મોતનું રહસ્ય પાંચ Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોતનું રહસ્ય પાંચ

યોજના મુજબ જેન્દ્રો ગામ વાસીઓ ને ગામના પાદરે એકઠા કરે છે.આ ઘટના મા જેન્દ્રા ના અન્ય મિત્રો ને કંઈ પણ ન હોતું સમજાતું,એટલે કાનીયો બોલ્યો:'યાર જેન્દ્રા આ તું શું કરી રહ્યો છે?ગામ વાસીઓ ને અહીં શા માટે એકઠા કરી રહ્યો છો?'જેન્દ્રો:'યાર જુઓ ને તમે મારી યોજના.'કાનીયો:'યોજના કેવી યોજના આપડે વાત થઈ હતી કે બાબા ને ગામમા લાવીશું,પણ ગામ વાસીઓ ને એકઠા કરીશું એ વાત ન હોતી થઈ.'જેન્દ્રો:'યાર તું જો બસ હમણાં થોડાજ સમય મા હત્યારો આપણી મુઠ્ઠી મા અને ટેન્શન પણ ખતમ.'એવું કહી જેન્દ્રો ત્યાંજ પાદરે બેસી રહ્યો.ગામ વાસીઓ ના આવવાનો સમય થઈ ચૂક્યો હતો.ગામ વાસીઓ ના એકઠા થવાથી ગામના પાદરે ભીડ જમા થઈ ચૂકી હતી.બધા મનોમન એ જ જાણવા માંગતા હતા કે હત્યારો કોણ છે?એ વાત જાણવા માટે બધા તડફડી રહ્યા હતા.ગામ વાસીઓ ની હત્યા કરનારને તો હવે પકડી ને ધબોડસુ એવા વિચારે ગામ વાસીઓ હત્યારની રાહ જોઈ બેઠા હતા.આમ જેન્દ્રા ના કેહવા પર તાંત્રિક બાબા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.તાંત્રિક બાબા ને જોઈ ગામ વાસીઓ તેમને પગે લાગવા અને તેમનો આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા.પણ જેન્દ્રા ના કેહવા પર બધા ત્યાંજ ઉભા રહી ગયા. જેન્દ્રા નું કહેવું હતું કે:'ગામ વાસીઓ બાબા તમારા પર કૃપા જરૂર વર્ષાવશે પણ થોડી રાહ જુઓ,પેહલા બાબા તેમની કૃપા પોલીસ પર વર્ષાવશે.'ત્યારબાદ પોલીસ ત્યાં આવી પહોંચી. જેન્દ્રો બોલ્યો:'બાબાજી તમારા આશીર્વાદ આપો થોડા અને બધું સાચું બોલી દે ઢોંગી.'આ વાત સાંભળી ગામ વાસીઓ હેરાન થઈ ગયા.અને જેન્દ્રા ની આ વાત તેમને ગમી નહીં.તેઓ જેન્દ્રા પર ગુસ્સે થઈ ગયા.તેઓ ચિખો ચીખ કરવા લાગી ગયા. આ બધા ની વરચે જેન્દ્રો બોલ્યો:'ગામ વાસીઓ સાંભળો મારી વાત,આ તો હું આપણા ગામમા હત્યાઓ કરનારા શ્રી ઢોંગી બાબા ને સાચી હકીકત કહી દેવા આગ્રહ કરું છું,નહીંતર પોલીસ તો તેમને ક્યાં આગ્રહ કરશે?એ તો બાબા સાચું ન બોલે ત્યાં સુધી  તો તેમને દંડા નો સ્વાદ ચખાવસે.'આ સાંભળી ગામ વાસીઓ રોષે ચડ્યા પરંતુ પોલીસ ની ત્યાં મોજુદગીથી તેઓ કંઇ કરી શકે તેમ ન હતું.પોલીસે બાબા ને બધું સાચું બોલવા માટે નો હુકમ ફરમાવ્યો પણ આ ઢોંગી બાબા તો બઉ ચતુર અને ચાલાક હતો, તેણે પોલીસ પાસે તેના દોષી હોવાનો પુરાવો માંગ્યો.આમ ત્યારબાદ જેન્દ્રા એ બાજી સંભાળી. જેન્દ્રો:'બાબા આ  જરાક સોલ ને ચેક કરી જુઓ તમારી તો નથી ને?' બાબા બોલ્યા:'હા આ સોલ મારી છે તો?'જેન્દ્રો:'તો એવું છે કે આ સોલ મને એજ હત્યા સ્થળે મળી છે,જ્યાં તમે છેલ્લી હત્યા કરી હતી.'બાબા બોલ્યો:' આ સોલ મારી છે તો શું થઈ ગયું? સોલ થી હું દોષી છું એવો સાબિત તો નથી થતું.'જેન્દ્રો:'બાબા તમને સબૂત જોઈએ એમ?હા આપું જરા રાહ જુઓ.'એવું કહી જેન્દ્રા એ એક મોબાઇલ ફોન તેના ખિસ્સા માથી કાઢ્યો.અને તરત જ બોલ્યો:'આ છે સબૂત.' આ બધા ની વરચે જેન્દ્રા ના મિત્રો આ શું થઈ રહ્યું છે તે સમજી ગયા હતા.જેન્દ્રો બોલ્યો:'એ રાત્રે જ્યારે રમેશ ની હત્યા થઈ ત્યારે ચાર વાગ્યા નો સમય થઈ ચૂક્યો હતો.અમે બધાય મિત્રો ને લાગ્યું કે હવે આ ખૂની આવે તેવા આશાર નથી, આથી અમે બધાય ઘરે જવા માટે નીકળી ગયા.અને અચાનક રમેશ ની ચીખ સંભળાઈ આથી અમે દોડી ગયા.રમેશ ની હત્યા થઈ ચૂકી હતી,અને કોઈ સબૂત નહીં હોય એવું લાગ્યું.ત્યારબાદ આ બાબા ની સોલ ત્યાં ઘર ની પાછળ ના ભાગે જ્યાં બારી છે ત્યાં મળી.અને ત્યારેજ મને જાણ થઇ ચુકી હતી કે આ ખૂન કોણ કરી રહ્યું છે.પણ મન મા એક શંકા પણ હતી કે આ સબૂત શું કાફી છે?મનમાં જવાબ પણ મળી ગયો કે ના.આમ મને યાદ આવ્યો કે હસમુખ નો ફોન પણ અહીં જ રેકોર્ડિંગ કરવા માટે સેટ કરેલો,અને આમ મને હવે બાબા ને ઢોંગી અને ગામ વાસીઓ નો હત્યારો છે, એવું સાબિત કરવા પુરાવા પણ મળી ગયા હતા. બાબા ને સમજાઈ ગયું હતું કે હવે વાત છુપાવવા જેવી છે નહીં.અને આમ બાબા બોલી પડ્યા:'હા મેજ આ હત્યાઓ કરી છે.'આ વાત સાંભળી ગામ આખું શોક માં હતું.જેન્દ્રો બોલ્યો:'આપડો ગામતો સંપ અને એકતા માં અન્ય ગામો થી પણ આગળ છે,અને તમને ગામ વાસીઓ એ શું નથી આપ્યું?'બાબા:'શું નથી આપ્યું એમ?એ પૂછેછે તું?આ હું બાબા બન્યો એ આપ્યું તારા ગામ વાસીઓ એ?' જેન્દ્રો:'તમે આ શું કહી રહ્યા છો?' બાબા:'હું સાચો છું.વાત થઈ એમ કે,હું આજ ગામનો રહેવાસી હતો.મારો નામ હતો મોટો વ્યાપારી હતો હું.આ ગામમા મનુ શેઠ ના નામે ઓળખાતો.પણ બધું વિખાઈ ગયું જ્યારે સરપંચ ની ચૂંટણી આવી.એ સમયે હું પણ આ ચૂંટણી મા ઉમેદવાર તરીકે ઉભો હતો,જીતવાનો ચાન્સ મારો વધારે હતો,કારણ કે ગામ વાસીઓ ને વિશ્વાસ હતો કે મનુ શેઠ ગામના હિત અને વિકાસ માટે કાર્ય કરશે.પણ બધું વેર- વિખેર થઈ ગયું.'જેન્દ્રો:'બાબા એવી તે કઈ ઘટના ઘટી?'બાબા:'હમણાં જે સરપંચ ની હત્યા થઈ તે એ સમયે સામેના પક્ષ માં હતો.તેને એ વાત ની જાણ થઈ ચૂકી હતી કે તેનો જીતવો હવે અશક્ય છે.આમ ત્યારબાદ તેણે ચાર થી પાંચ ગામ વાસીઓ સાથે મળી ને મારી હત્યા કરવા ની યોજના બનાવી.ત્યારબાદ બધાય ભેગા થઈ ને મારું અપહરણ કર્યું,અને મને બાજુ ના ખંડેર મા લઇ ગયા અને એવો માર માર્યો કે હું બેભાન થઈ ગયો.ત્યારબાદ તેમને થયું કે આ તો મરી ગયો છે.આમ તેઓ ત્યાં થી ચાલ્યા ગયા,પણ ત્યાં પાસેજ જંગલ મા રહેતા અમુક લોકો જ્યારે આ ખંડેર મા આવ્યા ત્યારે તેમણે મને બે ભાન જોયો.આમ તેમણે મને નવું જીવન આપ્યું.આમ હું ઢોંગી બાબા બન્યો અને મેં મારો બદલો લેવા માટે સરપંચ અને અન્ય ગામ વાસીઓ જે મને મારવા માંગતા હતા,તેમની મેં હત્યા કરી.'જેન્દ્રો:'ભલે તમે ન્યાય માટે લડ્યા પણ તમને કોઈ ને મારવાનો હક નથી,તમે પોલીસ ની મદદ પણ લઈ શકતા હતા.'આમ બાબા ને તેની ભૂલ સમજાઈ પણ હત્યાઓ કરવા ના જુર્મમા તેને ફાંસી ની સજા થઈ.આમ કેશ સોલ્વ કરવા બદલ જેન્દ્રા અને તેના મિત્રો ને વિરતાપુરુષકાર મળ્યો અને ફરી તેમની ટુકડી એ દર્શાવી દીધો કે તેઓ કેટલા હોશિયાર અને બહાદુર છે.આમ બધાય મિત્રો ની બહાદુરી સરાહનીય હતી. પણ આ બધાની વરચે જેન્દ્રા ના મિત્રો એટલે કે હરિ,હસમુખ અને  કાનીયા ને એક વાત મનમા ખટકતી હતી.આમ એ વાત તેમણે જેન્દ્રા ને પૂછી જ નાખી:"જેન્દ્રા તું કહેતો હતો ને ભરત ને શાંતિ કાકા ના ઘેર જતા જોયેલો એ વાત શા માટે કહીં તે?'જેન્દ્રા:'એમ હું પણ ભ્રમિત થઈ ગયો,કારણ કે ભરત પાસે પણ એવી જ સોલ હતી જે બાબા પાસે હતી.'આમ આ ભ્રમ તો દૂર થઈ ગયો હતો પણ આ બધી વાત ભરત સાંભળી ગયો.ભરત:'હે મારી પર સક કરીશ જેન્દ્રા?હું હત્યારો એમ?'આમ જેન્દ્રો આગળ અને ભરત તેની પાછળ બંને ભાગમ ભાગ કરી મૂકી, આ જોઈ જેન્દ્રા ના મિત્રો પણ હસી પડ્યા.છેવટે જેન્દ્રો ભરત ના હાથે ચડ્યો,ભરતે જેન્દ્રા ને લાફો તો ન માર્યો પણ ગળે લગાવી ભેટી પડ્યો.આમ આ પાંચેય ની મિત્રતા અને તેમની ધીંગાણા અને મસ્તી થી ગામ નો માહોલ બદલાઈ ગયો હતો.
સમાપ્ત........