gyandhara books and stories free download online pdf in Gujarati

જ્ઞાનધારા

'શાસ્ત્રોક્ત જ્ઞાનનું વિજ્ઞાનીક સ્વરુપ એટ્લે જ્ઞાનધારા' , કેટલીક અંતરિક્ષને લગતી તેમજ મેડીકલ સાયન્સની તથા ફીસિક્સ ની લગતી શોધ અપણા પુરાણો તથા વેદોમા છુપાયેલી છે ,એટ્લે કે જે શોધ નો શ્રેય વિદેશના વિજ્ઞાનીઓ લઇ ગયા છે તેં શ્રેયના મુખ્ય હકદાર અપણા ઋષિમુનિઓ તેમજ મહર્ષિ વેદ વ્યાસ, છે. એક તબીબ વિદ્યાર્થી હોવાના લીધે મે મારા વિષયને શાત્રૉકત વિદ્યા સાથે સરખાવ્યુ ત્યારે મને જાણવા મળે છે કે , માત્ર ૨૦૦ વર્ષોમા થયેલી આધુનિક વિજ્ઞાની શોધ આપણાં દેશ નાં ૫૦૦૦ વર્ષો પુરાનાં વેદો તેમજ શાસ્ત્રો મા છુપાયેલો છે. જે હુ આજે તમારી સમક્ષ રજુ કરવા જઇ રહ્યો છું.

સાત(૭) ચક્રો :-
શરીરના આ ૭ ચક્રો એ આપણા વેદો એ વર્ણવેલા છે. જો આ ચક્રોના સ્થાનને ધ્યાનથી નિહાળવામા આવે તો ખ્યાલ આવશે કે તેં ચક્રો અપણા શરીરની હોર્મોનનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓના સ્થાન દર્શાવે છે.
આ સાત ચક્રો અને તેને અનુરૂપ ગ્રંથિઓ આ મુજબ છે.


(1)સહસ્ત્રાર ચક્ર---------પીનીયલ ગ્રંથિ

(2)આજ્ઞા ચક્ર(ૐ)-------પીટ્યુંટરી હાયપોથેલેમસ એક્સીસ

(3)વિશુદ્ધી ચક્ર(હં)----- થાઇરોઇડ - પેરાથાઇરોઇડ ગ્રંથિ

(4)અનાંહત ચક્ર(યઁ)---------થાયમસ ગ્રંથિ

(5)મણિપુર(નાભિ) ચક્ર(રં)-------પેન્ક્રિઆસ અને એડ્રિંનલ ગ્રંથિ

(6)સ્વાધીષ્ઠાન ચક્ર(વં)----ટેસ્ટીસ અને ઓવરી( જનન ગ્રંથિઓ)

(7)મૂલાધાર ચક્ર(લં)-------કોંક્સીક્સ(પૂછ- જે કોઈ ગ્રંથિ નથી પરંતું એક અસ્થિ છે)


1.જેમ સહસ્ત્રાર ચક્ર અદ્રશ્ય રીતે દરેક જીવના મસ્તિષ્કમા રહેલું છે તેમ જ પીનીયલ ગ્રંથિની ચોક્ક્સ કાર્ય કરવાની રીત અજાણી છે, વેદો મુજબ આ સહસ્ત્રાર ચક્રનું કાર્ય બેલેન્સ જાળવવાનું છે, તેમ પીનીયલ ગ્રંથિ પણ આપણી જૈવિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે જેમકે આપણો ઉઠવા અને સુવાનો સમય વગેરે...


2.તેવી જ રીતે બીજુ ચક્ર આજ્ઞા ચક્ર છે , જે પીટ્યુંટરી ગ્રંથિના સ્થાને દર્શાવવામા આવે છે. જેમ આ ચક્રનું નામ આજ્ઞા છે, એવી જ રીતે પીટ્યુંટરી ગ્રંથિનું કામ પણ બધીજ અંત:સ્ત્રાવી ગ્રંથિઓને આજ્ઞા આપવાનું છે એટલે કે પીટ્યુંટરી ગ્રંથિ બીજી બધી ગ્રંથિઓને અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો આદેશ આપે  ,એવાં જ અંત:સ્ત્રાવ રિલીઝ કરે છે. આ વાત કોઈ મેડીકલ ફિલ્ડનું વ્યક્તિ વધારે વિશેષ રીતે સમજી શકે છે. વેદોમા ओम શબ્દને આજ્ઞા ચક્ર નું પ્રતીક કહે છે જેનાં ઉચ્ચારણથી પીટ્યુંટરી ગ્રંથિ ઉતેજીત થાય છે. આમ, ૐ શબ્દ દરેક હોર્મોન નો સંચાર કરે છે.


3.વિશુદ્ધી ચક્ર એ થાયરોઇડ અને પેરાથાયરોઇડનું સ્થાન દર્શાવે છે , જેમ થાયરોઇડ હોર્મોન શરીરનાં ટોક્સિક(ઝેરી) પદાર્થોનું મેટાબોલિસમ વધારે છે અને શરીરને શુદ્ધ રાખે છે, અને તેનાં સ્થાન પર રહેલા ચક્રનું નામ પણ વિશુદ્ધી ચક્ર છે.


4.અનાહત ચક્ર (अनाहत चक्र શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે કે जो घायल न होने दे वो- જે ઘાયલ ન થવા દે તેં. જેનું સ્થાન થાયમસ ગ્રંથિના સ્થાન પર છે. અને થાયમસ ગ્રંથિ આપણા શરીરનું રક્ષણ કરે છે( ઇમ્યુનીટી(immunity) જાળવે છે)  એટ્લે એનો અર્થ પણ અનાહત સાથે બંધબેસે છે.


5.વેદો મુજબ મણિપુર ચક્ર આપણાં શરીરમા ઉર્જાનાં બેલેન્સને જાળવે છે , આ ચક્રનું સ્થાન પેન્ક્રીઆસ અને એડ્રીંનલ ગ્રંથિનાં સ્થાન પર છે, આ બન્ને ગ્રંથિઓ ઈન્સ્યુલીન અને ગ્લુકોંકોર્ટીકોઇડ રિલીઝ કરીને ગ્લુકોઝનું બેલેન્સ જાળવે છે, જે ગ્લુકોઝ ઉર્જાનો મુખ્ય સ્રોત છે. આમ આ બન્ને ગ્રંથિઓ શરીરની એનર્જીનું બેલેન્સ જાળવે છે અને એડ્રીંનાલિન રિલીઝ કરી અનુકમ્પી પ્રક્રિયાઓ કરાવે છે.
આ મણિપુર ચક્રનો ઉચ્ચાંર रं છે. આમ, રં શબ્દનો ઉચ્ચાર આ ગ્રંથિઓમાંથી હોર્મોનનો રિલીઝ વધારી શકે , જો આ સાચું પડે તો मधुराष्टकं  કે જેમા રં શબ્દનો બહુજ વાર ઉચ્ચાર આવે છે. તો આ मधुराष्टकं નું ગાન ડાયાબિટીસનાં દર્દીઓ માટે શ્રેષ્ઠ નીવડે. આ ઉપરાંત મારા પર્સનલ પ્રયોગમા મને જાણ થઈ કે मधुराष्टकं ને ગાવાથી  શરીરની અનુકમ્પી ક્રિયાઓ
(sympathetic activity) વધી જાય છે.

6. આજ મુજબ સ્વાધીષ્ઠાન ચક્ર આપણી જનન ગ્રંથિઓ દર્શાવે છે.વેદો મુજબ તેં જનન અંગોનું સંકોચન અને વિકોંચન કરે છે, જે ટેસ્ટીસ અને ઓવરીનું કાર્ય છે.


7.જ્યાંરે સાતમું ચક્ર, મૂલાધાર એ કરોડ સ્તંભના છેલા અસ્થિ પૂછ દર્શાવે છે. જે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે સરહદ બનાવે છે. મૂલાધાર ચક્રમા આત્માનાં પાછલા જન્મોની ગતિવિધિઓ સમાયેલી હોય છે.


●આમ બધી જ અંત:સ્ત્રાવી ગ્રંથિઓની શોધ આપણા વેદોમા આ ચક્રોના સ્વરૂપે દર્શાવેલ છે, જે ચક્રોનાં કાર્ય અને સ્થાન આ ગ્રંથિઓ સાથે બંધ બેસે છે.


આ ઉપરાંત વેદો મા આલેખિત સુંશુમ્ણા નાડી કેહવા મા આવતી નાડી આપણાં શરીર મા કરોડ રજ્જૂ ( spinal cord ) દર્શાવે છે. જ્યારે સુર્યનાડી(પિંગલા) અને ચંદ્રનાડી(ઈડા નાડી)  પિરામિડલ ટ્રેક્ટ દર્શાવે છે.


            


પિરામિડલ ટ્રેક, જે સુર્યનાડી અને ચંદ્રનાડીની જેમ એકબીજા સાથે ક્રોસ થાય છે. આ વાત પણ કોઈ તબીબ શાખાનું વ્યક્તિ ખૂબ સરસ રીતે સમજી શકે છે. મેડીકલ સાયન્સ મુજબ પીરામિડલ ટ્રેક આપણી ઐછીક ક્રિયાઓ કરાવે છે.


●મૃત્યુ બાદની વિધીની જો વાત કરીએ તો , ફોરેન્સિક સાયન્સ મા કેસ્પર ડિક્ટમ(Casper dictum ) નિયમ આવે છે, જેનાં મુજબ -મૃતદેહનો જમીનમા જેટલો કોહવાટ 8 અઠવાડિયામા થાય છે એટલો જ હવા મા 1 અઠવાડિયામા થઇ જાય છે. એટ્લે કે જમીન કે પાણીમા દફનવિધી કરતા હવામા( અગ્નિ સંસ્કાર)મા આઠ ગણો વધારે કોહવાટ થાય છે અને મૃત શરીર પ્રકૃતિની પ્રક્રિયાઓમા ઝડપથી રીસાયકલ થાય છે. એટ્લે જ આપણાં ધર્મનાં પૂર્વજો એ કદાચ અગ્નિસંસ્કાર દ્રારા અંતિમ વિધીની પ્રક્રિયાઓ ગોઠવી છે, જેથી મૃતદેહનું ઝડપથી પ્રકૃતિમા વિલીનીકરણ થાય છે.

આમ, આપણાં સનાતન ધર્મનાં ઇતિહાસમા આયુર્વેદ જેવી મહાન તબીબ શાખા તો છે જ પણ સાથે સાથે વેદો તથા પુરાણોમા અનેક વૈજ્ઞાનિક શોધો સ્વરૂપે રહસ્યો પણ છુપાયેલા છે. જેને શોધવા માટે શાસ્ત્રોનું ન માત્ર વાંચન પણ તેનુ ચિંતન કરવું પણ અગત્યનું છે.

આજ કાલના યુવાનોને ફાધર ઓફ એન્ટી સેપ્ટીક સર્જરી - જોસેફ લિસ્ટરનો ખ્યાલ હશે,
પરંતું ફાધર ઓફ સર્જરી-
મહાત્મા સુશ્રુતનો ખ્યાલ નહીં હોય.
પ્રાચિન ભારતમા પણ ત્રણ મેડીકલ સ્કુલો હતી, ચરક, સુશ્રુત, અને કશ્યપ જેનાં અનુક્રમે સ્થાપક હતાં. પ્રાચિન ભારતમા તબીબી ક્ષેત્રે વિકાસ થતા, ચિકિત્સાને બે ભાગમા વહેંચવામા આવી:
1)કાયા ચિકિત્સા ( જનરલ મેડિસિન સારવાર )
2)શલ્ય ચિકિત્સા ( સર્જરી )
અને આગળ વિકાસ થતા આઠ મુખ્ય શાખાઓમા વિભાજીત થયુ, જેને અષ્ટાંગ આયુર્વેદનાં નામે ઓળખવામા આવે છે.
આ આઠ શાખાઓ અનુક્રમે , આ મુજબ છે.
1)શલ્ય ચિકિત્સા(general surgery)
2)શલક્ય (supraclavicular surgery)
3)કાયા ચિકિત્સા( general treatment)
4)કૌમાર્ય ભૃત્યા(pediatrics-and obstetrics)
5)અગડ તંત્ર(toxicology- વિષવિદ્યા)
6)રસાયણ(elixirization)
7)વાજીકરણ(counseling on sex)
8)ભૂતવિદ્યા(psychiatry - માનસિક)
આ ઉપરાંત સુશ્રુત સંહિતામા ઘણાં પ્રકારની સર્જરી, પદ્ધતિ, સાધનો, સાધનોને જીવાણુરહિત કરવાની પદ્ધતિઓ(sterilization), આ બધાંનું આલેખન જોવા મળે છે. 600BCE, મા સુષૃત્તે, સીઝરીયન, મોતિયો, કૃત્રિમ ઉપાંગ,  ફ્રેંક્ચર, સારણ ગાંઠ, આંતરડાની સર્જરી, પથરી, નાકની પ્લાસ્ટિક સર્જરી, અને બ્રેઈન સર્જરી પણ કરેલ તેવું માનવામા આવે છે.
હ્ર્દયમાંથી નીકળી બધા અંગોને લોહી પોહચાડતિ ધમની(artery)નો ઉલ્લેખ સુશ્રુત સંહિતામા છે , અને શરીરમા થતા રુધિર પરિભ્રમણનો માર્ગ અનુક્રમે શીરા- હ્દય -ધમની -અને અંગો તરફ હોય છે આ વાતનો ઉલ્લેખ ભેલસંહિતામા છે, પણ શરમની વાત એ છે કે એલોપેથીના પુસ્તકોમા ઉલ્લેખ કરવામા અવતો જ નથી, કદાચ હિપોક્રેટસ બધા ઓથરનાં સ્વપ્નમા આવીને કહેતાં હશે કે પ્રાચિન ભારતના એકપણ તબીબોના નામ બુકમા ન આવે નહિતર છાત્રો એલોપેથી છોડી આયુર્વેદ તરફ આકર્ષિત થશે!!
સ્પર્ધાનો સાપ હવે તબીબ શાખાને પણ નથી છોડતો , આખરે હુ એક એલોપેથિક વિદ્યાર્થી છું, પરંતું એક તબીબનો હેતુ દર્દીને ઠીક કરવાનો હોવો જોઈએ પછી ભલેને તેં ગમે તેં પ્રકારની સારવારથી થતો હોય.
મેડીકલ સિવાયના વિષયની વાત કરીએ તો ગણિત(mathematics)મા સૌથી મહત્વનો ફાળો પ્રાચિન ભારતનો છે. ઝીરોની શોધ, અલ્ગોરિંધમ થિયરી, આલ્ગેબ્રા  એટલેકે બીજ ગણીત , વર્ગમુળ અને ઘનમુળ આ બધુ ન્યુટનના 300 વર્ષ પેહલા ભારતમા અસ્તિત્વમા આવી ચૂક્યું હતુ.
600 B C. ઇન્ડિયન ફિલોસોફર અણુ(atom)નો ખ્યાલ આપ્યો હતો. આ થઈ ફીસિક્સની વાત, કેમિસ્ટ્રીની વાત કરીએ તો અત્તરનું નીસ્યંદન, કાર્બનીક પ્રવાહીનું નીસ્યંદન, ડાય અને પીગમેન્ટની બનાવટ, અને ખાંડનું અલગિકરણ આ બધુજ પ્રાચિન ભારતીય પ્રગતિની નીપજ છે.
સીવીલ એન્જિનિયરીંગમા તો પ્રાચિન સંસ્કૃતિ અગ્રેસર રહી છે, જેનાં ઉદાહરણ રૂપી અવશેષો - મોહે-જો-દરો, ધોળાવીરા, લોથલ, કનજોતર, સુરકોંટડા અને રંગપુર જેવા મહાનગરો હતાં, આ છ મહાનગરો માંથી પાંચ તો ગુજરાતમા જ છે.
આ ઉપરાંત ચેસ(chess) ,લુડૉ(ludo), સાપસીડી, અને કાર્ડસ જેવી મનોરંજનની રમતો પણ આજ ભૂમિમા શોધાય હતી.
ખગોળશાસ્ત્રમા પણ આપણાં શાસ્ત્રો અગ્રેસર છે. ગ્રહણની ગણતરી, પૃથ્વીને ગોળો તરીકે વર્ણન, સુર્યનું તારા તરીકે  વર્ણન, બધાજ ગ્રહોના નામ તેમજ સુર્યમંડળનું વર્ણન આ બધુ પ્રાચિન ભારતીય ખગોળશાસ્ત્રીઓની ઉત્તમ શોધ છે.
પાયથાગોરસના ૨૦૦૦વર્ષ પેહલા, ગુરુત્વાકર્ષણ સુર્યમંડળને જકડી રાખે છે, જેનુ કેન્દ્ર સુર્ય છે, એ ખ્યાલ ઉત્તરભારતના ફિલોસોફરને હતો. જે સમયે ગ્રીક લોકો પૃથ્વીને ફ્લેટ માનતા હતાં ત્યારે,  સંસ્કૃત બોલતાં, આર્યો એ પૃથ્વી ગોળ છે તેવી પુર્વધારણા આપી હતી.

"ancient indian knowledge includes all about quantum physics, molecular theories, astronomy, astrology, medicine and surgery, civil and mechanical engineering science, knowledge regarding daily lifestyle including (sanskar), worship to god,  maintenance of economy from which lot of knowledge was lost in nalanda university during wars.

ચાલો હવે આપણી સંસ્કૃતિને વિજ્ઞાન સાથે સાંકળીએ..

નમસ્કાર - બન્ને હાથ જોડી નમસ્કાર કરવાની જૂની રીત સાથે પણ વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું છે. જ્યારે આપણે બન્ને હાથ જોડીને નમસ્કાર કરીએ ત્યારે બન્ને બાજુની આંગળીઓ એકબીજા સાથે દબાય છે , જેનાંથી એકયૂપ્રેશર દ્રારા આંખ, કાન અને મગજ સક્રિય થાય છે, આંગળીઓનાં આ પ્રેશર પોઈંટસ સક્રિય થઈ આપણને સામેની વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખવામા મદદરુપ થાય છે.
કાન વીંધવા- ભારતીય સંસ્કૃતિનું અગત્યનું લક્ષણ કાન વીંધવા તેં છે, વૈજ્ઞાનિક રીતે કાન વીંધવાથી વિચારશક્તિ, નિર્ણયશક્તિ, વાર્તાવિવેક, અને કાર્યઉર્જા વધે છે.
શા માટે આપણે ઉત્તર દિશા તરફ માથું રાખીને નથી સુતા??-  માનવ શરીરને પોતાની એક મેગ્નેટિક ફિલ્ડ( ચુંબકીય ક્ષેત્ર)  હોય છે. જ્યારે પૃથ્વી એક વીશાળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જ્યારે ઉતર દિશા તરફ શીર્ષ રાખીને સુઈએ ત્યારે , આ બન્ને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે અસમમિતિ થાય છે, જેનાં લીધે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા( ડાઉન બ્લડ પ્રેશર) થાય છે અને હ્દયનો વર્કલોડ વધી જાય છે.
સુર્ય નમસ્કાર - ઉગતા સુર્ય સાથે સુર્યનમસ્કાર જે સાત યોગાસન કરવામાં આવે છે, આ યોગ શરીરના બધાજ સ્કેલેટલ જોઈન્ટ(સાંધાઓ)નું હલનચલન કરાવે છે, અને આથીજ સુર્યનમસ્કારને કસરતોનો રાજા( king of exercise) કહેવામા આવે છે.
પૃથ્વીનો આકાર- ઋગવેદ(30.4.5) મુજબ પૃથ્વી  સહેજ દબાયેલો ગોળો છે, જ્યારે ગુગલ કહે છે કે પાયથાગોરસે પૃથ્વીનાં આકારની માહીતી આપી હતી!!!!
ઉર્જા સંરક્ષણનો નિયમ- વિજ્ઞાનમા ભણાવવામા આવતો ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે કે ઉર્જા નથી બનાવી શકાતી કે નથી તોડી શકાતી(energy can not be created and can not be destroyed)  જે વાત ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામા આત્મા માટે કહેલી- આત્માનો એકપણ શસ્ત્રથી વિનાશ પણ શકય નથી અને તેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ થતુ નથી.
માર્કંડેય પુરાણ(78.8) મુજબ ભૂરું(વાદળી) આકાશ એ પ્રકિર્ણીત સુર્યપ્રકાશ છે, જે વાત જ્હોન ટીડલે 1859 મા કહેલી તેં માર્કંડેય પુરાણમા પહેલેથી જ આલેખિત હતી.
ભવિષ્યઃ પુરાણનાં બ્રહ્મપર્વમા ઋષી વ્યાસના શિષ્ય સુમન્તુ દ્રારા સૃષ્ટિની રચના વિશે કહે છે કે સૃષ્ટિની રચના ભગવાન ભાસ્કરે(સુર્યનારાયણે) કરી હતી. અને સર્વ પ્રથમ જળની રચના થઈ. જ્યારે આધુનિક વિજ્ઞાન મુજબઆપણે બધાજ જાણીએ છીએ કે પૃથ્વીની રચના 4.54 billion વર્ષો પહેલા સુર્ય માંથી જ થયેલી, આટલા ચોક્ક્સ પણે આપણાં શાસ્ત્રોએ કરેલી વાતોનો આપણે ગૂઢ વિચાર કરવો જોઈએ તેવું નથી લાગતું!!

સામવેદ - વિશ્વની પ્રથમ મ્યુઝીકલ બુક , જેમ સુર, રાગ, અને સંગીતવિદ્યાનાં અનેક તથ્યો આલેખાયા છે, આ ઉપરથી એ તો કહી જ શકાય કે વિશ્વની કોઈપણ સંસ્કૃતિથી ભારતીય સંસ્કૃતિ હમેશા સો કદમ આગળ રહી હશે.

આવાજ વેદિક- વૈજ્ઞાનિક તથ્યો સાથે ફરી મળીશું....

જય સૂર્યનારાયણ

જય માતાજી

જય શ્રી કૃષ્ણ

-રાધેય

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED