Radheyno Kavy Sangrah books and stories free download online pdf in Gujarati

રાધેયનો કાવ્ય સંગ્રહ

પેશાથી હુ કવી નથી એક તબીબ વિદ્યાર્થી છું, પરંતું મારા મનનાં વિચારો , પ્રગટ કરવાની ઇચ્છાથી અહિ અમુક કવિતાઓ લખી છે, સાથે છેલ્લે સરસ મજાના હાઈકુ પણ છે જેમા સૌરાષ્ટ્રનાં નગરોનું ટૂંકું વર્ણન છે, તેં જરુર વાંચશો.
ભક્તિ કવિતા:
 
1 રાધાકૃષ્ણ
  

ગીતા છે કૃષ્ણ, જ્ઞાન છે રાધા;
જન-જીવનનું કલ્યાણ છે રાધા.

તન છે કૃષ્ણ, મન છે રાધા;
કૃષ્ણનાં પ્રેમનો ભવન છે રાધા.

વાયુ છે કૃષ્ણ, વેગ છે રાધા;
વાંસળીનાં સુરનો પ્રવેગ છે રાધા.

પુષ્પ છે કૃષ્ણ, સુગંધ છે રાધા;
કૃષ્ણનાં સ્નેહનો સબંધ છે રાધા.

તરસ છે કૃષ્ણ, પાણી છે રાધા;
અમર પ્રેમની કહાની છે રાધા.

સુર્ય છે કૃષ્ણ, રોશની છે રાધા;
મોરપંખધારકની સંગીની છે રાધા.

આદિ છે કૃષ્ણ, અનંત છે રાધા;
પ્રેમ-ભક્તિની શ્રેષ્ઠ સંત છે રાધા.


-કમલેશ વિછીયા


2. સતનો સંગ

ભોગવી લે આ ભવના ભાર
ઉઠીજાને આસું લૂછી

સહી લે આજે દુઃખનાં સાર
કદાચ ન આવે વારો પછી

જોજે ન ભૂલતો મારગ
જંગલમા ભાળીને જંગ

પાર થશે ભવ-ભવના કાંટા
જો સાથ હશે સતનો સંગ


-કમલેશ વિછીયા

3. જોગી

ના ક્રોધ મળે મસ્તિષ્ક તણા
ના મોહ જડે જે દેહ થકી;
એ સત્ય પ્રેમને કરુણા ગાતો
રાહ ન ભટકે સાચો જોગી

ના વસ્ત્ર મોહ, ના સ્વર્ણ પીતાંબર
વગડા વનવાસે છત તણા અંબર;
ભગવો પહેરવેશ મન શ્વેતાંબર
ભજેમન હરિહર જનએ જોગી

પરોપકાર મન, નાં ગર્વ જરા પણ
કપટ કામ લાલચ છે અળગી;
મોક્ષ કામના ભક્તિ મારગ,
ઈશ-આત્માનો સાધક જોગી


-કમલેશ વિછીયા

4. કાઠીકન્યા

'દુષ્મન આવ્યો ફળીમાં, ગેરહાજર છે તાત;
થાભલે ઊભી જોગમાયા, લાખાવાળાની છોરું'

'ભાસ્યો વછેરો લાખનો, લાખાનો આત્મારામ;
લઇ જઇ જગમાં વછેરો, કાઢું વાળાની આબરૂ.

'માલી'પા આવીજા દિકરી, ન ધર્યા કાને માત;
કાઢી ઝાટકણી દેવાતની , રાખી બાપની આબરૂ'.

'પિયર હોય કે સાસરીયું, ભલે હોય જગના ભાર;
સત ચુકેનાં કાઠી-કન્યા, રાખે આપાની આબરૂ'.


-કમલેશ વિછીયા

B. હાઈકુઓ

1. રાત્રિ પરોઢ

(૧) સંભળાય છે,
      ડરાવની રાતના
      છે આ નાખોરા !!

(૨) ખેંચી લીધી છે,
      આ આધુનિકતાએ
      રાત્રિની ઉંઘ

(૩) પ્રકાશ પડ્યો
      પલકોંનાં પડદા
      ખુલ્યા સવારે

(૪) ઈશને સમર્પિત
      ખીલ્યું'તુ કાદવમા
      એક કમળ


2.મનની ગડમથલ

પોચ્યું'તુ ક્યાંક
મન ધબકતાએ
સ્નેહીનાં હ્રય્યે

તૂટ્યું'તુ મન
અનેકવાર જેમ
સોમનાથની

જીવું છું તારા
થકી તરસ છીપે
કરુણારૂપી

એ મનડુંછે
તરબોળ જળથી
માતૃપ્રેમનાં


-રાધેય

3.સૌરાષ્ટ્રનાં નગરો :હાઈકુ

ભાવ ઝળકે
તખ્તેશવર તિર્થે
તારો ભાવેંણા

મણી મંદીર
ને દોડતી મચ્છુનાં
મને મોરબી

આજીને તરી
ત્રિકોણબાગ ઘૂમ્યા
રે રાજકોટ

કુંભનાથે જે
ધાતરવડી કાંઠે
રાજે રાજુલા

સંભળાય છે
જય સહજાનંદ
ઘેલા ગઢડે

માંડ્યો છે મોહ
જબરો માલણનો
મહુવા ગામે

નાગનાથની
પૂજા આરંભો; આવ્યુ
અમરવેલિ

રે શેત્રુંજય
મિચ્છામિ દૂક્કડમ
પાલીતાણાને

બ્રહ્મકુંડનાં
હે મા શિહોરી રાખો
રાજ શિહોર

એભલવાળો
શોધે કાળીયારને
તીર્થ તળાજે

ભજો ભાદર
વાળા જેતપુરનાં
થયાં છે શૂરા

સિંહ ભગ'ત
મુકી ગયા ગોંડલ
ગોંડલી કાંઠે

જન્મ્યા'તા અહિ
જોગી તણાં વીરલા
જીતી કુંડલું

હા નરસૈંયા
તારો એ ગિરનાર
જુના તેં ગઢે

જબરું જામ્યું
તલાવડ઼ુ લાખોટા
જામ-નગરે

રડ્યૂ ભાલકા
મળ્યું એ સોમનાથે
હા!! વેરાવળ

છે નામ તારું
એ સાતનગરીમા
મોક્ષદાયિની

શુ ખંભાળિયા ??
છે ઘી નદી અહિયા
ના ખૂટે ઘી જ્યા!!

ચાલતી મચ્છુ
ને થઈ નેર વાંકી
રે વાંકાનેર

ચડી શિખરે
હણ્યા ચંડ મૂંડ ને
માં એ ચોટીલે

રાણક આવી
ને બેસી વઢવાણે
અગ્નિગોદ મા

ઘેર્યું શંકરે
હલપદ્ર; ઓળખે
છે હળવદ ??

સુદામા રે'તા-
-જ્યા એ પોરબંદર
છાયા હતુ ને?

ત્યાં કેશોદમા
કેશ ધોયા તળાવે
એ રુક્મણિએ

મછૂંદ્રિ કાંઠે
ઉન્નતનગર કે
શમણું ઉના

ચાલો ઝડપે
ઉતાવળી છે નદી
એ બોટાદની


-કમલેશ વિછીયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED