Collage ni chhelli bench books and stories free download online pdf in Gujarati

કોલેજ ની છેલ્લી બેંચ

કૉલેજ ની છેલ્લી બેંચ

( ભાઈબંધ )

એક પ્રેમ કથા

ઘરેથી જ હું વિચારી ને નીકળ્યો હતો, કે 5 વર્ષ પહેલાં કરેલી ભૂલ સુધારીને જ પાછો ફરીશ !

મેં ૫ વર્ષ પહેલાં જે કર્યું એ મારી જિંદગી ની મોટા માં મોટી ભૂલ હતી, મારાં એક ફેસલા એ મારી પાસે થી મારા જીગર ના કટકા જેવો મારો ભાઈ મારા થી દુર થઇ ગયો, જેને હું મારા થી પણ વધારે પ્રેમ કર તો હતો. સબંધ ભલે લોહીના નોહતા પણ જે લાગણી ઓ બધાઈ ગઇ હતી, તે ઉપર વારો પણ ના તોડી શકે તેવી હતી.

હા ! એક સવાલ આજે પણ મારા માટે અકબંધ છે કે મેં તો તેને ભાઈ થી પણ વિશેષ માન્યો હતો. શું ખામી રહી ગઈ હશે મારી ભાઈબંધી માં ?? સમય જતાં ક્યારે શુ બદલાઇ ગયું તે ખબર જ ના પડી.

, મારા મન માં બસ ક્યાર ના આજ ખ્યાલ આવી રહ્યો હતો ત્યાં જ અચાનક કોઈક પેસન્જર મને પૂછ્યું.

ભાઇ આ બાજુ નિ સીટ માં કોઈ આવી રહ્યું છે.. ?? એ બિચારો ક્યાર નો પૂછી રહ્યો હતો મને, પણ હું તો મારા વિચારો માં જ ખોવાઈ ગયો હતો. મેં ધ્યાન ના આપ્યું એટલે તે ખૂદ મારી પાસે આવી ને બેસી ગયો. ટ્રેઈન ની બારી માંથી હું દ્રશ્ય જોઈ રહ્યો હતો, ત્યાં જ સામે બેઠાલા બેન કહ્યું.. ભાઈ થોડીક વાર માટે મારા છોકરા ને બારી પાસે બેસવા જગ્યા આપો ને ક્યાંર નો રડે છે, ત્યાં બેસવા માટે... હું મન માં જ વિચાર તો હતો, હું મારા પોતાનાં દીકરા ને બારી પાસે બેસવા ના દવ તો આ કોણ ? આમ પણ આપણે ગુજરાતીઓ ને બારી પાસે બેસવા ના બોવ શોખીન, હું બાળપણથી જ બારી પાસે બેસતો એટલે મેં એ બેન કહી દીધું..

ના! માફ કરજો મને બારી પાસે જ બેસવું ગમે ઍટલે હું નહિ બેસવા દવ... આ બેન સમજવ્યા ત્યાં જ બીજું સ્ટેશન આવ્યુ અને નવા પેસનજર આવ્યા... અને આવી ને મારી જોડે થોડીક બોલાચાલી થઈ ગઈ.. અને હું પણ થોડો કાઈ જવા દવ કેટલાં વર્ષો પછી આવુ બધું જોવા મળ્યું.. આમ તો લંડન ગયા પછી હું મારા ગુજરાત ને ભુલી જ ગયો તો

એક વાર મોઢું ફેરવી ને ગયો તે ગયો પાછું ફરી ને જોવા નું નામ જ ના લીધું મેં... શુ કામ આવું હું અયહ્યા ?? જેને મારી પાસે થી બઘું છીનવી લીધું.

હવે મારું સ્ટેશન પણ નજીક આવી જ રહયું હતું.... જુનાગઢ આવ્યું. બારી માંથી મેં જોયું તો સામે એક કોલેજ નું ગ્રુપ બેઠું હતું એને જોઈ ને મને મારા કોલેજ ના દિવસો યાદ આવી ગયા.... હું બસ હવે મારા કોલેજ ના એ દિવસો ના વિચાર માં ખોવાઈ ગયો હતો...

સવાર ના 7 વાગ્યાં નથી ને... મેં મિહિર ને ફોન કર્યો ના હોઈ તેવું બને જ નઈ... આજે કોલેજ માં એડમિશન લેવા જવા નું હતું એટલે જલ્દી ઉઠી ગયો અને પહેલા તો મિહિર ને ફોન લગાડ્યો.

અરે આ આનું રોજ નું થયું એક રીગ માં ફોન ઉપડતો જ નથી. આજે તો ભેગો થવા દે આનું તો આવી બન્યું... ત્યાં જ મમ્મી એ બૂમ પાડી. તારે કોલેજ નથી જાવું ?? બધાય અડમિશન લઈ લીધું તું આળસુ કયારે લેવા જવાનો ?? કે પછી ગોર બાપા ને બોલાવી ને મુર્હુત જોવડવું ?? આજે છેલ્લો દિવસ છે જલ્દી જઇ આવ.. નકર તારા બાપ તને ઘર માં રહેવા નઇ દેય.

હા ! મમ્મી હું જાવ છું.. બસ મિહિર ની રાહ જોવ છું.. એટલું કહી ને હું ઘર ની બાહર નીકળ્યો. આજે એકદમ હીરો જેવો લાગતો હતો.. નક્કી કરી જ લીધું તું કે પેહલા દિવસે જ કોઈક ને પટાવી ને જ આવું છે.. મન માં હું વિચાર તો હતો ત્યાં મિહિર નો ફોન આવ્યો...

મિહિર બોલ્યો... હા ! " બોલ ભાઈ.. શુ કામ હતું મારું ???"

પેહલા તો એ એવુ બોલ્યો કે શું કામ છે એટલે મેં એને પેહલા તો મારા મોઢા માંથી સો, બસો વારી સાંભળી તેને... એ ડોફા મારા થી તને કાંઈક બોલાઈ જશે તને ભાન છે કે નઈ પાડા ની જેમ આખો દી સૂવું જ છે તારે, આળસુ નો પેટ નો BC તને ખબર નથી કે આજે કોલેજ જવા નું તો વહેલું ઉઠી જવાઈ.. તારૂ આ રોજ નું થયું. હવે તો તું સુધર કૉલેજ માં આવી ગયો ... ચાલ હવે જલ્દી થી તૈયાર થઈ ને આવી જા. હું રવિ ને ફોન કરું ત્યાં સુંધી માં.. જલ્દી કર જે અને હા હવે નાવા નું નાસ્તો એ બધું આવી ને કરજે...

" બોલી લીધું તે બધું ??? તો હવે મને શાંતિ થી સંડાસ કરવા દેય કે નઈ તું.. ?? ક્યાંર નું તારું બક બક ચાલુ છે... "

મારા થી રહેવા યું નઈ એટલે મેં કહ્યું "એલા તું જે કરે છે એ શાંતિ થી કરી લેને, અને મેં ક્યાં ત્યાં બુચ માર્યું હે ??તું એમ કહે છો કે મને શાંતી થી સંડાસ નથી કરવા દેતો... હું મારા મોઢા માંથી બોલું છું એમાં તને શું તફલિક થાય હે ??

મિહિર ગુસ્સમાં બોલ્યો " ભાઇ તું ફોન મુક તો... સવાર ના પોર માં તું મગજ ની ક્યાં.... ચાલ તું ને રવિ જઇ આવો હું પછી આવીસ. "

( કોલેજના એડમિશન નો દિવસ )

હું અને રવિ બંને કોલેજ જવા માટે નીકળ્યાં, મનમાં તો જાણે લડુંફૂટ તા હોઈ એવું લાગતું હતું. હું મન માં હસતો હતો એટલે રવિ બોલ્યો...

"ઓય ગાંડો થઇ ગયો કે શું ??? " શું આમ વેખલા ની જેમ દાંત કાઢે છો.... ?? કૉલેજ આવી ગઈ ને તને ખબર પણ ના પડી ચાલ હવે ઉતર નીચે ગાંડી માંથી કે પછી તારા બાપ ને બોલાવું...

હું તો પેલા કોલેજ ના ગ્રાઉન્ડમાં આમ તેમ જોવા મળ્યો... કોઈ સારો માલ છે કે નઈ એ જ જોતો હતો પણ દૂર સુધી કોઈ ના દેખાનું.. મારા થી રેવાયુ ની એટલે બોલાય ગયું.. " એલા જાડા તું કેવી ચો* જેવી કોલેજ માં લઇ આવ્યો, એની માં ને એક પણ સારો માલ નથી દેખાતો. "

રવિ એ મારી હાથ પકડી ને મને કૉલેજ ની અંદર લઈ ગયો....

પેહલા તો મેં કોલેજ ને ઉપર થી નીચે સુંધી પુરે પુરી જોઈ લીધી જાણે એક છોકરી ને જોતો હોવ... મારું ધ્યાન કોલજ ના નામ પર પડ્યું... એટલે મને હસવું આવી ગયું અને રવિ નાં કાન માં કહ્યુ.... " અલા ટોપા તું મને ક્યાં લઈ આવ્યો... અયા જો શૂ લખ્યુ. " લિંગ વગર ના વિધાર્થી કોલજ " ગાંડા હું કાઈ છકો નથી...

રવિ થી પણ ના રેવાયુ એટલે ઍ પણ મારી સાથે હસવા મળ્યો... બોલ્યો " પી**** ના તારા બાપ એ તને વાંચતા શીખડાવ્યું કે નઈ. LVV College નો મતલબ એમ કે ( લાલજી વાલજી વિહાર કોલજ )

લો* સવાર ના પોર માં ક્યાં મગજ ની.... ચાલ હવે અંદર, જો કેટલી લાંબી લાઈન થઈ ગઈ ફાર્મ સબમિટ કરવા માટે.

" પેહલી નજર " નો પહેલો પ્રેમ....

મારુ ધ્યાન છોકરીઓ ની લાઈન માં પડયું.. એટલી બઘી છોકરીઓ માંથી મારી નજર બે છોકરીઓ પર પડી.. ખબર નઈ એવું તે શુ હતુ એમાં કે એ બંને ના સિવાય મારી નજર બીજે ક્યાંય જતી જ ના હતી..

" એક મસ્ત કર્લી વાળ વારી હતી. શું એની smlie હતી.. જયારે એ વાતો કરતી હતી ને તયારે તો મારું ધ્યાન બસ એના પર જ હતું... અને દેખાવ માં તો એ રાધા કરતા પણ વધારે રૂપાળી હોઈ એવું લાગતું હતું મને... પણ મને મારાં મન કહ્યું. " રેવા દે ભાઈ આ માલ તારા થી નઈ જ પટે તું તારું મોઢું જો એક વાર અરીસા માં, તું ક્યાં અને એ ક્યાં... કાઈ મેચ નથી થાતું ખોટો જોઈ ને સુકામ જીવ બાળવો.. ત્યાં જ મન એ કહ્યુ જો ગાંડા એની બાજુમાં જે ઉભી છે એ તારી સામે smlie પણ કરે છે..

હા ! સાચે જ એની પાસે જે ઉભી હતી એ પણ મસ્ત જ હતી પણ થોડીક કાળી હતી એટલે પહેલાં મારી નજર એની friend પર પડી.. દિલ તો ક્યાંર નું એને જ જોવા નું કરતું હતું પણ આપણું મન હોઈ ને ઘેલચો*** નું કે.. બીજાં જ વિચાર આવા મળે કોઈ મસ્ત માલ જોયો નથી ને મન માં લડું ફૂટ્યા નઇ...

તે બંને અને હું, હવે સાવ નજીક આવી ગયાં હતા કારણ કે ફ્રોમ સબમિટ કરવા ની લાઈન માં એ બંને અને હું એકલો જ બાકી રહ્યા હતા... મેં તેના ફોર્મ માં નામ જોવા ની Try કરી પણ દેખાયું નઇ. એ બને તનો ફોર્મ જમા કરાવી ને ત્યાં થી નીકળી ગઇ... પણ એમાં જે પીડા ટોપ વારી હતી તે ને પાછળ ફરી ને મારી સામે જોયું અને એક cute smile આપી. બસ પછી તો શું હું તો એના પ્યાર માં જ પડી ગયો.. હું તો હવે તેની એ મેકઅપ ની દુકાન હોઈ એ ફ્રેન્ડ ને પણ ભૂલી ગયો... હું તેની પાસે પુછવા જતો જ હતો ત્યાં જ મિહિર એ મને બોલાવ્યો...

યોગેશ " આયહ્યા આવ તો....

હું મિહિર પાસે ગયો... અને બોલ્યો " લો* મેં તને કિધું નોતું કે કોલેજમાં મને તારે યુગ ના નામ થી જ બોલાવો. અને હા અતિયાર સુધી ક્યાં ગા* મરવાતો હતો કે આટલી વાર લાગી... તને ખબર છે તારા માટે મેં ભાભી ગોતી છે...

મિહિર એ મને ગળે લગાડી ને બોલ્યો.... વાહ ભાઈ " બોલ રાતે કેટલા વાગે જવાનું છે.. ?? અને હા કેટલા પૈસા લેશે એ પૂછ્યું કે નઇ ?? ભાભી માલ તો છે ને મેં પછી સાવ ફાટેલ પી*** જેવી છે...

મારા થી તેને બોલાઈ ગયું... " પી*** ના તારી માંસી ને બાજુ વારો નાથિયો ચો**... લો* તને એમ કવ છું કે મને પ્રેમ થઈ ગયો.. તારા ભાઈ ને કોલેજ માં તેની ગર્લફ્રેન્ડ મળી ગઈ....

" મિહિર જોર જોર થી હસવા લાગ્યો " શું ગાડો થઈ ગયો કે પ્રેમ અને એ પણ તને થઈ ગયો... હાલતી નો થા તારૂં ડાચુ જોયું તે ગધેડા જેવો લાગે છે લો* તને હા! પણ કોણ પાળે... રેવા દે ભાઈ તું પ્રેમ ના ચકર માં પડ માં આ તારું કામ નઇ...

" હું કાઈ જ બોલ્યો નઇ કેમ કે મારૂં મન તો પેહલી પીડા ટોપ વારી ના વિચાર જ કરતું હતું... બસ હવે તો હું એ જ વિચાર માં પડ્યો હતો કે પાછી એ કાયરે જોવા મળશે... મને એ પણ ખબર નહોતી કે એને B. Com માં એડમિશન લીધુ કે નઇ.. ભગવાન કરે ને એ મારા કલાસ માં જ આવે એ જ વિચાર માં ખોવાઈ ગયું હતું.

હું હવે કોલેજ કયારે ચાલુ થાય તેની જ રાહ જોતો હતો...

જલ્દી જ આવી રહી " કોલેજ ની છેલ્લી બેંચ " તો તૈયાર થઈ જાવ બધા... યુગ ની લવ સ્ટોરી શુ હશે તે જાણવા માટે તમારે બસ હવે કોલેજ કાયરે ચાલુ થાય તેની રાહ જોવા ની છે. " શું યુગ ની લવસ્ટોરી ચાલુ થાસે કે પછી કોઈ બીજુ જ આવશે યુગ ની લાઈફ મા, કેવો હશે કોલેજ નો પેહલો દિવસ ??

હસવા અને રોવા માટે તૈયાર થઈ જાવ... તમારા કૉલેજ ના દિવસો યાદ અપવસે મારી સ્ટોરી એ હું ૧૦૦% ગેરંટી આપું છું...

જલ્દી જ મારી સ્ટોરી આવી જશે... તો આપ જરૂર વાંચ જો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED