જયવન્તિ 'એક સ્ત્રી ચરિત્ર' - જયવન્તિ Kamlesh Vichhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જયવન્તિ 'એક સ્ત્રી ચરિત્ર' - જયવન્તિ

      (પ્રસ્તાવના::  આ વાર્તા સમૂહો સોમવંશ અથવા યદૂવંશનાં ઉદભવ અને તેમને લગતી સ્ત્રીઓનાં બલિદાનની અમર કથાઓ છે. જે હુ તમારી સમક્ષ એક સરળ રુપમા રજુ કરવા જઇ રહ્યો છું. આ વાર્તા કોઇપણ ધર્મ જાતી કે સંપ્રદાયને ઠેસ પહોંચાડતી નથી, ઉપરાંત ,આ વાર્તા હિન્દૂ ધર્મ શાસ્ત્રોનાં અવિરત સ્ત્રી બલિદાનને દર્શાવતી એક કથા કે ધર્મગાથા છે.)

*પ્રકરણ ૧*

   અમરાવતિમાં આપનું સ્વાગત છે. પૃથ્વીનાં ઉતર ધ્રુવમા આવેલા સુંમેરું પર્વતની પેલે પાર શ્વેતવાદળો તેમજ રંગીન મેઘ-ધનુષ્યથી સુશોભિત થતુ આ અમરાવતિ એટલેજ સ્વર્ગ.
શહેરની મધ્યમા , મહારાજ ઇન્દ્રનો રાજ દરબાર સૌથી ઉંચા શિખરનાં કળશ વડે શહેરની સમૃદ્ધિ દર્શાવતો રહે છે. હા આ એ જ વજ્ર અને વૃષ્ટિના અધિપતિ દેવ-ઇન્દ્રની નગરી છે.

     આજે તો સમગ્ર અમરાવતિ પોતાના રાજ્યમા નવા મહેમાનની રાહ જોઇ રહ્યુ હતુ., શચિં મહેલનાં સ્તંભૉમા વિશ્વકર્માના કાર્યકરો દ્રારા પડેલી કોતરણીમા, સુવર્ણનાં દિપકોં પ્રગટાવેલા જણાતા હતાં.રાજ દરબારમા આજે રજા હતી. મહારાજ ઇન્દ્ર દેવર્ષિ નારદ અને અન્ય મંત્રીઓ દેવી શચિંના કક્ષની બહાર થોડી વ્યથા સાથે રાહ જોઇ ઉભા હતાં.

આ તરફ એક બ્રહ્મગિરી પર્વતની તળેટીનાં આશ્રમમા પત્થર બનેલી એક સ્ત્રીની મૂર્તિ સાથે વિલાપ કરતા એક મહાત્મા રડી રહ્યાં હતાં. પોતાનુ સંયમ ગુમાવતા હોવાની જાણ થતા તેંઓ પત્થરથી દુર આવ્યાં ,અને આશ્રમનાં પટાન્ગણમા એક તરફથી બીજી તરફ ચાલવા લાગ્યા .  તેમનાં વિરાટ ભાલ પર અનોખું તેજ હતુ, છતા આજે તેમની આંખો ક્રોધવશ રક્તમય બની ગઇ હતી, અને અચાનક જ તેમણે કોઈ ને મનોમન મૂક - શ્રાપ આપ્યો.(એક દુઃખી બ્રાહ્મણનાં અંત:કરણમાથી નીકળેલા દૂરવચનને મૂકશ્રાપ કહે છે) . હા આ ઋષિ ગૌતમ જ છે , પરંતું તેંઓ એ ઇન્દ્ર દેવને શરીરે કોઢ નીકળવાનો શ્રાપ પહેલેથીજ આપ્યો હતો , જેનું નિવારણ પણ શ્રી ગણેશનાં જન્મ અને તેમની આરાધનાથી થઈ ગયુ હતુ. પરંતું પોતાની પત્ની અહલ્યાનો ઉદ્ધાર હજુ ન થયો હોવાથી તેઓ એ દેવરાજ ઇન્દ્રને મનોમન મૂકશ્રાપ આપી દીધો , જેની જાણ દેવરાજને લેશમાત્ર પણ ન હતી.
   આ તરફ ભૃગુકચ્છમા ઋષિ ભૃગુ તેમની ત્રણ પત્નીઓ ( કવી, પુલોમા અને ખ્યાતિ) સાથે નિવાસ કરે છે. કવી( અથવા જેને કાવ્ય માતા પણ કહેવામા આવે છે ) અને જેઓ હિરણ્યકષઃયપુનાં પુત્રી છે તેનો અને ઋષિ ભૃગુનો પુત્ર શુક્ર હવે વિદ્યાર્થીની વયે પોહચ્યોં છે. આથી ભૃગુ ઋષિ તેને ઋષિ અત્રિના આશ્રમમા વિદ્યા માટે લઇને આવે છે, પરન્તુ ઋષિ અત્રિ એ ચોખ્ખા શબ્દોમા ના કહી દીધી. અને કારણ પૂછવા પર કહ્યુ કે તેમણે બૃહસ્પતિને દેવ ગુરુ બનાવવાનું વચન આપ્યું છે, આથી તેઓ બીજા કોઈ ને પણ શિક્ષા આપશે નહીં.
  ભૃગુ પુત્ર - શુક્ર એવું લાગ્યું કે તેઓ એક દાનવ કુળની કન્યાનાં પુત્ર હોવાથી તેઓને શિક્ષા આપવા કોઈ તૈયાર નથી.
ઋષિ ભૃગુ એ તેમનાં પુત્રની નિરાશ આંખો જોઇ કહ્યુ:- 'હુ તારી વ્યથા સમજુ છું પુત્ર , પરંતું હુ તને દેવગુરૂ બનવા માટેનું શિક્ષણ મેળવવા બ્રહ્મ-ગિરી લઇ જઈશ. પોતાના પિતાની ઇચ્છા પૂર્તિ માટે હવે શુક્રનું જીવન લક્ષ્ય માત્ર દેવગુરુપદ ધારણ કરવું બની ગયુ હતુ, જેનાં માટે તેં હરસમ્ભવ પ્રયાસ કરવા દ્રઢ હતાં.

           *                      *                   *

' દેવરાજ અમરાવતિમા લક્ષ્મી પધાર્યા છે' - દાસીએ શચીકક્ષની બહાર આવીને સ્મિત સાથે કહ્યુ.

એક પુત્રીનાં પિતા બનવાના હર્ષમા દેવરાજ ઇન્દ્ર જાણે નાચતો ગાંધર્વ બની ગયા. સમગ્ર સૃષ્ટિમા અષાઢના ચોમાસાનું મોજું ફરી વળ્યું . અમરાવતિમા હર્ષોલ્લાસ છવાય ગયો. અમરાવતિનાં દેવી, દેવતાઓ, અપ્સરાઓ , ગાંધર્વ, યક્ષ , યોગીની, બધાએ રંગબેરંગી ગુલાલ આકાશ તરફ ઉછાળ્યા , પરંતું આ શુ બધાં ચોકી ગયા, આ રંગોનો રંગ આસમાને જઇ શુદ્ધ શ્વેત થઈ જતો હતો. તેઓ સમજી ગયા કે પરબ્રહ્મ પરમાત્મા કાંઇક સંકેત આપી રહ્યાં છે પણ આ સંકેતનો અર્થ શોધી કાઢવામા બધાં જ અસફળ રહ્યાં. પરંતું હર્ષોલ્લાસમા કોઈએ આ ઘટનાને મનમા લીધી નહીં.

   થોડી વારમા એક દાસી સ્ત્રી- રાજવૈદ્ય સાથે એક સુન્દર નવજાત બાળકીને ગોદમા લઇ દેવી શચિંના કક્ષમાથી બહાર આવી. બાળકીને જોઇ તરત જ દેવરાજે તેની તરફ હરણફાળ ભરી, બાળકીને દાસીના હાથમાથી આચકિ અને બે ક્ષણતો તેઓ તેણીનું સુન્દર મુખ નિહાળતા જ રહ્યાં. બદામના ફળ જેવી સુન્દર નેત્રો વાળી એ નવજાત કન્યા એનાં સુન્દર મુખેથી કિલકિલાટ કરતી હતી, તેં જ ક્ષણે દેવરાજે તેને પાંચ -છ વાર ચૂમી લીધી.

      અમરાવતિમા સારાં સમાચાર આવવાના હોવાથી દેવર્ષિ નારદે પેહલા જ યમપુરી જઇ દેવી વિધાત્રીને નિમંત્રણ પાઠવી દીધાં હતાં. આમ દેવી વિધાત્રી સમયસર પોહચી ગયા, અને તેમણે આવીને સમગ્ર દેવલોકને અભિનંદન પાઠવ્યા.
દેવી વિધાત્રી ખૂબ ચતુર હતાં, તેઓ દરેક નવા બાળકની ભવિષ્યવાણી માત્ર પાંચ શબ્દોમા કરતા અને એમા પણ કંઇક મર્મ છુપાયેલો હોય. આમ દેવી નિયતિ( વિધાત્રી ) એ નવજાત કન્યાનાં ભાલ અને હસ્તાગ્ર જોઇ પોતે ધન્યતા અનુભવી હોય તેવું સ્મિત પાંગર્યું.
    'અમરાવતિની રાજકુમારીનું નામ વિશેષ હરોળની સ્ત્રીઓમા સ્થાન પામશે'- દેવી વિધાત્રીએ કન્યાની ભવિષ્યવાણી કરતા કહ્યુ.
આ સાંભળતાજ દેવરાજ ઇન્દ્રની આંખો ચમકી, તેઓ આ અંગે વિચાર- વિર્મશ કરવા લાગ્યા, પરન્તુ પિતા બનવાની ખુશી મા તેમને પોતાના વિચારો એક પીતાનું સ્નેહભર્યું પાગલપન લાગ્યું, આથી તેમણે વિચારવાનું માંડી વાળ્યું.

             *                     *                     *

      બીજા સૂર્યોદય સાથે જ અમરાવતિની રાજસભા શરુ થઇ છે. જ્યા દેવરાજ ઇન્દ્ર તેમજ અન્ય દેવો જેમકે , અગ્નિદેવ, યજ્ઞદેવ, સુર્યદેવ, પિતરો, કુબેરદેવ, કામદેવ, પવનદેવ, વરુણદેવ, અને દેવર્ષિ નારદ બિરાજમાન હતાં.
એવામા અચાનક બે સૈનિકો અંદર રાજ સભામા ભાગ્યા -દોડતા આવ્યાં. તેંઓનિરાંતે શ્વાસ લે એ પેલા દેવરાજ બોલ્યા-
' મૂર્ખ - વીના અનુમતિ રાજ્યસભામા કેમ ઘૂસી આવ્યાં. એટલાંમા જ ચારે તરફથી એક અજાણ્યું રાક્ષસી અટહાસ્યનો અવાજ આવ્યો , અરે એક નહીં ત્યાં તો કોઈ બે દાનવોના અટહાસ્યનાં પડઘા પડવા લાગ્યા .

*

*પ્રકરણ ૨*

હાહા.. હા હા હાઆ... -  પડઘા પાડતી બે દાનવ આકૃતિઓ અમરાવતિની રાજ્યસભામા પ્રવેશે છે.
'કોણ છો મૂર્ખો આટલું નાસ્તિક હાસ્ય શાને સંભળાવો છો? ' અગ્નિ દેવ ક્રોધવશ બોલ્યા.
' અગ્નિ , વાર્તાલાપમા સમય વ્યર્થના કરીશ ' એમ કહી તેમાંના એક દાનવે અગ્નિ દેવને એક પ્રહારથી ઢાળી દીધાં. અન્ય દેવોના પ્રહાર પણ તેં અસુરો પર નીશ્ફળ જતા હતાં.
' મૂર્ખ દેવતાઓ અમારાં પર પ્રહાર કરી પોતાની મૂર્ખતાનું પ્રદર્શન ન કરશો, હુ સુંદ અને મારો ભાઈ ઉપસુંદ  અસુરરાજ નીકુમ્ભનાં પુત્રો તમને માત્ર ચેતવણી આપવા આવ્યાં છીએ , માત્ર બે દીવસનો સમય છે અસુરોનાં ચરણોમા આવી સ્વર્ગ છોડી દો , નહિતર..., ' - આમ કહી બન્ને રાક્ષસો અદ્રશ્ય થઈ ગયા.
દેવરાજ ઇન્દ્ર સચેત થઈ ગયા, તેઓએ  દેવર્ષિ નારદને આ દાનવોના ઘમંડ વિશે પુછ્યું,
' સુંદ અને ઉપસુંદમા આટલી શક્તિનો અચાનક જ સંચાર???'
- ' સુંદ ઉપસુંદ એ જગતપીતા બ્રહ્માને પ્રસન્ન કરી વરદાન મેળવેલું છે કે તેઓ માત્ર એકબીજાનો જ પરસ્પર વધ કરી શકે , અન્ય કોઈ તેમનો વધ ના કરી શકે.- દેવર્ષિ નારદે કહ્યુ.
સુંદ અને ઉપસુંદની એકતા તો જગ પ્રસિધ્ધ છે , તેમની વચ્ચે દુંષ્મની ઊભી કરવી એટ્લે પાણીમા દીવા પ્રગટાવવા જેટલું મુશ્કેલ છે.- પવન દેવે સમજાવતા કહ્યુ.
આ સમસ્યાનો ઉકેલ હવે બ્રહ્મદેવ જ કરશે, એમ કહી દેવરાજ ઇન્દ્ર સિંહાસન પરથી અદ્રશ્ય થઈ ગયા.

     *                               *                            *

દેવરાજ ઇન્દ્ર એક શાંત સ્થળે આવી પ્રગટ થયાં, અહિ માત્ર વેદોના ઉચ્ચારણનો ધીમો સરળ અને સુંરમય અવાજ સંભળાતો હતો. એક સુવર્ણનાં કમળ પર જગતપિતા બ્રહ્મા બિરાજમાન હતાં, પોતાની સમક્ષ દેવરાજ ઇન્દ્રનો ભાસ થતો હોવાથી તેઓ એ પોતાની આંખો ધીમેથી ખોલી.
  ' સુંદ ઉપસુંદને મારી તપસ્યાનું જ વરદાન મળ્યું છે દેવરાજ'- બ્રહ્મદેવે હસીને કહ્યુ. 'આથી તેમનાં મોક્ષનો માર્ગ પણ હુ જ નક્કી કરીશ' - બ્રહ્મદેવે આગળ વધતા કહ્યુ.
બ્રહ્મદેવ દ્રારા મળેલી સહાનુંભૂતિથી દેવરાજ ધન્યવાદ કહી માથું નમાવી ચાલ્યા ગયા.

દેવરાજ ઇન્દ્ર ફરીથી પોતાની પુત્રીના ષષ્ઠીનાં મહોત્સવની તૈયારી મા લાગી ગયા.
દેવરાજને બીજા બે સંતાનો હતાં , જેમાંથી એકનું નામ જયંત અને બીજી દેવસેના.
( દેવસેનાને દેવરાજે દત્તક લીધી હતી, જેમના વિવાહ શિવપુત્ર કાર્તિકેય(સ્કંદ) સાથે થયાં હતાં.)
દેવસેના(જેમનું બીજુ નામ ષષ્ઠી પણ છે )ને દત્તક લીધાં બાદ થોડા જ વર્ષોમા તેનાં વિવાહ થયાં હોવાથી, દેવરાજ ઇન્દ્ર અને માતા શચિં પુત્રીપ્રેમથી વંચિત રહ્યાં હતાં. આ પ્રેમનો ખાલીપો આ સુન્દર આંખો વાળી બાળકી પુરી કરશે તેવા આનંદથી આજે માતા શચિંનું હ્ર્દય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતુ. તેઓ બે ક્ષણ પણ પોતાની નવજાત કન્યાને પોતાનાથી અળગી થવા દેતા નહીં.
આ તરફ બ્રહ્મદેવ સુંદ ઉપસુંદના નાશ કેવી રીતે કરવો તેં વિચારી રહ્યાં હતાં. અચાનક તેઓની આંખો ચમકી, અને શાંત ચિત્તે કશુંક મંત્રપાઠ કરવા લાગ્યા , અને પોતાના મસ્તિષ્ક માંથી એક સુન્દર કન્યા ઉત્પન્ન કરી , બ્રહ્મ દેવની આંખો ખુલી ત્યારે એ સ્ત્રી તેમની સામે ઊભી હતી. તેણીની મનમોહક મુસ્કાન કામદેવની રતિ સમાન હતી, તેનો ઘાટ કોઈ અપ્સરાથી ઓછો ન હતો, તેં એકદમ મૃગનયની આંખો માંથી અમૃત છલકાવી રહી હતી. 'હે સુંદરી તુ એક ઉત્તમ નિપુણ શરીર છે જે મારા દ્રારા રચવામા આવ્યુ છે તારું નામ તિલ્લોતમા છે , મે તને જે ઉપદેશથી ઉત્પન્ન કરી છે તેં ઉદેશ્ય પુર્ણ કર'- બ્રહ્મ દેવે કહ્યુ.
આ સાંભળી તેં અપ્સરા ત્યાંથી ચાલી નીકળી.

      *                            *                          *

આ તરફ સ્વર્ગમા સંદેશ આવ્યો કે બ્રહ્મદેવ દ્રારા ઉત્પન્ન સુંદરી તિલ્લોતમાનાં રુપથી મોહી બન્ને દાનવો સુંદ ઉપસુંદ એકબીજા સાથે જ લડી પડ્યા અને તેમણે એકબીજાને પરસ્પર મૃત્યુ બક્ષ્યું. આ સાંભળી દેવરાજ ઇન્દ્ર ખુશ થયાં, અને તેમણે અપ્સરા તિલ્લોતમાને અમરાવતિમા રહેવા નિમંત્રણ પાઠવ્યું.
અને તિલ્લોતમાનું રહેઠાણ સ્વર્ગ થઈ ગયુ.
શચિંની પુત્રીનાં આગમનથી હર્ષોલ્લાસમા પાંચ દીવસ વીતી ગયા.આજે છઠૉ દીવસ હતો, જેને ષષ્ઠી તરીકે ઉજવવામા આવે છે. ષષ્ઠીપૂજાની બધી ગતિવિધિઓ માટેની તૈયારીઓ થઈ ચૂકી હતી. મનોરંજન કક્ષમા દેવી ષષ્ઠી એક સુવર્ણના બાજોટ પર બિરાજેલા છે, સોનાના વીશાળ થાળ પર નાનકડી બાળકીને સુવડાવેલી, સામે એક કળશ તેનાં પર સ્વસ્તિકથી ચીતરેલ નાળિયેર જેની ફરતે અશોક વૃક્ષનાં પાન રાખેલા છે. સોનાના થાળ પાસે એક એક તલવાર, વેદ, કમળ, ચપુ, તુલસીના પાન , કેસરી રૂમાલ, સોનેરી સિક્કાઓ અને સોનામહોરો રાખેલા હતી. પૂજાવિધી પુર્ણ થયાં બાદ દેવી ષષ્ઠી એ નવજાત કન્યાનાં કાનમા કઇંક મંત્રોચ્ચાર કર્યા, અને પાછી સોનેરી થાળમા મુકી દીધી, એટલાંમા તો એ બાળકીએ પોતાના જમણા હાથના અંગુષ્ઠ અને તર્જની વડે પાસે પડેલી બધી વસ્તુઓ માંથી કેસરી રંગનો સાદો રૂમાલ ઉપાડ્યો, અને કિલકિલાટ કરતી રમવા લાગી.
'ત્યાગ ......તમારી પુત્રી ત્યાગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બનશે'- દેવી ષષ્ઠીએ અચરજ સાથે કહ્યુ. 'નામકરણ કરો દેવી ગંગા' - દેવી ષષ્ઠી એ ઉમેર્યું.
'જયન્તિ'- ગંગા કન્યાને હાથમા લઇ બોલ્યા,- તમારી પુત્રી ત્યાગ પર વિજય મેળવશે- એટલેજ જયવન્તિ જેનો અર્થ થાય છે વિજય મેળવનાર (જયન્તિ અને જયવન્તિનો અર્થ સમાન થાય છે)
આ ક્રિયાવિધી બાદ માતા શચિંની આંખોમા ચિંતાનું મોજું ફરી વળ્યું, તેઓ બહુ જ ઊંડું વિચારતા, શચિં ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવતાં એક પતિવ્રતા સ્ત્રી હતાં. તેઓ વિચારતા હતાં કે ત્યાગ કદી સરળ નથી હોતો, એવી કઇ ઘટના જયવન્તિનાં જીવનમા બનશે કે તેં ત્યાગની પ્રતિમા બની જાય???

તમને વાર્તાનો પહેલો ભાગ કેવો લાગ્યો? , કોઈ પણ suggestion, સુધારા કે સલાહ સુચન અથવા પ્રતિભાવ આપવા માટે @9429296066 પર મેસેજ કરો ,વાર્તાનો બીજો ભાગ આવતાં મહિને રજુ થશે. )

કમલેશ વિછીયા'રાધેય'

આભાર