આત્મહત્યા... Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મહત્યા...

વિનય દશમા ધોરણ મા અભ્યાસ કરતો હતો.વિનય અભ્યાસમા એટલો સરાહનીય પણ નહતો મતલબ તે ક્લાસમાં ઇન્ટેલીજેન્ટ તો નહીં પરંતુ એવરેજ વિદ્યાર્થી હતો.આ થી તેના પિતા તેના પર દબાણ કરતા અને તેને ત્રણ ટ્યૂશન કરાવતા.આખો દિવસ બસ અભ્યાસ અને ટયુશન્સ એ વિનય ની દિનચર્યા હતી.વિનય તેની આ જીવન શૈલી થી કંટાળી ગયો હતો.વિનય પર તેના પરિવાર નો દબાણ હતો.તેના પિતા ઇરછતા હતા કે તેનો પુત્ર ડોક્ટર બને,તેનો મોટી હોસ્પિટલમાં નામ  હોય અને તે મારું નામ ઊંચું કરે.આ બધા મોટા સપનાઓ વિનય પર દબાણ કરી રહ્યા હતા.વિનય તેના પિતા નો સપનો પૂરો કરવા ઇચ્છતો હતો.
પણ વિનય ના પણ સપના હતા તે ક્રિકેટર બનવા ઇરછતો હતો.ક્રિકેટમા તેની સ્કિલ્સ સરાહનીય હતી.સ્કૂલમાં તેની ક્રિકેટ સ્કિલ્સ ના ચર્ચા તો શિક્ષકો સુધી પહોર્ચી ગયા હતા.આખી સ્કૂલ તેની બેટિંગ થી વાકેફ હતી.તેને સ્કૂલમાં બધા માસ્ટર બ્લાસ્ટર ના નામે ઓળખતા હતા.અને તેનું કારણ તેની ક્રિકેટ સ્કિલ્સ હતી અને આના કારણે જ તેનું સિલેકશન સ્કૂલ ટીમ મા સ્ટેટ લેવલ ની અંડર નાઇનટીન ટુર્નામેન્ટ માટે થયો હતો.અને આથી હવે વિનય ને પંદર દિવસ માટે શહેર ની બહાર ક્રિકેટ રમવા માટે જવાનું હતું.આ વાત ની તેના પિતા ને જાણ થતાં તેના પિતા એ વિનય ને ઉતારી પાડ્યો.વિનય ને આ સ્પોર્ટ્સ મા રુચિ ન લેવા અને અભ્યાસ મા ધ્યાન આપવા માટે કહ્યું.અને તેના પિતા એ તેને આ પ્રતિયોગિતા મા થી નામ પાછું ખેંચી લેવા નો હુકમ ફરમાવ્યો.વિનય મનો-મન દુઃખી હતો.વિનય ને આખરે તેના પિતા ની જીદ સામે જુકવું પડ્યું.આ ઘટના બાદ વિનય એ તેનો નામ પાછો ખેંચી લીધો.આ ઘટના બાદ વિનય ના સ્પોર્ટસ ટીચર એ વિનય ના પિતા સંજય ભાઈ ને આ મુદ્દે ચર્ચા કરવા સ્કૂલમા બોલાવ્યા. તેમની વરચે વાતચીત થઈ.વિનય ના સ્પોર્ટ્સ ટીચર(અરુણ સર):'સંજય ભાઈ વિનય એ સા કારણે તેનું નામ આ ટુર્નામેન્ટ માથી પાછું ખેંચી લીધું?'સંજય ભાઈ:'જુઓ સર જો વિનય ત્યાં ટુર્નામેન્ટ માટે ગયો તો તેની ભણતર પર અસર થશે, અને એક મહિનામાં તો તેની પરીક્ષા છે તો તે આ ટુર્નામેન્ટ મા ભાગ ન લઈ શકે.' અરુણ સર:'જુઓ સંજય ભાઈ તમારા પુત્ર ને જો તમે ક્રિકેટ રમવા માટે સાથ આપશો તો તેનું સિલેકશન નેશનલ અંડર નાઈનટીન ની ટીમ મા પણ થઈ જશે.આ તમારો પુત્ર એટલો ટેલેન્ટેડ છે.તેને બધાય માસ્ટર બ્લાસ્ટર ના નામ થી ઓડખે છે. અને તમે જો આને એક ચાન્સ આપશો તો તે આગળ વધશે એ મારી ખાતરી છે.' સંજય ભાઈ:'એ વાત તમારી સાચી પરંતુ સ્પોર્ટ્સમાં કોઈ કેરિયર નથી હોતો અને કંઈ લાભ પણ નથી આ થી મેં વિનય ને અભ્યાસ મા ધ્યાન દેવા નો અને સ્પોર્ટ્સમાં ભાગ ન લેવા નો હુકમ કર્યો છે.' અરુણ સર એ ઘણી આજીજી કરી છતા સંજય ભાઈ એક ના બે ન થયા. આ ઘટના બાદ વિનય તો ઉદાસ હાલત મા જ રહેતો તે ન કોઈ થી બોલતો ન ઘરની બહાર નીકળતો.તેના મિત્રો પણ તેના આ બરતાવ થી દુઃખી હતા.વિનય ના મિત્રો વરચે વાતચીત થાય છે.એક મિત્ર કહે છે કે:'યાર વિનય સાથે ખોટું થયું તે કેટલો જબરદસ્ત ખેલાડી હતો.'અને અન્ય મિત્રો પણ આ વાત થી સહેમત હતા.પણ આખરે તેમને લાગ્યું કે આ ચર્ચા કરવા થી વિનય ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ થોડી કરી દેશે?આથી તેમણે આ ચર્ચા નો અંત કર્યો.જોત-જોતા મા વિનય ની સ્કૂલ ની પરીક્ષા પણ આવી ગઈ.આ બોર્ડ ની પરીક્ષા પેહલા જે સ્કૂલ દ્વારા લેવાય તે પરીક્ષા હતી.આ પરીક્ષામા વિનય ને સતાવન ટકા આવ્યા.આ પરિણામ થી તેના પિતા નાખુશ થઈ ગયા.સંજય ભાઈ એ વિનય ને ઉતારી પાડયો. તેના પિતાએ  તેના પર બોજ વધારી મુક્યો હતો.આમ આ ઘટના બાદ તો વિનય ને સદમો લાગ્યો તેને ભલે ઓછા પરસેન્ટ આવ્યા પણ તે પાસ થઈ ગયો છતાં તેના પિતા એ તેને ઉતારી પાડ્યો.આમ તેને મનમાં કેટલાક વિચારો આવ્યા કે હવે તો એ પોતાની મન મરજી મુજબ જ કરશે અને હવે તેને કોઈ રોકી નહીં શકે.આમ તેણે નિશ્ચય કર્યો કે તે હવે ક્રિકેટર બની ને જ રહેશે.આમ તેણે ફરી તેનો નામ સ્કૂલની ટીમ મા લખાવ્યો. આ વાત ની તેના પિતા ને જાણ ન હતી.અને તેના પિતા કોઈ કામના કારણે શહેર બહાર પણ હતા.આથી વિનય પાસે તક હતી.આમ  વિનય ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ રમવા માટે ગયો.પ્રથમ મેચ મા તેનો દેખાવ ખૂબ સરાહનીય હતો.તેને આ મેચ મા મેન ઓફ ધી મેચ નો પુરુષકાર પણ મેળવ્યો.આમ ત્યાંના લોકલ સમાચાર પત્રક ના કારણે આ વાત ની તેના પિતા ને જાણ થઇ ચુકી હતી.તેના પિતા એ વિનય ની સ્કૂલ મા જઇ ને વિનય ને રોકવા નો નિર્ણય કર્યો.આમ તેઓ તેમના શહેર પરત ફરવા માટે નીકળી ગયા.ત્યારબાદ તેના પુત્ર વિનય ની સ્કૂલ માં જવાનો નિર્ણય પણ કરી લીધો.વિનય સ્કૂલમાં આગળ આવનારી મેચ ની પ્રેકટીસ કરી રહ્યો હતો.આ જોઈ સંજય ભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયા.સંજય ભાઈએ સ્કૂલ માં બધાય ની વરચે વિનય ને ઠપકાર્યો.સંજય ભાઈ:'કેમ વિનય તારા પિતા નું કહ્યું તું કરતો જ નથી ને?ચાલ હવે ઘરે અને કાલ સુધી મા તારું નામ આ ક્રિકેટ ટીમ માથી નીકળી જવું જોઈએ.'તેના પિતા ના આ વર્તન થી વિનય ખૂબ દુઃખી થઈ ગયો.અને બધાય ની વરચે તેના પિતા ને કહી દીધું કે:' પપ્પા મારે ડોક્ટર નથી બનવું.પપ્પા તમે જ મને શીખવાડ્યું છે કે સપના જોવા અને તે સાકાર થઈ શકતા હોય તો જરૂર તેને સાકાર કરવા.પપ્પા મારે ક્રિકેટર બનવું છે.મારે આગળ દેશ માટે કંઈ કરવું છે,તમારું નામ રોશન કરવું છે.પપ્પા કૃપયા કરી મારા સપના ને જીવવા દો.'આ જવાબ સાંભળી સંજય ભાઈ ન પીઘડ્યા અને વધારે ગુસ્સે થઈ ગયા તેમણે વિનય ને જવાબ આપ્યો:'તારે ક્રિકેટર બનવું છે ને?બન પણ એમ સમજી લે જે કે તારો આ બાપ તારી માટે મરી ગયો છે.મારો પણ સપનો હતો કે હું એક ફૂટબોલર બનું પણ મારા પિતા ની પરિસ્થિતિ નબળી હતી અને પિતા મને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવવા માંગતા હતા.આમ મેં મારા સપનાને કચડી નાખ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર જ બન્યો અને જો આજે આપડો પરિવાર કેટલા આનંદ થી જીવે છે.સ્પોર્ટ્સમાં કોઈ કેરિયર નથી એટલું તું સમજીલે અને આજ પછી ક્રિકેટર બનવાની વાત કરી તો તારી આ ભણતર પણ મુકાવી દઈશ અને ક્યાંક કામે લાગી જજે.'આ જવાબ થી વિનય ફરી નિરાશ થયો તેના પિતા જુના વિચારો વાળા છે તેવું તેને લાગ્યું.આમ વિનય ને તેના સપના ને કચડવો પડે એમ હતો.પણ વિનયે તેના પિતા પાસે ખૂબ આજીજી કરી પણ તેના પિતા એક ના બે ન થયા. આમ વિનય ને મોટો આઘાત લાગ્યો.તે તેના પિતા સાથે તેના ઘેર પરત ફર્યો.તેનો અભ્યાસ પરથી મન ઉઠી ગયો અને આ કારણે તે દશમાં ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો.આ પરિણામ થી તેના પિતા તેના પર ખૂબ ગુસ્સે થયા.તેના પિતા એ જીવન માં પ્રથમ વખત તેના પુત્ર પર હાથ ઉપાડ્યો.વિનયે આ ઘટના બાદ એક એવો નિર્ણય લીધો જે તેના પરીવાર ને આઘાત પહોંચાડે તેવો હતો.વિનય તેના રૂમમા ગયો અને આત્મહત્યાનો કદમ ઉપાડ્યો.આ ઘટના બાદ સંજય ભાઈ ખૂબ પસ્તાયા.સંજય ભાઈ મનો મન વિચારતા હતા કે વિનય ના સપના પુરા કરવા દીધા હોત તો આજ મારો પુત્ર જીવિત હોત. આમ પસ્તાવવા નો કોઈ ફાયદો ન હતો.આમ મિત્રો તમે જો તમારા પુત્ર કે કોઈ અન્ય બાળક પર દબાણ કે પ્રેસર મુક્તા હોતો એક વાર જરૂર વિચારી લો,તમે તમારા બાળક ના સપનાને જીવવા દો તેને તેનો પોતાનો નિર્ણય લેવા દો તે જે બનવા ઇરછતો હોય તે બનવા દો. તે નાપાસ થાય તો તેને સમજાવો પણ તેના પર દબાણ ના કરો કારણ કે પરીક્ષા તો બીજી પણ આવસે પણ તમારો પુત્ર પાછો નહીં આવે.