પણ હવે જલ્દી મોહિત વિશે માહિતી લઈને જવા માગતી હતી. તે કિરણ બેન એ બતાવેલ જગ્યાએ પહોંચી અને જોયું તો એક બહુ વિશાળ તો ન કહેવાય પણ નાનું પણ નહીં તેવું ભવન જોવા મળ્યું. જેમાં બહાર મોટા અક્ષરથી લખેલ બોર્ડ લગાવેલ હતું... 
"શિવાંજલિ ભોજનાલય" 
સોનાલી તે વાંચીને અંદર ગઈ. અંદર દરવાજો ખોલતાં જ ડાબી બાજુ સોફા મુકેલ હતાં અને વચ્ચે કાચનું ટેબલ હતું જેની પર થોડા પુસ્તકો પડ્યા હતા. ત્યાં ઉપર દિવાલ પર ભગવાનનાં ફોટાઓ હતાં. જમણી તરફ એક ટેબલ અને ખુરશી પર એક ૫૦ વર્ષ ની આસપાસની ઉમરનાં એક ભાઈ બેઠાં હતાં જે આંખોમાં ચશ્માં લગાવીને ત્યાં ટેબલ પર મુકેલ કમ્પ્યુટર પર કાંઈક કરી રહ્યા હતા. અને ત્યાં જ અંદર જવાનો દરવાજો હતો જે કદાચ જમવાનાં હૉલ તરફ જતો હતો. 
સોનાલીએ તે ભાઈ તરફ જઈને પોતાનો પરિચય આપ્યો અને જે કિરણ બેનને જણાવ્યું હતું તે જ તે ભાઈને જણાવ્યું. તે ભાઈએ કહ્યું કે તેમનું નામ મોહન છે અને તેઓ આ ભોજનાલય નો હિસાબ, વહીવટ, સંભાળ વગેરે જુએ છે. તેઓ સોનાલીને પ્રેમથી અંદર જમવા માટે લઇ ગયાં. 
અંદર જતાં એક મોટો હૉલ હતો. જેમા ચાર લાઇન માં બેસીને જમવા માટે જોઇન્ટ બેંચ - ટેબલ જેવી વ્યવસ્થા હતી. જેની ત્રણ તરફ ટેબલ હતાં જેનાં પર જમવાનું મુકવામાં આવ્યું હતું અને પીરસવા માટે માણસો હતાં. બુફે સ્ટાઇલમાં વ્યવસ્થા હતી. અને ચોથી તરફ એક દરવાજો હતો જે મોહન ભાઈએ જણાવ્યું કે રસોડું છે. 
સોનાલીને ખૂબ ભૂખ લાગી હતી તો તેણે મોહન ભાઈને કહીને પોતાની થાળી લઈને જમવાનું લઈને બેસી ગઈ. શુદ્ધ સાદું જમવાનું જમીને તેનાં મન અને પેટ ને ખૂબ રાહત થઈ. તે જમીને બહાર આવી તો તેણે જોયું કે મોહનભાઈ સાથે એક વૃદ્ધ દંપતિ કાંઈક ચર્ચા કરી રહ્યું હતું. પ્રિયા સમજી ગઈ કે આ જ કિરણ બેન એ જણાવ્યા મુજબ આ ભોજનાલય નાં માલિક હશે. 
સોનાલીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું અને પોતાનો પરિચય આપ્યો. તે વૃદ્ધ મહિલા એ જણાવ્યું કે તેમનું નામ લતાદેવી છે અને આ તેમનાં પતિ સોમાભાઈ છે અને તેઓ આ ભોજનાલય જરૂરી લોકો તથા અહીં અને આજુ બાજુ નાં ગામ ની શાળાઓ તથા દવાખાનાઓ માં જમવાનું પૂરું પાડવા માટે ચલાવે છે. સોનાલીને તેમનાં માટે ખૂબ માન ઉપજી આવ્યું. 
માજીએ સોનાલીને પોતાનાં ઘરે રોકાઈ જવા માટે કહ્યું તો સોનાલી માની ગઈ. તે ત્યાં ભોજનાલય માં બેસી રહી જ્યાં સુધી તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. સોનાલીનાં મન માં મોહિત નાં પરિવાર વિશે અને મોહિત વિશે ક્યાથી માહિતી મળશે તે ચાલી રહ્યું હતું. તેણે વિચાર્યું કે આ માજી અને દાદા ને આખું ગામ ઓળખે છે તેઓ જરૂર તેની મદદ કરશે. તે વિચારી રહી હતી ત્યાં તેઓ આવ્યા અને ઘરે લઈ આવ્યાં. તેમનું ઘર જૂના જમાનાનું પણ મજબૂત લાકડાં અને લીપણનું બનેલું હતું. તે ઘરનું વાતાવરણ બહાર કરતાં ઠંડક વાળું હતું. ઘરમાં એક પ્રકારની શાંતિ વર્તાઈ રહી હતી.
ઘરમાં આવીને માજીએ સોનાલીને પાણી આપ્યું અને આરામ કરવા કહ્યું. સોનાલીએ ઘરમાં નજર દોડાવી ત્યાં તેનું ધ્યાન એક દિવાલ પર લાગેલા ફોટા પર ગયું. તે જોઈને સોનાલીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.






વધું આવતાં અંકે...... 
------------------------------------------------------------
શું જોયું સોનાલીએ?
શું મોહિત પ્રિયા ની જીંદગી માંથી હમેશાં માટે ચાલ્યો ગયો હતો?
પ્રિયાની આગામી સફર વિશે જાણવા માટે મારા સાથે બન્યાં રહો...
-રિયા શાહ