એસેટ - ભાગ 1

તેણી  સાડીનો પાલવ લહેરાવી,  આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી  ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો.

“ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.”  પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો.

તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી.

"સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર લહેરાવ્યો છે. ડિઝાઇન સરસ દેખાય છે. પણ તમારો ગોરોગોરો હાથ કંકણો સાથે ખુબ શોભે છે. એને અર્ધો બહાર દેખાવા દો, વાહ. તમારું સ્મિત તો ઘણું  બોલકું છે. ઝાકળબિંદુ જેવાં તાજાંતર દેખાઓ છો. શરીરના અંગેઅંગમાંથી સૌંદર્ય નિખરે છે. કેવું અદભુત લાવણ્ય અને મનભાવન અદા છે તમારી! આફરીન." ડાયરેક્ટરે કહ્યું, કેમેરામેને લાઈટો બંધ કરી, કેમેરા સ્વિચ ઓફ કરતાં  આખા યુનિટે જોરદાર તાળીઓથી તેને વધાવી લીધી .

તેણીએ  ઊંડા શ્વાસ લીધા.  તેણીનાં નાના પર્વતો જેવાં  કડક, ઉભારદાર સ્તનો, સહેજ ઊંચાં  થયાં અને પાછાં આવ્યાં . તેણીએ પોતાને સ્ટુડિયોના આદમકદના અરીસામાં જોઈ  અને પોતાની જ સામે એક મીઠું સ્મિત આપ્યું. તેણીના રેશમ જેવા ચમકતા કેશ, ગોરા ગોરા હાથ અને આરસમાંથી કંડારી હોય તેવી દેહ્યષ્ટિ દર્પણમાં શોભી રહી. તેનો કોઈ શિલ્પમાંથી  કંડારેલો હોય તેવો સુંદર ઘાટીલો ચહેરો અને આખો દેહ સોનાના આભુષણોથી ચમકતો હતો. આ આભુષણો તેણી જે ઝવેરીઓની પેઢી માટે મોડેલીંગ કરતી હતી તેનાં આપેલાં હતાં.

"કમાલ કરી તમે. હવે જુઓ, તમારો પાસપોર્ટ તો છે જ. એક શૂટિંગ પેર માં કરવાનું છે. વિદેશમાં. પંદરેક દિવસમાં , ત્રણ દિવસનું શૂટિંગ છે.  તારીખ આપીએ એ દરમ્યાન કોઈ બીજું એસઇનમેન્ટ લેતાં નહીં" ડાયરેક્ટર એ કહ્યું.

તેણી વસ્ત્રો બદલવા  ગઈ. દિગ્દર્શકે તેના એકાઉન્ટન્ટને તેણીને ફી નું કવર આપવા કહ્યું જે લઈ અને તેણી સ્ટુડિયો છોડી ગઈ.

કાર પાર્કિંગથી તેણીએ કાર સ્ટાર્ટ કરી, તેના મોબાઇલને બ્લુટુથ સ્પીકર્સ સાથે જોડયું અને કહ્યું:

"હેલ્લો ડેડી, એસાઇન્મેન્ટ ઘણું સરસ રીતે પૂરું થયું. તમારી પરી બેટી નવો  કોન્ટ્રેક્ટ મેળવી રહી છે. આ લોકોની વિદેશમાં પણ એજન્સી છે. હવે તો જોજો, તમારી પરી પાંખ ફાફડાવતી આકાશમાં ઉડશે, તમને અને મમ્મીને  પણ ઉડાડશે. '

સામેથી ખૂબ ઉમળકા ભર્યો અવાજ આવ્યો

" કોંગ્રેટ્સ. તારી મમ્મીએ ભગવાનને સાચા મનથી પ્રાર્થના કરી જ હતી. મને પૂરો વિશ્વાસ હતો કે તું આ બધામાંથી  પાર ઉતરીને સફળ થઈશ જ. લવ યુ. તું તો આપણા પરિવારની એસેટ છો. ખુબ સ્માર્ટ, જવાબદાર, સમજુ અને સાક્ષાત સૌંદર્યની વ્યાખ્યા એવી  મારી વહાલી દીકરી!

તને ઘેર આવે ઘણો વખત થઈ ગયો.  મમ્મી રાહ જુએ છે."

" ઓકે ડેડી . હું તમને બંનેને રાતે નિરાંતે ફોન  કરીશ. નેક્સટ વિક હું પુરા ત્રણ મહિને ઘેર આવી જ રહી  છું. ટેઈક કેર. બાય. "

તેણીએ કાર મારી મૂકી.  

તેણીએ કેસેટ મૂકી "આજ મેં ઉપર આસમાં નીચે આજ મે આગે જમાના હૈ પીછે".

હા. તેણી આ મોડેલિંગ ની દુનિયામાં જાત મહેનતે આગળ આવી હતી. ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી પછી જેણે ક્યારેય મોડેલિંગ એક  જાહેરાતના બોર્ડ કે ફિલ્મની શરૂઆત સીવાય જોયું નથી એવા કુટુંબ માંથી.

"હજુ આગળ જવું છે. પૈસાનો લોભ નથી પરંતું  કોઈએ પણ પોતાની સંપૂર્ણ  શક્તિઓ મુજબ તો બહાર આવવું જ જોઈએ. કમળ કળી બની રહી જાય તો કેટલાને ગમે?" તેણી વિચારી રહી.

ક્રમશ: ભાગ 2 જુઓ

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharat Saspara 3 અઠવાડિયા પહેલા

Verified icon

Priya Mehta 2 માસ પહેલા

Verified icon

Chintan Gajera 3 માસ પહેલા

Verified icon

Alopi 3 માસ પહેલા

Verified icon

satish patel 3 માસ પહેલા

શેર કરો