જાગુની હાલત, સેન્ડવીચ જેવી હતી. તે વચ્ચે પીસાઈ રહી હતી. તે રવિને દુઃખી જોવા નોહતી માંગતી, છેલ્લા બે વર્ષ દરમિયાન, તેને તકલીફો,પીડાઓ, વેદનાઓ, વ્યથાઓ, મુંજવણોમાં રવિને જોયો હતો. તે રવિની સુઉથી મોટી શુભચિંતક, ચાહક હતી. ભાગ્યે જ રવિ જેવા પુરુષને કોઈ આ રીતે, દુભાવી શકે, મહેનતુ, લાગણીસભર ,સંવેદનશીલ, સુશીલ, ધૈર્યવાન, દેખાવડો, સાલીન પુરુષ હતો. પોતાના કામ પ્રત્ય લાગવા, બીજાની લાગણીઓને સમજનાર, માન આપનાર તે સવગુણસંપન હતો.
તેણે પોતાની નિષ્ઠાથી અવન્તિકાને ચાહી હતી. પણ અવન્તિકાએ ક્યાંકને ક્યાંક રવિને દુભાવયો હતો. અવન્તિકા છેલ્લા બે વર્ષ દરમિયાન ક્યાં હતી, તે હું જાણતી હતી. તે જ્યારે રવિને છોડીને જવાની હતી. એ પણ હું જાણતી હતી.
****
મારી અને અવન્તિકાની મિત્રતા ગાઢ હતી. અમે એક જ રૂમમાં રહ્યા હતા. તે દરમિયાન જ વાતો વાતોમાં મારાથી નીકળી ગયું, કે હું મનોમન રવિને ચાહવા લાગી છું, પણ કેમ કહેવું મને સમજાતું નથી.. ત્યારે અવન્તિકા એ કહ્યું હતું. "જો તું પ્રપોઝ નહિ કરે તો હું કરી દઈશ...એમ પણ મને રવિ ગમે છે, હા હું એને પ્રેમ નથી કરતી, પણ કોલેજ લાઈફની આજ મજા છે. થોડું ખાસુ-પીસુ અને એન્જોય કરી, તે એના રસ્તે હું મારા.." ત્યારે મને તેની વાત મજાક લાગી, અને તેણે કર્યું પણ એવું જ..પણ છેલ્લા છ મહિનાથી ફરીથી અવન્તિકા મારા કોન્ટકમાં છે. મને રવિ વિશે પૂછે છે. હું પણ પુરી ઈમાદારીથી સાચું કહું છું.
અવન્તિકા ફરીથી અમદાવાદમાં કાયમ માટે રહેવા આવવાની છે. મારી ઈચ્છા પુરી થઈ હતી. રવિને મેં આજે પામી લીધો હતો. પણ અવન્તિકા, આવશે તો ફરીથી રવિ તેની તરફ ઝૂકી જશે, તેને જાણ થશે તો તે આમ પણ મારાથી નારાજ થશે, હું શું કરું? રવિ મને સમજશે કે કેમ?
****
જાગુની આંખોમાં આશું હતા.
"હૈ, બાર્બી શુ થયું?
"મને કંઈ કહેવું છે...પ્લીઝ ગુસ્સે નહિ થતી.." જાગુએ રવિ તરફ જોતા કહ્યું
તેની આંખો પર બોર-બોર જેટલા આંશુંઓ મોતીની જેમ ચમકી રહ્યા હતા. તેને જાગુના માથે એક હળવો ચુંબન ધર્યો.
"મને એક પ્રોમિશ આપીશ?"
"તું મારી જોડે ગુસ્સો નહિ કરતો, હું તને કોલેજ સમયથી જ ચાહું છું. મેં તને મારા પ્રેમના ઈઝહાર કરવાની કોશિશ કરી પણ હિંમત જ ન થઈ...."
"સમયથી પહેલા કોઈને કઈ જ મળતું નથી, હોઈ શકે આપણા મિલનની ઘડી આજ હોય?"
"પણ મને આજ તને બધું જ કઈ દેવું છે. જે મેં છેલ્લા બે વર્ષથી તને કહેવાનો પ્રયત્ન કરવા છતાં કહી ન શકી... તને દુઃખી કરવામાં હું પણ ભાગીદાર છું."
"હું કઈ સમજ્યો નહિ?"
"એજ કે, અવન્તિકા તને છોડીને જવાની હતી. તે હું જાણતી હતી..."
"વોટ, તું કઈ રીતે જાણતી હતી? શુ જાણતી હતી?"રવિએ પ્રશ્નોની વર્ષા કરી મૂકી..
" હું, અને અવન્તિકા બને એક દિવસ બેસીને વાત કરતા હતા. ત્યારે જ મેં તેને કહ્યું હતું. કે તું મને ગમે છે. તે ખુશ હતી, પણ સાથે સાથે મને કહ્યું, તું એને પ્રપોઝ નહિ કરતો હું કરીશ, હું તેની સાથે ટાઈમપાસ કરવા માગું છું..."
રવિ ગુસ્સામાં જોરથી દીવાલ પર હાથ માર્યો, " તો તું મને આજે કે છે?"
"તેને મને કસમથી બાંધી હતી. તે જ્યારે તને કહ્યા વિના છોડીને જવાની હતી. ત્યારે પણ, મને કહ્યું હતું. મેં તને ખૂબ સમજાવી, ત્યારે તેને કહ્યું, છોકરાઓ તો આ વસ્તુના આદિ હોય છે, તેને કોઈની લાગણીઓમાં કોઈ રસ હોતો નથી, તે બીજી શોધી લેશે, એમ પણ છોકરાઓ કરે તો ઠીક, છોકરી કરે તો! મેં પણ તેની સાથે થોડો ટાઈમ પાસ કરી લીધો તો શુ ફરક પડવાનો?"
રવિ આટલું સાંભળતા સાંભળતા ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો હતો. જાગુ સતત રડી રહી હતી...
ઓરડામાં મૌન ફરી વળ્યું.
ક્રમશ.