premni paribhasha part-18 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ-૧૮

 " રાત્રિના અંધકારમાં વરસાદનું જોર ઘણું હતું.. સવારના સૂરજના તડકામાં વરસાદનાં છાંટા સોનેરી મોતી સમાન બનીને વરસી રહ્યાં હતાં"

   " નેહા ફ્રેશ થયીને ન્યૂઝપેપર વાંચી રહીં હતી..પેપરના પહેલાં પેજ ઉપર નીચેના ભાગમાં એક હેડલાઇન ઉપર નેહા ની નજર પડી..   'ઇન્ડિયાના ટોપ બિઝનેસમેન ધીરજ મહેતાનું રિટેલ બિઝનેસમાં અબજોનું ઈંવેંસ્ટંમેન્ટ ,હરીફોમા ઈર્ષાનું મોજું'
આવડા મોટા બાપ નો છોકરો ..માનસી જેવી સાદી અનેં મધ્યમ વર્ગની છોકરી સાથે આટલો પ્રેમ કરે છેં...નેહા પેપર વાંચતી વિચારે છે.."

            ' નેહા તું જાગી ગયી..કેટલા વાગે છેં ?? માનસી ઊઠતાંવેંત નેહા ને પૂછવા લાગી'.
'બસ તું આરામ કર યારર ,હજી તો સાડા આઠ જ થાય છેં,અનેં હુ તારા માટે નર્સ ને બોલાવી ને લાવું છું ત્યાર પછી હું તને તારા બેબી બોય ને મળવા લઇ જઈશ ઓકે..'!

  "ઓકે... મારે પણ એને જોવું છેં અનેં મારી ટ્રીટમેન્ટ નો ખર્ચો નેહા ઘણો થઇ ગયો છે અનેં નેહા તુ સુરેશ અંકલને કૉલ કરી ને જણાવી દેજે કે, એ હોસ્પિટલ આજ ના આવે સાંજે આવે ,એમનું પણ કામ હુ ખોટી કરું છું"માનસી

   "ઓકે ..માનસી જેવી તારી ઇચ્છા..! એમ કહીને નેહા બાહર જતી રહીં"!

  '    માનસી બાજુમાં પડેલ ટેબલ ઉપર પાણી ની બૉટલ લેવા  લાંબી થયી તો તેનાં પેટ ઉપર થયેલું તાજું ઓપરેશન નાં કારણે તેંને દુઃખાવો થવા લાગ્યો અનેં અચાનક તેનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ... અનેં તેં કમરથી નીચે ઝુકી ગયી હતી, અચાનક દરવાજો ખોલ્યો અનેં એક વ્યક્તિ એ તેને આવી ને પકડી...'!!
  
"માનસી એ પકડેલ વ્યક્તિ સામે આંખોમાં આંસુ સાથે માનસી એ તેંની સામે જોયું..."
  "માન"!!!તું અહીં..અનેં મારુ એડ્રેસ તને કોણે બતાવ્યું એન્ડ આટલા બધા સમયથી તું ક્યાં હતો માન???મારા પ્રેમને આમ કેમ ભૂલી ગયો માન તું ?? મારો વહેમ તો નથી ને...સાચ્ચે તું મારા સામે છેં??" પ્લીઝ માન ટેલ મી!!

    "   માનવ એ માનસી ને બેડ ઉપર શાંતિથી સુવડાવી અનેં દુર પડેલી ટેબલ નજીક લાવી ને એ માનસીનાં બેડ પાસે આવી ને બેઠો ,માનસી માન ને પ્રશ્નો કરી ને પછી પોતાની નજર માનવ થી દુર કરી ને આંખમાંથી આંસુ સરકાવી રહીં હતી..."

     "માનસી તારો વહેમ નથી .. હૂં જ છું .. તારો માન !!માન પોતાની ઓળખ છુંપાવાની કોશિશ કરી રહ્યો હતો.'!

       માનસી ...હું બધું તને જણાવીશ ..!!પણ મને એ કહે કે તેં મેરેજ કરી લીધાં...???મને આટલા સમય મા ભૂલી ગયી!!
"તું મને સવાલ કરે છેં ...!! માન મારે તારી જોડેથી જવાબ માંગવા છેં કેમ કે તુ મને મુકી ને ગયો છે હું તને નહીં!!"

          "માનસી મારી ભુલ હુ સ્વીકારું છું અનેં મારી વાત પણ તને કહું છું જે હુ તને ઘણાં સમયથી કહેવાની કોશિશ કરી રહ્યો હતો...!! માનસી પ્લીઝ મારો વિશ્વાસ કરજે ....અનેં મારી વાત કહ્યા પછી તુ મને તારી નજર સામે જોવા નહીં માંગ તો એ પણ ધુ સ્વીકારી લઈશ અનેં તારાથી દુર ચાલ્યો જઈશ..."..માનવ વાતાવરણ અનુકુળ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

            માનવ વાત કરતો હતો ત્યાં જ દરવાજો ખુલ્યો અનેં નર્સ અંદર આવી.
'મિસ્ટર તમે આમના પતિ છો??? નર્સ'.
ના...એ મારા પતિ નથી??!!માનસી એ માન સામે તિરસ્કાર ભરી નજરથી જોઈને કહેવા લાગી.
માનવ પણ કાંઇ બોલી શક્યો નહીં .
તમે એમનાં પતિ નથી તો તમે બાહર થોડી વાર માટે જઇ શકો છો??કેમ કે,મારે આમનુ ડ્રેસિંગ કરવું છેં?? નર્સ.
ત્યાં જ નેહા  અંદર આવી તો માનવ ને જોઈને એને સારુ લાગ્યું ..માનવ નેહા ને મળી ને બાહર જતો રહ્યો અનેં પોતેં વાત કરવા માટે પાછો આવશે એવો ઈશારો નેહાને આપતો ગયો.!!

    ડ્રેસિંગ કરીને નર્સ બાહર જતાં માનવે જોઇ,પોતે પાછો માનસીના રૂમ મા આવ્યો..
નેહા એ માન ને આવતાં જોયો ...,
  "માનસી તું માન સાથે વાત કરી લે હુ તને થોડીવાર પછી મળું છું ત્યાં સુધી ડૉક્ટર આવી જશે,તને ચેક કરી લે ત્યાર પછી તારા બેબીને મળવા જઈશુ ઓકે..."
'હમ્મ...સિવાય માનસી બીજુ કાંઇ ના બોલી શકી અનેં નેહા બાહર જતી રહી.'!!

      " માનવ માનસી ની નજીક આવી ને બેઠો..અનેં ધીમે રહીને એને માનસી નાં હાથ ઉપર પોતાનો હાથ મુકવાની કોશિશ કરવા લાગ્યો.."  પણ... માનસી એ પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
    "માનવ કાંઇ પણ રિએકશન આપ્યાં વીના માનસી ની આંખોમાં આંખ નાખીને કહેવા લાગ્યો...'
માનસી  તને કાંઇ પણ કહું એ પહેલા હુ તને કાંઈક બતાવા માંગું છું.. એમ કહીને માનવે મોબાઇલ કાઢી ને અંદરથી ગૂગલ સર્ચ કરી  એંને માનસી તરફ  મોબાઇલ ધર્યો...
માનસી અંચબિત થયી ગયી કે,માન મારી જોડે હતો ત્યારે પોતે   "એન્ડ્રોઇડ ફોનથી દુર ભાગતો હતો ને એની જોડે અત્યારે આવડો મોંગો મોબાઇલ..."!!! નેહા કાંઇ બોલ્યા વગર માનનો મોબાઇલ લઇ લીધો..
"અનેં માનવે કહ્યુ કે સર્ચ કર માનસી....ગ્રુપ ઓફ મહેતા .."..!
માનસી એ સર્ચ કર્યું...
અનેં..ત્યાં બધુ વાંચ્યું અનેં ફોટો જોયા..એમા એક ફોટો જોયો... માનવ ..અનેં  તેનો ભાઈ આરવ ને બાજુમાં ધીરજ મહેતા.  માનસી ફોટો જોતાં આંચકો લાગ્યો કે માનવ આટલા મોટા બિઝનેસ મેન જોડે અનેં માનસી એ નીચે વાંચ્યું..કે, સન ઓફ ધીરજ મહેતા..!!!
માનસી માનવ સામે જોતાં એની આંખો સવાલોથી ગેરાયેલી માનવ સામે તિક્ષણ નજર કરી...!!
'માન...તું માન મહેતા નહીં પણ માનવ મહેતા છેં!???"માનસી ની આંખમાં  આંસુ હતાં..
"હા ..માનસી હું માનવ મહેતા છું ..!!" માનવ
'મારા જોડે રહીને તેં તારી સચ્ચાઈ કેમ મારાથી છુપાવી બોલ માન??'
"માનસી મે કોશિશ કરી હતી જાણાવાની પણ અમુક સંજોગો ને કારણે મારી વાત નાં કરી શક્યો.."
"તો શું સચ્ચાઈ છેં મને જણાવ...???"માનસીના મનમાં માનવ ખોટો સાબીત થયી ગયો હતો.
"હા...માનસી હૂં જાણવું છું તને ..જ્યારે આપણે સાથે હતાં તેં રાત્રે ..તો સવારે મારા મોબાઇલ મા એક કૉલ આવયો....
એમ કહીને માનવ પોતાની વાત ની શરૂઆત કરે છેં...

      આ બાજું બાહર નેહા સુરેશ અંકલ ને રાતે આવવાનું કહી દે છેં ને સુંરેશ અંકલ બહુ આનાકાની પછી હા પાડે છેં કે અત્યારે નહીં તો રાતે જમવાનું ઘરેથી અનેં માનસીના કપડા પણ લઇને આવશે.
        સુરેશ અંકલ રાજ ને કૉલ કરીને જણાવે છેં કે  એ હોસ્પિટલ જઇને ચેક કરી આવે અનેં ત્યાં કોઈ ચીજ વસ્તુંની જરુર છેં કે નહીં.
         રાજ હોસ્પિટલ આવે છેં ..બાહર નેહા મળે છેં,રાજ ઓળખાણ કઢાવે છેં.
   માનસી કેમ છેં..શી ઇસ ગુડ???રાજ
હા તેં બરાબર છેં અનેં અંદર નર્સ ડ્રેસિંગ કરે છેં..નેહા ખોટું બોલે છેં કે અંદર માન છેં માનસી સાથે, નહીં તો બીજા ઘણાં સવાલોના જવાબ આપવા પડત.
"ઓકે... તો તો સારુ છેં..તમને કોઈ ચીજ વસ્તુઓ ની જરૂર તો નથી ને નહીં તો ..હુ છું??"  રાજ.
  "હાં.. મારે માનસી માટે થોડા ફ્રુટ અનેં બીજી વસ્તુઓ લેવી છેં તો બજારમાં જોડે આવશો..?? નેહા
"ઓકે... તો ચાલો..હુ આજ ફ્રી જ છું" રાજ. નેહા માનવ અનેં માનસી ને એકલા મુકીને પોતે રાજ જોડે બાહર બજારમાં જતી રહે છે...".

     " માનસી ત્યાર પછી હું અત્યારે આવા સંજોગો મા હુ તારી સામે છું..માનસી મારા જીવનની આજ હકીકત છે , પછી તું જે સમજે તેં" હુ બધુ તારા ઉપર છોડું છું"..!!!  માનવ માનસી નો હાથ પકડીને બેઠેલો હોય છેં અનેં આંખો આંસુથી ભરેલી હતી.."

    "માનસી માનવ ની વાત સાંભળી ને અવાક બની ગયી હતી. અત્યારે તેં એવાં પડાવ વચ્ચે આવીને ઊભી રહી હતી કે શું આગળ થવું જોઈએ???"

               "  માનસી ફેમિલી પ્રોબ્લેમ ને કારણે તારાથી આટલા સમય દુર રહ્યો...પ્લીઝ મને માફ કરી દે, આમ જો મમ્મી જોડે હુ નાં રહેત તો એ મારા વગર હંમેશા દર્દ હ્રદયમાં વચ્ચે દબાયેલો રાખત, હવે તું સમજી જ શકે છેં કે,જ્યારે પોતાનુ બાળક દુર રહે તો એક માની હાલાત શું થાય ...આફ્ટર ઑલ અત્યારે તુ પણ એક મા બની છેં"!!!!

   "માનવ નાં શબ્દો માનસી નાં કાન સાથે એવાં અથડાયા કે, માનવ દુર કાંઇ જણાવ્યા વગર ગયો અનેં અત્યાર સુધી  કોઈ એની ઇમ્ફોરમેશન નહોતી ,એક દાગખૉર વ્યક્તિની જેમ ભાગી ગયો હતો...જેવું એ મનમાં હતુ તેવા બધાં વહેમ દુર કરીને એ માનવ ને ગળે વળગી ને ધ્રુસકેથી રડવા લાગી"!!!
   "માનવ માનસી ને પીઠ ઉપર હાથ ફેરવી ને શાંત રાખવાની કોશિશ કરવા લાગ્યો".
  "આજે બંનેની આંખો વરસોની તરસ છીપાવી ને વરસવા લાગી હતી."

        માનવે માનસીને પોતાનાથી થોડી દુર કરી,આજે બન્ને એકબીજાની બહુજ નજીક હતાં.
 
      માનવે પોતાના હાથથી માનસીની આંખનાં આંસુ લુંછ્યા.
"માનસી મારા જીવનની સચ્ચાઈ જાણી લીધી પણ મને એ કહે કે, તારા બાળકનો પિતા જે આર્મી ઓફિસર છેં તો કયાં છેં એ? અનેં  તારી લો ફેમિલીસ ક્યાં છેં મારો મતલબ એ છેં કે તારા સસરા વાળા ક્યાં છેં ,અનેં તુ અત્યારે હોસ્પિટલ મા એકલી કેમ છેં ???  અત્યારે તો એમને બધાને તારી આવી હાલાત મા સાથે રહેવું જોઇયે ,"" પ્લીઝ ટેલ મી માનસી?!!".

   " માનસી તો માનવ નાં ઓચિંતા પૂછાયેલા સવાલથી છોભિલિ પડી ગયી અનેં પોતાની આંખો નીચી ઢાળી દીધી"!
માનસીને યાદ આવ્યુ કે,' સુરેશ અંકલ એ માનસી ને કીધું લાગે છેં જ્યાંરે માન તેમની સાથે કાલ હોસ્પિટલ મા હતો ત્યારેજ એને મારા પતિ વિશે ખોટી માહીતી પહોચી છેં"!
(માનવ માનસી થી છૂટો પડ્યો ત્યારથી હોસ્પિટલ સુધીની દરેક વાત માનસી ને કહી હતી)

     માનસી માનવ ની આંખમાં આંખ નાખી ને વિચારે છેં કે,આવડા મોટા બિઝનેસ મેનને મારા જીંદગી ની હકીકત જણાવી જોઇયે ,અનેં માનવ ઉપર તો ઘણી રિચ છોકરીઓ ફિદા હશે તો મારા જેવી મિડલ કલાસ ફેમિલી ની અનેં એ પણ કુંવારે એક છોકરાની મા!!" શું માનવ મને સ્વીકારે પણ શું તેનુ ફેમિલી મને સ્વીકારી શકશે????

   "ઓ માનસી ....મે તને કાંઈક પુછ્યું છેં?? તું શેના વિચારમાં ખોવાઇ ગયી"..?

            "બન્ને વાત કરતાં હતાં ત્યાં જ ડૉક્ટર જોશી અંદર આવે છેં"!!

     "મિસ્ટર માનવ મહેતા તમે અહિં???"  ડૉક્ટર માનવ ને જોઈને પ્રશ્ન કરી લે છેં"!

                         *
વધું આવતાં અંકે..

શું માનસી માનવ ને હકીકત જણાવી દેશે ??  શું  માન ને બાળકની સચ્ચાઈ  જાણી ને તેનુ રિએક્શન શું હશે ??
જાણવા વાંચતા રહો પ્રેમની પરિભાષા.

thank you વાંચક મિત્રો. મારા લાખાણ ને એક સાચી દિશા આપવા માટે હું ખરાં હ્રદયથી તમારી આભારી છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED