ટાઈમપાસ - ૧૧ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઈમપાસ - ૧૧

રવિ, ગાયબ હતો. તેનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. બે દિવસથી તેના ઘરની બહાર તાળું માર્યું હતું. ઓફિસમાં પણ રજા લીધી નોહતી, આમ અચાનક રવિ કઈ રીતે ગાયબ થઈ શકે? જે વ્યક્તિ છેલ્લા બે વર્ષથી ઓફીસ માંથી એક દિવસની રજા નોહતી લીધી તે વ્યક્તિ, આમ અચાનક બે બે દિવસ સુધી જાણ કર્યા વગર ગાયબ થઈ જાય! વાત હજમ નોહતી થઈ રહી, તેના મિત્રો, સંબંધીઓ બધેજ પૂછી લીધું હતું. રવિનો કોઈ પતો નોહતો.
શુ થયું હશે, રવિની સાથે? તેનું અકાસ્માત થયું હશે? કોઈએ તેનું અપહરણ કરી બંધી બનાવ્યો હશે? તેનો વ્યક્તિત્વ જ એવો નોહતો, કે તેના દુશ્મન હોય, જ્યાં જતો ત્યાં મિત્રો બનાવતો, દૂધમાં સાકળની જેમ ભળી જતો. પણ ક્યાં ગયો હશે? રવિ આટલો બેદરકાર ક્યારે રહ્યો નથી, તે ક્યાંય જાય તો જાણ તો કરે છે. કમશે કમ ફોન કરે અથવા મેસેજ પણ, રવિએ તો ઓફીસમાં પણ જાણ નથી કરી, શું થયું હશે? કોઈ એક્સિડન્ટ, કે પછી રવિએ આત્મહત્યા કરી હશે?આખરે રવિ ગયો તો ગયો ક્યાં!



                 ****

"અવન્તિકા યાર આવો મજાક કોણ કરે છે?"

"મને શું ખબર હતી. કે તે આટલો ગંભીર થઈ જશે...મને થયું બે ચાર દિવસ આપણે આમજ ચાલવા દઈએ, મજા આવતી હતી. પણ તે આટલી નાની વાતમાં આપણેને છોડીને જતો રહેશે મને અંદાજો પણ નોહતો.." અવન્તિકાએ કહ્યું.


"મેં તને સમજાવી જ હતી. પણ ન સમજી, હવે આપણે શું કરવું જોઈએ?"

"આપણે બને સાથે મળીને તેને સમજાવીશું..." અવન્તિકાએ કહ્યું.

"એ માટે રવિ મળવો પણ જોઈએને?" જાગુની આંખમાંથી આંશુનો ટીપું સરકી ગાલ સુધી આવી ગયો હતો.


                  ****
બે વર્ષ પછી.

રવિ ભુલાઈ રહ્યો હતો. કે રવિ સાથે વિતાવેલી ક્ષણો.. એક મજાકે ત્રણેની દુનિયા બદલી દીધી હતી. રવિ હજુ પણ ગુમનામ હતો. અવન્તિકા અમદાવાદમાં પ્રોફેસર હતી. તો જાગુ સતત કામ બદલાવી રહી હતી. નવી જોબના ચક્કરમાં જ તે હવે કાયમ માટે બેલ્જિયમ સિફટ થવાની હતી.

એક  અજાણ્યાં નંબરથી અવન્તિકા મોબાઈલ પર કોલ રણક્યો..
"હેલ્લો..." અવાજ કઈ પરિચિત હતો. થોડો ગંભીર અને જવાદર પણ..

"હેલ્લો... કોણ?"

"જાગુ...." શબ્દ સાંભળતા જ અવન્તિકાના ચેહરા પર મુસ્કાન રેલાઇ ગઈ.. "ક્યાં છો તું?"
"અમદાવાદ,  એરપોર્ટ,મારી ફલાઈટ  લેટ છે, તું ફ્રી હોય તો આવી શકે છે?"

"હા હું, આવું છું..."



બધું ઔપચારિક હતું, સ્માઈલ, વાતો, હાવ-ભાવ, બને ઘણા સમય સુધી શાંત રહી..


"અચાનક બેલ્જિયમ કેમ જવાનું થયું?" અવન્તિકાના પ્રશ્નનો ન ચાહવા છતાં જાગુએ જવાબ આપ્યો.." અહીં હવે શું છે મારું?" જવાબથી અવન્તિકા ચૂપ રહી....

"કોફી?" અવન્તિકાએ પૂછ્યું.

"હા કોફી..."

"રવિના કોઈ સમાચાર?" અવન્તિકા ના પ્રશ્નથી જાણે કોઈએ ગુમડું ખોતર્યાં પછી વેદના થાય તેવી વેદના થઈ....

"એ માણસ મરી ગયો છે? તેનું અસ્તિત્વ મારા માટે હવે કઈ જ નથી, હું ભૂલી ગઈ છું, તે જીવતો હશે તો ભૂલી ગયો હશે, તું બે વર્ષ દૂર હતી, ત્યારે મેં તેની પીડાઓ નજદીકથી જોઈ હતી, આજે ભલે એ મારા જીવનમાં ન હોત, પણ ક્યાંક મારી આંખો ના સામે જરૂર હોત, હવે તો મને પણ તારા એ ટાઈમપાસ પર ઘીન આવી રહી છે." જાગુ બોલતા બોલતા અવળું જોઈ ગઈ...

ફલાઈટ માટે એનાઉન્સમેન્ટ થયું, તે નિશબ્દ ત્યાંથી ઉભી થઇ જતી રહી...હંમેશા હંમેશા માટે...

"રવિ મળશે તો શું કહું?" અવન્તિકાએ પૂછ્યું.
ક્ષણ એક વાર જાગુ ઉભી રહી, જાણે તેને કોઈ ફરકના પડ્યો હોય તેમ તે સિક્યુરિટી ચેકીંગ તરફ વધી ગઈ...

પ્રશ્નનો કોઈ ઉત્તરતો ન આપી શકી, ખેર તે અવન્તિકાને જવાબ નોહતો આપવા માંગતી પણ તેની અંતર આત્માનું શુ? જે વ્યક્તિને છેલ્લા કેટલાય વર્ષોથી તે શોધી રહી હતી, કાદાચ એટલે જ હવે તેનો મન મુંજાતો હતો. તેણે પાછળ જોવાની પણ હિંમત સુધા થઈ નહિ, તે હંમેશા હંમેશા માટે અહીંથી જવા માંગતી હતી. રવિથી દુર, રવિની યાદોથી દૂર ,રવીના વિચાર માત્રથી દૂર, જ્યાં ન રવિ, ના રવિનો કોઈ વિચાર સુધા તેને ત્યાં સતાવી ન શકે....એટલી દૂર જવા માંગતી હતી.....

ક્રમશ.