જીવન પ્રત્યે લગાવ - આત્મા ની અવાજ Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન પ્રત્યે લગાવ - આત્મા ની અવાજ

જીવન વિશે તો ઘણું લખાણ લખાય.પણ જીવન જીવવા માટે કોઈ જીવતું નથી.બસ જિંદગી ને બળદ ભાર ખેંચે એમ ખેંચી રહ્યા છે.
       કેટકેટલા ટેન્શન સાાથે જીવન જીવી રહ્યા છે.
કોઈ નેે કુટુંબ નું ભરણપોષણ કરવા માં.તો કોઈ પોતાના મોજશોખ પુરાં કરવા માં જ મથી રહ્યા છે.
   બસ જીવન ને જાણે વેઢારીી રહયા હોય એમજ.
          હા કયાંક કોઈ પોતાના જીવન માં ભગવાન 
નું શરણું લઈ નેે મન ને શાંત કરી લે છે.છતાં જીવન માં શાંતિ નથી.
     આજના યુવાનો તો મોબાઇલ માં જ રહે છે.કુટુંબ બધા વિભક્ત થઈ રહ્યા છે.
      યુવાનો શું શિખશે, ??
               વડિલો ની પણ મુંઝવણ નો પાર નથી.વડિલો ને સમય કયાં પસાર કરવો ??
સવાર પડતાં જ લોકો કામે લાગતા..આજે સવાર પડતાં તો મોબાઇલ થી કનેકટ થાય છે.મનુષ્ય એ સક્રિય થઈ સવાર માં ઈશ્વર નું નામ લે.હેલ્થ માટે યોગા કરે..ઈશ્વરે બધાં માં અધભૂત શકિત ઓ મુકેલ છે.તો પણ માનવી સતત ચિંતા માં ફર્યા કરે છે.
            કયારેક એમ લાગે કે મહેલો ના વૈભવ ફિક્કો લાગે જયારે નિરાંત ની ઊંઘ ઝૂંપડી માં આવતી હોય.
            પહેલાં ના વખત માં યુદ્ધ થતાં...હવે ના વખત માં પાણી માટે યુદ્ધ થશે.હાલ માં સાગર કેટલો પાછળ જતો જાય છે.
       લોકો એ જીવન જીવવા ની આદત માં થોડો સુધારો કરે તો ચિત ને શાંતિ મળે.
     આપણા જીવન માં ડગલે ને પગલે દુઃખ આવે છે.આપણે ભાંગી પડીએ છીએ.આશા નિરાશા માં રત રહીએ છીએ ને જીવન રોતા રોતા પસાર કરીએ છીએ.
        આપણા ને શ્રધ્ધા ને વિશ્વાસ આજે કોઈ ઉપર રાખી નથી શક્તા.
     ભગવત ગીતા ના પાઠ કરવાં થી નહી પણ ભગવત ગીતા માં રહેલો સાર જે સમજી જાય ને તો પણ.કૃષ્ણ સાક્ષાત છે.
          પૃથ્વી પર હર કોઈ જન્મ લે છે એ વહેલાં મોડાં તો દુનિયા છોડી ને ચાલ્યા જાય છે.જીવન મરણ ના ફેરા માં માનવ અટવાઈ ગયો છે.
          આજનો માનવી હરણફાળ ભરી રહ્યો છે.બધું જ જોઈએ છે ને મહેનત પણ એટલીજ કરતો ગયો છે.
      પણ પોતાની  જીવન શૈલી ને ભૂલી ગયો છે.
                     એક વારતા યાદ આવે છે ..કે એક ગામ માં બે ભાઈ ઓ રહેતાં હતાં.બન્ને વચ્ચે એક વરસ નો ફેર  ગામ માં રોજગાર બહુ નહી. એટલે શહેર તરફ પ્રયાણ કરે છે.
       બન્ને ખૂબ મહેનતુ હતાં.શહેર માં એમને નોકરી મલી જાય છે. બન્ને ને સરખું જ કામ અને સરખો જ પગાર.
         કામ ના કલાક સરખાં છતાં એક ભાઈ ને કામ વધુ
થાય ને પગાર વધું લે.
                તો  પૂછતાં ખબર પડી કે..એક ભાઈ થાકી ને સૂઈ જાય બીજો ભાઈ ઘરે આવી ને કલાક પછી પાછું કાલ નું આયોજન કરતો.
       આમ માનવી આગળ વધ્યો. જાત જાત ના સંશોધનો કરતો થયો. પોતાનું ભૌતિક ધોરણ ઊંચુ લાવ્યો.
આપણા જીવન માં પણ શાંતિ આવે..કંઈક જીવન શું છે ની સાચી સમજ મલે.ભકિત અને સેવા થી સાચું જીવન મળે બધાને.ઈશ્વર ની સમીપ પહોંચીએ એવું હર કોઈ ને થાય.
        આપણા કૂળદેવી કે ઈષ્ટદેવ ની કૃપા થાય .ને સૌનું જીવનધોરણ સરસ જાય.
           પહેલાં ના વખત કરતાં ઘણો સમય બદલાઈ ગયો છે.પહેલાં લોકો ઓટલે બેસી કે ગામ માં પાદરે બેસી સુખ દુઃખ ની વાતો કરી ને હળવા થઈ જતાં.હવે તો જીવન જ મોબાઇલ માં કે ઘર માં ટીવી ની સામે થઈ ગયું છે.કદાચ કળિયુગ ની આ જ તો બલિહારી હશે.
      પહેલાં ના સંતો ૠષિમુનિયો ને પોતાના જીવન માં થી બીજા ને બોધ આપી શકતા.આ જ તો એવા સંતો માંડ થોડાં જ હશે.
   બસ ઈશ્વર સૌને સરસ મજા નું તંદુરસ્ત જીવન આપે.