ગણેશચતુર્થી ને એક દિવસ રહ્યો હતો.આસપાસ ગણેશ ભગવાન ના આગમન ની તૈયારીઓ ચાલી રહી હતી.ગણેશ ભગવાન ની મૂર્તિઓ, પૂજાની સાંમગ્રીની ખરીદીમાં વધારો થયો હતો.
બજારોમાં ભીડ હતી. નિયમિત સમયથી પણ વધુ સમય સુધી દુકાનો ખુલી રહેતી હતી. મીઠાઈની દુકાનો પર ભીડ જામી હતી. મોતી ચૂરના લાડવાની રાષ્ટ્રીય સ્તરે અચાનક માંગ વધી ગઈ હતી. તો કોઈ કોઈ પોતાના હાથેથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા હતા.
સોસાયટી, ગામડાઓમાં નાના-નાના મંદિરથી લઈને મોટા વિશાળ મંદિરોમાં સજાવટની તૈયારી ચાલુ હતી. તો કોઈ કોઈ મંદિર રાત્રે લાઈટોથી જગારા મારી રહ્યું હતું. પૃથ્વીપર ભારત વર્ષ આકાશમાંથી અલગ જ દેખાતું હતું. જાણે કોઈ સિતારો જ જોઈ લ્યો. બાળકો શુ વૃદ્ધ શુ, યુવાન શુ, પછી તે સ્ત્રી હોય કે પુરૂષ ગણેશજીના રંગે રંગાઈ ચુક્યા હતા.
સૌ કોઈ તહેવાર માટે જ ઉત્સુક હતા, ક્યારે બપ્પા આવે અને ક્યારે તેમના દર્શન કરીએ.
બધા જ વ્યક્તિ ઓ ઢોલ અને નાગાડા ની સાથે બપ્પા નું સ્વાગત કરી રહયા હતા.ચારેતરફ ખુશી નો માહોલ ફેલાયેલો હતો.અને માત્ર ગણેશ ભગવાનના સ્વાગતની તૈયારીઓ જ હતી. ચારેય તરફ ખુશીઓ મહોલ હતો. ગામડાઓ માં ગણેશ ભગવાન નો આગમન થાય ત્યારે એક અલગ જ અહેસાસ થાય છે.બધા વડીલો મૂર્તિ નો આગમન ધૂમધામ થી કરે છે સ્પર્ધાઓ યોજાતી હોય છે.અને કેટલાક વ્યક્તિઓ આયોજનમાં લાગી ગયા હોય છે. રામનગર ના પાસે ના જ મેદાનમાં ગણેશ ચતુર્થી ની તૈયારીઓ ચાલી રહી હતી. વિશાળ મંડપ થાંભલાઓ જેના પર રંગબેરંગી લાઈટો લગાવવા માં આવી હતી.ત્યાં ગણેશ ભગવાન ની વિશાળ મૂર્તિ ની સ્થાપના કરવાની હતી.મંડપ ને સજાવાઈ રહ્યો હતો,ત્યાં અચાનક ઢોલ અને નગાડ ના અવાજ સાથે ગણેશ ભગવાન નું આગમન થાય છે.કેટલાક લોકો આ ઢોલ અને નગાડા અવાજો સાંભળી બહાર નીકળી ગયા છે.આમ ગણેશ ભગવાન ના આગમન ની આ ધૂમ ધામ હતી.હવે ગણેશ ભગવાન ની મૂર્તિ ની સજાવટ ચાલી રહી હતી.ત્યાંજ પાસે એક ગરીબ વસ્તી મા ગોલું નામ નો બાળક રહેતો હતો.ગોલું એક ગરીબ પરિવાર થી હતો,તેના પિતા ન હતા માત્ર માતા એ તેને મોટો કર્યો હતો.ગોલું દેખાવે કુપોષિત સિંગલ પસલી લાગતો હતો. નીચે ભૂખરા રંગની મેલી ઘેલી ચડી પહેરી હતી. ઉપર કાણાવાળું મેલું સફેદ બનીયાન પહેર્યું હતું. તેનો સફેદ રંગ બદલાય માટી જેવો થઈ ચૂક્યો હતો. ખબર નોહતી પડતી,બનીયાનમાં કાણા છે. કે કાણામાં બનીયાન. તેના ચેહરા પર ગાલના ભાગે મટીનામાં રમીરમી કારો થર જામી ગયો હતો. તેની માતા નો પરિવાર કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપ માં જ અવસાન પામ્યા હતા.
પરિવાર ની દશા ખૂબ જ કંગાળ હતી.ગોલું પણ ગણેશ ભગવાનની મૂર્તિ જોવા માટે ત્યાં મેદાનમાં પોહચી ગયો હતો. ગોલું મેદાન
માં મૂર્તિ સજાવી રહેલા લોકોને ટગરટગર જોઈ રહ્યા હતો.
ગોલું પણ ત્યાં મૂર્તિ સજાવામાં મદદ કરતા બાળકોની સાથે, મૂર્તિ સજાવવામાં મદદ કરવા માંગતો હતો.
ગોલું ત્યાં મંડપ તરફ આગળ વધે છે. પરંતુ ત્યાં મૂર્તિ સજાવી રહ્યા વ્યક્તિઓ ગોલું ના ફાટેલ વસ્ત્રો,મેલીધેલી અવસ્થા, માટીથી ભરેલા હાથને જોઈ તેને ત્યાં થી જવા માટે કહે છે.ગોલું કહે છે: 'કાકા મારે પણ આ મૂર્તિ સજાવી છે.' ત્યાં મુર્તિ સજાવી રહ્યા એક વ્યક્તિ એ જવાબ આપ્યો:'જતો રે અહીં થી તારી હાલત તો જો તું મૂર્તિ સજાવીશ? "
આમ ગોલું ત્યાં થી નિરાશ થઈ જતો રહે છે.ગોલું તેના મિત્રો સાથે રમવા માટે પહોંરયો ત્યાં કોઈ બાળકે કહયું મારે ત્યાં પણ બપ્પા ની મૂર્તિ નું આગમન થયું છે. આ સાંભળી ગોલું ઘેર તરફ ભાગે છે.તે તેના ઝૂંપડા માં જઈ તેની માતા ને કહે છે:' માં આપડે ગણપતિ બપ્પા ની મૂર્તિ ઘેર ન લાવી શકીએ?મને ગણપતિ બપ્પા ની વિશાળ મૂર્તિ જોઈએ છે.' તેની માતા તેને વ્હાલ થી જવાબ આપે છે:' દીકરા ગણપતિ બપ્પા આપડી સાથે જ છે અને તે ઓની કૃપા રહી તો આપડે જરૂર મોટી વિશાળ મૂર્તિ લાવીશું.' આમ ગોલું ની માતા તેના અસમજું દસ વર્ષ ના બાળક ને સમજાવે છે.આમ ગોલું જમતા સમયે પણ એ જ વિષે વિચારી રહ્યો હતો.ગોલું રાત્રે જ્યારે સુતો હોય છે ત્યારે તેના સપના માં ગણપતિ બપ્પા આવે છે.ગોલું ત્યારે સપના માં ગણપતિ બપ્પા સાથે સ્વયં વાતો કરી રહ્યો હતો.ગોલું બપ્પા ને કહે છે:' બપ્પા અહીં ના લોકો મને તમને સજાવવા માટે નો મોકો આપતા જ નથી.' આ માસૂમ બાળક ને ગણપતિ બપ્પા જવાબ આપે છે:' ગોલું હું તો હંમેશા તારી સાથે જ છું તું મને ન સજાવ એનું મતલબ એ નહીં કે હું તારા થી નારાજ થાઉં કે તારા સાથે વાત ન કરું, બસ તું મને માત્ર હૃદય થી યાદ કરીશ તોય હું તારી સાથે જ રહીશ.' ગોલું:' પણ બપ્પા મને તમારી વિશાળ મૂર્તિ જોઈએ છે પણ મારી માતા કહે છે કે તમે અમારા મન માં છો અને તમારી ઇરછા હશે તો જરૂર વિશાળ મૂર્તિ ઘર માં આવશે.' બપ્પા ગોલું ને કહે છે:' ગોલું હા કાલે તારા ઘેર જરૂર મારી એક મૂર્તિ આવશે પરંતુ તું જીદ ન કરતો કે મને મોટી મૂર્તિ જ જોઈએ છે. ગોલું બપ્પા ને કહે છે:' બપ્પા હું તમે યાદ કરું તો તમે મારી પાસે આવશો ને?' બપ્પા:' ગોલું હું તારી પાસે આવી તો ન શકું પણ હું તારી મદદ જરૂર કરીશ.' ગોલું:' બપ્પા તમે મારી પાસે નહીં આવો?' બપ્પા:' ગોલું તારા જેવા કેટલાક બાળકો હોય જેની મારે મદદ કરવાની હોય છે અને તું તો મારો મિત્ર છે તો તારે વાત માનવી પડે ને?' ગોલું:' હા બપ્પા હું તમારી વાત સમજી ગયો.' આમ બપ્પા ગોલું ની સાથે રમે છે અને તેની સાથે ઘણી વાતો પણ કરે છે.ગોલું ની એક વાત નો બપ્પા ખૂબ સારો જવાબ આપે છે ગોલું એ પૂછ્યું:' બપ્પા લોકો મને તમારી મૂર્તિ સજાવવા ની ના પાડી કારણ કે હું ગરીબ છું એટલે?' બપ્પા:' ના ગોલું એવું ન હોય મારા માટે શું ગરીબ અને શું અમીર મારા માટે બધા સમાન છે.જો તમે મારા પર શ્રદ્ધા રાખો તો હું તમારા બધાય માટે જ છું.' ગોલું બપ્પા ની વાતો ને સમજે છે.ત્યારે જ ગોલું ની માતા નો અવાજ આવે છે:' ગોલું ઉઠ બેટા ગણપતિ બપ્પા ની આરતી માં નથી જવાનું?' ગોલું ઉઠે છે ત્યારે તેને ખબર પડે છે આ એક સપનું હતું.ગોલું આ સપના વિષે તેની માતા ને જાણ કરે છે.તેની માતા ગણપતિ બપ્પા ને યાદ કરે છે અને તેમનો આભાર માને છે.કારણ કે કહેવાય છે કે ભગવાન જ્યારે સપના માં આવે ત્યારે તે શુભ ગણાય છે.આમ ગોલું નહાવા માટે જાય છે.ગોલું નહાઈ ને આવે છે અને તેઓ પાસે ના મેદાન માં બપ્પા ની આરતી માટે જાય છે.ગોલું ત્યાં કેટલાક બાળકો ને તેના માતા-પિતા સાથે જુએ છે અને તેની માતા ને પૂછે છે:'માં મારા પપ્પા ક્યાં છે?' તેની માતા તેના પુત્ર ને જવાબ આપે છે:' બેટા તારા પપ્પા દૂર ના દેશ માં આપડા માટે જ ગયા છે ત્યાં થી તેઓ ખૂબ પૈસા કમાઈ ને આવશે અને આપણે તેમની સાથે મોટા ઘર માં જશું.' પરંતુ ગોલું ને તેના પિતા ની ખૂબ જ યાદ આવે છે ત્યારે તે બપ્પા ને યાદ કરે છે.અને આમ બપ્પા ની આરતી શુરું થાય છે.ગોલું અને તેની માતા જ્યારે પ્રસાદ લેવા માટે જાય છે ત્યારે ત્યાં પ્રસાદ આપતો વ્યક્તિ એ જ હતો જે ગોલું ના પિતા હતા.ગોલું ના પિતા તેની પત્ની ને જોઈ ને કહે છે ગાયત્રી (ગોલું ની માતા)તું આવી હાલત માં?' ગાયત્રી:'તમે તો મને આ હાલત માં છોડી ગયા અને ત્યારબાદ ભૂકંપ માં બધું ખત્મ થઈ ગયું.મારા માતા-પિતા ની ભૂકંપ માં મૃત્યુ થઈ અમારો ઘર-બાર બધું ખત્મ થઈ ગયું અને અમે રસ્તા પર આવી ગયા.' ગોલું ના પિતા( સંજય):' ગાયત્રી મને માફ કરી દે હું તને છોડી ને જતો રહ્યો પરંતુ હવે તું ચિંતા ન કર હવે આપડે સાથે જ રહીશું.' ગાયત્રી:' એની જરૂરત નથી અમે અમારા જીવન થી ખુશ છીએ.' સંજય:' અમે મતલબ?' ગાયત્રી:' હું અને મારો પુત્ર ગોલું.' સંજય:' આપડો પુત્ર ગોલું આ આપડો પુત્ર છે?' ગાયત્રી:' આપડો નહીં મારો તમે તો અમને છોડી જતા રહ્યા મેં જ આને મોટો કર્યો છે.' સંજય:' મને માફ કરી દે ગાયત્રી મારા થી ભુલ થઈ.' ગાયત્રી:' તમે નાની ભૂલ નથી કરી કે હું તમને માફ કરું આ ભૂલ ની કોઈ માફી નથી.' સંજય ગોલું ને હાથ મા ઉચકી લે છે અને કહે છે:'આ નિર્ણય ગોલું ને લેવા દે ગોલું જે નિર્ણય લે એ સાચું.' ગાયત્રી:' હા તો ગોલું ને નિર્ણય લેવા દયો.' ગોલું:' પપ્પા તમે આવું બીજી વાર નહીં કરો એવું માં ને કહો.' સંજય ખુશી થી ઝુમી ઉઠે છે અને વચન આપે છે:' હું આવું કદી નહીં કરું અને તમને કદી છોડી ને નહીં જઉં.' આમ આ બાબત માં ગાયત્રી એ પણ હા ભરી.અને એક અલગ થઈ ગયેલો પરિવાર ફરી મળી ગયો.
ગોલું ને જ્યારે જાણ થઈ કે આ મૂર્તિ તેના પિતા એ જ અહીં લાવી છે અને આ આયોજન પણ તેમનો જ છે,ત્યારે તે રાજી-રાજી થઇ ગયો તેણે બપ્પા નો આભાર માન્યો બપ્પા એ તેના પરિવાર ને મડાવ્યો બપ્પા એ જ ગોલું ની ગરીબી દૂર કરી અને બપ્પા ની જે વિશાળ મૂર્તિ ગોલું લાવવા માંગતો હતો તે સપનો પણ તેનો પૂરો થઈ ગયો હતો.ત્યારબાદ ગોલું અને તેના પરિવાર એ ગણપતિ બપ્પા ની નવ દિવસ સુધી આરતી કરી અને ત્યાં રોજ ગરીબ વસ્તી ના વ્યક્તિ ઓ પણ આરતી માં જોડાતા અને તેમના પરિવાર ની જમવા માટે ની વ્યવસ્થા કરવા માં આવતી.આમ બપ્પા એ સંજય ભાઈ ને એટલી શક્તિ આપી હતી કે તે ગરીબો ની સેવા કરી શકે.આ બધી ઘટના જ્યારે ગોલું એ તેના પિતા ને જણાવી ત્યારે તેના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા.ગોલું ના પિતા એ ગણપતિ બપ્પા નો આભાર માન્યો અને મનો મન વિચાર કરવા લાગ્યા કે, બપ્પા તમારી લીલા અપરંપાર છે શ્રદ્ધા હોય તો બધું શક્ય છે મારા પુત્ર ની તમારા પર શ્રદ્ધા અને તમારા આવા ચમત્કાર મારા પરિવાર નું જીવન ધન્ય છે બપ્પા. આમ ગોલું ફરી બપ્પા ને યાદ કરે છે.બપ્પા સ્વયં પ્રકટ થાય છે અને ગોલું ને કહે છે:' ગોલું મેં તને કહ્યું હતું ને કે તું મને યાદ કરીશ તો હું તારી જરૂર મદદ કરીશ.' ગોલું:' બપ્પા હવે મારા બધા સપના ઓ પુરા થયા તમે મારી ખૂબ મદદ કરી છે બપ્પા તમે મારા પિતા ને મારા પરિવાર થી મડાવ્યો અને અમારી ગરીબી અને દુઃખો દૂર કર્યા બપ્પા હું તમારો આભાર માનું છું.બપ્પા:' ગોલું તારા જેમ બધાય ની મદદ કરવી એ તો મારો કાર્ય છે અને હા હવે આવ્યો જ છું તો ચાલ સાથે મોદક નો પ્રસાદ પણ લઈએ.' આમ બપ્પા અને ગોલું સાથે મોદક ખાય છે.ગોલું ને જ્યારે પણ બપ્પા ની યાદ આવે ત્યારે તે બપ્પા ને યાદ કરે અને તેમની સાથે વાતો પણ કરે.એક રાત્રે જ્યારે ગોલું ના સપના માં ફરી ગણેશ ભગવાન આવે છે ત્યારે ગોલું સાથે તેનો પરિવાર પણ હોય છે.બપ્પા ગોલું ના પરિવાર ને આશીર્વાદ આપે છે.ગોલું ફરી બપ્પા સાથે રમી રહ્યો હોય તેવું તે સપનો જુએ છે.બપ્પા ગોલું ને કહે છે:'ગોલું મારે હોવી જવાનું છે.હું તારી પાસે હોવી આવી નહીં શકું પરંતુ તું મને યાદ કરીશ તો હું તારી મદદ જરૂર કરીશ.' ગોલું બપ્પા ને કહે છે:'બપ્પા તમે મારી સાથે જ રહો ને,બપ્પા ના જાઓ ને.' આમ આવી રાડો તે પાડતો હોય છે.પણ તેનો સપનો જ્યારે ઉડે છે ત્યારે તે તેના માતા અને પિતા ને કહે છે:'માં, પપ્પા ગણેશ ભગવાન જઈ રહ્યા છે,એમને રોકો.' ગોલું ના પિતા ગોલું ને સમજાવે છે:'જો બેટા એમને હવે જવું પડે એમને આગળ ના વર્ષે પણ આવવાનું છે ને?' આમ ગોલું માની જાય છે.જોત જોતા માં તો ગણેશ ચતુર્થી નો છેલ્લો દિવસ આવી જાય છે. બપ્પા નો જવા નો દિવસ.છેલ્લા દિવસે ભક્તો ની ભીડ ઉમટી પડી છે.આજ ની આરતી ને મોટા પાયે લોકો માળવા માટે આવ્યા છે.પ્રસાદ રૂપે મોદક અને બુંદી ના લાડુઓ રાખવા માં આવ્યા છે.નાના બાળકો ગણેશ ભગવાન ને જોઈ રાજી-રાજી થઈ રહ્યા છે. એમની બધાય ની વરચે ગોલું નો પરિવાર બપ્પા ની આરતી કરવા માટે આવે છે.આરતી માં ગણપતિ બપ્પા ના ગીતો ગાવા કેટલાક કલાકારો પણ અહીં બોલાવાયા હતા.ભક્તો ની ભીડ ગણપતિ બપ્પા ની એક ઝલક માટે તરસી રહી હતી.આમ આટલી ભીળ વરચે ગોલું અને તેનો પરિવાર આરતી કરી ને ત્યાજ પ્રસાદ બાટવા માં વ્યસ્ત હોય છે, ત્યારે ગોલું તેના જુના મિત્રો સાથે રમી રહ્યો હતો.ત્યારબાદ ગોલું ફરી બપ્પા ને યાદ કરે છે અને બપ્પા નું આભાર માને છે અને તેને પણ ખબર છે કે બપ્પા ને કેટલાક લોકો ની મદદ કરવાની છે માટે જવાનું તો છે જ.એટલે ગોલું ફરી બપ્પા ને યાદ કરે છે અને જ્યારે બપ્પા ગોલું પાસે આવે છે ત્યારે ગોલું તેમનો આભાર માને છે. આમ ગોલું ને તેના ભગવાન મળ્યા.ગોલું ધૂમધામ અને ઢોલ નાગાડા ના અવાજો અને ગણપતિ બપ્પા મોરિયા એવા બોલ સાથે બપ્પા ને વિદાય આપવા માટે જાય છે.દરિયા કાંઠે ખૂબ ભીડ હતી અને ગોલું પ્રથમ વખત અહીંના દરિયા કાંઠે આવ્યો હતો આમ તે આ દ્રશ્યો જોઈ ને આશ્ચર્યમાં હતો.હવે આખરે એ સમય આવ્યો જ્યાં બપ્પા બે જવાનું છે.ગોલું મનમાં બપ્પા ને યાદ કરી કહે છે કે આગળ ના વર્ષે તમને આવું જ પડશે.આમ મિત્રો શ્રદ્ધા રાખો તો ભગવાન જરૂર છે.ભગવાન એક દિવસ જરૂર તમારી સાંભળ સે અને તમારા દુઃખો દૂર કરશે.આમ કોઈ દિવસ હિમ્મત ન હારવી.જેમ માસૂમ એવા દશ વર્ષીય ગોલું ને તેના ભગવાન મળ્યા તેમ તમને પણ તમારા ભગવાન જરૂર મળશે એવી આશા સાથે ભગવાન ને યાદ કરતા રહો.ગણપતિ બપ્પા મોર્યા.
સમાપ્ત.