Online Mitrata books and stories free download online pdf in Gujarati

ઓનલાઈન મિત્રતા

અંશ અને જય બંને પાક્કા દોસ્તારો હતા. બંને એક જ સોસાયટી માં પાસે-પાસે રહેતા , અને એક જ શાળા માં સાથે ભણતા. બંને ના પરિવારો નો સંબંધ પણ સારો હતો. બંને મિત્રો બધા જ કાર્યો સાથે કરતા અને એકબીજા વગર રહી શકે તેમ નહોતા. બંને દશમાં ધોરણ માં અભ્યાસ કરતા હતા. માટે દુનિયાદારી ની સમજ બંને ને હતી. તેમના પરિવાર એ તેમને ધોરણ નવ માજ સ્માર્ટ ફોન ખરીદી આપેલો. અને ફોન આવતા જ તેઓ નો ધ્યાન અભ્યાસ  માંથી ફોન તરફ વધારે શીફ્ટ થઈ ગયો હતો.

     બંને સોસીયલ મીડિયા નો વધારે ઉપયોગ કરવા લાગ્યા હતા. ઘર પાસે - પાસે હોવા છતાં  ચેટિંગ માટે બંને ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરતા. આવા તો કેટલાક એપ નો તેઓ ઉપયોગ કરતા હતા. મિત્રતા પર મિમ્સ હોય તો એક બીજા ને ટેગ પણ કરતા. આમ બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ અંશ એ એક પોસ્ટ મુકેલી તેમાં તે જય ને ટેગ કરતા ભૂલી ગયો અને બાકી બધાજ મિત્રો ને તેણે ટેગ કરેલો. આ વાત પર જય ગુસ્સે થઈ ગયો અને અંશ ને કેહવા લાગ્યો " વાહ જોઈ તારી મિત્રતા એક મિમ માં તારા પાકા મિત્ર ને ટેગ કરવા નું ભૂલી ગયો?હા એ નવા મિત્ર ના આવી ગયા પછી તું હમણાં મારી સાથે વાત પણ નથી કરતો." આ પ્રશ્ન નો જવાબ આપતા અંશ એ કહ્યું  " સાંભળ જય તને મિમ માં ટેગ ન કર્યો એ મારી ભૂલ હતી, પરંતુ એ મેં જાણી જોઈ ને નહોતી કરી ખરેખર હું ભૂલી ગયેલો."  આમ આ જવાબ સાંભળી જય ગુસ્સે થઈ ગયો અને કેહવા લાગ્યો : " વાહ!  તું તારા બાળપણ ના મિત્ર  ને કઇ રીતે ભૂલી શકે? તારો સ્વાર્થ પુર્ણ થઈ જતા તું તારા મિત્ર ને ભૂલી જ જા ને. તે મને મિત્ર તારા સ્વાર્થ માટે જ રાખેલો." આમ કહી જય ત્યાં થી જતો રહ્યો. અંશે જય ને સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ તે વાત સાંભળવા તૈયાર જ નહોતો.

         તેના પછી ના દિવસે અંશે શાળા માં પણ જય ને સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ તે સમજવા જ તૈયાર નહોતો. આવું કેટલાક દિવસો ચાલ્યું. આ વાત ને લઘભઘ પાંચ થી છ દિવસો વીતી ગયા હતા. અંશ તેના માતા-પિતા ને લઈ ને જય ના ઘેર પહોંરયો. અને ત્યારબાદ આ ઘટના જય ના પિતા ને જણાંવી, ત્યારબાદ જય ના પિતા એ જય ને આ ઘટના વિશે વિસ્તાર માં સમજાવતા કહ્યું: " જય , મિત્રતા નો અર્થ એ નથી કે એક મિત્ર બીજા મિત્ર ને મિમ્સ માં ટેગ કરી ને દુનિયા ની સામે તેમની મિત્રતા પ્રદર્શિત કરે. મિત્રતા   માત્ર  સોસીયલ મીડિયા સુધી જ સીમિત ના હોવી જોઈએ, મિત્ર એટલે સાથે ફરે , સાથે રમે , અને બધું જ સાથે કરે પરંતુ આજકાલ ના મિત્રો નાની - નાની બાબત માં ગુસ્સે થઈ ને દોસ્તી તોડી મુકે છે એ મિત્રો ના જ કહેવાય કારણ કે મિત્રતા માં વિશ્વાસ હોવો જરૂરી છે." આમ જય ના પિતા ના સમજાવ્યા બાદ જય માની જાય છે.

    અંશ ના પિતા આ ઘટના બાદ અંશ અને જય ને સમજાવતા કહે છે : " સ્માર્ટ ફોન નો વધારે ઉપયોગ વ્યક્તિ ને તેમના મન થી જકડી રાખે છે, તેના મન માં કેટલાક ખરાબ વિચારો આવવાનું કારણ એ છે કે એ આ સ્માર્ટ ફોન માં એટલો અંદર ની તરફ ડૂબી ગયો છે કે , તેને આ સ્માર્ટ ફોન ની દુનિયા જ પોતા ની દુનિયા છે એવું લાગે છે. આમ આ કારણે તે એકલો મહેશુસ કરે છે અને , ચીડિયાતો થઈ જાય છે . માટે આ સ્માર્ટ ફોન નો ઉપયોગ જરૂરત મુજબ જ કરવો જોઈએ. અરે આનંદ જ લેવો હોય તો કુદરતે સર્જેલા પ્રકૃતિ ના અભિન્ન અંગો ને મહેશુસ કરી ને માળો ને મજા આવશે."  આમ અંશ ના પિતા ના સમજાવ્યા બાદ બંને ને એ વાત પણ સમજાય છે કે , આનંદ મેળવવો હોય તો સ્માર્ટ ફોન સીવાય  તમે  પ્રકૃતિ ના કેટલાક તત્વો ને પણ માણી શકો છો. આમ આ ઘટના પર થી આપણે શું શીખવા નું છે એ પણ આપણે ધ્યાન માં લેવું જોઈએ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED