એસેટ - 7

7.

તેણીએ તરત જ પોતાનો  સેલ ફોન ડાયલ કર્યો પરંતુ હાફીઝે તરત જ તેને કાપી નાખ્યો. તેણે ફરી વાર, ફરીફરી પ્રયાસ કર્યો. બધે  વખતે એક જ સંદેશ "ગ્રાહક તમારા કૉલનો જવાબ આપી રહ્યો નથી.”

તેણીએ  એક પત્ર લખ્યો અને મોકલવા પહેલાં  ડ્રાફ્ટમાં રાખ્યો. તેના વિષે પોતાના માતા પિતા સાથે ચર્ચા કરી. તેમણે  હાફીઝનાં માતાપિતાને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તેઓએ એમ કહીને તેમનું હડહડતું અપમાન કર્યું કે અમે મુસ્લિમો તાકાતવાન છીએ, તેઓ હિંદુઓ અને તેમના કાયદાઓ નબળા છે. જો આ બાબત આગળ વધારશે તો પરિણામ સારું નહિ આવે.

એ વખતે તેણીના પિતાએ ધીરજ અને સમજાવટથી કામ લેવાનું નક્કી કર્યું. તેણી મક્કમ રહી પરંતું હૃદયમાં જે વ્રણ પડ્યા એ કેમ કરી રૂઝાય?

તેણી અંદરથી હચમચી ગઈ હતી. હવે એસાઇનમેન્ટસ અને  રીહર્સલ્સ વધુ રીટેક માંગવા લાગ્યાં અને છતાં પણ ક્લાયન્ટો સંતુષ્ટ થતા  ન હતા. તેણીને પોતાને જ પોતે સ્ક્રીન પર જોવી ગમતી ન હતી. જે જીવંત આંખો અત્યાર સુધી બોલી ઉઠતી હતી, તેમાં પીડા ડોકાતી હતી. શરીરને મેકઅપ કરી  દુનિયાને છેતરી શકાય છે પરંતુ આંખો તો આત્માનો પ્રકાશ છે. તે ક્યારેય જૂઠું બોલતી નથી.

તેના માતાપિતાએ  આખરે નવા ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદા હેઠળ અદાલતમાં  ઘા નાખવાનો નિર્ણય કર્યો. તેમને ઘણી ધમકીઓ આપવામાં આવી પણ તેઓ મક્કમ રહ્યાં. તેમના વકીલે મેઇલને લેખિત પુરાવા તરીકે લઇ લીધો.  તેણીના વકીલે હાફીઝની અને તેના પિતાના ફોન કોલ્સની રેકોર્ડિંગ્સની વિગતો પણ મેળવી.

એક દિવસ વહેલી  સવારે તેમની ડોરબેલ વાગી. બહાર પોલીસ ઉભી  હતી. તેઓ તેમના ભાઇને તેની કોલેજની મુસ્લિમ છોકરી દ્વારા દાખલ કરાયેલી છેડતી અંગેની ફરિયાદ લઈને પકડવા આવ્યા હતા.. તે છોકરીને ફક્ત નામથી જ જાણતો  હતો. તે છોકરી પણ તેને માત્ર નામથી જાણતી હતી. દેખીતી રીતે તેની ચડામણી કરવામાં આવી હતી. પરંતુ ખોટા તો ખોટા, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એક મુસ્લિમ હતો જેણે મદદ કરવાને બદલે તેમને હેરાન કર્યાં . જો કે, તેણીના એક વગદાર ક્લાયન્ટે તેના ભાઇને જામીન પર છોડાવ્યો.

ક્યારેક તેણી નવા એસાઇનમેન્ટ લે ત્યારે તેના વિશે ખોટી વાતો નિર્માતાને કહી તેણીનું ચારિત્ર્ય ખરાબ છે તેવું હાફીઝ દ્વારા કહેવાતું. તેણીને પરત આવવા નહીતો બુરી વલે થશે તેમ ધમકીઓ મળતી રહી. જો તલાક જ મળેલા તો પોતે જે કરે તે, હાંફીઝને શું લેવા દેવા?

તેણીએ  માતાપિતા સાથે બેસી  નક્કી કર્યું કે, તેમની સામે  હવે એક ગંભીર સમસ્યા હતી પરંતુ તેમાંથી રસ્તો કાઢવો આવશ્યક હતો .  

અવારનવાર તેમને ધમકીઓ મળતી. 'કેસ પાછો ખેંચી નહિ લે તો તેમને એ શહેરમાંથી ઉચાળા ભરી જવા પડશે,' 'તેમની  જાન પર પણ ખતરો ઉભો થશે' એવી ધમકીઓ અને ક્યારેક સાચે જ જાનલેવા હુમલાના પ્રયાસો પણ થયા. એ સામે સહુ મક્કમ રહ્યાં.


એવું લાબું ચાલે તે કરતાં  તેણીએ થોડા સમય માટે મોડેલિંગ બંધ કર્યું,  તેણી એ ચમકદમકની દુનિયાથી દૂર અજ્ઞાતવાસમાં દૂર જતી રહી. ઉત્તર ભારતમાં એક શહેરમાં આર્કિટેક્ચર કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી લઈ લીધી. તે તેની માતા સાથે રહી. તેણીએ વોટ્સએપ,વિડિઓ કૉલ્સ, ઇમેઇલ્સ વગેરે દ્વારા વકીલ સાથે સંપર્ક ચાલુ રાખ્યો.

તલાક મળતાં મનથી ભાંગી ગઈ હોવા છતાં પોતે કઈં ખોટું નથી કર્યું એટલે આ અન્યાય, જે માત્ર તેણીને નહીં, એ સમાજની બધી સ્ત્રીઓને અન્યાય થતો હતો. સ્ત્રી એક ભોગવટાની અને ભોગવીને ફેંકી દેવાની ચીજ માત્ર નથી, એ પણ સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવી શકે છે અને એ પોતે કરી બતાવશે એ વાતે અડગ રહી.

વિચારસરણીમાં પરિવર્તન સમય માંગી લે પણ તેણીના કિસ્સામાં સામેવાળાને સમજાવવું પથ્થર પર પાણી ધોળવા સમાન હતું.

હવે તો બધી સ્ત્રીઓ સાથે એ સમાજની સ્ત્રીઓને જાગૃત કરવી પોતે એક મિશન ગણ્યું અને આ ખાનગી જિંદગીમાં તે માટે પ્રયત્નો કરતી રહી.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Chintan Gajera

Chintan Gajera 10 માસ પહેલા

Alopi

Alopi 10 માસ પહેલા

Bhakti Makwana

Bhakti Makwana 10 માસ પહેલા

Jayant

Jayant 11 માસ પહેલા

yogesh dubal

yogesh dubal 11 માસ પહેલા