Avkash nagri books and stories free download online pdf in Gujarati

અવકાશ નગરી

"મિશન ફ્યુચર ફિક્શન"

ઉર્જા દૂર દૂર નજર કરે છે તો એને બધુ ઉડતું નજર આવી રહ્યું હોય છે.


અરે ઉર્જા!!!
આ આકાશ માં થી શું ઉડવાનો અવાજ આવે છે? રાહુલ એ પૂછ્યું.
ઉર્જા એ જોયું તો નાના લોકો એમાંથી બહાર નીકળી ને આમતેમ દોડતા હતા.
ઉર્જા એમને જોવા લાગી. કઈક વિચિત્ર લાગી રહ્યા હતા. એમના પેહરવેશ પણ અજીબ હતા. એમના હાથ માં એક નાનકડી સ્ટિક હતી. એના ઉપર સ્ટાર હતો.એ લોકો એને પકડી ને નીચે ઉતર્યા. ઉર્જા અને રાહુલ બને એમની નજીક ગયા..તો એ લોકો થોડા ડઘાઈ ગયા.

રાહુલ એ કીધું અમે તમને કોઈ નુકસાન પોહચાડવા નથી આવ્યા. તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. ત્યારે જઈ ને એ લોકો નજીક આવ્યા.
રાહુલ એ પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો તો.. એમના કેપ્ટન એ કીધું અમે પ્લુટો પર થી આવ્યા છીએ...
રાહુલ: કેમ?
કેપ્ટન એ કીધું અમે પૃથ્વી ની મરમત કરવા આવ્યા છીએ.
રાહુલ તો આશ્ચર્ય થી જોઈ રહ્યો..,.. પૂછ્યું કેમ??
તો કહે...
કેપ્ટન એ કીધું અમે પૃથ્વી ની મરમત કરવા આવ્યા છીએ.
રાહુલ તો આશ્ચર્ય થી જોઈ રહ્યો..,.. પૂછ્યું કેમ??
શું જરૂર છે એવી? તો કહે પૃથ્વી પરના આવરણો માં ખૂબ પ્રદુષણ લાગી ગયું છે તો અહીંયા અમે એને સાફ કરી ને પાછા જતા રહીશું...
ઉર્જા તો એટલી ખુશ થઇ ગઇ ને એ લોકો ને કહેવા લાગી... તમે શું કરશો? કેવી રીતે કરશો? તો કહે અમારી પાસે જાદૂઈ છડી છે એનાં થી સફાઈ કરશુ.

એ લોકો એમનું કામ કરવાં લાગ્યાં. ઉર્જા ને પણ પ્લુટો ગ્રહ પર જવાનું મન થયું.એણે રાહુલ ને કીધું.રાહુલે કીધું મારે નથી આવવું પણ તારે જવું હોય તો જા.

ઉર્જા તો છાનીમાની એ લોકોનું ધ્યાન નાં જાય એમ એમનાં યંત્ર માં બેસી ગઈ.યંત્રયાન તો એટલું સરસ હતું કે નાં પુછો ની વાત.
એમાં જમવાનું આપોઆપ તૈયાર થઈ જતું.. જે બનાવું હોય એ વસ્તુને રોબોટ મશીન માં મુક્તો જાય. ઉર્જા તો ખુશખુશાલ થઈ ગઈ.પણ એને જમવાનું કેવી રીતે મળશે? એ લોકો થી તો છુપાયેલી હતી.

યંત્રયાન પ્લુટો પર પહોંચી ગયું.બધાની સાથે ઉર્જા પણ ઉતરી. બધા તો એને જોઈ રહ્યા.કેપટને અહીં આવવા નું કારણ પુછ્યું... ઉર્જા એ કીધુ મને તમારી દુનિયા જોવી છે.

કેપ્ટન વિચારીને કહે છે કે સારૂં પણ‌ તમે હવે એક મહિના સુધી પાછા નહીં જઈ શકો.કેમકે અમારું યંત્ર મહિના ઓ પછી પૃથ્વી પર જશે.

ઉર્જા પાસે બીજો કોઈ રસ્તો પણ ન્હોતો.રોકાવુ જ પડે .તો એ ખુશી ખુશી રહેવા તૈયાર થઈ ગઈ.
એણે અહીં જોયુ તો બધાં ઉડી ઉડી ને એક જગ્યાએ થી બીજી જગ્યા પર જતા હતા. સરસ વેહતા ઝરણાં ને નદી.. પહાડો ને ગુફા હતી. અહીંયા કોઈ રોડ નહોતા કે કોઈ વાહન નહિ. અહીં જંગલ પણ હતા.. તેમાં બધાં પ્રાણી.. પશુ પણ રેતા. પણ એ બધાં નાના નાના દેખાવ માં. ઉંચા શિખરો પર આવેલાં વૃક્ષો ને ઘણું બધું હતું. ઊર્જા ને તો ખૂબ મજા પડી ગઈ.
અહી રહેવા માટે તો કેટલી મજા. શુધ્ધ હવા.. નહિ પ્રદુષણ.
તેને થયું અહીં લોકો કામ શું કરતા હસે? ખાવા માટે શું ખાતા હસે?? પૃથ્વી પર રૂપિયા થી વસ્તુ મળે એમ અહીંયા શું હસે??
બીજા દિવસે ઊર્જા ના આગમન માટે બધાં ને એક સુંદર મિજબાની નું આમંત્રણ બધાં ને આપવા માં આવે છે. કેપ્ટન ના ઘરે બધા એ સવાર થી જવું.. એવો સંદેશો એક પેટી માંથી જારી કરવામાં આવે છે. એવી પેટી હોય છે કે એમાં થી કંઈ પણ બોલાય એટલે ત્યાં રેતા દરેક ના કાન માં જ સંદેશો જાય. અગર કોઈ કારણ સર કોઈ ને કાન માં ના સંભળાય તો ત્યાં થી બીપ બીપ બોલવાનું એટલે પેટી માંથી બીજીવાર સંદેશો બોલાય. આમ કેપ્ટન નું કામ સરતાથી થઈ જતું.
ઊર્જા તો જોઈ જ રહી. બીજા દિવસ ની સવારે કપ્તાન ના ઘરે તો જાણે મેળો ભરાયો હોય એવું લાગ્યું. બધાં લોકો આવી ને ઊર્જા ને નીચા નમી ને અભિવાદન કરતા. વાહ ઊર્જા તો ગદગદ થઈ ગઈ.. આવું તો પૃથ્વી પરથી કોઈ એ ન્હોતું કર્યું.
પછી કેપ્ટન એ કહ્યું ઊર્જા એક મહિનો અહીં રેહશે આપડી સાથે.. એને જ્યાં જવું હોય ત્યાં લઈ જજો.. એ આપડા પ્લુટો ગ્રહ ની મહેમાન બનીને આવી છે.
બધાં એ એક સાથે ચિયર કર્યું. બધાં પાસે અલગ જગ્યાએ જવા માટે ની એક ટીમ બનાવી જે ઊર્જા ને રોજ એક દિવસ એમની સાથે લઈ જશે. જમવાનું પણ બની ગયું હતું.. ત્યાં તુલસી ખૂબ થતાં તો એનો ઉકાળો બન્યો હતો. વૃક્ષો પર થી અમુક લોકો ફળો લાવ્યા હતા એ જમવા માં હતા. ત્યાં જમવા માટે કોઈ દાળભાત કે રોટલી ન્હોતી.. ત્યાં તો સરસ મજાનું બધાં શાકભાજી નું મિક્સ કરેલું સુપ જ હતું ને એમનો ખોરાક પણ એ જ હતો. આજે બધાં જ ફ્રી હતા એટલે રોબોટ ને રજા આપી હતી.. બધાં યંત્ર માં જમવાનું બનાવવા માટેની સામગ્રી મિક્સ કરીને પીરસતાં હતાં.
ઊર્જા તો જોઈ રહી કે કેટલો સંપ છે.. સંપી ને કામ કરી રહ્યા છે. કોઈ હુસતુસી નહિ.. કોઈ ટેન્શન નહિ.. મરજી પડે એમ બધાં કામ કરે.
પહેલો દિવસ ને આવું સરસ જોવા મલયું.. બધાં જમવા બેસ્યા.. જમવાની થાળી પણ ઝાડ ના થડ માંથી બનાવી હતી.
બીજા દિવસે જેમાં ગ્રુપ સાથે લઈ જવાના હોય છે એ લોકો વેહલી સવારે આવી પોહચ્યા. ઊર્જા તો ઉડી ના શકે એટલે એમનાં માટે પવન પાવડી લાવ્યા હતા જેમાં બેસી ને એ ઉડી શકે.
સવારે એમની સવારી ઉપડી..એ લોકો ના ઘરે લઈ ગયા ત્યાં એમનાં પત્ની ને બાળકો ની સાથે મળવ્યા ને ત્યાંથી એ લોકો
મોટા સરોવર પાસે લઈ ગયા.. ત્યાં નું પાણી એકદમ ચોખખું હતું. અને એમાં રહેલી માછલીઓ બોલતી હતી એ લોકો વાતો કરી શકતી હતી. એમને ભૂખ લાગે ત્યારે બહાર આવી ને એમનો ખોરાક ઝાડ પર થી લઇ જતી હતી. પણ એ લોકો સમજી ને એક બીજા સાથે મળી ને ખાતા હતા.
ઊર્જા તો રંગબેરંગી માછલી ઓ ને જોઈ ને ખુશ થઈ ગઈ ને એમાં પણ એ વાતો કરી શકતી.. આપડા જેમ બોલી સક્તી. ઉર્જા એ ખૂબ વાતો કરી એમની જોડે રમી.. પાણી માં મસ્તી કરી. એમ કરતાં સાંજ પડવા આવી..એ લોકો ને આવજો કહી ને નીકળ્યા. પહાડ ની ટોચ ઉપર બેસ્યા.. ઊર્જા ને ત્યાં થી એટલો સરસ નજારો જોવા મળ્યો.. એને તો થયું પૃથ્વી કરતા તો પ્લુટો ગ્રહ પર રેહવાની મજા આવે છે.. કોઈ ઝંઝટ નહિ.
વિચારો ની હારમાળા વચ્ચે એ લોકો ઘરે આવ્યા. ઊર્જા ને સરસ મજાનું ઘર આપ્યું હતું... જે ઝાડ પર બનાવવા માં આવ્યું હતું. અંદર બધી જ સગવડ.
નાના નાના 3 પલંગ હતા..એક મોટો એક એનાં થી નાનો ને એક સાવ નાનો. ઊર્જા એ વચે માં સુઈ ગઈ. એને જાત જાત ના વિચારો સાથે ઉંઘ આવી ગઈ.
સવારે ઉઠી તો 3 ગ્લાસ માં જ્યુસ હતું.. ફ્રૂટ હતા... ઊર્જા ને તો ચા પીવા ની ઈચ્છા થઈ પણ અહીંયા કોઈ ચા હતી જ નહિ. ઊર્જા એ વચે વાળા ગ્લાસમાં જ્યુસ પીધું.. આ બધું કામ રોબોટ કરતો.
આજે એ લોકો એવી જગ્યાએ જવાના હતા જ્યાં લોકો કામ કેવી રીતે કરે છે.. બધું સફાઈ કેવી રીતે કરે છે.. પવન પાવડી ઊર્જા ને લેવા આવી ગઈ.. જે ટીમ સાથે જવાનું હતું એ લોકો પણ સાથે ઉડી રહ્યા હતા. એવી જગ્યાએ લઈ ગયા જ્યાં સપાટ જમીન હતી એમાં નાના નાના ઝૂંપડા હતા. એમાં બધાં પોતાનું કામ લઈ ને બેઠા હતા. કોઈ ઝૂંપડા માં યંત્રો દ્વારા કચરો ભેગો કરી તેમાં ખાતર બનતું હતું. તો કોઈ ઝૂંપડા માં યંત્રો દ્વારા લાકડી ઓ બનાવવા માં આવતી. બંબું પ્લાન્ટ ની.
કોઈ યંત્ર માં કપડાં બનાવવા માં આવતાં. અહી બધાં જ નાનું મોટું કામ કરતા.

ઊર્જા ને તો જોઈ ને નવાઈ જ લાગી.. કેવા ખંત થી કામ કરી રહ્યા છે. જોઈએ એટલું જ કામ કરવાનું.. કોઈ વધારા નું ભેગું કરી ને વેચવા નું જ નહિ.
આખો દિવસ એ બધું જોવા માં નિકળી ગયો. સાંજે તો પાછું આવી જવાનું હતું.
ઉર્જા ને તો રોજ રોજ નવી નવી જગ્યા એ જવા મળતું.એક દિવસ પેલા યંત્ર જેમાં બેસી ઉર્જા આવી હતી ત્યાં લઈ જવામાં આવી. ઓહો એને બનાવવા માં કેટલી મેહનત કરવી પડે.. ને એવું દિમાગ બીજા કોઈ ગ્રહ પર પણ નથી.. એને ચલાવવા માટે ખૂબ પાણી ની જરૂર પડે. અને એક આખો મહિનો થોડું થોડું પાણી ભરો તો જ ચાલે. એવું યાન હતું.
ઉર્જા એ કેપ્ટન ને મળી ને વાત કરી કે.. અમારા પૃથ્વી માટે આવા નાના નાના યાન બનાવી અપસો??
જો પૃથ્વી પરના દરેક સ્થળે થી બીજી જગ્યા એ આવા યાન માં જવા લાગે તો.. પ્રદુષણ ફેલાય નહીં. સમય બચી જાય. રોડ પર ટ્રાફિક જામ થાય નહિ.
મોટા ભાગના લોકો એમની ઓફિસ ઘર માં શરુ કરી શકે ને એમની વસ્તુ યાન થી મંગાવી શકે.
કેપ્ટન ને કહ્યું બનાવી આપુ પણ એ લોકો અમારા ગ્રહ પર આવી ને અમારું જીવન વેરણ છેરણ કરી નાખે તો?? અમે બધાં શાંતિ થી જીવીએ છીએ.. અહીં આવી ને અમારી જગ્યા પર રેહવાં લાગે તો અમે ક્યાં જઈએ?
ઉર્જા એ કીધું હું અમારા દેશ ના વડા ને પૂછી લઈશ. જયારે તમે આવશો ત્યારે હું કહીશ.
કેપ્ટન ભલા હતા તો એમને હા પાડી. ઊર્જા ને પૃથ્વી પર લઈ જવા ઘણી બધી ગિફ્ટ ભેટ માં આપી.
આજ નો એ દિવસ હતો.. ઉર્જા ને જવા માટે નો. ખુશ પણ હતી ને દુઃખી પણ. અહીંના લોકો નો પ્રેમ જોઈ ને પાછું જવાનું મન ન્હોતું થતું પણ રાહુલ રાહ જોતો હસે..
ઉર્જા ને મૂકવા યાન માં મૂકવા ટીમ સાથે મૂકવા આવી.
રાહુલ રોજ ઉર્જા ની રાહ જોતો બેસી રેહતો.
આજે રાહુલ ની પ્રતીક્ષા ફળી હતી. યાન આવતું દેખાયું. રાહુલે પણ ઘણું બધું આપવા માટે રાખ્યું હતું યાદગીરી સ્વરૂપે...
રાહુલ ને ધક ધક થવા લાગ્યું.!! ઉર્જા આવી છે કે???? ત્યાં રહી ગઈ હસે???

યાન નજીક આવ્યું.. ઉર્જા ને ઉતરી જવા જતા હતા તો એમને રોકી રાખ્યા ને રાહુલ ની ગિફ્ટ અને.. ઉર્જા મોટો પીપ લઈ આવી એમાં પાઈપ વડે પાણી ભરી આપ્યું.. બહુ બધું પાણી મોકલાવ્યું..
ઓહ!!! એ લોકો ઉર્જા ની આવી સુંદર ભેટ થી ખૂબ જ ખુશ થયા.
ને ઉર્જા,રાહુલ તેમને આવજો કહી ને ઘરે આવ્યા.

રૂપલ મહેતા (રૂપ)💖







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED