શકુન્તલા દેવી Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શકુન્તલા દેવી

એમેઝોન પ્રાઈમ વિડિયો પર મુવી જોવાની મજા પડે છે અને જ્યારે સમય મળે ત્યાર જોઈ શકાય .

આવું જ એક સરસ મજાનું મુવી આવ્યું છે શકુન્તલા દેવી.મેથસ ની જીનિયસ.

એમેઝોન પ્રાઈમ વિડીયો પર શકુંતલા દેવી મુવી આવ્યું છે જે ખરેખર ખુબ જ સરસ છે અને ગર્વ થાય એવું છે .આપણને ગર્વ થાય કે શકુંતલા દેવી જેવાઆપણા ભારતમાં વિદ્વાન લેડી થઈ ગયા. અને જે રીતે એ મેથ્સની મતલબ ગણિતની ગણતરીઓ ફટાફટ કરી લેતા હતા. અને એને પોતાની મરજીથી પોતાની જિંદગી જીવી એનું ખૂબ સુંદર રીતે આલેખન થયું છે.
આખી વાર્તા ખૂબ જકડી રાખે એવી છે. સત્ય ઘટના ઉપર છે. અને બધાં જ પાત્રોનો દમદાર અભિનય છે.
ખાસ કરીને વિદ્યા બાલનની એક્ટિંગ ખુબ સરસ છે. સરસ મજાનું ગામડું એ વખતનું બતાવ્યું છે. અને પરિવાર જે ગરીબ પરિવારોને એમની કમાણીને આધાર શકુંતલા ઉપર નાની બાળકી ઉપર હોય છે. તે ખૂબ સરસ રીતે આલેખન કરેલું છે. માતા સાથેના સંબંધો અને જ્યારે આ વિદ્યા બાલન એની મમ્મી ની પેટી ખોલે છે વર્ષો પછી ત્યારે તો કોઈ હોતું નથી ....એની મમ્મી પણ મરી ગઈ હોય છે... અને એની સાડી ને જોઈને ખૂબ રડે છે. એની પેટીમાંથી એની મમ્મીએ એની બધી જ કાપલીઓ જે એને એવોર્ડ મળ્યા હોય છે બધી સાચવીને રાખી હોય છે. અને એમાંથી એ પોતાની દીકરી માટે એને રીયલાઈઝ થાય છે કે ના મારે મારી દીકરીને આ રીતે......... એ વિચારે કે ના મારી મમ્મી ને નફરત કરે ....મને નફરત કરે મારી દીકરી એવું નથી કરવું . અને મા-દીકરીના જે સંબંધો હતા... હોય છે ..ખુબ જ સરસ બતાવ્યા છે. દીકરી આટલી મોટી મહાન માતાની અને એનું બાળપણ કેવી રીતે વિશેષ છે .એના મમ્મી પપ્પા કેવી રીતે અલગ થઈ જાય છે.. એ એ બધું જ સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે એના પપ્પાને કલકત્તા માટેનો પ્રેમ એની નોકરી ત્યાં.. અને વિદ્યા બાલનને તો આખા વર્લ્ડમાં બધા બોલાવતા હોય છે. અને એ કેટલી બધી રીતે એને પોતાનું નામ રોશન કર્યું હોય છે અને ખૂબ મિલકત ભેગી કરી હોય છે. અને જે છેલ્લો એન્ડ છે... અંત છે એ તો ખૂબ જ સરસ છે મા દીકરી નો જે અંત છે વિદ્યા બાલન હંમેશા પોતાના ગણિતના નંબરોને બહુ જ પ્રેમ કરતી હોય છે ..અને એક આલ્બમ બનાવી રાખ્યું છે.. આલ્બમ એને પોતાના દિલની નજીક હોય છે. જેમાં એને એવોર્ડ મળ્યા હોય છે. ..પણ જ્યારે છેલ્લે એ આલ્બમ એની દીકરીના માટે બધું ભેગું કરે છે.. અને એ જોઈને એની દીકરી પણ પીગળી જાય છે .અને એની માટેનો પ્રેમ જાગી જાય છે એની દીકરી પણ એક દીકરીની માતા બની હોય છે. એટલે આ સરસ મા દીકરી નો જે સંબંધ બતાવ્યો હોય છે તે ખૂબ જ સરસ છે. અને આખું મુવી જકડી રાખે એવું છે. બધા જ પાત્રોનો અભિનય એટલો સરસ છે અને ક્યાંય પિક્ચરમાં કોઈ કચાસ નથી . શકુન્તલા દેવી એ બધી જગ્યાએ સાડી પહેરેલી છે. લન્ડન પણ સરસ બતાવ્યું છે એની દીકરી પણ બહુ ફાઈન છે ખરેખર આ મુવી એક બે વાર જોવા જેવું .અને એમેઝોન પ્રાઈમ પર આપણે આપણી સમય મુજબ જોઈ શકે થોડું થોડું થોડું બાકી ત્રણ કલાક અત્યારના સમયમાં કાઢવા એક સાથે થોડું મુશ્કેલ છે. પણ amazon prime video ના હિસાબે થોડું-થોડું કરીને પણ આખું પિક્ચર જોઈ શકાય છે થેન્ક્યુ આભાર.

રુપ ✍️