virah books and stories free download online pdf in Gujarati

વિરહ...

વિરહ

સ્થળ: વૃંદાવનની એક સાંજ

એ દુર જતા દુષ્ટ રથ પર બેસેલા એ શ્યામ યુવાનના શિરે અટકેલા મોરપીંછ પર આજે બધાની રડતી આંખોની ઝાંખી દ્રષ્ટિ પણ પહોંચતી હતી. ક્ષણિક સમયમા તો એ પણ પેલા હરામી અશ્વની ગતીની તીવ્રતાને લીધે અદ્રશ્ય થઈ ગયુ!
અને પેલી પંદરેક સ્ત્રીઓ લથડી પડી. સુબાલા, મધુમંગલ, શ્રીધવ અને ચારુ એક વૃક્ષનું થડને ટેકો આપીને એકનજરે ઉભા જ રહી ગયા. તેઓની આંખોએ જાણે વિરહની ભાળ થઇ જતા , અશ્રુઓનાં તળાવનો બંધ ઊંચો ચણી લીધો, જે છલે-છલ ભર્યો હોવાં છતા પુરુષ હ્ર્દયઆ બંધનાં દરવાજા ખોલવાની રજા આપતાં ન હતા. પરંતું આ તરફ તો અશ્રુઓનું ઘોડાપૂર આવેલુ હતુ, પંદર જેટલી ગોપીઓના આ રુદનની વર્ષાથી યમુનાની એક શાખા જ બની જવા પામી. પણ આ શુ ઍક સોળ વર્ષની રુપ-સુંદરીનાં લોચન રૂપી સરોવરમા દુષ્કાળ હતો -કપરો દુષ્કાળ , એની પલક પણ ઝપકતી નથી, જાણે એ કમળ જેવી સુન્દર ખુલી આંખો સામે અંધારું છે કે પછી તેણીની આંખોની દ્રષ્ટિ-ક્ષમતા જ નષ્ટ પામીછે. તેની નજર એજ પથ પર સ્થિત હતી જ્યા પેલા રથના પૈડાં સમાંતર નિશાન છોડી ગયા હતાં. એ એટલી સ્થિર થયેલી હતી કે જાણે એક મૃત શરીર પોતાના પ્રાણ પાછા આવવાની વાટ જોઇ રહ્યુ હોય. આ મૃગનયની આંખો આજે તરસી હતી કેમકે આ નયનો ને ભીજવનાર ગોવાળ આજે ક્યાંક ભટકી ગયો છે,
જન્મથી બંધ આંખોને જેનાં સ્પર્શથી ખુલી હતી , તેના વીના આ આંખોની પલકોં પ્રતિમા જ બની જાય ને !
કાન્હાનાં વિરહથી બેબાકળી બનેલી ગોપીઓ એકબીજાને પણ ભૂલી ગઇ હતી, તેઓને રાધાનું પણ ધ્યાન ન રહ્યુ , અને રાધાને એકલી મુકી તેઓ ક્યારે વિરહનાં દરિયામા ઘરે ચાલી ગઇ તેનુ રાધાને તો ભાન જ ના રહ્યુ.

એ દુઃખમયી દિવસને સમાપ્ત કરવા સુર્યનારાયણ પણ તીવ્રતાથી પશ્ચિમ તરફ આવી પહોંચ્યા. દરેક સાંજની જેમ જ આજે વૃંદાવનનાં પક્ષીઓ પરત ફરતા હતાં, રાધા હજુ એજ સ્થાન પર સુધબુધ ખોઈ બેઠી હતી. એટલાંમા રાધાની આંખો પર તેજનો દ્વીપ પ્રગટ્યો, તેણીની સામે એક સુન્દર મોરપીછ શાંત પવનમા હિલોળા લેતું તેનાં પગ પાસે આવીને થોભી ગયુ.
અને એકાએક એ ચમકેલી આંખોમા અમૃતનું ઘોડાપૂર આવ્યુ.
'તને ધારણ કરનાર મારો માધવ ક્યાં છે?'- રાધા મોરપીછને હાથમા લઇ બોલી,
'તને શુ લાગે છે તુ સુન્દર છે - નાં તુ માત્ર મારા ગોવિંદનાં કેશ પર જ સુન્દર લાગે છે.- રાધા વિલાપ કરતી બોલી ઉઠી. અને પછી એકાએક ઊભી થઈ દક્ષિણ દિશા તરફ ચાલવા લાગી. તેણીની આંખોમાથી પડતી અશ્રુઓણી ધારા પૃથ્વી પર પડતાં જ શ્રીકૃષ્ણની મુખાકૃતિ બની જતી હતી. આ મુખાકૃતિઓ વૃંદાવનથી યમુના તટ સુધી આવી પહોચી
'શાંત રાધા ' યમુનાનાં જળમાંથી પ્રગટ થઈ એક જળપરી જેવી ભાસનારી દેવી બોલી. એ મીઠાં જળની આંખોમા પણ આજે ખારાશ છલખાતી હતી. પરંતું રાધાને શુ, એને કશું જ સંભળાતું જ નથી, એ તો નિરંતર ચાલતી જ હતી, એને શુ ખબર કે બરસાનાં પશ્ચિમ દિશામા છે એતો નિરંતર ચાલતી જ રહી.
યમુનાને થયુ કે રાધાને ગોપાલનો વિરહ મારાથી પણ વધારે છે , એટ્લે એ જળપરી પોતાના જ જળમા સમાય ગઇ..
બળેલામા ઘી હોમાય તેવી સ્થિતી સર્જતાં ક્ષુદ્ર કાંટાઓ એ નીરન્તંર ચાલતી સદાસોળવર્ષિની રાધાને માર્ગ ન આપ્યો. છતા એ વિરહની મૂર્તિ તો એ કાંટાઓ પરથી ચાલી ગઇ અને તેનાં શરીરમાંથી સંવેદનાનું આહ પણ ન નીકળ્યું!!
તેનાં પથ પર કોમળ ચરણોમાથી નીકળતું રકત રેડાવા લાગ્યું. મા ધરતી રાધાની આ સ્થિતી જોઇના શકી, આથી તેમણે રાધાનાં માર્ગ પરથી દરેક અવરોધો તેમણે જાતે જ દુર કર્યા.

'વિલાપનાં કરો દેવી રાધા' એક રડતી ગાયે સામેથી ચોધાર આંસુએ રડી આવતી રાધાને સંબોધીને કહયું.
પરંતું રાધા હઠીલી હતી , તેણીનાં કર્ણપટલ માત્ર મધુસુદનની વાંસળી સાંભળવા માટેજ ખૂલા હતાં. બીજુ કશુપણ સાંભળવા તેં ઇચ્છતી જ નથી. એ ગાય પણ નિરાશ થઈ. એને પણ એવું જ લાગ્યું કે રાધાથી વધારે કૃષ્ણ વિરહનો વિલાપ કોઈ નહીં કરતું હોય.
રાધાનાં પગ એકજ ગતિથી આગળ વધતા હતાં. અને જોતજોતાંમા ગોકુળનાં મકાનો તેની આજુબાજુથી પસાર થતા ગયા. એ ગોકુળ પહોચી ગઇ એનો ખ્યાલ આવતાં એ ફરીથી હિબકે હિબકે રડી પડી. તેનાં અવિરત અશ્રુઓથી તેણીની મુખત્વચા પર કાળા નિશાન પડી ગયા હતાં. - તેં વિચારતી હતી કે આ જગતમા મારાથી વધારે દુઃખી કોઈ જ નથી.
એટલાંમા જ તેણીની નજર કૃષ્ણની ગૌશાળાથી ફરતી ફરતી તેનાં પ્રીતમનાં ઘર તરફ ફરી વળી અને તેણી એ જોયું તો એ ઘરનાં દ્વાર પર રક્તની ધારા બહાર તરફ આવતી હતી. રાધા એ રક્તની ધારાનાં ઉદગમ સુધી પોહચવા નંદનાં ઘરની અંદર પ્રવેશ કર્યો અને તેં દ્રશ્ય જોઇ તેં સ્તબ્ધ થઈ ગઇ. સામે બેઠેલી રુપસુંદરી તેમજ મમતાની મૂર્તિ યશોદાનાં હાથો એક ખાલી પાત્રમા છાશ ફેરવતા હતા , તેમનાં ઘસાયેલા કોમળ હાથો માંથી અવિરત રક્ત વહેતું હતુ, છતા એ કંઇક બોલતી જતી હતી , હા મારા કાન માખણ બસ તૈયાર જ છે , નંદ અને રોહિણીનાં કેટલા સમજાવા છતા તેં સમજતી નથી, ક્યાં છે મારો કાન કહી એ પોક મુકી રડી પડી.

સુરદાસ કહે છે- શ્રી યશોદા દ્રારા થયેલા કૃષ્ણ વિરહને વર્ણવાની ક્ષમતા તો દેવી સરસ્વતી પાસે પણ નથી, તો હુ તો કઇ રીતે એ વ્યથા વર્ણવું ?! પણ હા આ જોઇ શ્રી રાધાને ખ્યાલ આવી ગયો , કે કૃષ્ણવિરહની ભાવનામા મારાથી પણ વધારે દુઃખી માતા યશોદા છે , હા , પરમેશ્વર કૃષ્ણનાં પ્રતિ પરમેશ્વરી રાધાનો પ્રેમ માતૃપ્રેમ સામે તો ઝૂકી જ ગયો!!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED