એસેટ - 6 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એસેટ - 6

બીજી સવારે હાફીઝના પિતાના ફોન પર તેણીના પિતાનો  ફોન રણકી ઉઠયો .

“ આદાવત ... સાબ. બોલોજી. ક્યા ખિદમત કર સક્તે હૈ  હમ આપકી? "

" સર, આપણાં બાળકો ધર્મ અને એવી નાની  બાબતો ઉપર ઝઘડો કરે છે પરંતુ આપણે પુખ્ત વયના છીએ. તમારા  કુટુંબને ગમતું નથી તેથી મેં મારી પુત્રીને હિંદુઓને લગતું  દર્શાવતી કોઈપણ જાહેરાતોને હવેથી ન સ્વીકારવા માટે સમજાવ્યું છે. પરંતુ તે એક મોડેલિંગ વ્યવસાયમાં  છે. તમારી આબરૂને નુકસાન પહોંચે તેવું કંઈ લેતી જ ન હતી. હવે હિંદુઓને લગતું પણ કશું તમારી ખ્વાહિશ ન હોય તો લેશે નહીં પરંતુ એણે જે કોન્ટ્રાકટ લીધા છે એ પુરા કરવા દો. અને હાફિઝ બેટાને સુલેહથી એની બીબી સાથે રહેવા સમજાવો . "

" સર, તે મૉડેલિંગને કાયમ માટે બંધ કેમ નથી કરતી? અમારી પત્નીઓ કશું જ નથી કરતી. પરદામાં જ રહે છે. ઔરત તો આપણા પુરુષોની  એક એસેટ, એક સંપત્તિ છે .... "

" માફ કરશો, આપણા નહીં, તમારામાં. અમે તો સ્ત્રીને આલા દરજ્જો આપીએ છીએ."

" તમે *** "હિંદુડાઓ  *** માં જાઓ."

"તમારી ભાષા સરખી રાખો , ...સાહેબ. હું તમારી  વહુનો પિતા અને એક પ્રતિષ્ઠિત માણસ છું. "

ફોનને બે ચાર ગાળો અને અપશબ્દ સાથે પછાડીને કાપી નાખવામાં આવ્યો.

જોકે, તેણીએ હિંદુ ધર્મને લગતાં  એસાઇન્મેન્ટ ઘટાડી નાખ્યાં. જો એમ પણ સંસારના મોરચે શાંતિ રહેતી હોય તો. પરંતુ કોન્ટ્રેક્ટ તરીકે જે કંઈ લેવામાં આવ્યું તે પૂર્ણ થવું આવશ્યક હતું. છેવટે એક દિવસ તો હદ થઇ ગઈ.  બંને સાથે ઘરમાં આવ્યાં અને હાફિઝે પાણી માગ્યું. તેણી કપડાં બદલવા અને ક્યારની લાગેલી લઘુશંકા પતાવવા ‘હમણાં આપું છું’ કહી પહેલાં અંદર બાથરૂમમાં ગઈ. બસ. બોલાવ્યા ભેગું કામ કેમ ન થયું?  તે કમનસીબ રાત્રે હાફિઝ અને તેના પિતા દ્વારા લાક્ડીઓનો માર ખાઈ છેવટે તેણીએ પિતૃ ગૃહે જતા રહેવું પડયું. તે વખતે વર મારતો હતો ત્યારે સસરાએ તેના હાથ પાછળથી પકડી તેના નિતંબ સાથે પોતાનાં ઘુંટણો  દબાવી રાખેલાં. તેણીને લાગ્યું કે મારતાં મારતાં પણ સસરા તેના પુષ્ટ નિતંબોના સ્પર્શનો આનંદ લેવાનું ચુકતા ન હતા. હાફીઝ તેના વાળ ખેંચીને તેના ચહેરા પર લાફાઓ મારતો હતો, અને આખરે તેણે તેણીના સુંદર કેશ કાપી નાંખ્યા. સસરાએ કહ્યું કે "આ તો ઇસ્લામમાં સહુથી કમ સજા છે. અમને  તો જવા દો, તમારા હિંદુ સંતોએ ઢોર, અભણ અને સ્ત્રીઓને સજા આપવાનું કહ્યું છે. જો તું અમારા હુકમોનો અમલ નહીં કરે, તો કબર તારા શરીરને આરામ ફરમાવવા તૈયાર છે. અન્ય દસ મુસ્લિમ છોકરીઓ રાજીખુશીથી નિકાહ પઢી વધુ પૈસા લાવી શાદી કરવા માટે તૈયાર છે. મારો પુત્ર એક ખ્યાતનામ મોડેલ છે. "

તેણી ધીમે અવાજે રુદન કરતી કરગરી રહી.  “જે દિવસે હું અહીં આવી તે દિવસથી આજ સુધી પૈસા વધુ કોણ લાવે છે? હું કે તે?  તેને એસાઇન્મેન્ટ મળે છે કારણ કે તેની મારી સાથે મેં જોડી બનાવી છે. મોટા ભાગની હાઉસિંગ લોનની ચુકવણી માટે મેં મારા માતાપિતાને જે વચન આપ્યું છે તે હવે થોડી જ બાકી રહી છે. એક વખત મારા ભાઈને નોકરી મળી જાય પછી મારી બધી કમાણી તમારી રહેશે.“

"સાલી બાંદી દલીલ કરે છે?  .. ગુલામને બોલવા મોટું મોં છે, નહીં ?"

બન્નેએ તેને ધક્કો મારી નીચે પછાડી દીધી અને તેને લાત મારી. હાફીઝે તેના ચહેરા પર  નહોર મારી ઉઝરડા કર્યા અને કહ્યું “ લે હવે બન મોટી મોડેલ.”

તેણી સખત શારીરિક પીડાને લીધે આખી રાત ઊંઘી શકી નહીં. માર અને અપમાનના કારણે તેને  શારીરિક કરતાં પણ માનસિક ઇજા વધુ થઇ હતી. તેણી પિતૃગૃહે જતી તો રહી પણ આ આઘાતની અસર તેણીના દેખાવ પર પડી હતી. આત્મવિશ્વાસથી છલકાતી એ અતિ મોહક લલના ઘાયલ થઈ સાવ ફિક્કી પડી ગઈ હતી, હતાશાનો શિકાર બની ગઈ હતી. એક વ્યક્તિ જેનું મુખ  નિયોન લાઇટ્સ નીચે પોસ્ટરોમા ઝળહળતું હતું, તેના સુંદર ચહેરા પર લોહી વહેતા ઉઝરડાઓ હતા, એથી પણ વધુ ઊંડા ઘા તેના દિલપર પડયા હતા.

તેણીના  માતાપિતાએ ચેતવણી આપી હતી છતાં હાફિઝમાં  અંધ વિશ્વાસ વ્યક્ત કરવા બદલ પોતે પસ્તાવો અનુભવતી હતી. તેણીએ પોતાની જાતને ધીમે ધીમે સામાન્ય કરી આ દુઃખદ ગઈગુજરી ભૂલી જવા માટે નિરર્થક પ્રયાસ કર્યા. તેણીનાં  માતાપિતાએ એસાઇનમેન્ટસ થોડો સમય રહી ચાલુ કરાવ્યાં જેથી વ્યસ્ત રહી જે બન્યું એ ભુલી શકે. મેઈલ પર તે તારીખો કન્ફર્મ કરી, શિડયૂલો ગોઠવતી અને થાય તેટલી કાર્યક્ષમતાથી પરફોર્મ કરતી. તેણી હાફીઝને હજી પણ સમજાવતી હતી પરંતુ જાણે પથ્થર પર પાણી રેડતી હતી. હાફિઝ પર કોઈ અસર નહોતી થતી. એક દિવસ જ્યારે તેણી તેના લેપટોપ પર મેઈલ્સ ખોલી ચેક કરવા બેઠી ત્યારે બધું હદ વટાવી ગયું.

તેણીએ તેના કમ્પ્યુટર પર ઇમેઇલ જોયો  અને કોમ્પ્યુટર સામે શૂન્યમનસ્ક બની તાકી રહી. તેણી એટલી તો વિક્ષુબ્ધ બની ગઈ કે આસપાસનું કોઈ ભાન રહ્યું નહીં. તેણીનું મગજ એટલું ઝડપથી દોડવા લાગ્યું  કે શબ્દો એક સાથે તેની આંખો સામે ઝાંખા લાગવા લાગ્યા. શું વાંચી રહીછે એનું પણ તેને ભાન રહ્યું નહીં. તેણીને ચક્કર આવી ગયાં. તેને લાગ્યુંકે હવે જીવવાનો કોઈ કોઈ અર્થ નથી. ફક્ત ત્રણ લાઈન, જે તેના જીવનને માટે જાણે વિનાશ લઇ આવી, જે જીવન તેણે તનતોડ મહેનત કરી બનાવ્યું    અને ઉભું કરવા માટે જાત ઘસી નાખી - બસ ત્રણ લાઇનોએ જાણે તેને કડડભૂસ કરી ધરાશાયી કરી નાખ્યું.

તેણે ત્રણ લાઈનો  વાંચી-

"હું તને આ મેઇલ દ્વારા છૂટાછેડા આપી રહ્યો છું.

આજથી આપણે છૂટાં.

તલાક.. તલાક.. તલાક.. "