મારું બજેટ, મારી બચત Yogesh chandegara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારું બજેટ, મારી બચત

" મારું બજેટ "
શું તમારે આવક કરતાં ખર્ચ વધી જાય છે ?
શું તમારે બચત નથી થતી..?
જો તમને આ પ્રશ્નો મુજવતાં હોય તો તમારે " મારુ બજેટ " એક વાર વાંચવું અને તેને અમલ કરવો જોઈએ , હું ચોક્ક્સ ખાતરી આપું છું કે તમે પૈસા બચત કરી શકશો.

તો ચાલો આપણે સમજીએ " મારુ બજેટ "


હું એક મધ્યમ વર્ગ પરિવાર થી છું એટલે હું જાણું છું કે બચત કરવી કેટલી એ સહેલી વાત નથિ કારણ કે મહિના ની આવક કરતા ઘરખર્ચ વધી જતો હોય છે , ખાસ કરી ને ગૃહણીઓ ને આ બજેટ નું અમલવારી કરી ને બચત કરી શકે છે.
કઈ રીતે બજેટ બનાવું..?

તમારે નક્કી કરવાનુ કે તમારી વર્ષ ની આવક કેટલી છે, જો તમારી આવક ૧૨૪૦૦૦ / - હોય તો તમારે તેટલી રકમ નું બજેટ બનવાનું હવે એ તમારે નક્કી કરવાનું કે તમારો ખર્ચ કેટલો છે વર્ષનો ? ( હું અતિયરે તમને વર્ષ ની કેટલી બચત કરી શકો છો તે માટે હું તમને ટૂંક માં સમજવું છું , વિગતવાર તમને મહિના નું બજેટ અને વર્ષ નું કઈ રીતે કરવું એ સમજાવીશ.)
બચત = કુલ આવક - કુલ ખર્ચે
દા.ત - ૧૨૪૦૦૦ - ૬૫૮૦૦ = ૫૮૨૦૦ રૂપિયા તમારી બચત થઈ...

હવે આપણે વિગતવાર ઘરનું બજેટ સમજીએ.
તમારે મહિના ની ફૂલ આવક માંથી તમારે નક્કી કરવાનું કે તમારો મહિનાનો કુલ ખર્ચ કેટલો છે ? મહિને કેટલી રકમ બચત ભંડોળ માટે લઈ જવાની છે તે બધું વિગતવાર લખી લેવું..


એપ્રિલ મહીનનાનું બજેટ
તા : ૧ - ૦૩ - ૨૦૧૯ થી ૩૦ - ૦૪- ૨૦૧૯
આવક - જાવક નું અંદાજ પત્રક

વિગત વાર - ખર્ચ

મકાનભાડુ ૨૦૦૦

લાઈટ બિલ ૫૦૦

ડિશ બિલ ૨૨૦

શાકભાજી ખર્ચ ૧૫૦૦

ઘર ખર્ચ ૧૫૦૦

આકસ્મિક ખર્ચ - ૫૦૦

બચત ભંડોળ - ૧૦૦૦

મહીના આવક - ૧૦૦૦૦/-

કુલ આવક - કુલ જાવક = બચત
૧૦૦૦૦ - ૭૦૦૦ = ૩૦૦૦ /-
નોંધ - મેં જે ખર્ચ નક્કી કર્યા છે તે મારા ઘર ખર્ચે જે થાય છે તે નક્કી કર્યા છે. હું ખાતરી આપું છું કે જો તમે તમારા મહિના નું આયોજન કરી ને કાર્ય કરશો તો તમે બચત કરી શકશો.
દર તમારે આવું પત્રક બનાવી ને ચાલવુ જોઈએ જેથી તમને ખબર પડી શકે તમે કેટલો ખર્ચ કરો છો અને ક્યાં ખર્ચ કરો , અને તમારે એક ખાતા બુક પણ રાખવી જોઈએ જેમાં રોજ ના કે અઠવાડિયામના ખર્ચા લખી શકો છો...

હવે આપણે સમજીશું વર્ષ નું બજેટ - આપણે ઉપર જે બજેટ બનાવ્યું એ તો નક્કી કરેલ ખર્ચ જ હતો પણ વર્ષ માં તો ઘણા નાના મોટા એવા ખર્ચ આવી જાય છે કે તે આપણે નકકી ના હોય એટલે આપણે વર્ષ ની શરૂવાતમાં આપણે આપણું ઘર નું બજેટ બનવાનું કે કયા કેટલો ખર્ચ કરવાનો છે..
કોના માટે કેટલું ભંડોળ એકઠું કરવાનું છે ? ક્યાં કેટલો પૈસા નું રોકાણ કરવાનું છે ? ઘર ખર્ચ માટે કેટલું રકમ ફાડવાની છે તર બધું આપણે ચાલો નકકી કરીએ.


૨૦૧૯ બજેટ

કુલ બજેટ ૧૨૦૦૦૦ ( મહિનાની આવક આધારિત )
અંદાજીત ખર્ચ ૮૪૦૦૦ ( મહિના કુલ ખર્ચ આધારિત )
બચત - ૩૬૦૦૦ ( કુલ આવક માંથી ખર્ચ બાદ કર્યા બાદ મળતી રોકડ )
બચત ભંડોળ - ૧૨૦૦૦
વર્ષ ના અંતે કુલ ભચત : ૩૬૦૦૦ + ૧૨૦૦૦ = ૪૮૦૦૦

દર મહિને ઘર ખર્ચ માટે ૬૬૦૦૦ રૂપિયા..
મહિના અંતે ૧૨૦૦૦ ભચત ભંડોળ માટે..
આકસ્મિક ખર્ચ : ૬૦૦૦
વર્ષ નું બજેટ નક્કી કરવું ,જેથી વર્ષ ના અંતે કુલ ૪૮૦૦૦ ભચત થઈ શકે..

એકવાર મધ્યમ વર્ગ માં પરિવાર આ બજેટ ટ્રાય કરવુ જોઈએ . કારણ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા આયોજન જરૂર છે તેમ આપણ ઘર માટે પણ વર્ષ નું આયોજન કરવું જરૂરી છે..
તમે તમારું આદજ - પત્રક બનાવી ને તમારું ખર્ચ અને ભચત જાણી શકો છો..

હું જ્યારે ૧૧ માં ધોરણમાં હતો ત્યારે મેં "મારું બજેટ " બુક વાંચી હતી ત્યાર બાદ એ એનો અમલ કર્યો અને મને તેની સફળતા બસ ૬૦૦૦ મહિનામાં મળી અને મે એ ભચત ની રકમ માંથી મેં ફ્રીજ મારા ઘરમાં વસાવ્યું આ થઈ શક્યું મારા બજેટ ને લીધે...
હવે તમારા પર નક્કી કરે છે કે તમારે શું કરવું...?


જો આપને કોઈ પ્રશ્ન મુજવતાં હોય તો આપ મને મેલ કરી શકો છો અને તમને મારી બીજી સ્ટોરી કેવી લાગી તેના પ્રતિભાવ પણ આપી શકો છો..
E-mail - yogeshChanadegara@gmail.com
Whatsapp - 8155043932