માનવ કોફી નો કપ બાજું પર મુકી ને વાત આગળ વધારે છે, નેહા ને પણ માનવની આગળની વાત સાંભળવામાં વધારે રસ હતો.
' માનવ લંડન જઇને તેં પોતાની મા ની સંભાળ લેવા લાગી ગયો. હોસ્પિટલ મા વધું સમય એ પોતાની મા સાથે ગાળવા લાગ્યો..
માનસી ની યાદો વચ્ચે એ જીવી રહ્યો હતો..
લંડન સ્થિત પોતાના બંગલો મા બાહર લૉન મા એકલો બેઠો હતો. મિસ્ટર મહેતા આજે હોસ્પિટલ મીના મહેતા ને લઈને ગયા હતાં. બેક્સેલિ સિટી મા મહેતા ફેમિલી નો બંગલો હતો.છુટ્ટીઓ વિતાવવા ધીરજ મહેતા હંમેશા અહિં આવતાં રહેતાં હતાં,બાહર મોટી ખુલ્લી જગ્યામાં એક નાનું ગાર્ડેન બનાવેલું હતું .બંગલાને બાહરથી જોતાં લંડનનાં રાજાનો ઠાઠ હોય તેવો દેખાઈ આવતો હતો.
માનવ બાહર લૉન મા એકલો બેઠો બેઠો કોફી ની ચૂસકી સાથે માનસી ની યાદો તાજી બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. વાતાવરણમા આજે અલગ જ ખુશ્બુ ઓગળી રહીં હતી.
માનસી એ મારો લેટર વાંચ્યો હશે જ "..મને ખબર છે મારો લેટર વાંચી ને એ સમજી જ ગયી હશે ..માનસી છે જ એવી બધું બરાબર સમજી લે..."
માનસી ને કૉલ પણ થયી શકે એમ નથી.. !!
માનવ ને યાદ આવ્યુ કે જ્યારે માનસી નાં ઘરેથી નીકળી ને એ પોતાના ઘરે આવ્યો ત્યારે મોમ ને એ મળી સીધો પોતાના રૂમ માં જઇને માનસી ને કૉલ કરીને બધું કહેવા માંગતો હતો..પણ પોતાના પેન્ટ નું ખિસું ફંફોસતા જોયું તો મોબાઇલ ક્યાંય નહોતો..નીચે આવી ને આખું ઘર શોધી કાઢ્યું પણ મોબાઇલ એને ક્યાંય મળ્યો નહીં..પછી મોબાઇલ ની ચિંતા છોડી ને એ લંડન જવાની તૈયારી મા લાગી ગયો..
માનસી ને મારે મળવું છેં એ મારા વગર એકલી થયી ગયી હશે...અનેં આમ પણ હુ એને એકલી મુકી ને આવી પણ કેમ શકુ..એ મારા વિશે શુ વિચારતી હશે!!માનસીને કઈ રીતે કોન્ટેક્ટ કરુ ...માનવ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ યાદ આવ્યુ કે...માનસી ફેસબૂકમા તો હશેજ..!! એ મને વારંવાર એન્ડ્રોઇડ મોબાઇલ લાવવાની કોશિશ કરતી પણ મારે કોઈ સગવડ જોઈતી નહોંતી.."!
' માનવ જલદી જલદી અંદર રુમ તરફ ભાગ્યો..રૂમ માં આવી ને ખૂણામાં પડેલા. લેપટોપ ને લઇને એ બેડ ઉપર આવી ને બેસી ગયો..' !!.
પાસવર્ડ નાખી ને લેપટોપ ઓપન કર્યું..."!...
પણ ક્હેવાય છે ને કે ,પાનખર ની ઋતુમાં લીલાપણું ગાયબ હોય...!
માનવે ફેસબૂક પર પોતાની જૂની આઈડી જે પોતે કૉલેજ નાં સમયમા ઉપયોગ કરતો હતો તેં.. ..માનવ મહેતા નામે અનેં પાસવર્ડ.. બિંગ માનવ નાખી ને પોતાનુ પેજ ઓપન કર્યું.
"ફેસબુક પર બધી માનસી નામની છોકરી ઓ ની પ્રોફાઇલ ફેંદી નાખી પણ એને ક્યાંય માનસી ની પ્રોફાઇલ શોધવામાં સફળતા નાં મેળવી શકયો..!!"
( કેમ કે,માન નાં ગયા પછી માનસી એ પોતાની સોશીઅલ લાઈફ ની બધી વેબમાંથી પોતે નીકળી ગયી હતી..કેમ કે પોતાની જીંદગીમા માન ને ઇમ્પૉરટન્ટ માની ને ઘણી પોસ્ટ કરી હતી...આમ પણ માન ને જાણ નહોતી કે,માનસી પોતાની સાઈટ પર એનાં ફોટા અપલોડ કરતી હતી.ઈંસ્ટાગ્રામ પર માન માનસી નો બેસ્ટ ફ્રેન્ડ હતો તો ફેસબૂક પર ફ્રેન્ડ ની પોસ્ટ હતીઃ.
ફોટોમા માન ને લોકો ઓળખી શકે તેમ નહોતા ,કારણ કે માન દાઢી રાખતો થયી ગયો હતો અનેં માનવ ક્લિન શેવ રાખતો હતો.)
માનવ બે કલાક સુધી મથ્યા બાદ થાકી હારી ને બાહર નીકળી ગયો. બાહર આવ્યો તયારે તડકો ઠીક લાગી રહ્યો હતો,વાતાવરણ મા માનવ ને માનસી ની બાહોમાં સૂતો હતો એની સુંગધ છેક એને લંડન નાં વાતાવરણ મા આવી રહી હતી.. ..
મારે જલદી માનસી પાસે જવું જોઇયે..અહિં મોમની ટ્રીટમેન્ટ ખતમ થઈ જશે પછી હુ સીધો મુંબઈ જઇને માનસી ને મારી સચ્ચાઈ જણાવીને એની સાથે સાત ફેરા લઇને આખી દુનિયા જોતી રહીં જશે એવી રીતે એને મારી બનાવીશ... "મિસિસ માનસી માનવ મહેતા"...
માનવ વિચારી રહ્યો હતો ત્યાંજ નોકર એક મીટીંગ ફાઇલ આપી ગયો..
સર આ આ ફાઇલ મોટા સર આપી ગયા છેં જે અહિ લંડન મા પ્રોજેક્ટ ચાલુ છેં એની ફાઇલ છેં તમે એ સ્ટડી કરી લેજો અનેં મોટા સાહેબ સાથે કૉલ મા ચર્ચા કરી લેજો તમારે સાંજે પાંચ વાગે મીટીંગ મા જવાનું રહેશે...!!" નોકર
"ઠીક છે.. તમે ફાઇલ ત્યાં મુકી ને જાઓ હુ સ્ટડી કરી લઇશ અનેં પછી સાંજે મીટીંગ મા જઈ આવીશ..ઓકે...!!"
"અનેં હા... પાછા જતા નોકર ને ઉભો રાખે છેં માનવ...મારા માટે લંચ રેડી રાખજો હુ બસ ફાઇલ સ્ટડી કરી ને આવુ જ છું"!...
*
" આખો મીટીંગ હોલ માનવ નાં નવા પ્રોજેક્ટ નાં લોન્ચ મા તાલીઓ નાં અવાજથી ગુંજી ઉઠ્યો..."
ધીરજ મહેતા તેમનાં પત્ની નાં ઇલાજ મા વ્યસ્ત થયી ગયા અનેં માનવે તેમનો વિદેશ નો બધો બિઝનેસ નો ભાર ઉઠાવી લીધો હતો..તેંને માનસી ની યાદ કામમાં વ્યસ્ત કરતી જતી હતી..
" ધીરજ મહેતા ને માનવની ચિંતા થતી હતી તેં હવે ઓછી થવા લાગી હતી , માનવ હવે મહેતા ગ્રુપ ને એક ઊંચું નામ પર લઈ જશે તેવો વિશ્વાસ બેસી ગયો હતો.!!"
માનવ ધીરે ધીરે લંડન નાં કલ્ચર મા રંગાઈ ગયો હતો, માનસી તેની યાદો મા હતી પણ તેંની એ આદત ઓછી થાવા લાગી હતી.. લંડન મા મીના મહેતાનાં ઇલાજથી તબિયત સુધરવા લાગી હતી, માનવ તેંની દરેક પળમા સાથ આપતો હતો અને તેંની સાથે વધુમાં વધુ સમય પસાર કરવા લાગ્યો હતો .
છ મહિના લંડન રહીને માનવ ઇન્ડિયા આવી રહ્યો હતો તેંને માનસી ની યાદો ખેંચીને લાવી રહીં હતી.
લંડન ધીરજ મહેતા એ બધો કારોબાર સંભાળી લેશે ,એવી ખાતરી આપીને માનવને ઇન્ડિયાનાં બિઝનેસ જોઇ આવવા માટે કહ્યું. માનવ આ તક ની રાહ જોઇ રહ્યો હતો માનસી ને મળવા માટે.!!
માનવ મુંબઈ જવાને બદલે એ સીધો ગુજરાત રાજકોટ મા પોતાના ઘરે આવ્યો .અહિં દાદા દાદી રહેતાં હતાં , એમનાં ઘણાં સમયથી માનવ ને કૉલ આવતાં હતાં તો એ અહિં થોડા દિવસ રહીને એ મુંબઈ માનસી પાસે જવાં ઇચ્છતો હતો.
માનવ ને અહિં આવ્યાં ને હજુ બે જ દિવસ થયાં હતાં ને મીના મહેતા ની માનવ ની સાથે રહેવાની જીદ ને કારણે ધીરજ મહેતા મીના બેન ને તેંડી ને અહિં રાજકોટ આવી ગયા હતાં..
" માનવ ને માનસી ને મળવાની શક્યતા ઓછી થવા લાગી હતી..અહિં રહીં ને બિઝનેસમા અનેં મીના મહેતાની સેવામાં અટોવાઈ ગયો હતો ."!!
માનવ ઓફીસ જવાં માટે નીચે આવ્યો ...તેં ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એ તરફ ગયો .પોતાની મનપસંદ ગાડી પાસે આવી ને ઉભો રહ્યો...
"સુરેશ અંકલ ....મને આ ગાડી ની ચાવી આપો ને ??"
"સુરેશ અંકલ થોડે દૂર અન્ય ગાડી ઓ સાફ કરતાં હતાં.એ નજીક આવીને ગાડી મા આવીને બેસી ગયાં.."
"ચલો બાબા આજે હુ તમને મુકી દવૂ સુ...આમ.પણ ઇ બાજું જવાનું જ છેં મારે" સુરેશ ડ્રાઈવર.
" ઓકે ચલો ત્યારે..."
માનવ જયારે પણ રાજકોટ આવતો ત્યારે સુરેશ ભાઈ જોડે બહુ મસ્તી કરતો અનેં એ ક્યારેક કયારેક સુરેશ ભાઈ જોડે એમનાં ઘરે જઇને રાજ જોડે પણ ખૂબ રમતો.
સુરેશ ભાઈ ગાડી ડ્રાઇવ કરતાં હતાં ,બાજું ની સીટ પર માનવ હતો...
"સુરેશ અંકલ મારે તમારી સાથે ઈમ્પોર્ટટ વાત કરવી છેં?? હુ જે વાત કહું એ તમે એક મારા દોસ્ત ની જેમ સાંભળજો અનેં મારો સાથ આપજો...પ્લીઝ અંકલ!!"
"કાં બેટા.. આજ તારી વાતો પર મને દુઃખની લાગણી દેખાઈ આવે છે"!!? બાબા મને જણાવો કે હૃદયમાં શેનું દુઃખ છેં!??"
સુરેશ અંકલ મોમ ની તબિયત હમણાં સારી નથી તો હું બાહર નીકળી શકું તેમ નથી તો તમને મારુ કામ પુરુ કરવાનું છેં ?? કાલથી તમે છુટ્ટી લઈ લો અનેં કાલ જ મુંબઇ જવાં રવાના થઈ જાઓ...પ્લીઝ અંકલ !!"
"ગાડી ની ધીમી ગતિ.. !! માનવ ની વાતથી સુરેશ અંકલ એ ગાડી ને સાઈડ ઉપર ઊભી રાખી ને માનવની વાત શાંતિ થી સાંભળવા માટે ઊભી રાખી''...બાહર ચોમસા નાં વાદળો કાળાશ પકડી રહ્યાં હતાં,પવન સુસવાટા સાથે ધીમી ઠંડક વાતાવરણ મા પ્રસરી રહીં હતી,રસ્તા ઉપર વાહનો પોતાની મંઝીલ સુધી પહોંચી જાવા ઉતાવળા બની રહ્યાં હતાં..
"મુંબઈ શું કામ છેં બાબા તમારું?? જેનાં માટે તમે અંદરથી ઘણાં પરેશાન છો??!! તમે બોલો હું કાલ જાવા રાજી છું" ...
" માનવ એ ઘર છોડ્યાથી લઇને માનસી સાથે ની છેલ્લી માણેલી પળ સુધીની દરેક વાત સુરેશ ભાઈ ને જણાવી દીધી"
અંકલ તમારે મુંબઈ જઇને માનસી ને મળવાનું છેં અનેં તેનો કોન્ટેક્ટ કરવાનો છેં અનેં ત્યાં જઇને તમારે માનસી સાથે મારી વાત કરાવાની છે!! અનેં હુ બે દિવસમાં બોમ્બે આવી જઈશ , અહિં મોમને હું સમજાવી લઈશ..ઓકે"
માનવ લાચાર બનેલી હાલાતમાં એ સુરેશ અંકલ પાસે મદદ માંગી રહ્યો હતો.
" સુરેશ અંકલ મનમાં વિચારવા લાગ્યા કે, ઈન્ડિયા નાં ટોપ પચીસ બિઝનેસ મેનમા જેમની ગણતરા થાય છેં એવાં પરિવાર નો વારસદાર એક આમ પરિવાર ની છોરીને આવડો પ્રેમ કરી શકે ખરો??? એક માનવ વિદેશ મા મોટો થયેલો આવા સંસ્કાર વાળો છેં તો બીજો એજ પરિવાર નો વારસદાર આરવ છેં જેને અત્યાર સુધીમાં કેટલી છોકરી ઓની આબરુ સાથે રમ્યો હશે...."
" ઓકે તમને હું તમારા કામ સુધી મુકી દવું .. પછી મારે મોટા સાહેબ સાથે બાહર જવાનું છેં! અનેં હું સાંજે લેવા આવી જઈશ તમને "!! સુરેશ ડ્રાઈવર ગાડી પૂર વેંગમા ભગાવી દીધી!!
*
' માનવ વાત કરી રહ્યો હતો ત્યારે મોબાઇલમા રિંગ વાગી...'!
"માનવ કોણ છેં મોબાઇલ મા તુ વાત કરી લે ..કયારનો મોબાઇલ ટોન થયી રહ્યો છેં ??!!"
'માનવ એ મોમ નામ વાંચી ને કૉલ કટ કરી નાંખ્યો'!
"નેહા પણ કૉલ વિશે બીજી કોઈ ચર્ચા કર્યા વીના જ માનવની સાથે વાત કરવા લાગી".
હા...માનવ તેં દિવસે રાતે તારી ગાડીમા હુ અનેં માનસી હતાં ,અમને સુરેશ અંકલે લિફ્ટ આપી હતી,અનેં વરસાદ નાં કારણે માનસી ની હાલાત ખરાબ થઈ રહીં હતી.."
પછી અમે અમુક સંજોગનાં કારણે સુરેશ અંકલ નાં ઘરે રહેવા આવી ગયા હતાં.'
"માનવ માનસી ની વાત થી જરા દુઃખ થયુ કે તેં રાતે પોતે ઊંગ નાં કારણે માનસી ને નાં મળી શક્યો".
' માનવ આગળ પોતાની વાત નેહા ને કહેવા લાગ્યો'...
સુરેશ અંકલ મુંબઇ ગયા ...મે જે અડ્રેસ આપ્યું હતુ ત્યાં તો ગયા,પણ ત્યાં નેહા દીદી નું ઘર લોક હતું ,સુરેશ અંકલે આજુબાજુમાં પણ તપાસ કરી પણ કોઈ જાતની માહીતી મળી નહીં.
નીતા દીદીનાં પડોશી નવા જ રહેવા આવ્યાં હતાં તેમને કોઈ જાણ નહોંતી. પછી મારા પર સુરેશ અંકલ નો કૉલ આવ્યો તો મેઁ અમને ઓફીસ જવાં જણાવ્યું ...બટ ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે માનસી ને ઓફીસ છોડ્યા ને એક મહિનો થાવ આવ્યો હતો..ત્યાં કોઈ જાણકારી મળી નહીં..."
'છેવટે સુરેશ અંકલ અહિં પાછા ફર્યા હતા'!
" પછી મે માનસી ને હોસ્પિટલ મા જોઇ...એ પણ આવી હાલાતમા...આઇ એમ સો સોરી..મિસ માનસી"! ...માનવ ની આંખ ભીની થઈ ગઈ હતી..
"પ્લીઝ ...નેહા મને માનસી નાં પતિ સાથે એક વાર વાત કરવી છેં પ્લીઝ..."!
"માનવ જયારે માનસી ની હાલાત સારી થાય ત્યારે તું એને મળી ને બધી વાતો જાણી લેજે..અનેં એ બાળક નાં પિતા વિશે માનસી જ તને સમજાવી શકશે!!" હુ તારી હાલાત સમજી શકુ છું પણ તુ એને એની રીતે સચ્ચાઈ જાણવા દે તો સારુ રહેશે...."
" માનવ ચાલ તારે હવે ઘરે જવું જોઇયે નહીં તો કોઇક પ્રેસ રિપોર્ટર જોઇ જશે આવડી લેટ નાઈટ મા મને તારી સાથે તો કાલે સવારે ન્યૂઝ મા મારા બ્રેકિંગ ન્યૂઝ બની જશે..." નેહા હસતે હસતે વાતાવરણ હળવું બનાવાનો પ્રયાસ કર્યો..."
" ઠીક છેં નેહા ચાલ હુ તને હોસ્પિટલ ડ્રોપ કરી ને હુ ઘરે નીકળી જઈશ".
"ઓકે... ચાલ .." નેહા.
'નેહા ને હોસ્પિટલ બાહર છોડતા માનવ નેહાને કહેવા લાગ્યો.. 'નેહા કાલ સવારે હું હોસ્પિટલ માનસી ને મળવા આવીશ ત્યાં સુધી તું મારા વિશે કોઈ વાત એને કરતી નહીં ..'
"ઓકે... મિસ્ટર માનવ મહેતા ...અનેં દુર તારા બોડીગાર્ડ ની ગાડી ઊભી છેં એને જોડે લેતો જજે બિચારા સવાર નાં એક જ જગ્યા ઉપર ઉભા રહીં ને તારી security મા હાજર છેં"
'હા...હુ અહીંથી જઈશ ત્યારે જ યે નીકળશે ...ઓકે'!
.ચાલ બાય...."
નેહા ...તુ આવી ગયી જમી ને બાહર, માનસી ઊંગમાંથી ઊઠીને નેહા ને રૂમ પ્રવેશતા જોઈને કહેવા લાગી.
હા ..યાર.. તુ આરામ કર અનેં હું અહિં સોફા ઉપર સુઈ જવું છું .
"નેહા મારે મારા બેબીનો એક વાર ચહેરો જોવો છેં ..કાલ પ્લીઝ ડૉક્ટર ને કહીને મને લઈ જજે ને " મારે જોવું છેં કે મારુ બેબી કોના ઉપર ગયું છેં મારા ઉપર કે પછી માન જેવું છેં"
"માનસી ની વાત સાંભળી ને નેહા ને આંચકો લાગ્યો..પણ એને વાત સંભાળી લીધી".
" રાત્રિ પોતાનો પહોર બદલી રહીં હતી,તો મહેતા વીલા મા ત્રીજા માળ ઉપર જમણી તરફ નાં એક રૂમ મા લાઈટ ચાલુ હતી ,રૂમના બેડ ઉપર માનવ માનસીની યાદો વચ્ચે ગેરાયેલો પડ્યો હતો , બાલ્કની ખુલી હતી તો ઠંડો પવન સીધો માનવ ની કાનમાં અથડાતો હતો...માનવ કાલે માનસીનાં પ્રશ્નોનો સામનો કેવી રીતે કરશે તેંની ચિંતામાં સવાર થવાની રાહ જોતો ઊંગમા ઢળવાની કોશિશ કરી રહ્યો હતો..."
વધું આવતાં અંકે..
" શુ માનવ માનસી ની સામે આવી ને પોતાના પ્રશ્નોનાં જવાબ મેળવી શકશે???"
'જાણવા વાંચતા રહો...પ્રેમની પરિભાષા..'
thank you.. વાંચક મિત્રો.