sazish books and stories free download online pdf in Gujarati

સાજિશ

સાજિશ

વરસો પહેલાની વાત... લગભગ પચ્ચીસ વર્ષ.

ઈશ્વર પ્રત્યેક ક્ષણે દસ્તક આપી માનવીને સજાગ કરે છે. પણ સાજિશ એનું કામ કરી જાય છે.

આવી જ એક કહાની બેંગલોર માં રહેતાં પરિવારો વચ્ચે રચાય જાય છે. બિલકુલ એ કુદરતી રીતે નહિ પણ એક ઈન્સાન નાં શાતિર દિમાગ ની એ ઉપજ હતી જે ઘણા વરસો સુધી પડદો રહયા બાદ ઉચકવા જઈ રહ્યો હતો.

દેબોજીત એક અમીર પિતાનો લાડકોડથી ઉછરેલો દિકરો હતો. પિતા બિમલ રોય એક બહુ મોટાં સરકારી અધિકારી હતા. એમને સંતાનમાં બે પુત્રો અને એક પત્ની.
ભાઈ,ભાભી,બહેનોનો પરિવાર હતો. ખૂબ ગરીબી માથી આગળ આવ્યા હતા.
બિમલ રોય જ્યારે નાનાં હતાં ત્યારે એમનું બાળપણ ખૂબ ગરીબી માથી પસાર થયું હતું. એક નાનકડી ખોલી એમાં પણ પિતાજી લકવાગ્રસ્ત. નાનો ભાઈ અને બહેનો. માતા આજુબાજુ નાં ઘરોમાં કામ કરતી. ખેતરોમાં કામ કરતી. થાકી હારી ખાટલે બેસી પાન અને બીડી પીતી.

લાંબી બિમારી બાદ બિમલ રોયના પિતાનું અવસાન થાય છે. બિમલ પર ઘર આખા ની જવાબદારી આવી પડી હોય છે.
સવારની શાળા હોઈ બપોર બાદ બિમલ પણ નાનું મોટું કામ કરી લેતો.શાળા નાં ભણતર માં હમેશા અવ્વલ નંબરે પાસ થતો. એ જમાનામાં શિક્ષકો બાળકનાં ઘડતરમાં ફાળો આપતાં. તેમની અંદર રહેલા હુન્નર કૌશલ્ય નાવિકાસ માટે શિક્ષકો અંગત રીતે રસ લેતા.

આમને આમ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી કરવા લાગી ગયો. એ વખતે પગાર માંડ પાંચસો રૂપિયા. એ પણ આજનાં જમાનાના પાંચ હજાર ગણી શકાય.
બાળપળમા જ માતા એ એનાં લગ્ન કરાવી આપ્યા હતાં અને હવે માતા પણ ઈશ્વરનાં દરબારમાં પહોંચી ગઈ હતી.
આ બાજુ સરકારી નોકરી મળતાં બાજુની કોલેજમાં અભ્યાસ કરતી અનવેશા સાથે મુલાકાત થઈ હતી અને બંને પ્રેમમાં પડ્યા હતાં.

અને બાળપણની પત્ની સાથે ડિવોર્સ લઈ ...અનવેશા સાથે લવ મેરેજ કર્યા હતા. બંને નું સુખી લગ્નજીવન ચાલતું હતું.
સરસ મજાનાં બે દિકરાઓ નું આગમન થયું હતું.

સુખેથી જીવન પસાર કરી રહ્યા હતા ને બાળકો પણ મોટાં થઈ રહ્યા હતા.

દેબોજીત ભણવા માટે બેંગ્લોર ની સારામાં સારી યુનિવર્સીટી માં એડમિશન લે છે. ત્યાં એનાં શાળાનાં મિત્રો પણ સાથે જ હોય છે.

પોતાની હોશિયારી નું ખૂબ જ અભિમાન દેબોજીતને. બસ હંમેશા પોતાની જ ખુશી જુએ. બીજા ની તકલીફ નજરમાં પણ નાં આવે.
કોલેજમાં એકદમ કડક ઈસ્ત્રી ટાઈટ કપડા..એ જમાનામાં બ્રાન્ડેડ કપડાં પહેરતો. જ્યારે બીજા લોકો સાયકલ લેતાં ત્યારે જ દેબોજીત સોળ વરસની ઉંમરે બાઈક ચલાવતો. એને જોઈને ઘણી બધી છોકરીઓ એની પાછળ પડતી અને એ ઘણી છોકરીઓ સાથે ફલટૅ કરતો.‌

એવામાં એને કોલેજોની સૌથી સુંદર છોકરી પસંદ આવી ગઈ અને સાચે એ એનાં પ્રેમમાં પડી ગયો.‌
પ્રેમમાં હતો અને એમાંય ઘરે રૂપિયા ની રેલમછેલ હતી.. એટલે નિહારિતા સાથે પિક્ચર જોવા, પાર્કમાં અને ઘણી બધી જગ્યાએ હોટલમાં જમવા જવાનું બનતું.

અરે કોલેજના મિત્રો સાથે અવારનવાર પાર્ટીઓ ગોઠવતો. દુર્ગા પૂજા માટે તો સ્પેશિયલ નવા કપડાં લેતો અને નિહારિતા માટે પણ લાવતો. ખૂબ ફરતો અને ઘણી બધી યાદગાર યાદો સાથે ફોટા પણ પડાવતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. કોલેજ ના ત્રણ વર્ષ તો પળવારમાં પુરાં થઈ જાય છે.

હવે જ્યારે બંને બહાર મળતાં તો કોઈ નેં કોઈ જોઈ જાય છે અને નિહારિતા નાં ઘરે આવીને કહી જાય. મમ્મી બધી વાત પતાવી દેતી. પોતાના પતિ સુધી પહોંચવા દેતી નહોતી કેમકે એની દિકરી એકની એક હતી .

એકવાર તો વાત વણસી ગયેલી લાગતાં નિહારિતાની મમ્મી દેબોજીત ને મળવા માટે બોલાવે છે. પોતાની દિકરી ને ભૂલી જવાનું કહે છે.
તો પણ એની કોઈ અસર એ બંને પર થતી નથી અને વાત વણસી હતી અને નિહારિતા નાં પપ્પા સમક્ષ આવી જાય છે. બંને અલગ-અલગ કાસ્ટ નાં ‌હોય છે. નિહારિતા ઉચ્ચ જાતિની હોય છે અને દેબોજીત એ લોકો કરતાં નીચી જાતિના હોય છે.

એનાં પપ્પા જ્યારે દેબોજીત ને જેમતેમ બોલે છે.્નિહારિતા ને કહી દે છે કે તું આ ક્ષણે એની સાથે જઈ શકે છે પણ અમારા ઘરનાં દરવાજા બંધ થશે.
નિહારિતા એક પણ શબ્દ બોલ્યા વગર એનાં પપ્પા સાથે જતી રહી અને ફરી ક્યારેય પાછી નહિ ફરે...

એમનાં મિત્રો સાથે જાતિનું કારણ દર્શાવી એની દુનિયા માં જતી રહી.. અને તરત બીજા મહિને કોઈ બીજા મિત્ર સાથે પ્રેમ અને દોસ્તી કરી લે છે. અને દેબોજીત ની સામે પણ જોતી નથી.

તો દેબોજીત ફરી ઘણી બધી છોકરીઓ સાથે ફલટૅ કરે છે.
એવામાં મિલોની એની સખીઓ સાથે એક રેસ્ટોરન્ટમાં ડિનર પર આવી હોય છે અને એને જોઈ દેબોજીત એની સાથે ફલટૅ કરવાનાં પેંતરા રચે છે પણ મિલોની એક હોશિયાર અને હોનહાર છોકરી હોય છે. એ આવાં છેલબટાઉ છોકરાઓને સારી રીતે ઓળખતી હોય છે. એટલે એ કોલેજ કે શાળા માં કે બીજે ક્યાંય કોઈ છોકરાઓ સાથે બોલતી નહી એક અંતર રાખતી..્અગર બોલવું પડે તો એ એની મર્યાદા સમજતી હતી.

દેબોજીત ને ખબર પડી કે નિહારિતા સગાઈ કરવા જઈ રહી છે ... એટલે એ એને દેખાડવા માટે મિલોની જોડે યેનકેન પ્રકારે વાતચીત કરવા નો પ્રયત્ન કર્યા કરતો રહેતો હતો.
મિલોની જ્યાં જાય ત્યાં સુધી પીછો કરે. ખૂબ ખૂબ પ્રયાસો પછી એ મિલોની ના દિલમાં જગા બનાવવામાં સફળ થયો.

પણ મિલોની એની અંદર રહેલી કટુતા કે ખોટા પ્રેમ ને જરા પણ ઓળખી ન શકી.

મિલોની ને દેબોજીત એનાં મમ્મી-પપ્પા સાથે મળવા લઈ જાય છે. અને પોતાની પસંદગી જણાવે છે.
મિલોની એટલી બધી સુંદર અને ભોળી કે દેબોજીત કોઈ મકસદથી એની સાથે પ્રેમ કરી રહ્યો હતો એની જાણ જ નાં થઇ.

પરિસ્થિતિ બિલકુલ નિહારિતા જેવી જ આવીને ઉભી રહી.‌મિલોની નાં ઘરનાં સૌઐ જાતિને કારણે આ લગ્ન શક્ય નથી તેમ જણાવ્યું.. મિલોની પણ એક સમયે નાં નો જવાબ લઈને આવી હતી.

પણ દેબોજીત ફરી પોતાની હાર સ્વીકારી ન્હોતો શક્તો એને તો નિહારિતા ને બતાવી દેવું હતું.

ખૂબ પ્રેમ નું નાટક કરી મિલોની નેં મનાવી લીધી હતી.

અને જ્યારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા પછી મિલોની ને સમજ આવી હતી કે દેબોજીત એને કોઈ પ્રેમ નથી કરતો. કોઈ વસ્તુ પડી હોય એવી જ હાલત હતી એની. એક કામવાળી જેટલી જ હેસિયત કરી હતી.

મિલોની માટે એનાં ઘરનાં દરવાજા બંધ થઈ ગયાં હતાં એટલે એ ક્યાં જાય?

ઘરનાં બધાં લોકો એને ત્રાસ આપવામાં બાકી નહોતાં રાખતાં. એવામાં એને સારાં દિવસો રહ્યા પણ દેબોજીત બીજી છોકરીઓ જોડે ઐયાશી કરવામાં રત હતો.
આ બાજુ એક સરસ મજાની લક્ષ્મી ને જન્મ આપ્યો મિલોની એ. અને એનાં ઉછેરમાં વ્યસ્ત.

ક્યારેક એને દેબોજીત નો વ્યવહાર જોઈ ખૂબ ઝગડો થઈ જતો. દિકરી પ્રત્યે કોઈ જવાબદારી નિભાવતો નહતો. ના કોઈ કામધંધો કરતો હતો. બસ મિત્રો પાછળ જીવન ફેડફતો હતો.

લગ્નના પચ્ચીસ મા વરસે જ એને દેબોજીત ની સાજિશ નજર સામે આવી હતી. એનાં મોબાઇલ ફોન માં નિહારિતા સાથે પ્રેમ ભરી ચેટિગ જોઇને.

જેમાં મિલોની ને તો માત્ર મહોરું બનાવી ઘરની શોભા માટે રાખી હતી અને... બંને જણા એક સાજિશ રચવા જઈ રહ્યા હતા..

મિલોની અને એની દિકરીને મારીને એકસાથે ફરી જીવવા માટે ની પ્રોમિસ કરીને.


એ રાત આજે આવી ગઈ હતી..ફરી એ જ મીઠું મીઠું બોલી બહાર ફરવા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું..હવે પહાડ પર હસતા હસતા ફોટા ખેંચવામાં આવી રહ્યા હતા.
અને અચાનક જ એક ધક્કો વાગતાં મિલોની દિકરી સાથે ઊંડી ખીણમાં પડી હતી અને છતાં પણ બચી ગઈ હતી.

જેવો દેબોજીત ધક્કો મારે છે ત્યારે નિહારિતા બહાર નીકળી એને ભેટી પડે છે.

અને......ભાગવાની તૈયારીમાં જ હોય છે ને પોલીસ જીપ આવી પહોંચે છે અને બંને ને હથકડી પહેરાવે છે.

આ બાજુ મિલોની ને એની દિકરી સાથે મહિલા પોલીસ દેબોજીત ની સામે લાવે છે.

એક જરા પણ પસ્તાવાનું બુંદ પણ દેબોજીતના ચહેરા પર નહતું.

કેમકે આ તો એની સાજિશ નો નાનકડો ભાગ હતો.

જ્યારે મિલોની ફોનમાં મેસેજ જોઈ લે છે અને એ તરત પોલીસ ની મદદ લે છે અને એ બચી જાય છે એની દિકરી સાથે.

રુપ ✍️
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED