Zankhna ni vate books and stories free download online pdf in Gujarati

ઝંખના ની વાટે

હર કોઈ ના દિલ માં મન ના ઊંડાણ થી કોઈ ને કોઈ ઝંખના તો રહેલી હોય .
        કાંં તો મન ના ખૂણે ધરબાઈ ગયેલી હોય.
આવું જ કંઈક તન્વી ની સાથે થઈ રહ્યુ હતું.એના દિલ માં ઘણા બધા અરમાનો હતા.
    તન્વી નવી નવી જ કોલેેેજ માં પહેલાં વરસ માં પ્રવેશી હતી. પહેલાં જ દિવસે એની મુલાકાત ઝંંખના સાથે થાય છે.
    બન્ને જણા એક જ બેચ પર બેસતાં બન્ને વચ્ચે વાતચીત નો દોર ચાલું થયો .પહેલાં દિવસે જ બન્ને જણા નજીક આવી ગયા .બન્ને એ ઘરે આવવા નું આમંત્રણ પણ આપી દીધું એકબીજાને.
  કોલેજ ના દિવસોમાં નવી નવી કોન્ટેસ્ટ માં ભાગ લેતાં હતાં.બન્ને હવે ઘરનાં થી પરિચિત થઈ ગયાં હતાં.
        એમને બીજી સહેલિયો સાથે પણ ફાવી ગયું હતું.કોલેજ હતી પણ ભણવાનું તો સ્કુલ જેવું જ હતું.પ્રોજેકટ ને વારેઘડીએ પરીક્ષા.
        કયારેક તન્વી અને ઝંખના કોલેજ પતે પછી શોપીંગ માં જતા ..કયારેક મુવી જોવા જતાં ને દિલ ની બધી વાતો એકબીજાને કરતાં.
         એમ એમ કરતાં કોલેજ નું એક વરસ આમ જ પસાર થઈ જાય છે.ને બીજા વરસ માં આવી જાય છે.
બીજા વરસ માં ઔમ નો પ્રવેશ થાય છે.ઓમ એકદમ હેન્ડસમ ને ભણવામાં હોશિયાર હોય છે.ને વાક્ચચાતુર્ય માં તો જાણે પહેલો જ નંબર.
      પહેલાં જ દિવસે કોલેજ ના ગેટ પાસે એ ઝંખના જોડે ટકરાઈ જાય છે.ને બન્ને વચ્ચે શાબદિક યુધ્ધ થાય છે.
   ને આમ ઔમ ને ઝંખના ની મુલાકાત થઈ હોય છે.એ દિવસે તન્વી કોલેજ આવી નહોતી .નહીંતર ઝંખના આવી નાની ઘટના પણ જણાવત.
    ઔમ તો ઝંખના ને જોતાં જ લવ એટ ફસ્ટઁ સાઈડમાં થઈ જાય છે .પણ ઝંખના તો એના રુટીન માં.
         ઓમ નવો નવો હોય છે એટલે એ નવા દોસ્તો બનાવે છે ને ઝંખના ના વિશે બધું પુછે છે.બધાં નો જવાબ કે ઝંખના ને તન્વી બન્ને બેસ્ટ મિત્રો છે.બસ આટલું કાફી હતું ઓમ માટે.
      જયારે  તન્વી કોલેજ આવે છે તો ઓમ તક નો લાભ લઈ તન્વી સાથે ચિકડી ચુકડી વાતો કરી ને તન્વી ના ગ્રુપ માં સામેલ થાય છે.
      આ બાજુ તન્વી ને ઓમ ખુબ ગમી જાય છે.
        હવે ગ્રુપ મોટું થાય છે.બધાં પોતાની રીતે ખૂબ હોશિયાર ને સારાં ફેમિલીમાં થી આવતાં હોય છે.
        ઔમ ઝંખના ને સાથે ગમે તેમ કરી ને કોઈ પણ બહાનું કરી ને વાતચીત કરવાં પહોંચી જ જાય.તન્વી ને એમાં કંઈ અજૂગતું નથી લાગતું હોતું.
     આમ ને આમ છ મહિના પસાર થઈ જાય છે.તન્વી એનાં મન ની વાત ઝંખના ને બતાવી નથી શક્તી.કેમકે હજું  ઓમ સાથે ખાલી મજાક મસ્તી ને ભણાવવાની વાતો.
    પણ.આ બાજુ ઓમ ઝંખના ને પ્રપોઝ કરે છે ને ઝંખના પણ એનો સ્વીકાર કરે છે.
      ઓમ નો સાચો પ્રેમ ઝંખના ની નજર માં આવી ગયો હતો.એ પણ પુરાં દિલ થી એને પ્રેમ કરતી.પણ આ બધું તન્વી ને કહેવા માટે સારો દિવસ અને સમય શોધતી હતી.
   
   કોલેજ માં પરીક્ષા પતી ને નાનકડું વેકેશન હોય છે.ઝંખના ને ઓમ ફોન માં વાતચીત કરી લેતા.પણ એક દિવસ તન્વી ઝંખના ના ઘરે રોકાવા આવે છે ને એ એનાં મન ની વાત ઝંખના ને કહે છે.
      ઝંખના ના માટે તો તન્વી ને ઓમ એટલાં જ સરખાં હતાં એ બન્ને ને ખૂબ પ્રેમ કરતી.
        એ રાત્રે જ ઝંખના એ મન માં કઇંક નક્કી કરી લીધું.
કોલેજ ખુલી ત્યારે ઝંખના નું વર્તન ઓમ તરફ બદલાયેલુ હતું.ઓમ ની નજર માં તરત જ આવી ગયું કે કોઈક વાત છે જે ઝંખના એને નથી કહી શક્તી.
    ઝંખના ની હાલત તો ખૂબ જ કફોડી હોય છે.એ નથી તન્વી ને કહી શક્તી.નથી ઓમ ને.
        તન્વી ઓમ ની વધું ને વધુ નજીક આવે છે.ઓમ તો ઝંખના ની બેસ્ટ સહેલી એટલે વાત કરતો હોય છે.પણ તન્વી તો ખુશ ખુશાલ હોય છે ને ઝંખના ને કહે બધું જ.
    આમ ને આમ કૉલેજ નું બીજું વરસ પણ પતી જાય છે.
            ને ઝંખના નકકી કરી લે છે કે એ તનવી ને ઓમ થી દૂર જશે.
......એટલે એ એનાં પપ્પા ને વાત કરી ને બહારગામ બીજી કોલેજ માં જતી રહે છે.હા એ તન્વી ને મળી લેતી હોય છે.એની ને ઓમ ની વાતો જાણતી હોય છે.ઓમ પણ ખૂબ કોશિશ કરતો હોય છે ઝંખના સાથે વાત કરવાં માટે.કારણ જાણવાં માટે પણ ઝંખના એના મન ની વાત કોઈ ને કહેતી નથી ને બન્ને થી દૂર થતી જાય છે.કોઈ ને કોઈ બહાનું બનાવી ને ફોન પર પણ મળવા નું ટાળે છે.
   વરસ પણ નિકળી ગયું.તન્વી ઓમ ની વધું નજીક આવી જાય છે.પણ ઓમ ઝંખના ની વાટે હોય છે.એને ખબર છે કે ઝંખના એને કેટલો પ્રેમ કરે છે.
        તો તન્વી પણ ઝંખના ની વાટે હોય છે કે ઝંખના વેકેશન માં આવે તો એને બધી વાતો કરી ને ઓમ ને પ્રપોઝ કરશે.
     પણ ઝંખના એ તો બીજું જ નકકી કર્યુ હતું.એણે આ જીવન મેરેજ નહી કરવાનું નકકી કર્યુ ને પોતાનાં કેરિયર માં ટોચ પર પહોંચવા નું નકકી કરે છે.
              આવનારો સમય જ નકકી કરશે કોણ કયાં હશે ને કોનું શું થશે.


मन की गली में पहोंची,,
             सीधे रास्ते कब टेडे मेडे हो गये, ,,
                           और पथरिले रास्ते आ गये,,,,
                                   सोचा कुछ और ,,होता कुछ और,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED