ભાઈબંધી
કૉલેજ ની છેલ્લી બેંચ
ભાગ-3
સમય ને જતાં કયાં વાર લાગે છે ? આજે ૧ વર્ષ વીતી ગયું છે, આજે પણ એ આંખો બંધ રાખી ને ઊંઘી રહ્યો છે.. કેટલી ગાળો બોલું છું, એની મસ્તી કરું છું છતાં પણ એ કાંઈ જ નથી બોલતો બસ જોયા જ કરે છે સામું. ક્યાં સુધી તું આમ સૂતો રહીશ ??
તારા વીના બધું જ નકામું લાગે છે..તારા સિવાય કોઈ નહિ કે જે મને ગાડો આપી ને બોલાવે. ભાઈ હવે તો આવી જા તારા ભાઇબંધ પાસે....
યુગ ની માં ના આંખો માં આંસુ આવી ગયાં...
હું કેવી માં છું..મારો દીકરો આવી હાલતમાં છે ને હું તેની સાથે આમ છળ કપટ કરી રહી છું.. કેમ કહું યુગ તને કે આ ૧ વર્ષે માં તને તારો ભાઈબંધ એક વાર પણ મળવા નથી આવ્યો, અને એક પણ ફોન નહિ કે ના લેટર આવ્યો.
મને મારો એ જ નટખટ કાનુડો પાછો જોયે છે... તું જલ્દી સારો થઈ જા તારા મોમ ડેડ એકલા પડી ગયા ક્યાં સુધી તું આમ સૂતો રહીશ..??
હું પણ ક્યાં સુંધી આમ જૂઠ બોલ્યા કરું કે મિહિર નો મેલ આવ્યો છે. સમય ની સાથે એ પણ બદલાઈ ગયો એક સમય એવો હતો કે તારા વિના એ પાણી પણ ના પીતો, એક પણ દિવસ એવો નહિ ગયો હોય કે એને તારી સાથે વાત ન કરી હોય કે તને મળવા ના આવ્યો હોય..
( યુગ ના પપ્પા ત્યાં રૂમ માં આવે છે અને આ બઘી વાતો સાંભળતા હોય છે અને તેને કહે છે )
સુજાતા ક્યાં સુધી તું આમ ખોટું બોલ્યા કરીશ તું જાને છે કે ૧ વર્ષ પહેલાં શુ થયું ?
" હા " મને ખબર છે કે શું થયુ હતું એ રાતે પણ એમાં મિહિર નો નહીં પણ દેવ નો વાંક હતો અને આજે જે હાલત યુગ ની છે એના જીમેદાર પણ દેવ જ છે.. તમે પણ જાણો છો અને હું પણ કે યુગ નું એક્સિડન્ટ નોહતું થયું પણ તેનું મર્ડર કરવા નો ઈરાદો હતો.. આ રાઝ આજે પણ મેં અને તમે એટલે દફનાવી રાખ્યું છે કે જેના વિના યુગ એક પલ પણ નોહતો રહી શકતો, જેનાં પર એ આંખ બંધ રાખી ને ભરોસો કરતો એ જ એનાં લાડકા ભાઇ તેને મારવા ની કોશીશ કરી..
સુજાતા..ભૂલી જા એ બધું યુગ એને માફ કરી દીધો તો પછી તું અને હું કોણ છે એને સજા દેવા વારા ?
એ બન્ને વચ્ચે શું થયું એ તો આજે પણ અકબંધ છે. વેદ પણ કાંઈ નથી બોલતો અને યુગ તો બોલવા ની હાલત માં જ નથી જ્યાં સુધી યુગ કોમાં માંથી બહાર નહિ આવે ત્યાં સુધી કાઈ જ ખબર નહિ પડે..
આજ નો દિવસ...
( અરે ઓહહ ભાઈ તમને કહું છું. " બેહરો લાગે આ સાલો, અને પાછો ફિરગી લાગે છે. ચાલ ને ઉઠાડવો તો પડશે જ નહીં તો બિચારો ગોથે ચડી જશે. પાણી નો સિસો લઈ ને રેડી દીધો એના મોંઢા પર આખે આંખો ભીનો થઈ ગયો અને એક જ ઝટકા માં બોલી ઉઠ્યો...)
એ કોણ છે તું ભાઈ ? આમ હોઈ સાવ તને કાંઈ ભાન છે કે નય આમ કોણ પાણી નાંખે ??
હું તો મન માં વિચારી રહ્યો હતો કે એની માં ને આતો ટોપો ગુજરાત જ નો જ નીકળો હવે તો ગયો તું ભાઈ, મેં એને કહ્યુ કે ભાઈ વેરાવળ આવી ગયું છે.. બધાં ઉતરી ગયા તમે એકલા જ હતા તો તમને ઉઠાડ્યા ભાઈ બાકી મારે તારી સાથે શું લેવા દેવા હું તો આ ચાલ્યો... આટલું બોલી જે હું નીકળી ગયો..
અરે ભાઈ સોરી હો.મારા થી બોલાઇ ગયું, હું મન માં વિચારતો હતો કે કોલજ ના દીવસો યાદ કરી કરી ને હું સાવ એટલો ઘેલો થઈ ગયો કે ઉતરવું હતું કેશોદ ને પોહચી ગયો વેરાવળ.. ચાલ હવે જે થયુ તે સારું જ થયું હવે આવ્યો છું તો સોમનાથ જી આવું.
મારી સાથે કોઈ હતું નય ઍટલે એકલો જ મન માં બોલી રહ્યો હતો.. વેરાવળ થી સોમનાથ જાવા નીકળી ગયો.બેગ માંથી પાછી બુક કાઢી અને વાંચવા લાગ્યો....
( ઍક્સિડન્ટ થયાં ના ૮ દિવસ પછી... વેદ ની મિહિર સાથે ની વોટ્સએપ માં થયેલી વાતચીત )
મિહિર - અરે ઓહહ વેદુ !! શું કરે છો...
વેદ - કાઈ નય ભાઈ, દિવ જાવું છે ભાઈબંધ પાર્ટી આપે છે...
મિહિર - તને રખડતા સિવાય બીજું કાંઈ આવડે કે નય ? તને ખબર છે કે તારો ભાઈબંધ મૃત્યુ ની સામે લડી રહ્યો છે ને તારે એની પાસે રહેવું જોઈએ ને તું ગામા આટા ફેરા કરે.
વેદુ - તું ક્યાં મગજ ની **** કરે છે, એક હતો એ તો ગયો હવે તું ક્યાં આવ્યો,તારો ખાટલો ગોઠવી દવ એની બાજુ માં..એ મારી ક્યાં મારા બાપા નો દીકરો હતો કે હું ચિંતા કરુ...મારે કાંઈ લેવા દેવા નય એની સાથે માય ગયો મરી ગયો તો પણ, મારે એનું મોઢું જ નથી જોવું. મને એવા માણસ ગમતા જ નથી જે દર વખતે ભુલ કરી ને સોરી કહી દેય... હું તો મન મોજીલો મારુ મન કરે એને બોલાવું... એ લો* જયારે હોય ત્યારે ઉભો જ હોય કે, મેં તારા પર વિશ્વાસ કર્યો અને તું બધા વાત કરે. મેં ક્યાં એને કહ્યું તું કે તું મને બધું કેય. તું એ યુગલા નું મારી સામે નામ જ નો લેતો, મરી ગયો હોત તો સારું હતું..તું હતો સાથે એટલે બાકી હું હોત દવાખાને નો લય આવત. ત્યાં જ મારી નાખત..
મિહિર - ભાઈ આ તું શું બોલી રહ્યો છે. .?? એ તો ભાઈ ભાઈ કહીને નોતો થાકતો ને તું આમ બોલે છો..
તમારે બન્ને ડખા થયો છે, તો સામે બેસી ને એક બીજાં ની ભૂલ ને સ્વીકારો...
વેદ- ભાઈ તું મારી સામે એનું નામ ના લે તો સારું... બાય
બ્લોક.... બસસ આ આખરી વાત હતી મિહિર ની અને વેદુ ની આ વાત થયા પછી એ બનેં મળ્યા જ નથી.
( વેદુ અને યુગ ની ભાઈબંધી અલગ જ હતી જે આ પાર્ટ માં તો નહીં પણ તેની એક નવી જ મારી નવલકથા વાંચવી જોશે. )
આજનો દિવસ..( સોમનાથ જતી વખતે...
હું તો ક્યાંર નો બુક જ વાંચી રહ્યો હતો. મારુ ઘ્યાન તો બુક માં જ હતું પણ છતાં પણ મને ખબર છે કે મારી સામે બેઠેલો એક યુવક હતો જે ૧૭ વર્ષ નો જ હતો, એ મારા ભાઈબંધ જેવો જ લાગતો હતો એ ક્યાંર નો મારી સામે જ જોતો હતો,એટલે મેં તેની સાથે વાત કરવા નું શરૂ કર્યું.
તું ક્યાંર નો શુ જોવે છે...?
અકલ મને એવું લાગે છે કે મેં તમને જોયા છે..અને હું તમને ઓળખું પણ છું, પણ મને યાદ નથી આવતું. અકલ તમે આ બુક વાંચી રહ્યા છો,કાયર ના તો શું છે આમાં ??
ના ના હું તો પેહલી વાર જ ગુજરાત માં આવ્યો છું, તારી ભૂલ થાય છે...અને હા આ મારા ભાઈબંધ લખેલી બુક છે જે માં તેને અમારી ભાઈબંધી વિશે લખ્યું છે.જેની પાસે કાંઈ જ ન હતું એ વ્યક્તિ આજે વિશ્વ બધી ભાષા માં તેની આ બુક પબ્લિશ થઈ અને આજે સૌથી વધુ જો કોઈ બુક સેલ થઈ હોય તો એ આ છે..હજી તો મેં આ બુલ વાંચવા ની શરૂઆત કરી છે, તું પણ આ બુક વાંચ તને સમજાશે કે જીવન માં કેવા વ્યક્તિ ને દોસ્ત બનાવા ? કેવા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો એ દરેક જીવન ની નાની મોટી વાતો જાણવા મળશે...
મેં નામ પણ ના પુછ્યું કે ના કાઈ ઓળખાણ કાઢી તો પણ એટલી જ વાર માં તમને મને તેના ભાઈબંધ આપેલી બુક મને આપી દીધી.તયારે આ મારી તેમની આખરી મુલાકાત હતી..ત્યારે પછી મેં ન્યૂઝ માં જોયું કે સોમનાથ ના દરિયા માં એક વ્યક્તિ એ આત્મહત્યા કરી લીધી અને એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ આ એજ વ્યક્તિ હતું જેને મને બુક આપી..
હવે હું આ બુક વાંચવા જય રહ્યો છું.
મને વિશ્વાસ છે કે બધાં વાંચકો ને પાર્ટ 3 નહિ જ સમજાયો હોય, પણ આ એક રહસ્ય છે જે તમને ભાગ ૪ માં જાણવા મળશે કે આ બધું છે શું ? હવે શરુ થવા જહી રહી છે એક રહસ્યમય કહાની. મારી નવલકથા નો મૂળ હેતુ તો કોલજ લાઈફ છે એટલે તમને આગલા ભાગો માં એજ બધુ જાણવા મળશે.