રાધાચિત્ર Kamlesh Vichhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાચિત્ર

ગીતા છે કૃષ્ણ, જ્ઞાન છે રાધા;
જન-જીવનનું કલ્યાણ છે રાધા.

તન છે કૃષ્ણ, મન છે રાધા;
કૃષ્ણનાં પ્રેમનો ભવન છે રાધા.

વાયુ છે કૃષ્ણ, વેગ છે રાધા;
વાંસળીનાં સુરનો પ્રવેગ છે રાધા.

પુષ્પ છે કૃષ્ણ, સુગંધ છે રાધા;
કૃષ્ણનાં સ્નેહનો સબંધ છે રાધા.

તરસ છે કૃષ્ણ, પાણી છે રાધા;
અમર પ્રેમની કહાની છે રાધા.

સુર્ય છે કૃષ્ણ, રોશની છે રાધા;
મોરપંખધારકની સંગીની છે રાધા.

આદિ છે કૃષ્ણ, અનંત છે રાધા;
પ્રેમ-ભક્તિની શ્રેષ્ઠ સંત છે રાધા.

શ્રી કૃષ્ણ દ્રારા રાધા ચરિત્ર::

પ્રેમ" , નિસ્વાર્થ પ્રેમની અતુલ્ય ભાવના દર્શાવતું શાસ્ત્રોનું એકમાત્ર પાત્ર એટ્લે "રાધા"
કૃષ્ણથી કોઈ અજાણ નથી અને રાધાનું સંપુર્ણપણે કોઈને જ્ઞાન નથી!
જ્યારે કૃષ્ણની આઠ પટરાણીઓ સવાલ ઉઠાવે છે કે કોણ છે આ રાધા ? ત્યારે કૃષ્ણને પામેલી ગોપીઓ બોલી 'ભક્તિ અને પ્રેમ વચ્ચેની નિસ્વાર્થ પ્રકૃતિ છે રાધા' , આવા વચનો અમેશ્રી કૃષ્ણનાં મુખેથી સાંભળ્યા છે કે...
'સ્વર્ગની અપ્સરાઓ મેનકા , ઉર્વશી , રંભા , તિલ્લોતમાંનું જે રુપ છે તેં રાધા, દ્રશ્ય છે તેં કૃષ્ણ છે , અદ્રશ્ય છે એ રાધા'. 'અહલ્યા, સીતા, ઇન્દ્રજા (ઇન્દ્રદેવની પુત્રી) જયવન્તિ, મનસા, તથા તારાનું જે સતિત્વ છે તેં રાધા',
'શિવ- પ્રિયા (પાર્વતી), વિષ્ણૂપ્રિયા(લક્ષ્મી)નો અનહદ પ્રેમગુણ છે તેં રાધા', 'ધરતીનાં પ્રત્યેક જીવને જે ચેતના છે તેં રાધા', 'જયશ્રી કૃષ્ણનાં હજારો નામ લેવાથી પણ જે પરમાત્મા રીજતો નથી પરંતું માત્ર એક નામ જેનું લેવાથી એ પરબ્રહ્મ પરમાત્મા ગદગદ થય જય છે તેં નામ છે રાધા', 'જેને પોતાના રુપનો પરિચય આપવા ચંદાની શીતળતાની જરૂર નથી તેં રૂપલતા છે રાધા'. 'વ્રજભૂમીમા કૃષ્ણ પર અવિરત સ્નેહ વરસાવનાર સ્નેહલતા  છે રાધા' .'મીરા, નરસૈંયો, અને સુદામાની શ્રીકૃષ્ણ પર શ્રધ્ધા છે તેં છે રાધા.'કૃષ્ણ અને ગોલોકધામનો એકમાત્ર વિલાસ છે રાધા'. 'પ્રજાની સેવા કરવામાં એકનીષ્ઠ રાજાની જાગૃતિ છે રાધા'. 'કોમલ હ્દય કૃષ્ણ છે તો નિર્મળ હ્દય છે રાધા'.દ્વારિકા ,ડાકોર, મથુરા, માયા, ગોકુળ, અને વૃંદાવનનાં ભક્તો દ્રારા શ્રીકૃષ્ણને કરાયેલી ઉપાસના છે રાધા'. 'જગતજનની પરમેશ્વરીનું સુન્દર સ્વરુપ છે રાધા'.

આપણાં મહાન શાસ્ત્ર શ્રીમદ્દદેવીભગવદમ્ અનુસાર શ્રી કૃષ્ણનું મસ્તિષ્ક છે દુર્ગા અને હ્દય છે રાધા, જે બન્ને કૃષ્ણને જગદંબા તરફથી મળેલી ભેટ છે.


પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ એકલા જ સૃષ્ટિ કરવાનાં વિચારમા હતાં. પરંતું તેમનો પ્રયત્ન નીષ્ફળ રહ્યો. તયારે પ્રભુએ સ્વેચ્છાથી પોતાની રુચિ અનુસાર પોતાના વિગ્રહને બે ભાગોમા વિમુકત કર્યા. જેનાં વામાંશ ભાગને સ્ત્રી કહેવામા આવી, અને દક્ષિણાશ ભાગને પુરુષ. એ સનાતન પુરુષએ દિવ્ય સ્વરુપીણી સ્ત્રીને જોવા લાગ્યો. તેણીનાં સમસ્ત અંગો ખૂબ જ સુન્દર હતાં , વિકસતા કમળની સમાન તેની કાન્તિ હતી, તેમનાં ગોરા ચરણો રાતા કંકુનાં ચક્રો વર્તતા હતાં. બન્ને શ્રેષ્ઠ નિતંબ ચંદ્રમાના વિમ્બને તિરસ્કૃત કરી રહ્યાં હતાં. સુન્દર ઉદર પ્રાંત પુષ્પોનાં હારથી સુશોભિત હતાં. ક્ષીણ કટીપ્રદેશ પ્રભુનાં મનને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. શ્રીફળ આકારની તુલના કરવા વાળા બે મનોહર ઉરોજ શ્વેત પુષ્પોનાં હાર વડે શોભા પામતા હતાં. એ અસીમ સુંદરી એ દિવ્ય સ્વરુપ ધારણ કર્યું હતુ. દિવ્ય ઓષ્ઠોથી તેણી પરમાત્માની તરફ જોઇ રહી હતી. વાદળી અને જાંબલી રંગનાં વસ્ત્રો તેણીની શોભા વધારતા હતાં, વળી તેમાં રહેલા ગુલાબી પુષ્પો સ્નેહની સુગંધ ફેલાવતા હતાં. તેણી પોતાના ચકોરરૂપી ચક્ષુઓથી શ્રીકૃષ્ણના મુખચંદ્રનું નિરંતર હર્ષપૂર્વક રસપાન કરી રહી હતી. એ દેવીના લલાટના ભાગમા કસ્તુરીનાં બિંદુ તિલક હતાં, જેની નીચે ચંદનની નાનીનાની બિંદિઓ હતી. શ્રી પ્રભુનાં ચિત્તને આકર્ષિત કરનારી એ દેવીના સુગમ્ય કેશની શોભા માલતીના સુન્દર પુષ્પોથી વધી રહી હતી. કરોડો ચંદ્રમાની પ્રભાથી સુપ્રકાશિત એ દેવીની ચાલ રાજહંસને શરમાવે તેવી હતી. હા એ દેવી "રાધા" જ .


राधिकाष्कम

कुङ्कुमाक्तकाञ्चनाब्ज गर्वहारि गौरभा,
पीतनाञ्चिताब्जगन्धकीर्तिनिन्दसौरभा ।
वल्लवेशसूनु सर्ववाञ्छितार्थसाधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ १॥
कौरविन्दकान्तनिन्दचित्रपत्रशाटिका,
कृष्णमत्तभृङ्गकेलि फुल्लपुष्पवाटिका ।
कृष्णनित्यसङ्गमार्थपद्मबन्धुराधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ २॥

सौकुमार्यसृष्टपल्लवालिकीर्तिनिग्रहा,
चन्द्रचन्दनोत्पलेन्दुसेव्यशीतविग्रहा ।
स्वाभिमर्शवल्लवीशकामतापबाधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ ३॥
विश्ववन्द्ययौवताभिवन्दतापि या रमा,
रूपनव्ययौवनादिसम्पदा न यत्समा ।
शीलहार्दलीलया च सा यतोऽस्ति नाधिका,
मह्यमात्मपादपद्मदास्यदास्तु राधिका ॥ ४॥
रासलास्यगीतनर्मसत्कलालिपण्डिता,
प्रेमरम्यरूपवेशसद्गुणालिमण्डिता ।
विश्वनव्यगोपयोषिदालितोपि याऽधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ ५॥
नित्यनव्यरूपकेलिकृष्णभावसम्पदा,
कृष्णरागबन्धगोपयौवतेषु कम्पदा ।
कृष्णरूपवेशकेलिलग्नसत्समाधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ ६॥
स्वेदकम्पकण्टकाश्रुगद्गदादिसञ्चिता,
मर्षहर्षवामतादि भावभूषणाञ्चिता ।
कृष्णनेत्रतोषिरत्नमण्डनालिदाधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ ७॥

या क्षणार्धकृष्णविप्रयोगसन्ततोदिता-,
नेकदैन्यचापलादिभाववृन्दमोदिता ।
यत्नलब्धकृष्णसङ्गनिर्गताखिलाधिका,
मह्यमात्मपादपद्मदास्यदाऽस्तु राधिका ॥ ८॥
अष्टकेन यस्त्वनेन नौति कृष्णवल्लभां,
दर्शनेऽपि शैलजादियोषिदालिदुर्लभाम् ।
कृष्णसङ्गनन्दतात्मदास्यसीधुभाजनं,
तं करोति नन्दतालिसञ्चयाशु सा जनम् ॥ ९॥

॥ श्रीराधाष्टकम् ॥

ॐ दिशिदिशिरचयन्तीं सञ्चयन्नेत्रलक्ष्मीं,
विलसितखुरलीभिः खञ्जरीटस्य खेलाम् ।
हृदयमधुपमल्लीं वल्लवाधीशसूनो-,
रखिलगुणगभीरां राधिकामर्चयामि ॥ १॥
पितुरिह वृषभानो रत्नवायप्रशस्तिं,
जगति किल सयस्ते सुष्ठु विस्तारयन्तीम् ।
व्रजनृपतिकुमारं खेलयन्तीं सखीभिः,
सुरभिनि निजकुण्डे राधिकामर्चयामि ॥ २॥

शरदुपचितराकाकौमुदीनाथकीर्त्ति-,
प्रकरदमनदीक्षादक्षिणस्मेरवक्त्राम् ।
नटयदभिदपाङ्गोत्तुङ्गितानं गरङ्गां,
वलितरुचिररङ्गां राधिकामर्चयामि ॥ ३॥
विविधकुसुमवृन्दोत्फुल्लधम्मिल्लधाटी-,
विघटितमदघृर्णात्केकिपिच्छुप्रशस्तिम् ।
मधुरिपुमुखबिम्बोद्गीर्णताम्बूलराग-,
स्फुरदमलकपोलां राधिकामर्चयामि ॥ ४॥
नलिनवदमलान्तःस्नेहसिक्तां तरङ्गा-,
मखिलविधिविशाखासख्यविख्यातशीलाम् ।
स्फुरदघभिदनर्घप्रेममाणिक्यपेटीं,
धृतमधुरविनोदां राधिकामर्चयामि ॥ ५॥
अतुलमहसिवृन्दारण्यराज्येभिषिक्तां,
निखिलसमयभर्तुः कार्तिकस्याधिदेवीम् ।
अपरिमितमुकुन्दप्रेयसीवृन्दमुख्यां,
जगदघहरकीर्तिं राधिकामर्चयामि ॥ ६॥
हरिपदनखकोटीपृष्ठपर्यन्तसीमा-,
तटमपि कलयन्तीं प्राणकोटेरभीष्टम् ।
प्रमुदितमदिराक्षीवृन्दवैदग्ध्यदीक्षा-,
गुरुमपि गुरुकीर्तिं राधिकामर्चयामि ॥ ७॥

अमलकनकपट्टीदृष्टकाश्मीरगौरीं,
मधुरिमलहरीभिः सम्परीतां किशोरीम् ।
हरिभुजपरिरब्ध्वां लघ्वरोमाञ्चपालीं,
स्फुरदरुणदुकूलां राधिकामर्चयामि ॥ ८॥
तदमलमधुरिम्णां काममाधाररूपं,
परिपठति वरिष्ठं सुष्ठु राधाष्टकं यः ।
अहिमकिरणपुत्रीकूलकल्याणचन्द्रः,
स्फुटमखिलमभीष्टं तस्य तुष्टस्तनोति ॥ ९॥

इति श्रीराधाष्टकं सम्पूर्णम् ॥