સંગાથ 12 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 12

સંગાથ – 12

કોલેજમાં સાથે અભ્યાસ કરતા પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પાંગરેલો પ્રણય લગ્નજીવન સુધી પહોંચતા ખૂબ મુશ્કેલ પરિસ્થિતોનો સામનો કરતા પરિવારની વિરુધ્ધ જઈ લગ્નની મંજીલ સુધી પહોંચે છે. લગ્ન પછી બંનેના જીવનમાં વારંવાર ઊભા થતા નાના મોટા પ્રશ્નોમાં તેમનું જીવન દુ:ખદાયક બની જાય છે. પોતાની પત્ની જાહ્નવી ના મળતા તેને શોધવા નીકળેલા પ્રત્યુષને જાહ્નવી માટેના સાચા પ્રેમનો અહેસાસ થાય છે. પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! હોસ્પિટલમાં રહેલી ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ બને તે રીતે ભયાનક અકસ્માત થયો હતો, પણ પ્રત્યુષ જાહ્નવીના કપડા અને તેની વસ્તુઓ અને તેના હાથમાં તેણે ગીફ્ટમાં આપેલ રીંગ જોઇ તે ડેડ બોડી જાહ્નવીની જ છે તે ઓળખ કરી શકે છે. જાહ્નવીના મૃત્યુથી પ્રત્યુષ સાવ ભાંગી પડે છે. જાહ્નવીથી દૂર થયા પછી ભાંગી પડેલ પ્રત્યુષ દારુના નશામાં ધૂત રહે છે. એક દિવસ દારુના નશામાં ટ્રાફિકવાળા રોડના સામે છેડે જાહ્નવી જેવી જ દેખાતી યુવતીને જોઇ તેની તરફ દોડી જવા કરે છે, પણ દારુના નશામાં અકસ્માત થતાં તે રોડ પર અર્ધ બેભાનાવ્સ્થામાં પડી રહે છે. જાહ્નવી જેવી દેખાતી યુવતીના આગ્રહથી પ્રત્યુષને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે, પણ પેલી યુવતીને પ્રત્યુષ પ્રત્યે કોઇ અકળ આકર્ષણ લાગે છે. પ્રત્યુષના એક્સીડેન્ટના સમાચાર મળતા તેના મિત્રો હોસ્પિટલ દોડી આવે છે. ભાનમાં આવ્યા પછી પણ પ્રત્યુષના મનમાં પેલી જાહ્નવી જેવી યુવતીના જ વિચાર આવ્યા કરે છે. પ્રત્યુષના મિત્રો પ્રત્યુષને હોસ્પિટલના સીસીટીવી ફુટેજના આધારે પેલી યુવતીનો ચહેરો જોવા સૂચન કરે છે. કાર્તિક પોતાની આંટીની મદદથી જમનાબાઇ હોસ્પિટલના તે દિવસના સીસીટીવી ફુટેજ જોવાની વ્યવસ્થા કેરે છે જે દિવસે પ્રત્યુષનો એક્સીડેન્ટ થયો હતો. બધા હોસ્પિટલમાં સીસીટીવી ફુટેજ જોવા આવી પહોંચે છે, પણ કોઇ ને કોઇ કારણે પેલી યુવતીનો ચહેરો સીસીટીવીમાં દેખાતો જ નથી, તેનાથી સૌ કોઇ અને ખાસ તો પ્રત્યુષ સાવ નિરાશ બની જાય છે. હવે આગળ વાર્તા માણીએ....

પ્રત્યુષની આશાના કિરણની આડશે ફરી નિરાશાના ગાઢ વાદળ છવાઇ ગયા. સીસીટીવી ફુટેજમાં પેલી યુવતી ગાડીમાં બેસી ચાલી ગઈ.

“આજે ખરેખર એક ઓઢણી નડી ગઈ...!” સુમિત સાહજીક રીતે જ બોલ્યો.

“નાવ...ધેર્ઝ નો મોર હોપ...!” નિરાશાથી કરમાયેલા વદને પ્રત્યુષ બોલ્યો.

“ધેર્ઝ ઓલ્વેઝ હોપ માય ફ્રેન્ડ..!” કાર્તિકે સીસીટીવી ફુટેજ તરફ ધ્યાન આપતા કહ્યું.

“કેવી હોપ...?” સુમિતે સવાલ કર્યો.

“આ ઓઢણી પેલી લેડીના મોં આડે આવી ગઈ, તે જે ગાડીમાં બેસીને ગઈ તેના આડે તો નહોતી આવી ને...!” કાર્તિકે જવાબ આપ્યો.

“તો હવે તેની ગાડીને જોઇ પેલી લેડીનો ફેસ દેખાવાનો...? શું ગાંડા જેવી વાતો કેરે છે..!” સુમિતે કાર્તિકની વાતનો વિરોધ કરતા કહ્યું.

“અરે પણ...” કાર્તિકની વાત વચ્ચે અટકાવતા શ્વેતા બોલી ઊઠી, “યસ....હી’ઝ રાઇટ....આપણે તે ગાડીનો નંબર પ્લેટ તો જોઇ જ શકીએ છીએ...” શ્વેતાની વાત વચ્ચે અટકાવતા નિરાશ થયેલો પ્રત્યુષ ઉત્સાહમાં આવી બોલી ઊઠ્યો, “અને તે નંબર પ્લેટ પરથી તે ગાડી ક્યાંની છે તે પણ જાણી શકાશે...” પ્રત્યુષની વાત વચ્ચે રોકી કાર્તિક બોલ્યો, “અને તે રીતે પેલી લેડીના ઘરે પહોંચી શકાશે...સમજ્યા મીસ્ટર સુમિત....હું ગાંડા જેવી વાત નથી કરતો..!” સુમિત તરફ ગર્વભેર નજર કરતા કાર્તિકે વાત પૂરી કરી. તરત જ પેલા સીસીટીવી ફુટેજને રીવાઇન્ડ કરી ફુટેજમાં દેખાતે પેલી ગાડીને ઝુમ કરી નંબર નોટ ડાઉન કર્યો. હવે આગળનું કામ સુમિતે પોતાના માથે લઈ લીધું. તેણે તરત જ પોતાના કોન્ટેક દ્વારા તે નંબર આધારે તે ગાડીના માલિકના નામ અને એડ્રેસ મેળવવા તજવીજ હાથ ધરી. થોડીવારમાં જ તે ગાડીના માલિકના નામ અને એડ્રેસની માહિતી મળી ગઈ. બધા જ મિત્રો દોડાદોડ તે માલિક – મેજર પ્રકાશ મજમુદારના ઘરે જવા નીકળ્યા.

બધા તે ઘરે પહોંચ્યા. ઘર બહારની નેમપ્લેટમાં બધાએ ફરી નામ ચકાસ્યું – મેજર પ્રકાશ મજમુદાર. બંધ ઘરનો ડોરબેલ વગાડવા પ્રત્યુષે હાથ આગળ લંબાવ્યો, પણ તે એક એક પળમાં તેના હ્રદયના ધબકારા અનેકગણા વધતા રહ્યા. ડોરબેલ વગાડી બધા મિત્રો કોઇના આવવાની રાહ જોતા ઊભા રહ્યા. દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. પ્રત્યુષનો શ્વાસ તેની અધીરાઇ સાથે વધતો રહ્યો. દરવાજો ખૂલતા જ ઘડીભર પ્રત્યુષનો શ્વાસ થંભી ગયો. તેની આસપાસની દુનિયાનું તેને કાંઇ ભાન જ ના રહ્યું. કદાચ તે પોતે કોઇ સ્વપ્ન જોઇ રહ્યો હોય તેવું લાગ્યું. આ હાલત માત્ર પ્રત્યુષની જ નહીં, પણ યતેના બધા જ મિત્રોની પણ થઈ ગઈ હતી. તેમની સમક્ષ જાણે ખુદ જાહ્નવી જ ઊભી હતી..!

“જાહ્નવી...!” પ્રત્યુષના મોંથી સહજ ભાવે જાહ્નવીનું નામ બોલાયું.

“કોણ જાહ્નવી..?” પેલી યુવતીએ પ્રત્યુષના વિસ્મયજનક ચહેરા સામે જોઇ તેના આ સહજ ઉચ્ચાર સામે સવાલ કર્યો.

પેલી યુવતીના આ એક સાવ નાનકડા સવાલે પ્રત્યુષ અને તેના મિત્રોના મનમાં એક પળમાં જ સેંકડો સવાલો ઊભા કરી દીધા. તેમને પણ પ્રત્યુષ સામે હોવા છતા જાહ્નવી જેવી દેખાતી યુવતીનું આ સ્ટ્રેન્જ બીહેવીયર સમજાયુ નહીં.

“કોણ છે...?” ઘરમાંથી કોઇ વૃધ્ધનો અવાજ આવ્યો.

“આઇ ડૉન્ટ નો પાપા....કદાચ તમને મળવા આવ્યા હશે..!” બોલતા પેલી યુવતી ઘરમાં જવા કરે છે, સાથે પેલા કોઇ વૃધ્ધ દરવાજે આવ્યા. પ્રત્યુષનું ધ્યાન તો પેલી ઘરમાં અંદર જતી યુવતી સાથે જ જોડાઇ રહ્યું. જાણે પળવાર માટે નજરે આવેલી તેની જાહ્નવીને તે મન મૂકી ક્યાં સુધી જોઇ રહેવા ઇચ્છતો હતો, પણ કોઇ તે યુવતી અંદર ચાલી જતા કોઇ તપસ્વીના તપમાં પડેલા ભંગની જેમ તેનું ધ્યાભંગ થયું. તે યુવતીની પાછળ જ જવા ઇચ્છતા પ્રત્યુષને શ્વેતાએ હાથ પકડી રોકી રાખ્યો.

“યસ....કોનું કામ છે..?” દરવાજે આવી ઊભા રહેલા સૌને પેલા વૃધ્ધનો સવાલ સંભળાયો.

“સર.... અંકલ અમે...” સુમિતે હજુ વાત શરૂ જ કરી ત્યાં પેલાવૃધ્ધ તેને અટકાવતા બોલ્યા, “ઓન્લી સર....ઇટ્સ બેટર... કોલ મી સર.”

“ઓ.કે. સર..” શરૂઆતમાં જ પેલા વૃધ્ધના રુક્ષ શબ્દો સાંભળી પરિસ્થિતી સંભાળતા શ્વેતાએ વાતનો દોર હાથમાં લીધો, “સર, કેન વી પ્લીઝ કમ ઇન..? વી નીડ ટુ ટોક ટુ યુ.!”

“ઓ.કે. કમ ઇન.” ઘડીભર બધા મિત્રોને ધ્યાનથી જોયા પછી પેલા વૃધ્ધ બોલ્યા.

અંદર પ્રવેશતા જ ડ્રોઇંગરુમમાં શૉ કેસમાં રાખેલા આર્મી મેડલ્સ અને ઘરમાંનુ ડિસીપ્લીન જોઇ તેમને યાદ અઅવ્યું કે આ ઘર મેજર – આર્મીમેનનું છે, એટલે અહીં ખૂબ સાચવીને જ વાત કરવી પડશે.

“સે...વૉટ કેન આઇ ડૂ ફોર યુ..? આઇ’મ મેજર પ્રકાશ મજમુદાર..!” સોફા પર બેસતા પેલા વૃધ્ધે વાત માંડી.

“સર...એકચ્યુઅલી...સર...” ફરી સુમિતે વાત કરવા ટ્રાઇ કર્યો.

“યુ પ્લીઝ ટ્રાય ટુ રીમેઇન ક્વાઇટ... તારો અવાજ મારા કાનમાં વાગે છે..!” મેજરે સુમિતની વાત કાપી તેને ચૂપ કરી દીધો.

“સર...એકચ્યુઅલી વી આર હીયર ટુ ટોક ટુ યુ અબાઉટ જાહ્નવી...મીન્સ ધેટ લેડી ઇન યુર હાઉસ...” ઘણા સમયથી ચૂપ રહેલા પ્રત્યુષે વાત માંડી.

“વૉટ ડુ યુ મીન...? શીઝ માય ડૉટર જયના.... વૉટ ડુ યુ વૉન્ટ ટુ ટૉક..?” સવાલ પૂછતા મેજરના બોલવાનો ટોન જરા બદલાયો.

“સર, પ્લીઝ કામ ડાઉન...નાવ શી ઇઝ જયના, બટ શી વૉઝ જાહ્નવી, ધીસ બ્લ્યૂ શર્ટવાલાસ વાઇફ...!” તૂટ્યા ફૂટ્યા અંગ્રેજીમાં સુમિત સમજાવવા કરે છે.

“શટ યોર બ્લડી માઉથ...!” મેજરે ગુસ્સે થઈ સુમિતને કહ્યું.

“સર, હીઝ પ્રત્યુષ, અમે બધા મિત્રો કોલેજથી જ સાથે છીએ. અમારી કોલેજમાં એક ગર્લ હતી. હર નેમ વૉઝ જાહ્નવી....” પરિસ્થિતી સમજીને શ્વેતાએ વિગતે બધી જ વાત શરૂ કરી. શ્વેતા દ્વારા બોલાતા એક પછી એક બનાવોની હારમાળા સામે સોફા પર બેઠેલા પ્રત્યુષના માનસપટ પર આ દરેક બનાવ ફરી ફરી સ્પષ્ટ રજૂ થતા રહ્યાં, જાણે પ્રત્યુષ ફરી ફરી આ બધા જ પ્રસંગો જીવી રહ્યો હતો. “અને આ રીતે અમે આજે અહી આવ્યા..!” શ્વેતાએ પોતાની વાત પૂરી કરતા પ્રત્યુષ ફ્લેશબેકમાંથી ફરી પ્રેઝન્ટમાં આવ્યો. કોઇનું ધ્યાન ના જાય તે રીતે છૂપી રીતે આંખના ભીંજાઇ ગયેલા ખૂણાને રૂમાલથી લૂંછી નાખી સ્વસ્થ બની બેસી રહ્યો.

“આઇ’વ ઓલ માય સીમ્પથી ફોર ધીસ યંગ મેન, બટ આઇ કાન્ટ ડુ એનીથીંગ ફોર હીમ..!” મેજરે વાત સાંભળી ઘડીભર મૌન રહી પોતાની વાત રજૂ કરી.

વચ્ચે વચ્ચે કામ માટે આવતી પેલી લેડી તરફ પ્રત્યુષ એકીટશે તાકી રહ્યો હતો.

“બટ સર, ઇવન આફ્ટર લીસનીંગ ઑલ ધીઝ વ્હાય કાન્ટ યુ હેલ્પ..?” શ્વેતાએ સવાલ કર્યો.

“બીકોઝ શી’ઝ માય ડૉટર જયના એન્ડ નોટ યોર જાહ્નવી. હા, કદાચ તે બંનેના ફેસ સીમીલર દેખાતા હોય. ઇટ મે બી પોસીબલ. પણ તે મારી દીકરી છે. સો....” મેજરના શબ્દોથી પ્રત્યુષ અને તેનાબધા ફ્રેન્ડ્સના ચહેરા પર થોડા સમય માટે જાગેલી આશાઓ પણ નિરાશામાં ફરી વળી..! બધા સાથે વાત કરતા કરતા વચ્ચે વચ્ચે ત્રાંસી નજરે પ્રત્યુષ જયનાને જોઇ લેતો. તેનું હ્રદય આ વાત માનવા તૈયાર જ નહોતું થતું કે તે લેડી જાહ્નવી નથી..! જયનાનો માત્ર દેખાવ જ નહીં, પણ તેની હાલચાલ, બોડી લેગ્વેજ, અવાજ બધું જ જાહ્નવીનું જ હતું. કોઇ બીજી વ્યક્તિ આટલી સીમીલર કઈ રીતે હોઇ શકે તે સવાલ પ્રત્યુષના મનમાં ઘૂમ્યા કરતો હતો.

“સર, વન લાસ્ટ ક્વેશ્ચન...?” ના કહેવા છતાંયે પોતાની આદતાનુસાર સુમિતે મોં ખોલ્યું.

“ઓ.કે.” કંટાળેલા ફેસીયલ એક્સ્પ્રેશન સાથે મેજરે તેને સવાલ પૂછવાની સંમતિ આપી.

“સર, હુ’ઝ ધેટ યંગમેન..?” ડ્રોઇંગરૂમમાં સામે દીવાલ પર કોઇ યુવાનના હાર ચઢાવેલ ફોટા તરફ ઇશારો કરતા સુમિતે સવાલ કર્યો.

“આ બળધીયાને તે ફોટો કોનો છે તે પૂછવાની શું જરૂર છે..?” હળવેથી પાસે બેઠેલા કાર્તિકે શ્વેતાને કહ્યું.

“હમમમમ...આ બધું સેટીંગ બગાડશે હમણા...આને લીધે અંકલ બધાને મારીને કાઢશે એવું લાગે છે...!” શ્વેતાએ હળવેથી કાર્તિકને સામે જવાબ આપ્યો.

“હી’ઝ માય સન. મેજર સૂર્યપ્રતાપ. હી વૉઝ ધ હીરો ઇન ધ કારગીલ વૉર.” મેજરે હળવેથી આંખનો ભીંજાયેલો ખૂણો સાફ કર્યો.

“વી આર સોરી સર..” શ્વેતાએ ફોર્માલિટી ખાતર કહ્યું.

“નો...નો...નોટ ટુ બી...આઇ’મ પ્રાઉડ ઑફ હીમ...હી ફોટ ફોર હીઝ મધરલેન્ડ..!” મેજરે ગર્વભેર કહ્યું.

“સર, આઇ જસ્ટ વૉન્ટ ટુ ટેલ યુ....” પ્રત્યુષે સમજાવવા પ્રયત્ન કરતા કહ્યું. તેની વાત અધવચ્ચે જ અટકાવતા મેજરે હાથથી ઇશારો કરી તેને ચૂપ કર્યો.

“આઇ થીંક આઇ’વ મેડ એવરીથીંગ ક્લીયર નાઉ...સો યુ મે ગો નાઉ..!” મેજરે સાફ શબ્દોમાં આ બધા મિત્રોને ઘરેથી જવા કહ્યું. આ તરફ પેલી યુવતી જયના પણ પોતાની ફ્રેન્ડ્સ સાથે બહાર જવા નીકળે છે. પાછળ ઘરમાંથી આ બધી વાતો સાંભળતા મેજરના પત્ની પણ બહાર આવે છે.

મેજરનો બદલાતો મિજાજ તેના અવાજના રણકારમાં સાફ જાણી અનુભવી બધા મિત્રોએ ઘરમાંથી ચૂપચાપ બહાર નીકળી જવામાં જ ભલાઇ સમજી નીકળી ગયા. આ સાથે બધા મિત્રોનું ધ્યાન બહાર નીકળેલી જયના તરફ ગયું. બધા ફ્રેન્ડ્સ જયના પાછળ જવા નિર્ધાર કરે છે.

આ તરફ બધા પ્રત્યુષ અને તેના બધા ફ્રેન્ડ્સ ઘર બહાર જતા જ મેજરની સામે તેમના પત્ની આવી ઊભા રહ્યા. ઘડીભર રૂમમાં બિલકુલ મૌન છવાઇ રહ્યું. મેજર તેમના પત્નીની આંખ સામે જોવાથી નજર છૂપાવી બીજી તરફ ધ્યાન આપવા નાહક પ્રયત્નો કરતા રહે છે. તે પાસે પડેલા ન્યુઝ પેપરમાં ધ્યાન પરોવવા કોશીશ કરે છે. તેમની તરફ તેમના પત્ની સજળ આંખે જોઇ રહે છે.

બહાર પોતાની ફ્રેન્ડ સાથે બહાર નીકળેલી જયનાની પાછળ પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ માર્કેટમાં પહોંચે છે. બધા જયનાની પાછળ રેડીમેડ ડ્રેસીસ અને ગારમેન્ટ્સની શોપમાં જાય છે. પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની દરેક પળ સાક્ષાત થાય છે.

“જાહ્નવી, આ યલો ડ્રેસ કેવો લાગે..?” પ્રત્યુષે યલો ડ્રેસ હાથમાં લેતા કહ્યું.

“યુ નો પ્રત્યુષ, આઇ ડૉન્ટ લાઇક યલો કલર.... બીજા કલરના ડ્રેસ બતાવ ને...!” જાહ્નવીએ જરા મોં મચકોડતા કહ્યું.

“ઓ.કે....ઓ.કે...સી ધીસ બ્લ્યુ કલર.આઇ નો યુ લાઇક બ્લ્યુ ધ મોસ્ટ.!” પ્રત્યુષે બ્લ્યુ કલરનો ડ્રેસ આગળ ધરતા કહ્યું.

“ધેટ્સ લાઇક માય લવલી હસબન્ડ....!” પ્રત્યુષે બતાવેલ ડ્રેસ હાથમાં જોતા જાહ્નવી બોલી. “ભાઇ, આ બ્લ્યુ ડ્રેસમાં કોઇ વેરાઇટી બતાવજો ને...!” કાઉન્ટર પર ઊભેલા સેલ્સમેન તરફ જોઇ જાહ્નવી બોલી. તે સેલ્સમેને બ્લ્યુ કલરમાંના ઘણા ડ્રેસીસ બતાવ્યા. તે બધા ડ્રેસીસમાંથી પ્રત્યુષે વ્હાઇટ શેડ વાળો લાઇટ બ્લ્યુ કલરનો ડ્રેસ અલગ કાઢી જાહ્નવીને બતાવ્યો.

“સી ધીસ...આ ડ્રેસ તુ પહેરીશ, તો ડ્રેસ વધુ સરસ લાગશે...!” પ્રત્યુષે જાહ્નવીને મીઠા સ્મિત સાથે કહ્યું.

“માય ડીયર હસબન્ડ, સ્ટોપ ફ્લર્ટીંગ વીથ મી એની મોર... એન્ડ બાય ધ વે, ધીસ ઇઝ રીયલી સુપર્બ ચોઇસ, લાઇટ બ્લ્યુ સાથે વ્હાઇટ શેડેડ ડ્રેસ મારો ફેવરીટ કોમ્બીનેશન છે...!” પ્રત્યુષે બતાવેલ ડ્રેસ હાથમાં લેતા જાહ્નવી બોલી. પ્રત્યુષની નજર સમક્ષ આ પાસ્ટ ફરી ઉભરી આવ્યો. બંને તે ડ્રેસ પેક કરી બહાર નીકળવા કરે છે ત્યાં જ સુમિતના અવાજથી પ્રત્યુષ પાસ્ટથી પ્રેઝન્ટમાં આવે છે. શોપમાં બધા ફ્રેન્ડ્સ એક તરફ કાઉન્ટર પર ઊભા રહી જાય છે, પણ તે બધાનું ધ્યાન પાસેના કાઉન્ટર પર ઊભેલી જયના અને તેની ફ્રેન્ડ તરફ જ રહે છે.

“પ્લીઝ એક સારો ડ્રેસ બતાવજોને..!” જયનાના મધુર શબ્દોમાં પ્રત્યુષને જાહ્નવીના અવાજનો જ રણકાર સંભળાયો.

“હેય જયના... લુક એટ ધીસ યલો ડ્રેસ...ઇટ્સ સો લવલી ડ્રેસ..!” જયનાની પાસે ઊભેલી ફ્રેન્ડ યલો ડ્રેસ બતાવતા બોલી.

“પ્લીઝ યાર. આઇ ડૉન્ટ નો વ્હાઇ, બટ આઇ ડૉન્ટ લાઇક યલો કલર એટ ઓલ..!” જયનએ પોતાનો ઓપીનીયન આપ્યો.

“મેડમ, આપને કયો કલર પસંદ છે.?” સેલ્સમેને જયનાને સવાલ કર્યો.

“આઇ લાઇક બ્લ્યુ કલર... શો મી ઓન્લી બ્લ્યુ ડ્રેસીસ..!” જયનાએ પોતાની પસંદ સ્પષ્ટ કરતા કહ્યું.

પાસે ઊભેલા પ્રત્યુષના મનમાં પાસ્ટ અને પ્રેઝન્ટ વચ્ચે ફ્યુઝન થતું અનુભવાયું. તેના મનમાં કેટલાયે સવાલો ઊભા થવા લાગ્યા. તે મનોમન બોલી રહ્યો, “શી મસ્ટ લાઇક લાઇટ બ્લ્યુ ડ્રેસ વીથ વ્હાઇટ શેડ ઓન ઇટ..!” પાસે ઊભેલા તેના ફ્રેન્ડ્સ તેના આ શબ્દો સાંભળી રહ્યા.

સુમિત આ બાબતમાં કાંઇ કમેન્ટ કરવા જઈ જ રહ્યો હતો, ત્યાં જ પાસેના કાઉન્ટર પર ઊભેલી જયના તેને બતાવેલા ઢગલાબંધ બ્લ્યુ ડ્રેસીસમાંથી એક જ નજરે એક ડ્રેસ પસંદ કરી બોલી ઊઠી, “આઇ લાઇક ધીસ ડ્રેસ ધ મોસ્ટ. લાઇટ બ્લ્યુ ડ્રેસ વીથ વ્હાઇટ શેડ...માય ફેવરીટ કલર કોમ્બીનેશન..!” જયનાના મોંથી બોલાયેલા આ શબ્દો સાંભળી માત્ર સુમિત જ નહીં, પણ બધા ફ્રેન્ડ્સ અવાક બની રહ્યા, જ્યારે પ્રત્યુષની આંખો આ શબ્દો સાંભળી સજળ આંખે જયનાને તાકી જ રહ્યો. તેને મનમાં કેટલાયે સવાલ થયા. આ લેડી ખરેખર કોણ છે..? જાહ્નવીના પસંદ નાપસંદ આ લેડીના જ પસંદ નાપસંદ કઈ રીતે થઈ શકે..? આ લેડી કે જેનું નામ જયના છે, તેને જાહ્નવીના ફેવરીટ કલરનો ડ્રેસ જ કઈ રીતે ગમી શકે..? આ હદનું કો - ઇન્સીડેન્ટ કઈ રીતે હોઇ શકે..? આ બધું શું થઈ રહ્યું છે..? આ બધાં કેટલાયે સવાલો પ્રત્યુષના મનમાં ચકારાવા ભરવા લાગ્યા. જયના તેનો ફેવરીટ ડ્રેસ લઈ શોપથી બહાર નીકળવા જ જતી હતી ત્યાં તેનું ધ્યાન પાછળ ઊભેલા પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ તરફ ગયું. તે તરત જ તેમને ઓળખી ગઈ કે થોડા સમય પહેલા જ આ બધા તેના ઘરે આવ્યા હતા. જયના મનોમન વિચારતી રહી કે પ્રત્યુષ તો તેના માટે સાવ અજાણ્યો અને પારકો હોવા છતાં તે પ્રત્યુષ તરફ તે કઈ રીતે આકર્ષિત થાય છે તે જ સમજાતું ના હતું. તે પોતાની ફ્રેન્ડ સાથે શોપની બહાર નીકળી જાય છે.

આ તરફ દુશ્મનોને ધૂળ ચટાડનારા સ્ટ્રોંગ મેજરની પોતાની પત્નીના મૌન ચહેરા તરફ જોવાની હિંમત થતી ના હતી. ક્યાંય સુધી છવાયેલા મૌનને મેજરના પત્નીએ તોડ્યું.

“ડૉન્ટ ઇગ્નોર ધ રીયાલીટી...!” મેજરના પત્નીએ મેજરને કહ્યું.

“આઇ ડૉન્ટ..!” મેજરે ટૂંકમાં જ જવાબ વાળ્યો.

“તમે જાણો છો આ તમે શું રી રહ્યા છો..?” મેજરની પત્નીએ મેજરના હાથમાં રાખેલા ન્યુઝ પેપરને ખેંચી લઈ સવાલ કર્યો.

અહીં કેટલાક સવાલ ઊભા થાય છે....

જયના અને જાહ્નવી વચ્ચે શો સંબંધ છે...?

મેજરના પત્ની મેજરને કઈ વાત કરવા કરે છે...?

જાહ્નવીના મૃત્યુનું રહસ્ય શું છે...?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 13

********