સંગાથ 6 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 6

સંગાથ – 6

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! પ્રત્યુષ પી.આઇ. સાથે સીવીલ હોસ્પિટલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. જેમ જેમ પ્રત્યુષ પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ નજીક આગળ વધે છે તેમ તેમ તેની વ્યાકુળતા વધતી રહે છે. જાહ્નવી અને પ્રત્યુષના બ્રેકઅપ પછી પ્રત્યુષ ચેઇન સ્મોકર બની જાય છે અને સ્ટડી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેની આવી સ્થિતી વિશે તેની મિત્ર શ્વેતા જાહ્નવી આગળ વાત કરે છે અને જાહ્નવીને પ્રત્યુષ સાથે પેચ અપ કરી લેવા સમજાવે છે. છેવટે જાહ્નવી તેની વાત માને છે. તે પ્રત્યુષને બસમાં મળે છે અને પ્રત્યુષ પાસેથી ફરી કદીપણ સ્મોક ના કરવા અને સ્ટડી પર વિશેષ ધ્યાન આપવા વચન માંગે છે. પ્રત્યુષ જાહ્નવીને વચન આપે છે. જાહ્નવી બધા વચ્ચે પ્રત્યુષ સાથેના પ્રેમનો સ્વીકાર કરે છે. હવે આગળ વાર્તા માણીએ....

“એક વાર ફરી આપણે આપણા ઘરે આપણા મેરેજની વાત કરી જોઇએ...વોટ યુ સે..?” જાહ્નવીએ પ્રત્યુષને સરળ ઉકેલ જણાવતા કહ્યું.

“એઝ યુ સે...પણ જો હજુ પણ આપણા પેરેન્ટ્સ નહીં માને તો...” પ્રત્યુષે મનમાં સળવળતી ચિંતા વ્યક્તા કરતા જણાવ્યું, ત્યાં જ તેની વાત અધવચ્ચે અટકાવતા જાહ્નવીએ કહ્યું, “પ્લીઝ પ્રત્યુષ, બી પોઝીટીવ..!” ઘરે જઈ જાહ્નવી અને પ્રત્યુષે પોતપોતાના માતા પિતા આગળ ફરી તેમના સંબંધની વાત કાઢી, પણ બંનેના પેરેન્ટ્સ બંને પર ખૂબ ગુસ્સે થયા.

“આજ પછી ક્યારેય તે નાલાયક છોકરા વિશે વાત કાઢી છે તો તારી ખેર નથી..!” જાહ્નવીના પિતાએ જાહ્નવીને સાફ શબ્દોમાં ધમકી આપતા જણાવ્યું.

“આ જ દિવસ બતાવવા તારા પપ્પાએ તારી પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા હતા..? કઈ બાબતની ઉણપ આવવા દીધી તારા ઉછેરમાં, તો આજે આવી વાત સામે ચાલી તે કાઢી...આટલી બેશરમ બની ગઈ તુ..?” જાહ્નવીના ગુસ્સે ભરાયેલ મમ્મીએ જાહ્નવીનો હાથ ખેંચી રૂમમાં લઈ જતા મોટેથી કહ્યું.

આંસુથી છલકાતી આંખે જાહ્નવી બધાનો ગુસ્સો સહન કરી મૌન બની રાત ભર બેસી રહી.

આ તરફ પ્રત્યુષના ઘરે પણ આવો જ પ્રતિભાવ મળ્યો. તેને તો ઘરમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી મળી.

“માઇન્ડ વેલ...જો તે પેલી છોકરી બાબતે કાંઇપણ વિચાર્યું, તો તને આ ઘરમાંથી જ નહીં, પણ મારી પ્રોપર્ટીમાંથી પણ હાંકી કાઢીશ..!” પ્રત્યુષને સાફ શબ્દોમાં ધમકાવતા તેના વકીલ પિતાએ જણાવ્યું.

પોલીસ વાન આગળ વધી રહી હતી. એરપોર્ટ રોડથી આગળ આર.ટી.ઓ. સર્કલથી વણાંક લઈ સીધા રસ્તે પસાર થતી પોલીસ વાનમાં વરસાદની ઝડીમાં બહાર જોવા ચાલતા વાઇપરના ખખડાટ પણ સાફ સંભળાઇ રહ્યા હતા તેવી શાંતિ વ્યાપી ગઈ હતી. દરેક પળ પ્રત્યુષના હ્રદયના ધબકારાની ગતિ વધતી રહી હતી. તેનું મન ગમે તેમ માનવા તૈયાર જ ના હતું કે તેની જાહ્નવી ક્યારેય સુસાઇડ જેવું પગલું પણ ભરી શકે..!

બંનેના ઘરેથી સાફ શબ્દોમાં તેમના સંબંધને અસ્વીકાર મળતા છેવટે પ્રત્યુષે ભાંગી પડી જાહ્નવી આગળ ના બોલવાની વાત કરી, “જાહ્નવી, આ ઘણી વાર ન્યૂઝ પેપર્સમાં સુસાઇડના ન્યૂઝ આવે છે, ત્યારે મને મનોમન તેમના પ્રત્યુએ ઘૃણા થતી, પણ આજે જાણે વિચાર આવે છે કે હવે આપણે બંને પણ...” પ્રત્યુષની વાત વચ્ચે કાપતાં જાહ્નવી બોલી, “આ શું વિચારે છે..? લાઇફમાં ક્યારેય હાર માનવાની જ નહીં. આ સુસાઇડ બોલતા તને શરમ પણ ના આવી..? આપણે કાંઇક રસ્તો જરૂર કાઢી લઈશું..!” તે સમયે જાહ્નવીએ તેને કરેલો પ્રેમાળ હગ આજે પોલીસ વાનમાં પ્રત્યુષ મનોમન અનુભવી રહી હિંમત બાંધી રહ્યો હતો.

“ના, જાહ્નવી ક્યારેય સુસાઇડ કરી જ ના શકે...ઇટ્સ ઇમ્પોસીબલ..!” ધ્રુજતા હોઠે પ્રત્યુષ બોલી ઉઠ્યો. તેના બોલાયેલ શબ્દો તરફ પોલીસ વાનમાં બેઠેલા અન્ય પોલીસ કર્મીઓનું ધ્યાન ખેંચાયું, પણ સૌ શાંત બની રહ્યા. બહાર ધોધમાર વરસતા વરસાદનો અવાજ ગાજી રહ્યો હતે. જેમ આ સરકારી પોલીસ વાનની ખખડતી બારીના બંધ કાચની તિરાડોમાંથી થોડીથોડી વારે વરસતા વરસાદનું પાણી વાનમાં રેલાઇ આવતું હતું, તેમ પ્રત્યુષની આંખોમાંથી આંસુ રેલાઇ આવતા. આજે બહાર વાતાવરણમાં પણ ભારે તોફાની વરસાદ ચાલુ રહ્યો. ઘણા રસ્તાઓ પર પાણી ભરાઇ જવાથી વાન ધીમેથી આગળ વધી રહી હતી.

“આ શું વિચારે છે..? લાઇફમાં ક્યારેય હાર માનવાની જ નહીં. આ સુસાઇડ બોલતા તને શરમ પણ ના આવી..? આપણે કાંઇક રસ્તો જરૂર કાઢી લઈશું..!” જાહ્નવીના શબ્દો અને તેના પ્રેમાળ હગની હૂંફમાં જ રહી રહી આંસુ ભરેલી આંખે જાહ્નવી તરફ જોઇ પ્રત્યુષે સવાલ કર્યો, “તો પછી આપણે કઈ રીતે..?”

“કઈ રીતે એટલે..? આપણે બંને એકબીજાને ચાહીએ છીએ, અને આપણે આપણા પેરેન્ટ્સને કન્વીન્સ કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમને જો તેમના સ્ટેટસ અને ઇગોને જ સાચવવા હોય તો આપણે શુ કરીએ..?” જાહ્નવીએ ખૂબ પ્રેમભર્યા શબ્દે પ્રત્યુષને સમજાવતા વાત કરી.

“હા, પણ મારો આ જ સવાલ છે કે આપણે શું કરીએ..?” પ્રત્યુષે અધીરા બનતા ફરીફરી તે જ સવાલ કર્યો.

“વી વીલ મેરી...વી વીલ લીવ અવર લાઇફ હેપ્પીલી ફોરેવર...હા, આપણે બંને આપણી રીતે જ હવે મેરેજ કરીશું.... ધેટ્સ ફાઇનલ...!” પ્રત્યુષના માથા પર હળવેથી હાથ ફેરવતા જાહ્નવી આ બોલી ત્યારે તેના શબ્દોમાં ભારોભાર જુસ્સાનો રણકાર સંભળાતો હતો.

“પણ આ રીતે મેરેજ કરી તારુ ફેમિલી તને અક્સેપ્ટ કરશે...? ઇવન ડેડની ધમકીની વાત તો મેં તને કરી જ છે ને..? હી વીલ થ્રો મી આઉટ ઓફ હીઝ હાઉસ એન્ડ પ્રોપર્ટી...” પ્રત્યુષની વાત અધવચ્ચે અટકાવતા એક ધક્કા સાથે હગ કરેલા પ્રત્યુષને પોતાનાથી દૂર કરતાં ગુસ્સામાં કહ્યું, “વૉટ યુ મીન..? એટલે શું હું તારી સાથે તારી પ્રોપર્ટીની લાલચે મેરેજ કરું છું..? શું તને તારી ક્ષમતા પર ભરોસો નથી કે આપણે આપણી લાઇફ સર્વાઇવ કરી શકીશું..?” જાહ્નવીની આવી ગુસ્સાભરી વાતથી પહેલીવાર પ્રત્યુષને મનોમન ખુશી અને પોતાની પસંદગી પર ગર્વ થયો.

“હા, જાહ્નવી, આમ પણ આપણા બંનેનું એમ.બી.એ.નું આ લાસ્ટ સેમ જ બાકી છે, આફ્ટર થેટ વી કેન ઇઝીલી ગેટ એની જોબ..!” પ્રત્યુષે આગળના પ્લાન પર વિચાર ઉમેરતા વાત કરી. બંનેએ એકબીજાને ફરી હગ કર્યું.

“પ્રત્યુષ, વી વીલ મેરી એન્ડ લીવ હેપ્પીલી ફોરેવર..!” જાહ્નવીએ પ્રત્યુષના ગળે વીંટળાઇ શબ્દો ઉચ્ચાર્યા.

“યસ જાહ્નવી, વી વીલ મેરી એન્ડ લીવ હેપ્પીલી ફોરેવર..!” જાહ્નવીના બોલાયેલા શબ્દો પ્રત્યુષે જોશભેર રીપીટ કરતા જાહ્નવીને બાહુપાશમાં જકડી રાખી..!

પોલીસ વાનમાં બેઠેલા પ્રત્યુષના મનમાં ફરીફરી તે બોલાયેલા શબ્દોના પડઘા પડ્યા, “વી વીલ મેરી એન્ડ લીવ હેપ્પીલી ફોરેવર..!” આજે પોલીસ વાનમાં બેસી એક ડેડ બોડીની ઓળખ કરવા જતા પ્રત્યુષના મનમાં તેના બોલાયેલા પેલા શબ્દો કેટલે અંશે સાર્થક અને રેલેવન્ટ રહી શક્યા તે વિચાર આવ્યા વિના કેમેય ના રહ્યો..! એક ધક્કા સાથે પોલીસ વાન જમનાબાઇ જનરલ હોસ્પિટલ તરફ વળી. વાઇપરના ઘસરડાની આડશે સામે જમનાબાઇ જનરલ હોસ્પિટલનો ગેટ નજરે પડ્યો. હ્રદયના વધેલા ધબકારાને શાંત કરવા મથતા પ્રત્યુષે ઊંડા ઊંડા શ્વાસ લેતા પોતાને જાતે જ હિંમત આપવા કર્યું.

પ્રત્યુષ અને જાહ્નવીના જીવનમાં આગળ શું બનશે..?

શું પેલી સુસાઇડ કરનાર લેડી જ જાહ્નવી છે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 7

********