એસેટ - 5

એસેટ - 5

‘ચાંદકા ટુક્ડા’એ તુરત હલાલ થઈને તેના ખાવિંદની ક્ષુધા તો સંતોષી. પરંતુ હાફીઝે કહ્યું કે બિંદી તેના લંબગોળ ચહેરાને અનુકૂળ નહોતી લાગતી, હાથપર રહેલી મહેંદીની ડિઝાઇન પણ તેને ગમતી ન હતી. ધીમે ધીમે એટલે કે બને એટલી ઝડપથી તેણીનો દેખાવ બદલાઈ હાફિઝને ગમે તેવો, એક નખશીખ મુસ્લિમ સ્ત્રી જેવો થઇ ગયો. સૌભાગ્ય પ્રતીક તો જવા દો, સિંદૂર અને કપાળની શોભા એવી નાની બિંદી પણ તેના ચહેરા પરથી અદ્રશ્ય થઇ ગયાં. તેણીએ ઘણી બધી વસ્તુઓની પસંદગી તેના ખાવિંદને રાજી રાખવા જતી કરી હતી. ત્યારે જ બે ભિન્ન સંસ્કૃતિમાંથી આવતી વ્યક્તિઓનું જીવન એક દંપતિ તરીકે શરૂ થયું હતું.

એક મોડી સાંજે, તેણી ઘેર આવ્યા પછી લગ્ન સંબંધી પરિધાનની જાહેરાત માટે ભારતીય કન્યા તરીકે પોતે ચડાવેલ મેકઅપને અનપેક કરી રહી હતી, ત્યારે હાફીઝ તેના રૂમમાં દોડી આવ્યો અને બરાડયો : "વ્હોટ હેલ ઇઝ ધીસ? આ કુતરાના ગળાના પટ્ટા જેવું શું લટકાવ્યું છે ગળામાં? ”

તેણી ક્લાયન્ટો, નિર્માતાઓ અને જાતજાતના બધા લોકો સાથે વાતચીત કરતાં માણસોને હેન્ડલ કરવાનું શીખી હતી જેથી ક્લેશ ઓછો થવા દેવા માટે અત્યારે તો તેણીએ શાંત રહેવાનું જ મુનાસીબ માન્યું. પરંતુ હાફીઝે લાલઘૂમ ચહેરા સાથે એલફેલ બોલતાં તેણીએ પહેરેલું મંગલસૂત્ર ખેંચી એક ઝાટકો માર્યો.તેણીના ગળાંપર ઉઝરડા પડી લોહી નીકળી આવ્યું.

"તે પરણેલી સ્ત્રી હોવાનું ચિન્હ છે. બઘી હિંદુ સ્ત્રીઓ તેને પહેરે છે. હું લગ્ન માટેની ચીજો વેચતી .. કંપનીનું મોડેલિંગ કરી રહી હતી. આ જાહેરાત પછી સહુ તમારી બીબીને એક શાદીશુદા હિંદુ સ્ત્રી કેવી લાગે એ ઠેકઠેકાણે હોર્ડિંગ્સ પર જોશે. નાઇસ, તમને ગમ્યું ને? "

" મને મારી બીબી ** હિંદુઓનો પોશાક પહેરે એ જરાય પસંદ નથી. નિકાહ થયા એ ઘડીએ જ તું હિંદુ મટી ગઈ છો. આ ક્ષણે જ આ વેશ ઉતારી નાખ. તમે *** હિંદુઓ નાટકો ભારે કરી જાણો છો. શું બતાવવું છે તારે દુનિયાને? તું મારી એસેટ છે. મારી અંગત સંપત્તિ. સમજી? કાન ખોલીને સાંભળી લે, હવે પછી આવા ડ્રેસ કે મેકઅપમાં મારી સામે ન આવતી.

"મારા ખાવિંદ, હું તમારો આદર કરું છું. નિકાહ પઢી એટલે હું તમારી થઇ ગઈ. પણ આ તો મોડેલિંગ છે. ગમે ત્યારે ગમે તે વેશ ધારણ કરવો પડે. લોકોનો માલ વેંચાય એટલે પહેલાં આપણે વેંચાવું પડે. તમે તો સમજો જ છો ને ડાર્લિંગ? પણ જ્યારે હું કે મારા કોઈ હિંદુ સગાઓમાંથી કોઈ મુસ્લિમો સામે કંઈ બોલ્યું નથી ત્યારે હિંદુઓ માટે તમે આવા શબ્દોનો કેવી રીતે ઉપયોગ કરી શકો?"

"સાંભળ. હું તારો માલિક છું. તું મારી મિલકત છે. એક ચીજ.  ઈચ્છું ત્યારે વાપરવા એક ખૂણે રાખી મુકેલી એસેટનો ટુકડો. હું દુનિયાને તને હિંદુ તરીકે બતાવવાનો સખત વિરોધી છું. તારે મારું કહ્યું માનવું જ પડશે. તું મારી મિલકત છો, આ કુટુંબની એક મિલકત. અને અમે તને એક મિલકત, ઘરની એક વસ્તુ તરીકે તરીકે જ ટ્રીટ કરીએ છીએ. તારી પર અમારો, મારો પુરો અધિકાર છે અને હું કહું એમ જ તારે કરવું પડશે."

" મેરે મિયાં, આ મિલકત એટલે શું છે? હિન્દુઓ પત્નીઓને દેવી તરીકે માને છે. તેઓ કહે છે કે જ્યાં પણ કોઈ મહિલાનું માન છે ત્યાં જ ભગવાન રહે છે. "

“ ગમે તે કહે. હું તારો માલિક છું. તું મારી એક ચીજ છે. મને તારી એક એક હિલચાલ પર અંકુશ રાખવાનો પૂરો અધિકાર છે. એ અમારો મઝહબ કહે છે.”

“ હાફિઝ, તમે થાકી ગયા છો. ધર્મ ને એ બધું ભૂલી જાઓ. આપણી બે વચ્ચેનો પ્રેમ કે ઇશ્ક જ આપણું સર્વસ્વ છે. ભૂલી જાઓ આપણા મઝહબને. કોઈએ શા માટે કોઈના પણ મઝહબની ટીકા કરવી?”

" મઝહબની પૂંછડી! (એક લાફો તેણીના ગાલે ઝીંકતાં ) મારી ગુલામ! ભોગવવા માટે મારી એક ચીજ! હું તને કહી દઉં છું, હવે હિંદુ ક્લચરને સ્પોન્સર કરતી જાહેરાતોમાં ક્યારેય મોડેલિંગ નહીં કરતી. નહીં તો .. "

હવે તેણી મક્કમ થઇ હાફીઝની આંખમાં આંખ મેળવી બોલી ઉઠી.

“બોલી દો . નહીં તો એટલે શું કરી લેશો?”

હાફીઝ તેનો અવાજ થાય એટલો મોટો કરી તાડૂક્યો. "ન જોઈ હોય તો મોટી દેવી. હું બીજી બાંદી ખરીદી લઈશ, એક મારો ઓર્ડર ઉઠાવનારી. મારી નોકર છો તું.“

“એ તો હું અને મારો પરિવાર સારા છીએ કે મેં તને એક સ્ટાર મોડેલ હોવા છતાં સ્વીકારી છે અને તને ઘર બહાર નીકળી એક મોડેલ તરીકે કામ કરવા દઈએ છીએ. બહુ ટણી કરીશ તો તારું થોબડું એવું કરી નાખીશ કે તારું આ મોડેલિંગ સાતમા પાતાળમાં દફનાઈ જશે.”

તેણે ‘પોતાની મિલકત’ના નિતંબો પર જોરથી લાત મારી. તેણી ભોંય પર પડી. અપમાનને લીધે તેની આંખો અનરાધાર વરસી પડી.

***, પડી છો હજુ? જા. કર રસોઈ. અને આપ મને પાણી. તારો માલિક માંગે છે.”

તે માંડ ઉભી થઇ અને રસોડામાં ગઈ.

આગળ વાંચો ભાગ 6

-સુનીલ અંજારીયા

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Chintan Gajera 3 માસ પહેલા

Verified icon

Alopi 3 માસ પહેલા

Verified icon

Bhakti Makwana 4 માસ પહેલા

Verified icon

ranjan shah 4 માસ પહેલા

Verified icon

Jayant 4 માસ પહેલા

શેર કરો