નાના હતા ત્યારે મોટા ક્યારે થશું? એવા વિચારો મનમાં ઘર કરી જતા પરંતુ જ્યારે થોડા સમજણા થયા ત્યારે ફરી બાળપણ જીવવાનુ મન થાય છે. એ બાળપણ ક્યાંક ખોવાઈ ગયેલું લાગે છે, મનમાં યાદો તો કેટલીય છે, પણ અંધારા જેવી લાગે છે. મન ફરી એ જ વીતી ગયેલા બાળપણ ને યાદ કરે છે. પરંતુ જ્યારે એવા વિચારો કરીએ ત્યારે એક જ વાક્ય મનમાં યાદ આવે છે, કે જે વીતી ગયું તે ફરી આવવાનું નથી. આમ આપડે બધા આપણી બાળપણ ની ઘટનાઓ ને યાદ કરી ને બાળપણ ની યાદો તાજા કરતા હોઈએ છીએ અર્થાત જીવતા હોઈએ છીએ. અને જ્યારે બાળપણ ના મિત્રો ને યાદ કરીએ ત્યારે મનને એક આનંદ રૂપી અહેસાસ થાય છે. આપણા સૌના એવા કેટલાક મિત્રો હોય જે મહેફિલ ની શાન હોય છે. મિત્રો સાથે જ્યારે શાળા એ જતા ત્યારે આખો ગ્રુપ સાથે જ હોય એમાંય શાળા માં કરેલી ધમાલ મન ને ટાઢક આપે છે. આમ બાળપણ આપણા જીવન નો સૌથી અગત્ય નો ભાગ ગણવામાં આવે છે. બાળપણ ની કેટલીક ઘટનાઓ હોય છે જે આપડને જીવનભર યાદ રહી જાય છે, એમાંની કેટલીક ઘટનાઓ શાળાઓ માજ જન્મ લેતી હોય છે. મિત્રો જે વ્યક્તિ નો બાળપણ તેના ગામમા જ વીત્યો હોય અને જ્યારે તે શહેર માં વસવાટ કરે ત્યારે તેનું ગામ તેનું બાળપણ, તેનો પરિવાર, તેના મિત્રો ત્યાંજ પાછળ એક યાદ બની ને રહી જાય છે. શહેર ના માહોલ ની અંદર ભળતા કેટલોક સમય વીતી જાય છે. જ્યારે ગામ અને શહેર માં કોણ શ્રેષ્ઠ એની ચર્ચા થાય ત્યારે મારો મત હંમેશા મારા ગામ પ્રત્યેજ હોય છે, એનું કારણ એ છે કે શહેર માં ભીડ-ભાડ અને ઘોંઘાટ ભર્યા માહોલ કરતા મને મારા ગામમાનો શાંતિ ભર્યો માહોલ ફાવે છે. કહેવાય છે કે શહેર ક્યારેય સૂતો નથી ચોવીસે કલાક ત્યાં હલચલ નો માહોલ બન્યો રહે છે. જે વ્યક્તિ ગામ મા રહે છે એ વ્યક્તિ સારી રીતે જાણે છે કે ત્યાં ગામ મા રહેલી હરિયાળી અને ત્યાંની સુગંધ મન ને ટાઢક આપે છે એમાંય જો શિયાળા ની ઋતુ હોય તો ગામનો માહોલ જ અલગ હોય છે. સવારે ગાયો ને ગૌશાળા એ મોકલવા જતા લોકો સવાર ની સુંદરતા ને વધારતા હોય છે.
આમ જે વ્યક્તિ ગામડાં મા રહે છે એ વ્યક્તિ ગામના સૌંદર્ય ને વધારતી એક એક ચીજ વસતું થી વાકેફ હોય છે. આમ ગામમાનો સૌંદર્ય મન ને એક અલગજ ટાઢક અને શાંતિ આપે છે.
મેળો આપડા બાળપણ નો એક અભિન્ન અંગ ગણવા માં આવે છે. મેળો શબ્દ સાંભળીએ ત્યારે આનંદ, કિલ્લોલ અને ઉલ્લાસ એ ત્રણ શબ્દો મન રૂપી રમકડાં ને ચાવી આપે છે. મેળો અને એ પણ ગામનો તો તેની વાત જ અલગ છે. ગામના લોકો બઉ દયાળુ અને મસ્તીભર્યો સ્વભાવ ધરાવતા હોય છે. કેટલાક મોટા મેળા આપડે જોયેલા હોય છે પરંતુ ગામનો મેળો આપણે સર્વશ્રેષ્ઠ અનુભવ આપે તેવો હોય છે. મેળો હોય અને એમાંય મિત્રો સાથે હોય તો માહોલ ભર્યું-ભર્યું લાગે છે. મિત્રો ની સાથે ક્યારે સમય વીતી જાય છે તે ખબર જ રહેતી નથી. ગામના મેળા માં જ્યારે પણ જઈએ ત્યારે મિત્રો સાથે જ હોય કારણ કે મિત્રો નું બીજું નામ જ મહેફિલ છે. મેળા માં મિત્રો સાથે આપડે કેટલાક ધીંગાણા અને મસ્તી કર્યા હોય છે. મેળા માની ઘટના ઓ મન ને આનંદ આપી જાય છે. આમ તો મિત્રો બઉ રખડુ હોય માટે તેમની સાથે મેળા માં જઈએ તો આખો દિવસ મેળા માં જ જાય. મેળા મા નો ભીડ ભર્યો માહોલ મિત્રો સાથે આનંદ આપે તેવો લાગે છે. એમાંય ક્યાંક કોઈ ના મામા કે કાકા ના છોકરા મળે તો જામે , વળી કોઈના મામા કે કાકા નજરે ચડે તો મસ્તી કરવાની ના પાડે અને અમે બધા શાંતિ થી બેસી રહીએ પરંતુ મામા જાય એટલે ફરી ધીંગાણા ચાલુ. મેળા માં કેટલીક વાહનોના ટાયરો ની હવા કાઢી છે. અને આમ સામે નો વ્યક્તિ હેરાન તો થાય જ તો ય છતાં આપડે મસ્તી કરતા રહ્યા છીએ. મિત્રો સાથે કુલ્ફી રૂપી ઠંડા પદાર્થ ની મજા માળવી એનો આનંદ જ અલગ હોય છે. ઘરે થી કહી ને નીકળીએ કે મેળા માં થોડી વાર જઇ પરત ફરીશું પરંતુ આખો દિવસ મેળા માં જ કાઢી મૂકી એ. આમ મિત્રો સાથે હોય તો મજા જ અલગ છે. જ્યારે મેળા માથી વિદાય લેવા નો સમય આવે ત્યારે મન માનતું નથી પરંતુ જવાનું તો છે જ મન ને એવી ખાતરી આપી ઘેર જવા નીકળીએ છીએ.
આમ બાળપણ ની કેટલીક યાદો મેળા સાથે જોડાયેલી હોય છે. બાળપણ માં ન તો કોઈ ટેન્શન ન તો કોઈ ચિંતા બસ મોજ અને મસ્તી જ એ જ હતું બાળપણ. આમ બાળપણ વિશે આપણે વારંવાર વિચાર કરતા હોઈએ છીએ. બાળપણ માં ન તો કોઈ ભણવા ની ચિંતા કે ન કોઈ ભવિષ્ય ની ચિંતા આમજ આપણું બાળપણ આપણે જીવતા હતા.
નાનપણથી ગામની શાળા ઓ માં ભણતાં વિદ્યાર્થીઓ ને અગિયાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધી ચાલતી શાળા માં જવાની મજા આવે કારણ કે ગામના મિત્રો સાથે નું ભણતર એક અલગ જ આનંદ આપતો હોય છે. આમ ગામ ની શાળાઓ માં સમય વીત્યા હોય એ કારણે શહેર માં વસવાટ કરવા ગયેલા ગામના વ્યક્તિ ને તેનું ગામ તો યાદ આવે જ પરંતુ ત્યાંનો શિક્ષણ અને ત્યાંના શિક્ષકો પણ યાદ આવે જ. આમ ગામ શહેર થી ચડિયાતો છે એવું કહી શકાય. ત્યારબાદ જ્યારે ફરી એ ગામ વાસી તેના ગામ થોડા સમય માટે પરત ફરે છે ત્યારે ત્યાં ની દરેક ચીજ વસતું માથી તે તેનું બાળપણ શોધતો હોય છે. આમ તેને તેનું ગામ એક સ્વર્ગ લોક લાગતો હોય છે.
આમ ગામ ના કોઈ વ્યક્તિ શહેર માં વસવાટ કરે અને જ્યારે ગામ પરત ફરે ત્યારે આવો જ એક અહેસાસ થાય છે. તે વ્યક્તિ ફરી તેની શાળા એ જઇ ને તેના શિક્ષકો તરફ થી આશીર્વાદ મેળવે છે અને તેનો બાળપણ યાદ કરતો હોય છે. આમ એક વ્યક્તિ ની લાગણીઓ પણ તેના ગામ સાથે જોડાયેલી રહે છે. બાળપણ ફરી આવવાનો નથી એ બધાય ને ખબર હોય છે એ કારણે આપડે બાળપણ ની યાદો ને જીવવું જોઈએ કારણ કે બાળપણ આપણા જીવન નો અભિન્ન અંગ છે. આ સોશ્યલ મીડિયા ના જમાના માં તમે તમારા મિત્રો થી કનેક્ટેડ હોવ છતાં પેહલા ના પત્રના જમાના જેવી મજા મોબાઈલ ના મેસેજ માં નહીં પરંતુ પત્ર માં સમાયેલી છે. આમ બાળપણ ને ફરી જીવો અને મોબાઈલ ફોન ને થોડા સાઈડ પર મૂકી ને જૂની વાતો યાદ કરો કારણ કે મોબાઈલ તો આવશે અને જશે પરંતુ જીવન એક જ છે ફરી આવવાનો નથી. આમ આપણે આપણા જીવન ની અગત્યની ઘટનાઓ યાદ કરી ને આપડા જીવન ને એક આનંદ રૂપી ટાઢક આપીએ જેથી જીવન શ્રેષ્ઠ રીતે પસાર થઈ શકે. મિત્રો થોડો સમય આપડા મિત્રો સાથે પણ વીતે એ બાબત ખાસ ધ્યાનમાં લેવી કારણ કે મોબાઈલ ફોન ના આ જમાના માં ભલે તમે તમારી યાદો કેમેરા માં કેપચર કરી શકતા હોવ પરંતુ મિત્રતા એક એવી બાબત છે જેની યાદો તમે કેમેરા માં નહીં પરંતુ હૃદય માં સાચવી ને રાખવા માંગતા હોવ છો. આમ બાળપણ ની યાદો ને જીવવો જે થી આ જીવન જીવવું આસાન રહે.
સમાપ્ત...