ગિરનાર Yogesh chandegara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગિરનાર

" ગિરનાર "

( એક અનોખી યાત્રા )

આજે પણ મને એ દિવસ યાદ છે , તા ૨૫-૧૧-૨૦૧૭ અને સાંજ ના ૬ વાગ્યે મને ખબર પડી કે કાલે ગિરનાર ચઢવા જાવા નું છે. " આ વાત સાંભળી ને તો હું ખુશ થઈ ગયો, કારણ કે મેં કયારે ગિરનાર નજીક થી પણ નોહતો જોયો એને હું ચઢવા નો હતો. બધાં મને કહેવા લાગ્યા કે એટલો ખુશ ના થા એ તો જાય પછી ખબર પડશે કે કેવી મજા આવે..?

" મેં તો નક્કી જ કરી લીધું હતું કે જે થાવું હોય એ થાઈ પણ એકવાર ગિરનાર તો ચડવું જ છે. રાત્રી ના ૧૦ વાગ્યા ગૃહપતિ એ ગિરનાર યાત્રા માટે એક સભા રાખેલી હતી જેમાં સૂચના આપી અને એક ગ્રુપ બનાવ નું જેમાં હું એક લીડર હતો, બધાં મને કહેવા લાગ્યા કે યુગ તું અમારા ગ્રુપ માં જ આવ, ધોરણ -૫,૬,૭,૮,૯૧૦ બધાં મને ખેંચવા લાગ્યા જાણે હું એક દોરી હોય પછી આખરે મેં એક ગ્રુપ બનાવ્યો અને ત્યારબાદ બીજા વિદ્યાર્થી ઓ મને કહેવા લાગ્યા " યુગ તમારી તો વાત છે , જોવાય ગયું જો તમે અમારા ગ્રુપ માં ના આવ્યા ને હવે આવો અમારા કલાસ તમારી વાત. હું તો વિચાર માં પડી ગયો કે આ બધાં નો પ્રેમ છે કે પછી ધમકી..? સભા રાત ના ૧૨ વાગ્યે પુરી થઈ અને ત્યારબાદ બધાં સુઈ ગયા અને સવાર ના 4 વાગ્યે બધાં પૂજા કરી ને અમે બધાં ગિરનાર જવા માટે તૈયાર થઈ ગયા આખરે ૫:૩૦ વાગ્યે અમે ગિરનાર ચળવા નું ચાલુ કર્યું.

" ચાલતા ગયા ચાલતા ગયા અને ૨૦ પગથીયે થાક ખાતા ગયા..ધીરે ધીરે અમે ચાલતા ચાલતા ગૌમુખી એ પોહચ્યાં ત્યાં તો ૧૦:૩૦ થઈ ગયાં. સૌથી છેલ્લે અમારુ ગ્રુપ હતું. ૫ માંથી ખાલી હું અને " ઓમ " બનેં જ રહ્યા હતા એટલે અમે બંને એ નક્કી કર્યું કે આપણે નિરાંતે ચડવું છે અને મજા પણ કરવી છે..હા ! કેટલી બઘી ગલર્સ સ્કુલ ની કેટલી બધી છોકરી ઓ હતી. જે અમારી સાથે જ હતી એમાં એક છોકરી પર અમારી નજર કાયર થી હતી એ પણ મારી સામે જોતી હતી અને હું તેના સામે.

" અમે બંને એક બીજા ની સામે સ્મિત જ કર્યા કરતા હતા. " ઓમ મને કહ્યું કે શું યુગ તું પણ એક વાર એની પાસે જઈ ને તું પૂછી તો આવ.. મેં ઓમ ને સમજાવ્યો કે ના એલા કાંઈ ડખા થઈ જશે તો તારું અને મારૂ આવી બનસે એટલે કાંઈ નહિ કરવું.

" ઓમ કહ્યું કેમ તારી ફાટે છે ??? હોસ્ટેલમાં તો બોવ મોટી મોટી મુકતો હોય કે મારે કેટલી બંધી ગર્લફ્રેંડ છે.. આ એક છોકરી ને તને પૂછવા ની હિંમત નહિ થાતી... અમારા બનેં ની વાતું માં ને વાતું માં એ છોકરી ક્યાં ચાલી ગઈ તે ખબર જ ન પડી અને પછી તો મેં અને ઓમ નક્કી જ કર્યું કે એને તો ગમે તેમ કરી ને ગોતવી છે...

હવે ગિરનાર ચડવા નું ચાલું કર્યું અને અમારું મિશન હતું " રેડ મિશન " કારણ કે એ છોકરી એ મસ્ત રેડ કલર નો ડ્રેસ પહેર્યો હતો અને નંબર વાળા ચશ્માં. આમ પણ ચશ્મીસ હોય એ મસ્ટ જ લાગે.. એ એટલી કયુટ હતી કે તેના સિવાય મારી નજર બીજા કોઈ પર પડી જ નહીં. મને અફસોસ થતો હતો કે એ મારી સાથે સાથે હતી તો પણ મેં એનું નામ ના પૂછ્યું. અંબાજી આવી ગયું તો પણ એ ક્યાં ના મળી પછી ઓમ કહ્યું કે એ દત્તાત્રેય જ ગઈ હશે , આપણે જલ્દી કરીયે. આ એક છોકરી ને માટે અમે ગીરનાર ચડવા લાગ્યાં કે ક્યાંક ઉભા જ ન રહ્યા બસ ખાલી અમને તો બઘી જગાએ એ જ દેખાતી હતી. " ઓમ " જેવો થાકે એટલે હું એને કહ્યું કે ઓય ઉભો થા આપણે રેડ મિશન અધૂરું છે.. રસ્તમાં અમને તો કેટલી બધી મળી એના કરતાં સારી પણ અમારી નજર તો બસ એમાં જ હતી..આખરે અમે દત્તાત્રેય ઉતરી ગયા અને પાછા ગૌમુખી પોહચી ગયાં , ત્યારે મને લાઈટ થઈ કે એ ચોક્સ એ જૈન હશે..અને એ દેરાસર જ ગઈ હશે પછી તો અમે ત્યાં જાવા નું નકી કર્યું અને હવે ૧ વાગી ગયો હતો.. બધા અમારા ગ્રુપ વારા ગિરનાર ઉતરી પણ ગયા હતાં..હું અને ઓમ બનેં પાછળ રહી ગયા હતા.. અમે બંને એ એને બોવ ગોતી પણ એ ના જ મળી.એને ગોતવા માં ગોતવા હું પડી પણ ગયો તો પણ મને ભાન ના રહ્યું , ઓમ મને પકડી લીધો એટલે નહીંતો હું નીચે પડી જવા નો હતો...આગળ જતાં ભૈરવખાઈ આવી બધાં નું કહેવું છે કે આયહ થી જે કોઈ વ્યક્તિ કૂદે અને જે ઇચ્છા માંગે એ આવતા જન્મ માં પુરી થાય. આ વાત મને ઓમ કહી અને કહ્યું કે એલા જા આમ પણ તને પ્રેમ થઇ જ ગયો છે તો હવે કૂદકો મારી જા એ રેડ મિશન માટે.. " મેં ઓમ ને કહ્યું કે ડોબા આયહ થી હું થેકોડો મારીસ તો મરી જાય પણ નીચે ઉતરી તો ગમે ત્યારે તો એ મળવાની છે. " જીવતા રેશું તો પાછા મળીશું બાકી આવતા જન્મ સુધી મારે એકલા એની રાહ જોવા કરતાં હું એની આયહ જ રાહ ના જોવ...હું વાત કરતો કરતો ખાઈ ની નજીક જ ઉભો હતો..મેં સપના માં પણ ના વિચાર્યું એ ઘટના બની ગઈ પાછળ થી અચાનક એક વાંદરો આવ્યો અને મારી પર કૂદકો માર્યો અને હું નીચે.....

" અરે યુગ " ડોબા સવાર ના ૮ વાગી ગયાં. તારે ઉઠવું છે કે નહીં કાલે તો બોવ મોટી મોટી મુકતો હતો કે હું ગિરનાર જવનો..આળસુ ના પીર બસ કાયર ની ચાલી ગઈ અને તું સૂતો રહ્યો હવે આવતા વર્ષ ચડવા જાજે ગિરનાર...

" જે હું પડ્યો બેડ ઉપર થી ત્યારે એવું જ લાગ્યુ કે હું ખાઈ માંથી જ પડી ગયો હોય..જે સપનું આવ્યું એ તો હકીકતમાં કરતા પણ સારું હતું મેં તો સપના માં જ ગીરનાર ના દર્શન કરી લીધાં અને સાથો સાથ એક છોકરી ના જે મારી લાઈફ માં પેહલી છોકરી છે જેના માટે મને આટલો પ્રેમ થયો હોય હા ! સપના માં ભલે મને પેહલી નજર માં પ્રેમ થઇ ગયો પણ એ છોકરી હતી જ એવી કે હું આ મારી સપના માં કરેલ મારી ગિરનાર યાત્રા ને હું ક્યારે નહિ ભૂલું.…

***