વફાદાર shadow Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વફાદાર shadow

shadow એટલે પડછાયો ...

   હા મારા ઘર ના હરૈક ના દિલ માં રાજ કરતો અમારો shadow.
   4 month અગાઉ મતલબ પહેલાં અમારા ઘરે dog નું આગમન થયુું.એનું નામ અમે shadow રાખ્યુ.
  એના આવવા થી ઘર જાણે બે ચાર લોકો રહેવા આવ્યા હોય એવુંં લાગયું.
 આખું ઘર જાણે એની આગળ પાછળ.
     shadow ઘર નો મેમ્બર એ પણ.નાનો . બસ બોલી ના શકે પણ બધું જ આપણ ને સમજાવી શકે.
પહેલાં બે દિવસ તો એને અમારી જોડે મિક્સ થવાં માં તકલીફ પડી અને અમને પણ.
 એની જગ્યા બદલાઈ ... એની માતા વગર એકલો ...અને અજાણ્યા લોકો ની વચ્ચે.
   કુદરતે કેવી વિધિ ના લેખ લખ્યા હશે?? કયાં? ક્યારે?? કોની જોડે લેણદેણ ના સંબંધો હશે??
    shadow સાથે પણ અમારે ગયા ભવ ની કોઈ લેણદેણ હશે.
 માણસ જેવું જ સમજતાં આવડે પણ બોલી ના શકે.
 એને ઘરનાં લોકો ને ઓળખતા બે દિવસ થયાં.
      એ આપણા ને એટલું બધું વહાલ કરે .. આપડી આગળ પાછળ ફરયા કરે.
 shadow ને અમે shadu પ્રેમ થી કહીએ.
     એ તો કોઈ પણ આવે ઘર માં તો ઓળખી જાય.અજાણ્યા ને ઘર માં ના આવવા દે.5th મહિના માં એનો અવાજ બદલાઈ ગ્યો.એટલું મોટું મોટું થઈ ગયું.
 રાત્રે એ ના સુવે ને દિવસે સુઈ જાય.એ પણ કાગડા જેવી ઊંઘ ,કોઈ નો પગરવ પણ ખબર પડી જાય એને. દૂર થી તો ઘર ની દરેક વ્યકિત ને એની સુગંધ થી ઓળખી જાય છે.
   ખૂબ વહાલ વરસાવે આપણા ઉપર.બહાર જઈ એ તો ખબર પડી જાય .પર્સ ખેંચી લે.દુપટા ફાડી નાખે. સૂઝ પકડી લે.એને મુકી  ને જાવ એટલે જવા ના દેવા ની તમામ કોશિશ એ કરે.
  અને આવી એટલે તો એટલું વહાલ વરસાવે .. એને પંપોળો..
.. જમવાનું એનું નિયમિત..સમય થાય એટલે તો પુરું..એની ભાષા માં આપણ ને સમજાવે કે એને ભૂખ લાગી છે.
 જમવામાં ભલે એના અલગ વાસણ માં આપીયે.પણ ઘર ના દરેક મેમ્બર ની જોડે જમવા જોઈ એ.બધાં એ થોડી રોટી એને આપવાની જ .નહીંતર કકળાટ કરી મુકે.એવો છે shadow .
 અરે જીદ તો ખૂબ જ .જે વસ્તુ જોઈ તો એને જોઈએ જ .ગમે તેટલું કરો એને ભુલવાડો પણ બીજા દિવસે તો યાદ આવી જ જાય. 
   અરે એને કોઈ વસ્તુ સંતાડી હોય તો અઠવાડિયે યાદ આવે ત્યા શોધે.
   એને નાના બાળકો ખૂબ ગમે.shadow ની breed જર્મન શેફર્ડ છે. બહુ જ ચાલાક હોય એને જે સમજાવો એ સમજી જાય.
  રાત્રે એને ફરવા જવાનું જ.activa /car માં તો એટલું મસ્ત બેસી જશે ને.
  ઘર માં એસી ચાલતું હોય તો જયાં વધારે ઠંડી હવા આવતી હોય ત્યા સેટ કરી ને સૂઈ જશે.
   રાત્રે તો એકલું ના સુવે તો આપણા પગ પાસે આવી ને સુઈ જાય સરસ રીતે.એને વોશરુમ જવું હોય તો આપણા ને ઉઠાડી ને બહાર લઈ જશે.
    કેવું સરસ ઈશ્વરે નિર્માણ કર્યુ છે ડોગી લોકો ને.
એ કશું જ કરે નહી ઘરનાં લોકો ને.એને પણ લાગણીઓ હોય.. એ ને જો ખિજાયા હોય એ તો રડે. આંખો માં આંસુ આવી જાય..એને ખોટું લાગી જાય.. મો ફેરવી ને સૂઈ જાય.. ગમે તેટલું મનાવો પણ ત્યારે તો ના જ માને. પણ પછી અડધો કલાકમાં બધું ભુલી જાય.
    જો કંઈ બોલ્યા હોય તો ખાય નહી ..બહુ નાટક કરે.
પણ એની  પર વહાલ પણ ખુબ આવે.
  હા એને હેરફોલ થાય ..એને પણ વિટામીન ની દવા પિવડાવી પડે.બધું જ એક નાના છોકરાં જેવું જ .બસ બોલી ના શકે એટલું જ .
    બસ બોલે નહી પણ માણસ કરતાં પણ વધારે પ્રેમ આપે.
સૌથી વફાદાર પણ.
 મારાં ઘર નો લાડકવાયો અમારો shadow.