Pulwam attack books and stories free download online pdf in Gujarati

પુલવામાં અટેક


" પુલવામાં અટેક "
( કાલ્પનીક દ્રશ્ય ભવિષ્ય નું )
સવાર ના ૮ વાગ્યા હતાં , હું પથારી માં જ હતો પણ આજે ઉઠવાનું મન જ નોહતું થતું , શું ખબર કે આજે આટલી આળસ કેમ થતી હશે...? મેં મમ્મી ને સાદ પાડ્યો પણ ઘર માં કોઈ ના હતું, એટલે હું ઉભો થઇ ગયો અને હોલ તરફ ચાલવા લાગ્યો ત્યાં જ મેં જોયું તો હોલ માં લોકો આવ્યાં હતાં , મને કંઈ પણ સમજાતું નોહતું કે આ બધું શું થઈ રહ્યું છે..?

" રાજ બેટા " અયહ્યા આવ બેસ મારી બાજુમાં . દાદીમા એ મને તેની પાસે બોલાવ્યો એટલે હું ત્યાં ગયો , તેની પાસે બેસી ને મેં તેમને પૂછ્યું . " દાદી માં આજે શું છે...?
" દાદી એ મને સામે સવાલ કર્યો કે તને નહીં ખબર આજે શું છે..? હા ! મને તો ખબર છે કે આજે વેલેન્ટાઈન ડે છે...
દાદી ની આંખો માં આશુંઓ આવી ગયાં એટલે મેં તેમને ફરી થી પૂછ્યું બોલો ને શું છે આજે...?
" રાજ " આજે ભારત નો એ કાળો દિવસ છે જ્યારે , ૨૦૧૯ માં ૧૪ ફેબ્રુઆરીના દિવસે જયારે લોકો પ્રેમનો દિવસ મનાવી રહ્યા હતાં ત્યારે ભારત ના એ વીર જવાનો એ સાચો પ્રેમનો દિવસ મનાવ્યો , જેને પોતાના બલિદાન આપી ને ભારતમાતા ને સમર્પિત થઈ ગયાં.. તમે પ્રેમ દિવસ તો તમારા પરિજનો નો માટે મનાવો છો પણ એ લોકો ને તો ખબર પણ ના હતી કે એ જવાનો આજે તેનો સાચો પ્રેમ એ ભારત માતા માટે ન્યોછાવર કરી દેશે...
" મને કંઈ સમજાતું નોહતું એટલે મેં દાદી માં ને પૂછ્યું કે શું થયું હતું તે દિવસે..?.... " પુલવામાં અટેક "
" દાદી માં આ પુલવમાં અટેક શું થયું હતું એ દિવસે..?
CRPF ની બસ જમ્મૂ કાશ્મીર રાજમાર્ગ થી પસાર થઈ રહી હતી ત્યારે પુલવામાં નજીક આતંકવાદી ની મહિન્દ્રા સ્ક્રોપીયો ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક પ્રદાર્થ ભરેલી એ કાર બસ ને અથડાઈ અને એક જ સેકેન્ડમાં એ વિરો શહીદો થઈ ગયાં...
દુઃખ તો એ વાત નું રહી ગયું કે આતંકવાદીઓ એ પીઠ પાછળ ઘા કર્યો જો હીંમત હોત તો સામે છાતી આવી ને વાર કર્યો હોત બતાવી દેત ઇન્ડિયન આર્મી શું છે... એ હુમલા એ આખા ભારત ને શોક માં ફેરવી દીધો , સૌથી દર્દ તો એ પરિવાર ને હતો જેને પોતાનો દીકરો , કોઈ બાપ , કોઈ ભાઈ તો કોઈ તેનો પતિ ગુમાવ્યો...આપણે બધાં તો બસ એ સૈનિકો ને ત્યારે યાદ કરીએ છે જ્યારે એ શહીદ થાય છે , આપણા માટે તો બસ એ થોડાક દિવસ માટે દુઃખ જેવુ લાગે પણ એ પરિવાર ની શું હાલત થઈ હશે આપણે વિચાર્યું...? હા ! કરોડો ની ડોનેશન એકઠું કરી ને એ શહીદો ના પરિવાર ને મળશે પણ શું કામ નું જેને પોતના જ ગુમાવી દીધાં , એ શહીદો નું સન્માન થયુ , વીર ચર્ક મળ્યું પણ આ બધું મર્યા પછી શું કામ નું એ વિરો માટે ?
જો સાચે જ આર્મી સન્માન ને લાયક હોય તો એ દરેક વિરો નું સન્માન તેની હયાતી માં થવી જોઈએ , વ્યક્તિ ની કિંમત એના ગયાં પછી શુ કામ ની...? આજે આપણા ઘરે પણ મારા દીકરા માટે આ શ્રદ્ધાંજલિ સભા રાખી છે ! આ હુમલામાં મેં પણ મારો દીકરો ગુમાવ્યો હતો.. એ દુઃખ ની વેદના તો એક માં જ જાણે છે જેનો દિકરો દેશ ની સરહદ હોય છે બસ જ્યારે પણ ફોન રીગ વાગે તો બસ એ જ ડર લાગતો કે એને કંઈ થવું ના જોઈએ..
" ૧૪ ફેબ્રુઆરી ના દિવસે જ્યારે તેની શહીદ થવા ના સમાચાર સાંભળ્યાં ત્યારે આ એક માં નું કાળજું કપિ ઉઠ્યું હતું કે ૧૯ વર્ષ ની નાની ઉંમરે માં મારા દીકરા એ દેશ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી.. એક એક આશું માં બસ એ જ બદ દુવા હતી કે આ પાકિસ્તાન નું નામો નિશાન ના રહેવું જોઈએ., " શું પાકિસ્તાન ની માંઓ ની મમતા મરી ગઈ છે"? કે તે પોતના દીકરાઓ ને આવું કરવા માટે કહે છે, એક દિવસ એવો પણ આવ્યો કે એક એક ઘરો માં બસ લાશો સિવાય બીજુ કંઈ પણ નહીં બચ્યું...

" ભારત માં ર સૈનિકો ઇચ્છે તો એક જ પળ માં પાકીસ્તાન નું નામો નિશાન મિટાવી દેય પણ આપડા માં અને તેનાં માં તો બસ એજ ફર્ક છે કે આપણે ભારત માતા ના રક્ષકો છે અને એ બસ જન્મ થી આતકવાદી પેદા થાય છે...


" દાદી માં ની વાતો સાંભળી ને મારી આંખો પણ આશું આવી ગયા હતાં.. કે આવું પણ હોય શકે કે કોઈ પોતના દેશ માટે આટલું કરવા માટે તૈયાર થઈ જાય કે પોતાના પરીવાર ને ભૂલી ને બસ દેશ નું જ વિચારી શકે..
" લોકો કહે છે કે વિદાઈ તો માત્ર છોકરીઓ ની થતી હોય છે પણ ના એક દીકરો પણ વિદાય લે છે જ્યારે એ આર્મી માં જોડાઈ છે...

" હું બસ એટલું જ કહેવા માગું છું કે ભવિષ્યમાં જો કોઈ પૂછે કે શું છે ઇન્ડિયન આર્મી તો આપણે ગર્વ થી કહેવા જોઈએ.
" ૪૭ શહીદો ના બલિદાન બે વ્યર્થ ના જવા દીધું અને તેનાં માટે પાકિસ્તાન નું નામો નિશાન મિટાવી દીધું..
" કદર કરવી હોય તો અતિયારે કરો આપના સૈનિકો ની તેનાં શહીદ થયાં પછી આપણે માર્ગો પર મીણબત્તી લઈ ને નીકળીએ ને તેમને શ્રધાંજલિ આપીએ છીએ , તેમનાં માટે ડોનેશન , બઘું જ આપણે કરીશું પણ કેટલા દિવસ સુધી....?
બધાં જ લોકો ભૂલી જશે " પુલવામાં અટેક " ને અને ત્યાં જ બીજું હુંમલો થશે તો તેનાં માટે આપણે ફરીથી સાહનુભૂતિ દેખાડશું .જ્યારે એ દિવસ આવશે ત્યારે તમને પુષ્પાજલી આપીશું અને એ દિવસ ને યાદ કરશું...
" આપણે દેશ માટે ત્યારે જ કરીએ છીએ જયારે બોવ મોડું થઈ ગયું હોય...
" સાચો દેશપ્રેમી બનવું હોય તો એક સાચા ભારતીય નાગરિક બનો...
" જય હિન્દ "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED