દ્વિમુખી પ્રેમ (ભાગ 2) Riya Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

દ્વિમુખી પ્રેમ (ભાગ 2)


 ...... ગતાંક થી ચાલું
પ્રિયા નો ભૂતકાળ.... 
    પ્રિયા અને તેનાં મિત્રોનો કોલેજ માં પ્રથમ દિવસ શરૂ થાય છે... તે પાંચેય મિત્રો નું ગ્રુપ ક્લાસ માં પ્રવેશ કરીને પાસે પાસે ની બેંચ પર બેસે છે.. હજી લેક્ચર ચાલુ થવા મા વાર હતી અને ધીરે ધીરે ક્લાસ વિદ્યાર્થીઓ થી ભરાવા લાગે છે... કેટલાક ચહેરાઓ જોયેલાં તો કેટલાક અજાણ્યા હતાં... પ્રિયા અને ગ્રુપ તેમની વાતો માં મશગુલ હોય છે ત્યાં જ સોનાલી પ્રિયા ને બોલાવે છે.
    "પ્રિયા પેલો તારી ૨ બેંચ આગળ બેસેલો પેલો છોકરો તને જ ક્યારનો જોયા કરે છે."
    સોનાલી નું આટલું બોલતાં જ પ્રિયા સાથે તેનાં અન્ય મિત્રો પણ એ બાજુ નજર કરે છે.. ત્યાં એક છોકરો પ્રિયા ને જોતો હોય છે પરંતુ આ લોકો તેની બાજુ જોતા જ પોતાની નજર ફેરવી લે છે. અને આ બાજુ વિનય, રવિ તથા નેહા પ્રિયા ને ખીજાવા લાગે છે... અને પ્રિયા તેની સામે કઈ પ્રતિક્રિયા આપે એ પેહલા ક્લાસ ચાલુ થવાનો બેલ વાગે છે અને તમામ વિદ્યાર્થીઓ ગોઠવાઈ જાય છે. 
    ક્લાસ માં એક પછી એક શિક્ષકો આવીને પોતાનો તથા પોતાના વિષયો નો પરિચય આપી ને જાય છે... આમ ચાલુ લેક્ચર દરમિયાન સોનાલી નું ઘણી વખત તે છોકરા તરફ ધ્યાન જાય છે અને તેણી નોટિસ કરે છે કે તે પ્રિયા ને જ જોયા કરે છે.. તેને તે છોકરાનું આ રીતે પ્રિયા ને જોવું અજુગતું લાગે છે પણ તે કોઈને કાંઈ કેહતી નથી. 
    આમ ને આમ લેક્ચર પછી લંચ બ્રેક પડે છે અને આ ટોળી મસ્તી કરતા કરતા કેન્ટીન માં આવે છે... 
    મિત્રો કોલેજ માં કેન્ટીન એક એવી જગ્યા છે જ્યાં દરેકે પોતાની કોલેજ નાં મહત્વ ના યાદગાર સમય માંથી મોટા ભાગ નો સમય કેન્ટીન માં વિતાવ્યો હશે. 
    આ બાજુ પ્રિયા અને મિત્રો એક જગ્યા પસંદ કરીને બેસે છે. અને વિનય તથા રવિ છોકરીઓ ની પસંદ પૂછીને તે બધા માટે નાસ્તો લેવાં જાય છે. 
    "હજી કેટલી રાહ જોવડાઇશ તું? બિચારો તારી પાછળ ક્યારનો ફિલ્ડીંગ ભરે છે. હવે તો દયા કર અને કહી દે." પ્રિયા કોણી મારીને નેહા ને કહે છે. 
    ખરેખર માં નેહા અને રવિ એક જ સોસાયટી માં બાળપણ થી જ સાથે રમીને મોટા થયા હોય છે.. તેમના વાલીઓ વચ્ચે પણ ખુબ ઘનિષ્ઠતાં હોય છે.. તેમ જ નેહા અને રવિ મનોમન એક બીજા ને પસંદ કરતાં હોય છે પરંતુ કોઈ કઈ બોલી નથી શકતું. અને આ વાત તેમનાં ગ્રુપ માં દરેક ને ખબર પણ હોય છે.
     રવિ એ એકવાર ૧૨ માં ધોરણમાં નેહા ને લગન માટે પૂછ્યું પણ હતું. પરંતુ ભણવાનું બગડવાનાં ભય થી નેહા એ તેને ના પાડી દીધી હતી. પરંતુ સૌ ને ખબર હતી કે નેહા પણ રવિ ને ચાહે છે. પણ પછી ફરી ક્યારેય રવિ ને હિંમત ના થઈ નેહા ને કાંઈ પણ પૂછવાની અને તેઓ એ તેમની લાગણીઓ ને મિત્રતા ના પથ્થર વચ્ચે દબાવી દીધી.
નેહા પ્રિયા ને કોઈ જવાબ આપે  તે પેહલા છોકરાઓ નાસ્તો લઈને આવી ગયાં અને આ વાત અહીં જ પડતી મૂકાઈ. નાસ્તો કરતાં કરતાં પ્રિયા નું ધ્યાન ગયું કે કેન્ટીન નાં એક ખૂણે એક ટેબલ પરથી એક છોકરો તેણીને જોઈ રહ્યો હતો. પ્રિયા એ ધ્યાન થી જોયું તો તે છોકરો બીજું કોઈ નહીં પણ તે જ હતો જે ક્લાસ માં પણ તેને જોઈ રહ્યો હતો.
પ્રિયા તેને જોઈને સ્મિત આપે છે અને પાછી પોતાની મસ્તીમાં તેઓ ખોવાઈ જાય છે. સોનાલી નું ધ્યાન પેલાં છોકરાં તરફ જ હોય છે. તેને આ છોકરાં માં કાંઈક અજુગતું લાગી રહ્યું હતું પરંતું કોઇને તે કઈ કહી શકતી ન હતી. વિનય આ જોઈને સોનાલીને મજાક કરતાં કહે છે,
"તને તેની સાથે પ્રેમ થઈ ગયો છે કે શું! હા... હ.. હા."
તેની વાત સાંભળીને સોનાલી વિનય ને આંખ બતાવતી કહે છે કે કઈ નથી.
રવિ : જો ને બિચારો એકલો છે. તેનું કોઈ મિત્ર પણ નથી લાગતું. આપણે તેને આપણી સાથે શામેલ કરવો જોઈએ. બોલો શું કહો છો?
વિનય : (આંખ મારતાં) હા, કદાચ પ્રિયા નો કોઈ મેડ પડી જાય.
અને સોનાલી ને છોડીને બધાં હસી પડે છે. તેને તે છોકરો અને તેનું પ્રિયા ને આમ જોવું પસંદ ન હતું. વિનય તેનાં ગાલ ખેંચીને,
"અરે, બેબી! ચિંતા ના કરીશ. બની શકે કે તેને પ્રિયા બીજા ની જેમ પસંદ હોય. આમ પણ પ્રિયા ના આશિકો ક્યાં ઓછાં છે." અને તેઓ મજાક કરતાં તે છોકરાં પાસે જાય છે.
વિનય : હાય, આઇ એમ વિનય અને આ બધાં મારાં ફ્રેન્ડ્સ છે. અમે તારા જ ક્લાસ માંથી છીએ.
છોકરો : હાય, મારું નામ મોહિત છે.
રવિ : હાય, હું રવિ. તારું કોઈ ફ્રેન્ડ દેખાતું નથી! રજા પર છે?
મોહિત : મારું કોઈ ફ્રેન્ડ નથી. હું ભણવા માટે બાજુના નાના ગામ માંથી આવ્યો છું.
રવિ : તું અમારી સાથે રહી શકે છે. અમારો ફ્રેન્ડ બનીને. તને વાંધો ન હોય તો.
મોહિત : મને વાંધો નથી. થેન્ક યૂ.
ત્યારબાદ છોકરીઓ પણ પોતાનો એક પછી એક પરિચય આપે છે. પ્રિયા સાથે હાથ મિલાવીને મોહિત ના ચેહરા પર એક રહસ્યમયી સ્મિત આવીને જતું રહ્યું. જે કોઈના ધ્યાનમાં ન આવ્યું.
ત્યારબદ આ લોકો બધે જ સાથે રેહવા લાગ્યા.. મોહિત પણ ગ્રુપમાં ભળી ગયો હતો અને સૌ ને તેની સાથે ફાવવા લાગ્યું હતું. આમ કરતાં કરતાં તેઓની પ્રથમ પરીક્ષા આવી ગઈ. તેથી આ લોકો હવે કોલેજ નાં સમય સિવાય પણ લાઇબ્રેરિમાં બેસીને ભણતાં હતાં.
એક દિવસ જ્યારે પ્રિયા અને તેનાં મિત્રો કોલેજ બાદ વાંચવા માટે બેઠાં હતાં ત્યારે પ્રિયા એ નોટિસ કર્યું કે મોહિત નું ધ્યાન પુસ્તકો કરતાં વધારે તેનામાં છે. કેટલીકવાર તેઓની નજર પણ એક થઈ. હવે ઘણી વાર એમ થતું કે પ્રિયા નું જ્યારે પણ ધ્યાન પડે ત્યારે મોહિત તેને જ જોતો હોય છે. પ્રિયા પણ તેની આંખોમાં પોતાના પ્રત્યે ખેંચાવ અનુભવે છે. 
આમ દિવસો પસાર થઈ ગયા. તેઓની પરીક્ષા નો આજે અંતિમ દિવસ હતો. પેપર આપી ને સૌ મિત્રો કેન્ટીન માં બેઠાં હતાં. 
રવિ : હાશ.. માથે થી ભાર ઓછો થયો હોય એવું લાગે છે. હવે તો કઈ જઈને તાજગી મેળવવી પડશે. 
વિનય : હા યાર.. ચાલો આપણે પિકનિક પર જઈએ. 
પ્રિયા : પણ જઈશું ક્યાં? 
સોનાલી : ચાલો ગીર - સોમનાથ જઈએ. 
વિનય, રવિ, નેહા, પ્રિયા ચારેય એક સાથે : નાં. 
પ્રિયા : તું તો સાવ દાદા લોકો જેવી જગ્યાઓ જ લાવે છે. હવે આપણે કોલેજ માં છીએ. કોઈક સારી જગ્યા કહો. 
રવિ : ફ્રેન્ડ્સ, ચાલો ગોવા જઈએ. ત્યાં મારાં પપ્પા ના એક મિત્ર નું રિસોર્ટ પણ છે. મજા આવશે. 
રવિની વાત પર સૌ સંમત થઈ જાય છે. તેઓ નાં ઘરેથી પણ એ મિત્રો ને સાથે જવા પર કોઈ પ્રતિબંધ નથી હોતો. તેઓ ગોવા જવાનું નક્કી કરે છે. 
નેહા : પણ આપણે જઈશું કેવી રીતે? હમણાં છેલ્લાં છેલ્લાં તો ટ્રેન માં બુકિંગ પણ નહીં થાય. 
વિનય : ચિલ યાર, હું પપ્પા ને કહીને એમની ગાડી લઈ જવા માટે પૂછી જોઈશ. અને આપડે સાથે ડ્રાઇવર કરી લઈશું. 
સૌ : ઓકે.
રવિ : મોહિત તું તો કઈ બોલ. ક્યારનો કેમ ચૂપ છે?
મોહિત : મિત્રો હું નહીં આવી શકું. તમે લોકો જઈ આવો. 
પ્રિયા (દુખી થતાં) : કેમ? 
મોહિત : હું રજાઓ માં મારાં બા દાદા પાસે જઈશ. તેમનાં સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. 
રવિ : એટલે? કેમ? તારાં મમ્મી પપ્પા ક્યાં છે? 
સોનલ (આંખ ઝીણી કરીને) : હા. તું અહીં કોની સાથે રહે છે? તે ક્યારેય તારાં પરિવાર વિશે વાત નથી કરી. શું તું અમને તારાં મિત્રો નથી માનતો? 
 મોહિત (ઉદાસ ચહેરો બનાવીને) : નાં નાં એવું કાંઈ નથી.  વાત એમ છે કે મારાં માતા પિતા હું નાનો હતો ત્યારનાં મને એકલો છોડીને હમેશાં માટે ચાલ્યા ગયા છે. મને મારાં દાદા દાદી એ મોટો કર્યો છે. તેઓ ગામડે રહે છે અને હું અભ્યાસ માટે અહીં એક રૂમ રાખીને રહું છું. 
      તેની વાત સાંભળીને સૌ ઉદાસ થઈ જાય છે. રવિ અને વિનય તો તેને ભેટી જ પડે છે અને કહે છે કે અમે તારાં પરિવારજન જ છીએ. તેઓ તેને ગોવા અવવાં માટે આગ્રહ કરે છે. પ્રિયા પણ તેને વિનંતિ કરે છે કે તે તેમની સાથે પિકનિક માટે આવે. એવું હશે તો અમે બધા તારાં દાદા દાદી સાથે વાત કરીશું.
      મોહિત માની જાય છે અને તેઓ ગોવા જવા માટે ૨ દિવસ પછી એટલે કે શનિવાર ની વહેલી સવાર પસંદ કરે છે જેથી રવિવારે સવારે ત્યાં પહોંચી જવાય.
      વિનય : સારું તો હું તમને સૌ ને તમારાં ઘરેથી પિક કરી લઈશ સૌ સવારે ૫ વાગે તૈયાર રહેજો. મોહિત તારું સરનામું આપી દે એટલે તને પણ તારાં ઘરેથી જ લઈ જાઉં. 
      મોહિત : હં... ના ના મારો રૂમ જ્યાં છે ત્યાં ની ગલીઓ ખૂબ સાંકડી છે તારી ગાડી નહીં આવી શકે, હું જ સવારે તારાં ત્યાં આવી જઈશ અને જોડે સૌ ને લેવાં જઈશું. 
      ત્યારબાદ સૌ બધું નક્કી કરીને પોતપોતાના ઘરે જવા નીકળે છે. મોહિત પ્રિયા નાં જતાં સુધી તેને તાક્યા કરે છે. અને તેઓના જતાં જ મોહિત નાં મુખ પર રહસ્યમયી સ્મિત આવીને જતું રહે છે. જે તેનાં દિમાગમાં કાંઈક રંધાઈ રહ્યું હોવાનો નિર્દેશ કરી રહ્યું હતું. અને તે પણ પછી પોતાનાં ઘર તરફ જવાં નિકળી પડે છે. 


વધું આવતાં અંકે... 

---------------------------------------------------------------------------
શું રહસ્ય હતું મોહિત નાં સ્મિત પાછળ? 
મોહિત કેમ પ્રિયા ને તાક્યા કરતો હતો? 
પ્રિયા ને આવેલો ફોન કોનો હતો અને તેની સાથે શું ભૂતકાળ જોડાયેલ છે જે તે રોહન ને જણાવા માગે છે? 
જાણવા માટે મારી સાથે જોડાયેલ રહો આ સફર માં. 




આપના મંતવ્યો, સમીક્ષા તથા અભિપ્રાયો જણાવા વિનંતી.