કંચન - બસ તારી રાહમાં...
રાજપૂતો ની ખુમારી અને ખાનદાની વચ્ચે બે પ્રેમીપંખીડાઓ ની પ્રેમ ગાથા...
" અરીઠીયા " સોમનાથ ગીર નું એક નાનું એવુ ગામ...
સવાર ના ૬ વાગ્યાં હતાં , ગામડાં ની મોજ જ કંઇક અલગ છે. ગામડાં નું સવાર નું દ્રશ્ય કેવું હોય...
નિજ મંદીર માં....પરોઢિયે ગવાતા હોય અને પનિહારીઓ માથે બેડાં લઈ ને ગામના કૂવે પાણી ભરવા ચાલી પડી હોય..
સવાર માં સુંદર મજાનું વાતાવરણ છવાય ગયું હોય છે... ગોવાળો પોતાની ગાયો તથા ભેંસો ને લઇ ચરવા નિકળી ગયા હોય છે..
"સવાર સવાર માં એ સાવરણા નો આવતો આવતો હોય છે જ્યારે ગામડાં ની સ્ત્રીઓ ઘર નું આંગણું સાફ કરતી હોય તો બીજી તરફ છાસ વલોવતી હોય તેની પાછળ નાનું ટાણિયું માખણ નો વાટે માં ની પાછળ ચોંટી ને ટીંગાઈ ગયું હોય અને માં તેને માખણ કાઢી ને મોંઢા આપે છે...
સવાર માં વાહિંદુ કરી ને ગાય દોહયા બાદ દૂધનું બેડું લઈ ગામની ગલી માં લઇ ને નીકળી જાય છે સાથે છાશ પણ એ ૨ રૂપિયામાં ૨ કળશા છાશ મળી જતી ,લિલા શાકભાજી સવાર માં માથે ટોપલું લઈ ને એ શાકભાજી વારા નો આવાજ પણ આજે કાને ગુંજવા લાગે છે જ્યારે ગામડે જાવ છું...
. સવાર સવાર માં હાથમાં ડબલુ લઈ ને ગામના હોકરે હલકું થવાની મજા કાંઈક અલગ હોય છે.. ગામના વૃદ્ધઓ પાદર આવી ને બીડી નો ધુમાડો કાઢતાં હોય અને સાથે સાથે ગામની પંચાત થી લઈ ને ઠેક રાજનીતિ સુધી પોહચી જાય..
ગામનાં બૈરાઓ મોટો એવો ઘૂમટો તાણ્યો હોય તો પણ એ ડોહલા ને ખબર પડી જાય કે આ તો ધીરયા ના ઘરનાં જાય છે.. ગામડાં ની મોજ કાંઈક અલગ છે.. શહેર અને ગામડાં ની પ્રેમકથા કાંઈક અલગ જ હોય છે..
અરીઠીયા માં સૌથી વધારે રાજપૂતો ના ખોરડાં , અને એમાં પણ ચાવડા અને ગોહીલ કુલ ના બે વચ્ચે ની જૂની દુશ્મની. આ જ નફરત વચ્ચે બે પ્રેમી પંખીડા ની પ્રેમ કથા..
મારી પ્રેમ ની શરૂવાત હોળી ના દિવસે થઈ જ્યારે હું સવાર માં સૂતો હતો ત્યારે મારી બા મને બૂમો પાડી ને ઉઠાડતી હતી પણ ઉઠે ઇ એ બીજો આ લાલિયો નહિ હો...
" એ લાલા તને કવ છું . સાંભળે છે કે નહીં ??
અરે તખત આ લાલાને હું ક્યારની આ રોયા ને ઉઠાડું છું પણ આ છે કે ઉઠવાનું નામ નથી લેતો..
મારા રોયા સૂરજ માથે આવ્યો છે ,આજે વાર તહેવાર ને દિવસે તો વહેલો ઉઠી જા બેટા..
તખત આવ્યો અને બોલ્યો તેનાં હાથમાં થાળી હતી પૂજાની , તેને લાલા ને ઉઠાડવા ની કોશીશ કરી પણ ના ઉઠ્યો એટલે એ બોલ્યો.
" એ માં તું પણ શુ સવાર સવાર માં બરાડા પાળે છે , આજે ધુળેટી છે એટલે સૂતો હશે , ચાલ માં આપણે જાયે મંદિરે..
માં અને તખત ગયાં એટલે હું ઉઠી ગયો , પણ મને ખાટલા ઉપરથી ઉઠવાનું મન નથી થાતું એટલે હું પાછો સુઈ ગયો , ત્યાં જ અવાજ આવ્યો...
" છન , છન છન, છન " જાજરી નો અવાજ કરતી કરતી એક ૧૬ વર્ષ ની છોકરી મારા ફળિયા માં પગ મૂક્યો, હું જાગતો હતો મને તેનાં જાજર નો અવાજ મારા કાને પડી રહયો હતો પણ મેં જોયું નહીં. મને ખબર જ હતી કોણ હતું એ હું જાણી જોઇને નાટક કરતો હતો..
એ મારી પાસે આવી અને મારા ગાલ પર હાથ ફેરવ્યો અને મારા ગાલ ગુલાબી કરી નાખ્યા.. અને મારા ગાલ પર કિસ કરી ને બોલી ' હેપી હોલી ક્રિષ્ના " એટલું કહીને એ ત્યાં થી ચાલતી થઈ ત્યાં જ મેં ઍનો હાથ પકડી લીધો અને મારી તરફ ખેંચી લીઘી અને મેં પણ તેને કિસ કરી એટલે એ શરમાઈ ગઈ , અને એ ત્યાં થી ચાલી ગઈ.
હું અને માનવી એક બીજાને બાળપણ થી ઓળખતા હતાં.
હું જયારે ૧૦ માં ધોરણમાં હતો ત્યારે તે ૮ માં ધોરણમાં ભણતી હતી. મારા ઘર ની સામે ની ગલી માં તેનું ઘર હતું અને મને આજે પણ એ દિવસો યાદ છે. કંચન રોજ મારા ઘરે કાંઈક બહાને આવતી જયારે પણ એ આવે તો તેની નજર મને શોધવામાં જ હોય.. આમ તો હું અને તે બાળપણ ના જાણીતા હતા , મને તે બહુ જ ગમતી પણ કયારે તેને વાત ના કરી શકતો ડર લાગતો હતો.
મારા પ્રેમની શરૂવાત હોડી ના દિવસ થી થઈ....
( ૩ વર્ષ પહેલાં... )
બપોર ના બાર વાગ્યાં હતાં , શાળામાં થી છૂટી મળ્યાં પછી હું અને કંચન જૂની હવેલી મળતાં , આજે હું એની વાટે ૨ કલાક થી બેઠો હતો પણ કોણ જાણે આજે એને શું થઈ ગયું આવી જ નહીં...
આજે મારો મગજ છટકી ગ્યો...આવે એટલે એ છે અને હું ( હું વિચાર તો હતો કે કાંઈક થયું જ હશે નહી તો કંચન ક્યારે આટલું મોડું ના કરે મને મળ્યાં વગર એ ઘરે પણ નો જાય આજે શું થયું હશે...? ત્યાં જ કંચન રડતી રડતી મારી પાસે આવી... હું તો ડરી ગયો કે આને થયું શું ? ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી મેં એને પૂછયું પણ એ કાંઈ બોલી જ નહીં..)
તું આમ રડતી જ રહીશ કે કાંઈ મોંઢા માંથી બકીશ કે તને શું થયું ?? અરે ગાંડી બોલ તો ખરા , મારા થી કાંઈ ભૂલ થઈ ગઈ ??
( આખરે એના મોઢા માંથી શબ્દો નીકળ્યા.. "વિરાજ" )
શું કર્યું એ વિરાજ એ...?? બોલ જલ્દી...
કંચન એ હિંમત કરીને બધી વાત કરી... ( આ વાત સાંભળી ને કૃષ્ણ ત્યાં થી ચાલી ગયો...આ જ પછી તું મને તારું મોઢું ના દેખડાતી... મારા માટે તું મરી ગઈ છો. )
એ દિવસ પછી કંચન અને કૃષ્ણા બોલવાનું બંધ કરી દીધું...
રોજ ની જેમ બન્ને સ્કૂલમાં ભેગાં તો થતાં પણ એકબીજાં ની સામે ના જોઈ શકતાં બંને ના દિલ માં આજે પણ પ્રેમ હતો પણ એકબીજાં ને કહેવાની હિંમત ન હતી...
બસ...આમ જ કેટલાં દિવસો વીતી ગયાં પણ એની યાદ હજી પણ મારા મનમાં જ હતી એ તો ક્યારે પણ ના ગઈ...
હું વડ ના એ ઝાડ નીચે બેઠો હતો , ત્યારે એ મારી પાસે આવી ને બોલી. " લાલા " તને ગોમ ના લોકો પર ભરોસો સે ? આપણા બંને ના પ્રેમ પર જરા પણ તને વિશ્વાસ નથી.? હું કેટલાં દાણા થી જોવ સું કે તું મારા સામું બોલતો નથી જાણી જોઈને શું કામ આવું કરે છો....??
" તને ખબર હું આજે અયહ્યા શું કામ આવી ? મેં ગામમાં વાત સાંભળી કે તું શહેર માં ભણવા જવા નો આ વાત સાવ સાચી છે..?
" લાલા એ પોતનું મોઢું ફેરવી ને ત્યાંથી ચાલવા લાગ્યો એટલે કંચન એનો હાથ પકડીને ઉભો રાખ્યો અને બોલી...બસ ભુલી ગયો મેં મને ??
લાલો એટલુ જ બોલ્યો ! તારી આદત ના પડે એટલે હું કઈ બોલતો નથી. હું આવીશ ૩ વર્ષે પછી ત્યારે હવે તારા બાપા પાસે તારો હાથ માંગીશ...બોલ બનવું છે ને મારી બૈરી ??
" જા ! કેવી પ્રેમની વાતો કરે છે પણ નિભાવતા તો આવડતી નથી... " કંચન " એ લાલા ને ભેટી ગઈ અને બસ એટલું જ બોલી કે યાદ રાખ જે કે તારી રાધા તારી વાટ જૉવે છે..
" લાલો એટલું જ બોલ્યો... ! " જો હું બીજા કોઈ ને સાથે લઈને આવ્યો તો...???
બસ ! હું પણ એ રાધા ની જેમ વિરહ ના દુઃખ માં જ લિન થઈ જઇશ...
" હવે આ બધી વાત મુક અને હું આજે રાતે નીકળવાનો છું..તું બોલ તારે શું જોઈએ...??
" કંચન કહ્યું કે બસ તું એ કાન ના બનતો જેને રાધા ને એકલી મૂકીને રુક્મિણી ને સાથે આવ્યા...
આજે મને એટલો જ વિરહથાય છે જેટલો રાધા ને થયો હશે...
" બસ ! હવે હું એ કાનુડો નથી જેને મથુરા છોડી ને દ્રારકા મન મોહી લીધું ,હું આવીશ પાછો...
વધુ આવતા અંક....