Sukhi Thvana Srad Rasta... books and stories free download online pdf in Gujarati

સુખી થવાના સરળ રસ્તા....

માનવીને જીવનમાં શું જોઈએ છે?

દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે.

મનુષ્ય સુખ અને સફળતા તેના જીવનમાં ઈચ્છે છે .

કોઈને દુખી થવું નથી . બધા સુખને પ્રાપ્ત કરવા ઈચ્છે છે.

પરંતુ એ પણ હકીકત છે કે સુખ મેળવવા જાઓ તેમ તેમ તે દુર થાય છે.

સુખ ક્યાં છે? સુખ શું છે ?

​​

“સુખી થવા માટે શાની જરૂર છે?”

થોડાં વર્ષો પહેલાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અમેરિકાના લોકોને એક સર્વેમાં આ સવાલ પૂછવામાં આવ્યો.

બધાએ એનો અલગ અલગ જવાબ આપ્યો. જેમ કે, ૮૯ ટકા લોકોએ કહ્યું કે સારી તંદુરસ્તીથી સુખ મળે છે.

જ્યારે કે ૭૯ ટકા લોકોએ સારા લગ્નસાથી, ૬૨ ટકાએ બાળકો હોવાને અને ૫૨ ટકા લોકોએ સારી નોકરી કે ધંધો હોવાથી સુખ મળે છે એમ કહ્યું.

નવાઈની વાત છે કે ખાલી ૪૭ ટકા લોકોએ કહ્યું કે પૈસાથી સુખ મળે છે. આ શું બતાવે છે?

પહેલા આપણે એ જોઈએ કે પૈસાથી સુખી થવાય કે કેમ. અમેરિકાની સો અમીર વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો

. એના પરથી જોવા મળ્યું કે તેઓ મધ્યમ વર્ગના લોકો કરતાં વધારે સુખી ન હતા.

વળી, અમેરિકાના ઘણા લોકો પાસે પહેલાં કરતાં વધારે પૈસો છે.

પરંતુ, એક ડૉક્ટર જણાવે છે કે તેઓ પહેલાંની જેમ સુખી નથી. એક રિપોર્ટ બતાવે છે:

“વધુને વધુ લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે.

આત્મહત્યામાં ત્રણ ગણો વધારો થયો છે. તેમ જ છૂટાછેડાનું પ્રમાણ બમણું થઈ ગયું છે.”

લગભગ ૫૦ દેશોમાં પૈસા અને સુખ વચ્ચે સંશોધન કરવામાં આવ્યું એના પરથી પણ જોવા મળ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી.

હવે સારી તંદુરસ્તી, સારા જીવનસાથી અને સારી નોકરી કે વેપાર-ધંધાનો વિચાર કરો.

ઘણા માને છે કે એ સુખની ચાવી છે.

પરંતુ, સુખી થવા આ બાબતો કેટલી મહત્ત્વની છે?

જો ખરેખર એનાથી સુખ મળતું હોય તો, આજે જેઓની તબિયત નરમ-ગરમ રહે છે તેઓ વિષે શું?

સારા લગ્નસાથી ન હોવાથી ઘણાના સંસારનો માળો પીંખાઈ રહ્યો છે તેઓ વિષે શું?

બાળકો માટે વર્ષોથી ઝૂરતા પતિ-પત્નીનો વિચાર કરો.

લાખો કરોડો યુવાનો જીવનમાં સારી કૅરિયર બનાવવા આમતેમ ભટકી રહ્યા છે તેઓ વિષે શું?

અરે, જેઓ અત્યારે તંદુરસ્ત છે અને જેઓનું લગ્નજીવન મહેંકી રહ્યું છે તેઓ શું હંમેશાં એવાને એવા જ રહેશે?

તેઓનું જીવન ખરાબ રીતે બદલાય જાય તો શું તેઓ હજુ પણ સુખી રહેશે?

આપણે સુખ ક્યાંથી મેળવી શકીએ?

દરેક જણ સુખી થવાની ઝંખના રાખે છે.

જોકે, એમાં કંઈ ખોટું નથી, કેમ કે આપણા સરજનહાર, ‘ધન્ય’ કે સુખી છે.

આપણને પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે.

તેથી, માણસો સુખ મેળવવા ફાંફાં મારે એ સ્વાભાવિક છે.

ઘણાને લાગે છે કે સુખ એ મુઠ્ઠીમાં પકડી રાખેલી રેતી જેવું છે,

જે ક્યારે સરકી જાય એની ખબર પણ પડતી નથી.

તેમ છતાં, શું લોકો સુખ મેળવવા આકાશ-પાતાળ એક નથી કરતા?

એરીક ઙોફર નામના સામાજિક ફિલસૂફને પણ એવું જ લાગ્યું. તેમણે કહ્યું:

‘લોકો સુખ મેળવવા ફાંફાં મારે છે એના લીધે તેઓ વધારે દુઃખી થાય છે.’

જો આપણે ખોટી જગ્યાએ સુખ મેળવવા પ્રયત્ન કરીશું તો આપણી પણ એવી જ હાલત થશે.

એનાથી આપણને નિરાશા જ મળશે. ધનવાન બનવા કાળી મજૂરી કરવી;

નામના અને લોકોની ‘વાહ વાહ’ મેળવવી; રાજનીતિમાં નામ કમાવવું;

અથવા ફક્ત પોતાના માટે જ જીવવું કે પલભરમાં પોતાની મનોકામના પૂરી કરવાથી કંઈ સુખ મળતું નથી.

આથી જ ઘણા લોકો એક લેખક જેવું વિચારે છે કે,

“આપણે સુખી થવા આમતેમ ફાંફાં મારવાનું પડતું મૂકીશું તો જ, કંઈક અંશે સુખ મળશે”!

આ લેખની શરૂઆતમાં જોઈ ગયા એ સર્વેમાં ૪૦ ટકા

લોકોએ કહ્યું કે સારું કરવાથી અને બીજાઓને મદદ કરવાથી સુખ મળે છે.

વળી, ૨૫ ટકાએ જણાવ્યું કે ધર્મમાં ઊંડી શ્રદ્ધા રાખવાથી સુખી થવાય છે.

તો પછી, ખરેખર આપણે શાનાથી સુખી થઈ શકીએ?

ઘણા વિચારે છે કે પૈસા, સુખી કુટુંબ કે સફળ કૅરિયર સુખની ચાવી છે.

તમને શું લાગે છે?

આપણે સો સુખી થવા માંગીએ છીએ...સોને સુખ જોઈએ છે. કોઈને દુખ ગમતું નથી...

જીવનમાં માનવી હમેશા કૈક કરવ[ ઈચ્છે છે પણ સુખ તેની પ્રથમ જરૂરિયાત છે..

સુખી થવું હોય તો ઇચ્છાઓ અને અપેક્ષાઓ ન રાખવી અને ખાઈ પી ને મસ્ત રહેવું...મોજ મજા કરવી...

ઇચ્છાઓ જ સર્વ દુઃખોનું અને મુસીબતો નું મૂળ છે..

જ્ઞાની માણસો પણ આમ જ કહે છે..આપણા શાસ્ત્રો અને ગ્રંથો માં પણ આ જ વાત છે...

સુખ શું છે?

સોને જેની અપેક્ષા છે તે એ સુખ આખરે છે શું? સુખ કોને કહેવાય?

સુખ એ મનની અવસ્થા છે.....સુખ એ કોઈ વસ્તુ નથી ..

ઘણ[ કહે કે પેસા થી સુખ છે ઘણ[ના મતે સુખ એ પરિવાર અને પ્રેમથી છે.

પણ અ[ સુખ એટલે શું એનો જવાબ નથી આતો માત્ર ને માત્ર સુખ મેળવવાના માર્ગ છે .

સુખી થવાના ઉપાય છે પણ સુખ નથી..

તો સુખ એ શું છે આખરે?

સુખી થવું છે ...જીવન ની આ પ્રાથમિકતા છે ..

માનવી સુખ પામવા બધું જ કરી છૂટે છે અને છતાં તેને સુખ ન મળે તેવું પણ બને છે .

સુખ એ ખરે ખર તો મનની અવસ્થા જ છે..

.બધું જ હોવા છતાં સુખ ન મળે કે ન થવાય તો મનનો જ વાંક કાઢવો .

જોકે આપણે નસીબનો વાંક કાઢતા હોઈએ છીએ...

સુખ એ આનંદ ની અનુભૂતિ છે... આનંદની અનુભૂતિ થોડીક ક્ષણો માટેની છે,

ટુકા સમયની છે જયારે સુખની અનુભૂતિ લાંબા સમયની છે એટલે કે સુખ એ મનની એક અવસ્થા છે...

જે લાંબા સમય માટે રહેતી હોય છે ને રહી શકે છે.. હે ઈશ્વર મને સુખ આપ....

આ વી પ્રાર્થના તો આ પણે સો અવશ્ય કરીએજ છીએ....

ખરેખર સુખી થવું જ છે? વિદ્વાનો કહે છે જો સુખી થવું હોય તો પ્રથમ તો ઈચ્છાઓ જ ન રlખો.

ઈચ્છાઓ જેટલી ઓછી તેમ વધુ સુખી થવાય.

સાદું અને સરળ જીવન જીવશો તો જ સુખી થશો. એ યાદ રાખો.

સરળ અને સાહજિકતા સુખ આપે છે .

ઈર્ષ્યા ,અહંકાર કે નફરત કોઈના પર નહિ રાખ તો સુખી થશો.

હકારાત્મક વિચારો અને વલણ-અભિગમ જ સુખી કરી શકે, સુખી કરે છે.

જીવનમાં જેટલા પોઝીટીવ બનશ એટલા સુખી થશો તે હમેશા યાદ રાખો.

પેસા પરિવાર અને કારકિર્દી status બધું જ છે પણ મન જો અસંતોષ થી ભરેલું હોયકે નેગેટીવ હોય તો સુખી ન જ થવાય.

એટલેજ કહે છે કે નિસ્પૃહ ભાવ અને સમતા સુખી કરે છે.

તેમજ સોથી પહેલા તો તમારું શરીર સ્વસ્થ હોય એ સુખી થવા માટે બહુ જ જરૂરી છે .

કારણ શરીર છે તો તમે છો અને દુનિયા તમારા માટે છે.

એ યાદ રાખો કે મનુષ્ય જીવન આશાઓ અને અપેક્ષાઓ થી ભરપુર છે.

અને આશાઓને પૂર્તતા માટે મનુષ્ય સંઘર્ષ કરશે પ્રયત્ન કરશે બસ ત્યાંથીજ તમામ દુઃખોની શરૂઆત થાય છે.

એટલેજ ડાહ્યl લોકો અને સતો કહે છેકે અપેક્ષા નહી રાખો કશાની જીવનમાં અને સંતોષી બનશો તો સુખી થશો...

સુખ માટે હેપીનેસ માટે હવે તો કલાસીસ વર્ગો ચાલે છે

ઘણા દેશોની સરકારો પણ પોતાની યોજનાઓથી લોકો સુખી થાય છે કે કેમ તેનો સર્વે કરાવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED