જેન્દ્રો, હરિ, હસમુખ અને કાનિયો ચારેય મિત્રો તેના ગામ રામગઢ ને છોડી શહેરમાં ત્યાંની એક હોસ્ટેલ માં રહી અને અભ્યાસ કરવા આવ્યા હતા. ચારેય મિત્રો ની મિત્રતા કેટલી પાકી છે એ કોઈ થી છુપાયું ન હતું. ચારેય મિત્રો એક જ કલાસ માં એક જ બેંચે સાથે- સાથે બેસતા. ચારેય નો હોસ્ટેલ નો રૂમ પણ એક જ હતો. આ ચારેય મિત્રો ની મિત્રતા અન્ય ગ્રૂપો પણ સરહતા. અને અન્ય ગ્રૂપો સાથે આ ચારેય ની મિત્રતા થઈ ચૂકી હતી. આમ આ ચારેય મિત્રો આ હોસ્ટેલમાં સેટલ થઈ ચૂક્યા હતા. પરંતુ હસમુખ તે અન્ય ગ્રૂપો ના એવા તે રવાડે ચડ્યો કે આ ત્રણ મિત્રો ને ભૂલી જ ગયો હતો. પરંતુ આ બાબત જેન્દ્રા અને તેના મિત્રો ને ગમી નહીં. જેન્દ્રો, હરિ અને કાનિયો હસમુખ ને સમજાવવા માટે ગયા. જેન્દ્રો:'આ બધું શું છે હસલા?'(જેન્દ્રો અને તેના મિત્રો હસમુખ ને પ્રેમ થી હસલા નામે બોલાવતા) હસમુખ:'શું થયું તમને લોકો ને?' જેન્દ્રો:'આ તું કોના ખોટા રવાડે ચડ્યો છો? આ બધું તને ન શોભે તારો વ્યવહાર આખો બદલી ગયો છે. અને તું ઓ ખરાબ કાર્યો કરનાર ગ્રૂપ સાથે ફરી રહ્યો છે?' હસમુખ:' શું એટલે આ ભાષણ તારી પાસે જ રાખ અને હા તારો ઓર્ડર આ હરિ અને કાનીયા પર ચલાવ મારા પર નહીં અને તું મને દોસ્ત કેવા નો હક ખોઈ ચુક્યો છો અને આજ પછી મને આ તારો ભાષણ ન સાંભળાવતો.
આ સાંભળી જેન્દ્રો, હરિ અને કાનીયો ત્રણેય મિત્રો આશ્ચર્યચકિત થઈ જાય છે. જેન્દ્રો:'આ જ દિવસો જોવા બાકી રહી ગયા હતા. અરે ગામ થી શહેર માં ભણવા માટે આવ્યા હતા, કારણ કે આપણે આપણા ગામનું નામ રોશન કરવા માંગીએ છીએ. ગામનું નામ જ્યારે લઈ એ ત્યારે બસ સ્ટેશન પર બેસતા મુખ્ય બારી પર ના એ વ્યક્તિ અને બસ ડ્રાઈવર સિવાય ના કોઈ વ્યક્તિ ને એ ખબર નથી હોતી કે આપણું ગામ રામગઢ ક્યાં છે?આ જ પરિસ્થિતિ બદલવા આપણે ચારેય અહીં ભણવા આવ્યા હતા. પરંતુ આપડો એક મિત્ર ખોટા રવાડે ચડી ગયો છે તેને સાચા રસ્તે લાવવો પડશે. ' હસમુખ બીજા ગ્રુપ સાથે મોજ અને મસ્તી નું જીવન જીવી રહ્યો હતો. રાત્રે પાર્ટી માં જતો અને રાત્રે નવ વાગ્યા પછી હોસ્ટેલ ની બહાર ન જવું એવો નિયમ હોવા છતાં હસમુખ અને તેનો સાથે નો ગ્રુપ આ નિયમો તોડી રહ્યું હતું. પરંતુ હદ તો ત્યારે પાર થઇ જ્યારે હસમુખ દારૂ ના નશા માં તેના રૂમ પર ગયો. જેન્દ્રો:'હસલા તે નશો કર્યો છે?' હસમુખ લથડીયા ખાતો ક ને જવાબ આપે છે:' હા કર્યો છે મેં નશો તને કંઈ?' આમ કેહતાક ને તે પડી ગયો. જેન્દ્રા ના આંખો માં આશું હતા. જેન્દ્રો તેના મિત્ર નો આવો હાલ જોઈ ન હોતો શકતો. જેન્દ્રા એ હસમુખ ને તેના પલંગ પર સુવડાવ્યો અને તેને ચાદર ઓઢાડી અને તે ત્યાંજ બેસી અને હસમુખ ના માથા પર વહાલ થી હાથ ફેરવવા લાગ્યો. જેન્દ્રા એ મનો મન વિચાર્યું કે હસલો ક્યાં આડે રસ્તે ચડી ગયો. વિચાર્યું હતું કે ગામનું નામ ઊંચું કરીશું પરંતુ તે તો આપણી દોસ્તી ને જ શર્મસાર કરી મૂકી. આ એક દોસ્ત ની દોસ્ત માટે ની લાગણીઓ હતી. જેન્દ્રો ત્યાં જ બેસી રહ્યો અને સવારે જ્યારે હસમુખ ઉઠ્યો ત્યારે જેન્દ્રો ત્યાં જ તેની પાસે બેઠા-બેઠા જ ઊંઘી ગયો હતો. હસમુખ:'એય જેન્દ્રા ઉઠ'. આમ તેના કેટલીક વાર ઉઠાડ્યા બાદ જેન્દ્રો ઉઠે છે. હસમુખ તેની વાત આગળ વધારે છે:'અહીં શું કરી રહ્યો છે તું? જા તારી જગ્યા એ જતો રે'. જેન્દ્રો:'હસલા તું નશો કરી ને આવ્યો હતો? આ જ જોવાનું બાકી રહી ગયું હતું?' હસમુખ:'હા થઈ ગયું તારું? તારી આ લાગણીઓ દર્શાવવા ની એકટીંગ બીજા પર કર જે અને હા, હું આ રૂમ છોડી ને અત્યારે જ જઇ રહ્યો છું મારા ગ્રુપ સાથે રહેવા માટે જે થી તારી આ એકટીંગ અને તારા આ ભાષણ થી છુટકારો મળે'. જેન્દ્રો:' હસલા એવું તે શું જોયું છે તે એ ગ્રુપ માં? જે થી તું તારા આ બાળપણ ના મિત્રો ને પણ છોડવા માટે તૈયાર થઈ ગયો છો'. હસમુખ: 'લાઈફસ્ટાઇલ, પૈસો, સ્માર્ટનેસ, સ્માર્ટફોન, મુવીસ, મસ્તી આ બધું જ છે એ ગ્રુપ માં અને તમે ત્રણ લુખાઓ ક્રિકેટ રમવા સિવાય કંઈ નથી આવડતું તમે તા ડબલાઓ છો એ ગ્રૂપે મને લાઈફ જીવતા શીખવાડ્યું છે. અને મને આશા છે કે તને તારા પ્રશ્નો ના ઉત્તર મડી ગયા હશે. ' આમ કહી હસમુખ ત્યાં થી જતો રહે છે. જેન્દ્રા ના મન માં વારંવાર આ જ વાત ઘૂમ્યા કરે છે. આ વાત તે હરિ અને કાનિયા ને પણ જણાવે છે. હરિ બોલી ઉઠે છે:' ચાલ જેન્દ્રા એ હવે વાતો થી નહીં સમજે એને બે -ત્રણ લાફા લગાવવા જ પડશે. ' જેન્દ્રો:'ના હરિ આપણે તેને લાફા થી નહીં પરંતુ એક એવી યોજના થી સમજાવી શું કે તે આવી હરકતો કરતા પહેલા સો વખત વિચાર કરશે. ' આમ ત્રણેય મિત્રો એક યોજના બનાવે છે. અને બીજી તરફ હસમુખ તેના ગ્રુપ સાથે સિગારેટ નો નશો કરી રહ્યો હતો. તેના જ ગ્રૂપ ના લીડરે પૂછ્યું:' કેમ હસમુખ અમારી સાથે મજા આવી રહી છે ને?' હસમુખ:' તમે લોકો ઓ લુખાઓ કરતા સો ઘણા સારા છો. ' આમ તેઓ ત્યાં બેસી સિગારેટ ની મજા માણે છે. ત્યાં જ અચાનક કોલેજ પ્રિન્સિપલ આવી જાય છે અને હસમુખ ને આ નશો કરતો જુએ છે. હસમુખ ના બાકી ગ્રૂપ મેમ્બર ત્યાં થી ભાગી નીકળે છે અને હસમુખ પકડાય છે. પ્રિન્સીપલ હસમુખ ને પૂછે છે:' કેમ કૉલેજમાં માં સિગારેટ પીવા આવો છો? અને તારી સાથે કોણ-કોણ હતું તેનો નામ જણાવ મને. ' આમ હસમુખ તેના ગ્રુપ ના અન્ય મેમ્બર નો પણ નામ આપી દે છે. પ્રિન્સીપલ ગ્રૂપ ના લીડર ને પૂછે છે:' તમે લોકો હતા આની સાથે સિગારેટ પીવા માં?' લીડર:' ના સર અમે આને ઓડખતા પણ નથી. ' આ વાત સાંભળી હસમુખ ચોંકી જાય છે અને કહે છે:' ના સર આ લોકો પણ હતા મારી સાથે. ' પ્રિન્સીપલ હસમુખ ની વાતો પર ધ્યાન નથી આપતા અને કહે છે:'આ વખત હું તને છોડી દઉં છું અને જો બીજી વખત જો તું આમ સિગારેટ પિતા જડપાયો તો હું તારા માતા- પિતાને કોલ કરીશ અને કહીશ કે તમારો પુત્ર અમારા કોલેજ ના નિયમ ના ખિલાફ નશો કરી રહ્યો છે અને તને સસ્પેન્ડ કરીશ એ અલગ. ' આમ જેન્દ્રો આ વાત ને સમજે છે. અને આવું આગળ નહીં થાય તેવો વચન પ્રિન્સીપલ ને આપે છે. તેના ગ્રુપ નો લીડર કહે છે:' ચાલ હસમુખ ફરી આપડે સિગારેટ પીવા માટે જઈ એ આ તો પ્રિન્સીપલ સર આપણે જોઈ ગયા માટે અમે ખોટું બોલ્યા કે તને અમે નથી ઓડખતા જે થી અમે બચી જઈ એ. ' હસમુખ:' બસ થઈ ગયું તમારું અરે તમારી સાથે સારી લાઇફસ્ટાઇલ જીવવા આવ્યો હતો, પરંતુ તમે તો મારી સાથે દગો કર્યો તમે દોસ્ત કેહવા ના લાયક જ નથી. ' આમ કહી હસમુખ ત્યાં થી ચાલ્યો જાય છે. ત્યારે જ તે જેન્દ્રા, હરિ અને કાનિયા ને ક્રિકેટ રમતા જુએ છે ત્રણેય અન્ય લોકો સાથે રમી રહ્યા હતા પણ તે લોકો સારા એવા ગ્રુપ ના હતા જે સ્પોર્ટ્સ અને ભણતર બંને માં આગળ હતા. બધાય એન્જોય કરી રહ્યા હતા, અને તેમની ગામડા સમય ની એ સેલિબ્રેશન જે તેઓ વિકેટ લેવા બાદ કરે છે તે જોઈ હસમુખ પછતાય છે. તેણે તેના મિત્રો સાથે દગો કર્યો છે. પરંતુ અસલી સ્ટોરી તો હવે સ્ટાર્ટ થવાની હતી. જેન્દ્રા એ હસમુખ ને બોલાવ્યો અને હસલો જેન્દ્રા પાસે ગયો. જેન્દ્રો હસમુખ ને કહે છે:' કા શું થયું હસલા પ્રિન્સીપલ એ સસ્પેન્ડ કરી નાખવા ની વાત તો નથી કરી ને?' હસમુખ:' ના જેન્દ્રા પણ આગડ થી આવું કંઈ થશે તો સસ્પેન્ડ જરૂર કરશે. ' અને ત્યારે જ જેન્દ્રો હસવા લાગ્યો. હસમુખ મોડેક થી પણ સમજ્યો ખરો અને બોલ્યો:' જેન્દ્રા તું? તે બધું કર્યું હતું આ?' જેન્દ્રો:' અરે એક મિત્ર ખોટા રવાડે ચડી જાય તો બીજા મિત્ર નું કામ તેને સાચા રસ્તે લાવવાનું છે. ' હસમુખ:' માફ કરી દે યાર મારા થી ભૂલ થઈ ગઈ હું આપડી દોસ્તી ને સમજી ન શક્યો હું દોસ્ત કેહવા વા ના લાયક નથી. ' જેન્દ્રો:' અરે હસલા એવું કંઈ ન હોય તું અમારો દોસ્ત છે અને રહેશે જ અરે દોસ્ત શું આપણે બધા તો ભાઈ જેવા છીએ. ' હસમુખ:' આભાર યાર અને એ બધું તો ઠીક પણ તમે આ કર્યું કઇ રીતે?' જેન્દ્રો:' તું ખોટા રવાડે ચડી ગયો હતો ત્યારે અમે પ્રિન્સીપલ ને આ વાત જણાવી અને પ્રિન્સીપલ સર એ તારા ગ્રુપ ના લીડર ને કહ્યું જો તમે આ બધું નહીં છોડો તો સસ્પેન્ડ કરી દેવા માં આવશે. ત્યારે જ મને એક વિચાર આવ્યો કે કેમના આ પરિસ્થિતિ નો લાભ લઇ લઉ, ત્યારે જ મેં પ્રિન્સીપલ સર ને આ યોજના સમજાવી કે આપડે આ ગ્રુપ ના લીડર ને કહીએ કે તમે આ સિગારેટ પીવા નો નાટક રચો અને પ્રિન્સીપલ સર આવે અને હસમુખ ને પકડે ને આમ બધું એક યોજના મુજબ અમે કર્યું. ' હસમુખ:' માફ કર યાર હવે થી હું આવું કંઇ નહીં કરું. ' આમ આ ચારેય મિત્રો ની મિત્રતા જળવાઈ રહી અને મજા તો ત્યારે આવી જ્યારે આ બધાય ના પરિવાર ના સદસ્યો તેમને મળવા માટે આવ્યા. આ વાત ની જાણ પ્રિન્સીપલ એ તેમને ન કરી આમ હસમુખ પણ બચી ગયો. અને તેમનો પાંચમો મિત્ર એટલે કે જેન્દ્રા નો મામા નો છોકરો ભરત પણ આ જ કોલેજ માં એડમિસન લઇ ચુક્યો હતો. ભરત ચારેય ને ભેટી પડ્યો. આ દોસ્તી કેટલી ગહેરી છે એ માટે આપણે શબ્દો તો ન જ શોધી શકીએ. મિત્રો આ ઘટના તો અહીં પુરી થઈ પરંતુ આપડા બધાય ને કેટલાક એવા મિત્રો હશે જે આવા ઉંધા રસ્તે ચડી જાય છે, એક મિત્ર નો ફર્જ એ છે કે એને સાચા માર્ગે લઇ જવો.
સમાપ્ત.