Gharda ghar books and stories free download online pdf in Gujarati

ઘરળા ઘર

રમેશ ભાઈ જે શોપિંગ મોલ ના માલિક હતા તેમણે ગુસ્સામાં કહ્યું. પંડિત જી જલ્દી કરો મુહરત નીકળી જશે. વિધિ પતાવી પછી ઉદ્ઘઘાટન પણ કરવા નું છે. પંડિતજી એ જવાબ આપ્યો:અરે શાંતિ જાણવવો રમેશ ભાઈ સામગ્રી તો તપાસ કરવાદો. આમ આ માથાકૂટ બાદ પંડિત જી વિધિ કરવા લાગી ગયા. સ્વાહા... સ્વાહા… સ્વાહા… આ વિધિ લઘભગ દોઢેક કલાક ચાલી ત્યાર બાદ મોલ નો ઉદ્ઘાઘાટન થયો. આ ઉદ્ઘાઘાટનમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી. મોલ ઓપન થતાંજ ક ને થોડા સમયમાં જ આ મોલ ની નામના શહેરભર માં થવા લાગી. મોલમાં શોપીંગ કરવા મૂવી જોવા અને ગેમ્સ રમવા લાઈનો લાગતી. શરૂઆત માં આ બધું સારી રીતે ચાલતું હતું પરંતું એક એવી ઘટના ઘટી જે આ મોલને વેર વિખેર કરી નાખનાર હતી. એક દિવસ હિરેન ભાઈ જ્યારે તેમના મિત્રો સાથે મોલ માં ફરવા માટે આવ્યા ત્યારે અચાનક થી જ તેમની સાથે અજીબ ઘટનાઓ ઘટવા લાગી. પહેલાં તો તે જે મોલ ના રૂમમાં જતા તેની રૂમની લાઈટ અવર-જવર કરવા માંડી. અને આવી જ અનેક ઘટનાઓ ઘટવા લાગી. જેમ કે હિરેન ભાઈ ને સુવાસ લેવામાં તકલીફ થવી ,જોવા માં તકલીફ પળવી અને આમ અચાનક હિરેન ભાઈ બેભાન થઈ ગયા. આ ઘટના થી અચાનક ત્યાં ભીળ જામી ગઈ અને હિરેન ભાઈ ના મિત્રએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો ત્યાંજ તેમના મિત્રો તેમન એમ્બ્યુલનમાં હોસ્પિટલ લઇ ગયા. હિરેન ભાઈ નો પરિવાર પણ ત્યાં આવી પહોંચ્યો. હિરેન ભાઈ ને હોસ્પિટલમાં લઇ જવા છતાં પણ તબિયતમાં કાંઈ ફેર ન પડ્યો. આ ઘટના બાદ તો હિરેન ભાઈ બીમારજ રહેવા લાગ્યા. કેટલાક ડોક્ટર બદલવા બાદ પણ કંઈ ફર્ક ન પડ્યો. ઘરમાં હિરેન ભાઈ ના ઘરળા માતાજી હતા. તેમણે એક સંત પાસે જવા આગ્રહ કર્યો. પરંતુ હિરેન ભાઇ અને તેમનો પરિવાર આવી વાતોમાં માનતા ન હોવા થી દાદી ની વાતો પર ધ્યાન નહોતા આપતા. ત્યારબાદ અચાનક હિરેન ભાઈ ની હાલત એવી થઈ કે તેમની મોત થઇ. મોલ માં આવીજ ઘટના છ-સાત લોકો સાથે ઘટતા મોલ ના માલિક ને મોલ બંધ કરવા નો વિચાર આવ્યો. ત મોલ તેમની મેહનતની કમાણી હતી. પરંતુ તે મોલમાં આવી ઘટના ઘટતી હોવાથી તેમને આમોલ બંધ કરવાનો વારો આવ્યો. તેઓ આવુ નહોતા ઇરછતા પણ આવી ઘટનાઓ ઘટતી હોવા થી મોલ માં કસ્ટમર ની સંખ્યા ના બરાબર હતી. આ બધું થતું હોવાથી મોલ ના માલિક એક તાંત્રિક પાસે ગયા. તાંત્રિક નું નામ શહેર માં જ નહીં પરંતુ દેશ ના કેરલાક વિસ્તારમાં પણ હતો આમ તેઓ એ તાંત્રિક પાસે ગયા. અને તાંત્રિક ની વાતો સાંભળી ને રમેશ ભાઈ ડર અને ખોફ માં પડી ગયો.

તાંત્રિક નું કેહવું હતું કે એ મોલ જ્યાં બંધાયેલો છે. ત્યાં પહેલાં ઘરળા ઘર હતું. અમુક પ્રોપર્ટી ડીલર ની નજર તે ઘરળા ઘર પર હતી. અને તે ઘરળા ઘર મેળવવા તેમણે ઘરળા ઘર માં આગ લગાવવવા જેવો કાંડ કરી મુક્યો. ત્યાં રહેતા તમામ વ્યક્તિ ઓ નું મોત નીપજ્યું. અને ઘરળા ઘર ખાખ થઈ ચૂક્યો હતો. પણ બાબા જી આ ઘટના થી મૃત્યુ પામનારાઓ નું સુ સંબંધ છે??મોલ ના માલિક રમેશ ભાઈ એ પૂછ્યું. આના જવાબ માં તાંત્રિક નું કેહવું હતું કે :'એ ઘરળા ઘર ને આગલગાવી નાખનાર કાંડમાં બીજો કોઈ નઇ પરંતુ તમારા મોલ માં મૃત્યુ પામેલો હિરેન ભાઈ જ છે.

અને બાકી વ્યક્તિ ઓ જેમણે તેમનો સાથ આપેલો તેમની પણ મોત તેજ મોલમાં થઈ છે. અને આનું કારણ તે ઘરળાઓ ની આત્માઓ છે. અને તે આત્માઓ તેમની મોત નો બદલો લેવા આવી હતી. તાંત્રિક ની વાતો આગળ અજીબ -ઓ -ગરીબ થવા માંડી તેમનું કહેવું હતું. 'કે હજુ એક વ્યક્તિ જે આ ઘરળા ઘર ને આગ લગાવવા ના કાંડ માં સામેલ છે તે હજુ જીવંત છે. અને જલ્દી જ તેજ મોલ માં તે મૃત્યુ પામવાનો છે. અને તેજ વ્યક્તિ આ કાંડ નો મુખ્ય કિરદાર છે. ' આ વાતો સાંભળી મોલ ના માલિક રમેશ ભાઈ ખોફ માં હતા. અને તેઓ જાણતાં હતા કે હવે આગળ શુ થવાનું છે. તે મોલ બંધ કરી ને ભાગવા નું વિચાર કરવા માંડ્યા. અને તેઓ નીકળી પડ્યા તેમની કાર માં પરંતુ ઘરળા ઓ ની આત્મા ને આ વાત ની જાણ થઇ ચુકી હતી તે થી તેઓ રમેશ ભાઈ ની કાર પર હુમલો કરવા માટે આવી પહોંચ્યા. રમેશ ભાઈ ની કાર પર હુમલો થતા રમેશ ભાઈ ખોફ માં હતા. તેઓ લોહી લુહાણ થઈ ચૂક્યા હતા. તેઓ ચાલી શકે તેવી હાલત માં પણ નહોતો અને તે દર્દ થી પીળાતો હતો. રમેશ ભાઈ ભાગવા લાગ્યા ઘરળાઓ ની આત્મા તેમનો પીછો કરવા લાગી. આમ રમેશ ભાઈ તેનો જીવ બચાવવા પીળા સેહવા પણ તૈયાર હતા અને આમ ભાગતા, ભાગતા રમેશ ભાઈ ને એક મંદિર દેખાયો અને આમ તેઓ ની જીવવા ની આશા હજુ જીવંત હતી. તેઓ મંદિર તરફ ભાગી પહોંચ્યા અને ઘરળા ઓ થી બચવા ત્યાં મંદિર ની અંદર જ બેઠા રહ્યા. આજુબાજુ શાંતિ હતી આમ લાગ જોઈને ઘરળા ઓની આત્મા થી બચવા રમેશ ભાઈ પાછળ ના રસ્તા પર ભાગી પહોંચ્યા. પરંતુ આ વાત ઘરળા ઓ ની આત્મા ને જાણ થતાં તેમનો પીછો કરવા લાગી આમ ફરી તેમના વરચે જંગ છેડાઈ. રમેશ ભાઈ ભાગતા ભાગતા પડી ગયા. હવે તેમનું મૃત્યુ નિશ્ચિંત હતું. રમેશ ભાઈ અચાનક પડી જતા ક ઘરળાઓ ની આત્માઓ ને રમેશ ભાઈ ને મારીનાખવાનો એક મોકો મળ્યો હતો. પરંતુ આ ઘટના કંઈ ક અલગજ મોડ લઇ રહી હતી આમ ત્યાં અચાનક જ એ તાંત્રિક આવી પહોંચ્યા જેની પાસે રમેશ ભાઈ મોલ ની ઘટનાઓ વિશે જાણવા માટે ગયા હતા. તાંત્રિકે ઘરળાઓ ની આત્મા ને ચાલ્યા જવાની ધમકી આપી પરંતુ ઘરળાઓ ની આત્માઓ બહુ ગુસ્સા માં હોવાથી તાંત્રિક પર હુમલો કરી નાખ્યો તાંત્રિક ઘાયલ અને આમ રમેશ ભાઈ જખમી આ લડાઈ એક નવો મોળ લેવાની હતી. રમેશ ભાઈ નું મૃત્યુ નિશ્ચિંત હતું ત્યાં અચાનક એજ ઘરળા ઘર ના માલિક જેમના ઘરળા ઘરમાં આજથી ત્રીસેક વર્ષ પહેલાં આગ લાગી હતી અને એમાં આ ઘરળા ઓ ની મોત થઈ હતી. તે આવી પહોંચ્યા. તેમણે આત્માઓ ને વશ માં કરવામાટે એક તાંત્રિક ને બોલાવ્યા હતા. આ તાંત્રિકે આત્માઓ ને વશ માં કરી ને બધી હકીકત જાણી લીધી હતી. અને હકીકત એ હતી કે મોલ ના માલીક રમેશ ભાઈ જ એ વ્યક્તિ હતા જેમના કેહવા પર હિરેન ભાઈ અને તેમના સાથીઓએ આ ઘરળા ઘર ને બારી મુક્યો હતો. આમ રાઝ સામે આવી જતા તાંત્રિકે આત્માઓ ને મુક્ત કરી તેમનો બદલો લેવા દીધો હતો. આમ રમેશ ભાઈ ની પણ મોત થઈ અને ઘરળાઓ ની આત્માઓ ને મુક્તિ મળી. આમ સચ્ચાઈ ની જ જીત થઈ અને આત્માઓ ને મુક્તિ મળી. રમેશ ભાઈ જેવા ખોટ વ્યક્તિ ને તેના કાંડ ની સજા થઈ અને ઘરળાઓ ને ન્યાય મળ્યો. હવે એ મોલ ની જગ્યા પર એક આશ્રમ બનેલો છે જે ભૂખ્યા અને ગરીબ વ્યક્તિઓ ની મદદ માં સેવા બજવી રહ્યા હતાં. આમ દુનિયામાં ખરાબ વ્યક્તિઓ પણ છે,તો ગરીબ વ્યક્તિઓ ની મદદ કરનાર આવા સારા વ્યક્તિઓ પણ છે. આમ સચ્ચાઈ ની રાહ પર ચાલવું એજ મનુષ્ય નું ધર્મ હોવું જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED