કયો લવ ? ભાગ : ૪૭ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ? ભાગ : ૪૭

કયો લવ ?

ભાગ (૪૭ )

“નીલ હવે તો તમે ખુશ છો ને !! મેં તમારી સાથે જ લગ્ન કરી લીધા.”

“પ્રિયા તું મારી સાચી છે સાચી.....પ્રિયા તું મારી સાચી...સાચી...સાચી...!!”

પ્રિયાની ચારે તરફ ફરતો નીલનો ચિલાવી ચિલાવીને સંભળાતો પડઘો કાનમાં દૂરથી આવી રહ્યો હોય તેમ દેખાતું હતું. નીલ તેનો હાથ પકડીને કોઈ અલગ જ દુનિયામાં અદ્શ્ય થઈ રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું હતું. તે હાથ છોડાવીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ બધું વ્યર્થ હતું.

“પ્રિયા ઉઠ !! પ્રિયા ...!! અરે આદિત્યનું એકસીડન્ટ થયું છે. પ્રિયા..!!” બોર્ડની લાસ્ટ પેપરની એક્ઝામ આપીને થાકીને ગાઢ નિંદ્રાનાં સપનામાં સરી પડેલી પ્રિયાને દૂરથી અવાજ આવી રહ્યો હોય તેમ લાગ્યું.

“પ્રિયા..આઆ !!” એટલું સાંભળતાની સાથે જ પ્રિયા સફાળી બેડ પર બેસી ગઈ.

“અરે શું થયું સોની તું કેમ રડે છે?” પ્રિયા અચાનક રડતી દેખાતી સોનીને આંખો ફાડીને પૂછ્યું.

“અરે તું હમણાં જ ચાલ મારી સાથે. મુંબઈ હોસ્પિટલમાં છે યાર આદિત્ય..” સોની રડતા જ કહી રહી હતી.

એકાદ કલાક બાદ પ્રિયા સોની હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં જઈને જાણવા મળ્યું કે આદિત્યના ડાબા હાથમાં ફેકચર થયું હતું. એક બાઈક સવાર સાથે ટક્કર થઈ હતી એવું જાણવા મળ્યું. અને કોઈ કઈ સમજે એના પહેલા જ બાઈક સવાર ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

****

થોડા દિવસોમાં આદિત્યને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. પરંતુ એણે રહી રહીને એક જ વિચાર ચઢતો હતો કે એકસીડન્ટ કેવી રીતે આમ અચાનક..!! એનું દિમાગ એક જ મત પર આવી રહ્યું હતું કે કોઈ ગજબનો ખેલ ખેલી રહ્યો છે એણી સાથે. એના પહેલા પણ અકસ્માત થતાં બચ્યા હતા પરંતુ પોતે એટલું ધ્યાન પર લીધું ન હતું. ઉત્સાહી આદિત્યે એક પાક્કો નિર્ણય લીધો. અને સોનીને મોબાઈલ કર્યો, “ સોની, હું તમારા ઘરે આવતીકાલે આવી રહ્યો છું. તારા મોમ ડેડને સાચે સાચું જણાવી દેજે. આપણે બંને શું ચાહિયે છે એ..”

“અરે પણ....” સોની આશ્ચર્યથી કહી રહી હતી.

“પણ બણ ને છોડ.. તેઓ ચાહે તો હું પહેલા એકલો આવીશ મળવા માટે. પછી મારા મોમ ડેડને પણ લઈને આવીશ.” આદિત્ય ધ્યાનપૂર્વક બોલી રહ્યો.

“અરે તમને અચાનક શું થઈ ગયું છે. આપણે આ વિષે ચર્ચા ક્યાં કરી હતી.” સોનીએ તાણમાં આવી કહ્યું.

“નથી કરી. પણ લગ્ન તો કરવાનાં જ છે ને આપણે બંને.” ઘણી શાંતિથી આદિત્ય સમજાવી રહ્યો હતો.

“ઠીક છે. ઘરમાં વાત કરીને હું તને ફોન કરીને જણાવું છું.” સોનીએ કહ્યું. પરંતુ એમ જોવા જઈએ તો સોની ખુબ ઉત્સાહમાં આવી ગઈ હતી કે એની અને આદિત્ય વિષે ઘરમાં વાત છેડાશે.

****

ધડપડ જીવવાળો આદિત્ય સાંજે સોનીના મોમ ડેડનાં સામે સોફા પર બેસી કોન્ફિડેન્સથી જવાબ આપતો જતો હતો. આદિત્ય સાથે થયેલી વાતોથી સોનીના મોમ ડેડ ભારે ખૂશ થયા હતા. એમ તો સોનીએ બધી જ વાત ઘરમાં કરી દીધી હતી.

એક મહિના બાદ બંને પરિવારે આદિત્ય સોનીની ખુશી જોતા સગાઈ ફિક્સ કરી નાંખી અને લગ્ન સોનીની ઈચ્છાથી બે વર્ષ બાદ નક્કી કરવામાં આવ્યાં. પ્રિયા બેહદ ખુશ હતી કે સોનીએ જીવનસફર તરીકે આદિત્યને પસંદ કર્યો.

સગાઈના દિવસે રુદ્ર પણ હાજર હતો. આદિત્યને અભિનંદન કરતાં ધીમેથી કહ્યું, “ આદિ, આજે મને તારાથી ખૂબ જલન થાય છે. એમ થાય છે કે તારું ગળું દબાવી દઉં.”

આદિત્ય એ સાંભળી થોડુંક મલકાયો.

“હું હજુ હવામાં પતંગ જ ઉડાવી રહ્યો છું.” રૂદ્રે નિસાસો નાંખતા કહ્યું.

“હું સગાઈ જ કરી રહ્યો છું. તારા તો લગ્ન થવાના છે આ જ વર્ષે.” આદિત્યે કહ્યું.

“પ્રિયાનો જવાબ નથી મળ્યો આદિત્ય. સમજ જરા..!!” રૂદ્રે ગુસ્સાથી કહ્યું.

“લો પ્રિયા ભાભી અહિયાં જ આવી રહ્યાં છે. હમણાં જ પૂછી લઉં એમનો જવાબ શું છે એ.” સામે આવતી પ્રિયાને જોતા આદિત્યે કહ્યું.

પ્રિયાને જોતા જ રુદ્ર ત્યાંથી જવા લાગ્યો. એ એવો જ નારાજ હતો એણે હવે હાય હેલ્લો કરવાનું પણ છોડી દીધું હતું.

પ્રિયા આ બધું જ જોતી રહી. એ બધું જ જાણતી હતી. સમજતી હતી. પરંતુ એણે મજા આવતી હતી કારણકે એ સરપ્રાઈઝ હવે નજદીક હતું. સૌમ્યનાં લગ્નનાં હવે એક અઠવાડિયુ જ બાકી હતું. અને રુદ્રને સરપ્રાઈઝ આપવા માટે એણે બધી જ તૈયારી કરી લીધી હતી.

****

સૌમ્ય રિધીમાનાં લગ્ન ધામધૂમથી થયા. મહેમાનો, સગાવહાલા અને પ્રિયાના ફ્રેન્ડો, નીલ સર સહિત બધા જ માટે ત્રણ દિવસ માટે રૂમો એક મોટી આલીશાન હોટેલમાં બૂક કરવામાં આવ્યાં હતાં. બીજે દિવસે રિસેપ્શન પાર્ટી હતી. રિસેપ્શન પાર્ટી દરમિયાન પ્રિયાએ અને એના ગ્રુપે એક ડાન્સનું પર્ફોર્મન્સ આપ્યું હતું. પરંતુ આ રિસેપ્શન પાર્ટી દરમિયાન પ્રિયાનું મૂડ ગજબનું બગડેલું હતું. કારણ રુદ્ર એણે એટલો ઈગ્નોર તો કરતો જ જતો હતો સાથે તે કોઈ બ્યુટીફૂલ છોકરીનાં હાથમાં હાથ નાંખીને ફરતો હતો. પ્રિયા બેચેન થઈ રહી હતી. પ્રિયા આખી પાર્ટી દરમિયાન એટલા બધા પ્રયત્નો કર્યા રુદ્ર સાથે વાત કરવા માટે એ સરપ્રાઈઝ આપવા માટે કે તે એણી સાથે લગ્ન કરવા માટે બેહદ આતુર છે. પરંતુ પ્રિયાને હવે બધું જ સરપ્રાઈઝ વ્યર્થ લાગવા માંડ્યું.

રાત્રે બધા જ ફ્રેન્ડો તે જ હોટેલનાં પબમાં બેસીને મસ્તી કરતાં ઝૂમતા હતાં. વિનીત આખી મજા દરમિયાન સેલ્ફી લેવાનું ચૂકતો નહીં. એ ફક્ત બધા મિત્રો સાથે સેલ્ફી લેવામાં જ મશગુલ હતો. કુલદીપે બરોબરનો દારુ ઢીંચ્યો હતો. રોનકે પણ નશો કર્યો હતો પરંતુ તે હોશમાં હતો. આ બધામાં જ પ્રિયા પણ નારાજ થઈને બેઠી હતી. આદિત્ય સોની પણ સાથે જ હતાં. રુદ્ર પબ માં પણ તે છોકરી સાથે જ આવ્યો.

“મિત્ર, અમને પણ ઇન્ટ્રો કરાવને...આપણી ભાભી સાથે....” આદિત્ય મોટેથી બોલ્યો. પ્રિયાએ એ બધું જ સાંભળ્યું. કંઈક ખુન્નસ નજરથી એણે એ છોકરી અને રુદ્ર તરફ જોયું. અને બાજુમાં પડ્યું એનું સોફ્ટ ડ્રીંક્સ એ ગટગટાવી ગઈ. અને ત્યાંથી ઉઠીને પોતાનાં રૂમ તરફ જવા માટે ઉભી રહી.

ત્યાં જ રૂદ્રે આદિત્યની તરફ નજર કરી પરંતુ પ્રિયાને સંભળાય એવી રીતે કટાક્ષમાં કહ્યું, “ મિત્ર, સોની સાથે જલ્દીથી લગ્ન કરી લેજે ભાઈ, બે વર્ષનો ગેપ બહુ મોટો છે. છોકરીઓ આપણી જ નથી રહેતી.....” પ્રિયાએ એ બધું જ સાંભળ્યું. અને ઝડપથી પગલા ભરવા માંડ્યા. ત્યાં જ રૂદ્રનો ફરી મોટેથી પાછળથી અવાજ આવવા લાગ્યો, “ દેરી સે કહી દૂરી ના બઢ જાયે..!!” આ બધું જ સાંભળીને પ્રિયાને ગુસ્સો આવ્યો તે પોતાનાં રૂમમાં પહોંચી ગઈ. તેનો આસમાની ગુસ્સો વહેતી નદીના પાણીનાં વહાવ ની જેમ આંસુઓમાં બદલાઈ ગયો. એ પોતાનાં આંસુઓને લુછતી જતી હતી પરંતુ ફરી આંસુઓ એવાં જ ધડાધડ બહાર આવી જતા હતાં. એ સ્વગત જ બોલવા લાગી, “ રુદ્ર પોતાને શું સમજે છે. જયારે હું લગ્ન કરવા માટે તૈયાર છું ત્યારે બીજી છોકરી સાથે કેમ ફરી રહ્યો છે...”

એવામાં જ દરવાજાની બેલ વાગી. પ્રિયાએ રડતા રડતા જ ગુસ્સામાં પૂછ્યું , “ કોણ છે ?”

“હું..!!” સામે છેડેથી ઉત્તર આવ્યો. એક ક્ષણ માટે તો પ્રિયાને એમ લાગ્યું કે રુદ્ર જ એના પાછળ આવ્યો હશે. પરંતુ બીજી જ પળે તેણે સમજાઈ ગયું. “ હું. નીલ સર.” પ્રિયાએ દરવાજો ખોલ્યો. તે સાથે જ નીલ સરને વળગી પડી.

“પ્રિયા, તમે રડો છો કેમ?” નીલે પ્રિયાને સાંત્વના આપતા પૂછ્યું.

પ્રિયા ફરી નાના બાળકની જેમ રડી પડી. નીલ સરથી અળગી થતાં કહ્યું, “જુઓ ને નીલ, રુદ્ર મારી સાથે કેવું બીહેવ કરી રહ્યો છે. એ જેટલો તડપી રહ્યો હતો મને પામવા માટે એટલી હું પણ આતુર હતી એણે લગ્ન માટેનું સરપ્રાઈઝ આપવા માટે પરંતુ હું યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. હવે જયારે મારે એણે કહેવું છે ત્યારે એ કોઈ બીજી છોકરી સાથે ફરી રહ્યો છે. મારી સાથે વાત કરવા પણ માંગતો નથી...”

“ ઓહ્હ એટલે રડો છો. તો ફોન કર, મેસેજ કર, તમારી ફ્રેન્ડ સોની સાથે મેસેજ મોકલાવ કે પછી લવ લેટર મોકલ..” એક આંખ મારતા હસતાં મોઢે નીલ સરે સુઝાવ કહ્યો.

“હમ્મ ..!” પ્રિયાએ થોડી સેકેંડ પછી ડોકું ધુણાવ્યું.

“પ્રિયા હું એ કહેવાં આવ્યો છું કે હવે મારે જવું જોઈએ. અત્યારે જ નીકળું છું.” નીલે કહ્યું.

“સર અત્યારે? હમણાં તો ઘણી રાત થઈ ગઈ છે. સવારે જજો ને. અમે બધા પણ આવતીકાલે સવારે દસ અગ્યાર વાગ્યાં સુધી નીકળી જઈશું.”

“પ્રિયા, હમણાં કોલેજનું પણ વેકેશન છે. થોડોક સમય હું ગામમાં વિતાવવા માગું છું. અત્યારે મારે નીકળવું પડશે.” નીલે કહ્યું.

“ઓકે. પણ નીલ ભૂલી નહીં જતા મને. ફોન કરતા રહેજો.” પ્રિયાએ કહ્યું.

“ચાલો તો હું નીકળું. ફોન પર તમારા બંનેના લગ્નની ખુશખબર આપજો.” નાની સ્માઈલ આપતા નીલે કહ્યું.

“હા નીલ. રુદ્રને મનાવી લઈશ.” અજાણ્યા વિચારમાં જ પ્રિયાએ કહ્યું.

નીલ દરવાજો બંધ કરતો ગયો. અને ઝડપથી પગલા ભરવા લાગ્યો. અચાનક પ્રિયાને જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ એણે ઝડપથી લોક ખોલ્યો અને બહાર આવી. અને જોરથી બૂમ મારી, “ નીલ..!!” રાતના શાંત વાતાવરણમાં લોબીમાં કોઈ દેખાતું ન હતું. નીલ સિવાય. ઉપરનો આખો લાસ્ટ ફ્લોર પ્રિયા અને પ્રિયાનાં ફ્રેન્ડો માટે જ બુક કરવામાં આવ્યો હતો.

પ્રિયાની બૂમ સાંભળતા જ નીલે પાછળ જોયું. ત્યાં જ પ્રિયા ભાગતી નીલને આવીને ભેટી પડી. નીલને પણ ગમ્યું. ભેટતાં જ બંનેની આંખો બંધ થઈ ગઈ. ક્યાય લગી બંને એકમેકને વળગી રહ્યાં. ત્યાં જ રુદ્ર પણ પ્રિયાને મળવા માટે બેબાકળો થઈ લિફ્ટમાંથી લાસ્ટ ફ્લોર પર ઉતર્યો. એ લિફ્ટમાંથી બહાર નીકળ્યો અને પ્રિયા તરફના રૂમ તરફ વળતા જ એણી નજર નીલ પ્રિયા પર પડી. રુદ્રથી બેખબર બંને એવાં જ હગ કરવામાં મશગૂલ હતાં. અચાનક જ પ્રિયાની આંખ ઉઘડી અને સીધી જ રુદ્ર પર પડી. અને એ જ ઝાટકે તે નીલ સરથી અળગી થઈ. હેબતાઈલી પ્રિયાને જોતાં જ નીલ સરની પણ નજર રુદ્ર પર પડી. રુદ્ર કોઈ ગેરસમજ ના કરે એટલે નીલે જ બાજી સંભાળતા જોરથી બૂમ પાડી, “ હેય રુદ્ર !! પ્લીઝ અહિયાં આવો. પ્રિયા તમારી જ રાહ જોઈ રહ્યાં હતાં.”

રુદ્ર, પ્રિયા સામે જવું કે ના જવું એ નક્કી ના કરી શક્યો. પરંતુ એનું દિલ જાણે એણે લઈને જતું હોય તેમ એ ધીમે પગલે પ્રિયા નીલ સામે જઈને ઊભો રહ્યો.

નીલ તે જ સેકેન્ડે બંનેને એકલા મુકીને ઓલ ધ બેસ્ટ કહી ત્યાંથી નીકળી ગયા.

રુદ્ર પ્રિયા નીલ સરને જતા જોઈ રહ્યાં.

“રુદ્ર !! તમે આવું બીહેવ કેમ કરી રહ્યાં છો? શું થયું છે તમને ?” પ્રિયાએ રુદ્રના બંને હાથ પકડતાં રડમસ સ્વરે પૂછ્યું.

રૂદ્રે તે જ ઝાટકે પ્રિયાના હાથ છોડાવ્યા અને રોષમાં જ કહેવાં લાગ્યો, “ ઓહ્હ, મારે તને આ બધું પૂછવું જોઈએ કે શું ચાલી રહ્યું છે તારા અને નીલ સરના વચ્ચે..??”

“ઓહ્હ રુદ્ર !! પ્લીઝ..!! પ્લીઝ..!! જરા પણ ઉલટા વિચારો નહીં લાવો દિમાગમાં પ્લીઝ. હું તને કંઈ કહેવાં માગું છું.” પ્રિયા જાણતી હતી કે રુદ્રને સમજાવાનું મુશ્કેલ પડશે. તેથી તે આજીજી સ્વરે કહી રહી હતી.

“તારે કંઈ કહેવાની જરૂર નથી. અત્યાર સુધી મારા કાનમાં એક જ વાત જ્યાં ત્યાંથી પડતી કે નીલ અને પ્રિયા બંને લગ્નનાં બંધનમાં જોડાવાના છે. પરંતુ એ બધી વાતો હું કાન પર ધરતો ન હતો. કારણ મને મારા પ્રેમ અને પ્રિયા પર વિશ્વાસ હતો.” રુદ્ર ગુસ્સામાં બધું જ બોલી ગયો.

“રુદ્ર !! તું મારી વાત તો સાંભળ શાંતિથી..” પ્રિયાથી હવે બોલાતું ન હતું. તે રડતી જ જતી હતી. તેને એમ લાગતું હતું કે તેનું ગળું સુકાઈ રહ્યું છે. તેની આંખો ફરતી હોય તેમ લાગતું હતું. રુદ્ર એણે ઝાંખો દેખાઈ રહ્યો હતો.

“આદિત્ય સોની અને બીજા ફ્રેન્ડોની વાત માની તને જલાવા માટે હું આદિત્યની ફ્રેન્ડ સાથે હાથમાં હાથ નાંખી ફરતો રહ્યો. હું એણે જાણતો પણ નથી. તારા માટે હું પાગલ બની રહ્યો છું અને તને નીલ સાથે.....” રુદ્ર આગળ બોલતા અટક્યો.

“રુદ્ર, નીલ મારો ફ્રેન્ડ છે. તમે જેવું સમજો છો એવું...!!” પ્રિયા આગળ બોલવા જતી હતી પરંતુ એણે અધવચ્ચે જ અટકાવતા રૂદ્રે કડક શબ્દોમાં કહ્યું, “ પ્રિયા !! સાંભળ. મને અંધારામાં નહીં રાખતી. હું તને આજની પૂરી રાત આપું છું વિચારવા માટે. તને નીલ સાથે લગ્ન કરવા હોય તો એમની સાથે. અને મારી સાથે કરવા હોય તો મારી સાથે. આવતીકાલે મને જણાવી દેજે તારો પાક્કો નિર્ણય.” એટલું કહી રુદ્ર સડસડાટ પ્રિયાની એક પણ વાત સાંભળવા ત્યાં ઊભો નહીં રહ્યો.

પ્રિયા જોરથી રાડો પાડી રુદ્રને ઊભો રાખવા માગતી હતી. તેને કહેવું હતું કે “રુદ્ર હું તને જ ચાહું છું. તારી કેટલા વર્ષોની ચાહના ઇન્તેઝાર પ્રતિક્ષા હવે ખતમ થાય છે. રુદ્ર..!! મારો રુદ્ર !! આઈ લવ યુ !! રુદ્ર..!!” તે બોલવા જતી હતી પરંતુ તેનાથી બોલાયું નહીં. તેનું ગળું સુકું થઈને અવાજ એના કાનમાં જ જોરથી સંભળાતો હોય તેવું લાગ્યું. અચાનક જ પ્રિયાને પૂરી લોબી ઝડપથી ફરતી હોય તેવું લાગ્યું. તે જ સમયે તે નીચે ધડામ દઈને પડી. થોડી સેકેંડ બાદ સામેથી લિફ્ટમાંથી લથળપથળ કરતો કુલદીપને લઈને રોનક એના રૂમ તરફ આવતો હતો ત્યાં જ એમણી નજર પ્રિયા પર પડી. રોનકનું લોભી મન પ્રિયાને બેહોશ હાલતમાં જોઇને ઉછળી પડ્યું . એણે ચારે તરફ જોયું. કોઈ આવતા કે જતા દેખાયું નહીં. પ્રિયાના રૂમનો દરવાજો ખુલ્લો જ હતો. પ્રિયાને જેમતેમ કરીને પોતાનાં ખભે લઈને રોનક પ્રિયાના રૂમમાં જઈ બેડ પર સૂવડાવી. કુલદીપ પણ લથડીયા ખાતો રૂમની અંદર પહોંચ્યો, “ ક્યાં પાર્ટનર નશે કી ગોલી ને કમાલ કરના ચાલું કર દિયા.”

“ઓય્ય ચૂપ કર.!!” રોનકે ધીમેથી દાંત કચકચાવતા કહ્યું.

“બોસ અબ કરના ક્યાં હૈ..?” કુલદીપે લથડાતી જીભે કહ્યું.

“કરના ક્યાં હૈ નહીં સમજે!!.” રોનકે બેહદ ગંદા ઈશારાથી જીભને પોતાનાં હોઠ પર ફેરવતા કહ્યું.

બંને જણા થોડી સેકેંડ માટે તો પ્રિયાની ખુબસુરતીને જ નિહાળી રહ્યાં.

“બોસ ઉસ્સે અચ્છા હમ અપને કમરે મેં હી લેકર જાયે તો ...” કુલદીપે પીધેલી હાલતમાં જેમ તેમ કહ્યું.

“આઈડિયા બુરા નહીં હૈ. તું યહાં રૂક. મેં બહાર દેખ કર આતા હું.” બહાર જવા માટે રોનક દરવાજા તરફ ફર્યો.

“રુદ્ર !! રુદ્ર...!! હું તમને...” પ્રિયા ઊંઘમાં જ બબડતી હોય તેમ તૂટક તૂટક શબ્દોમાં બોલવા લાગી.

“અરે બોસ્સ ઈસ્કો તો હોશ આ રહા હૈ...!!” કુલદીપે ઝડપથી કહ્યું. અને ત્યારે જ રૂમની બેલ વાગી.

રોનકે આઈ ગ્લાસ ડોરમાંથી જોયું. અને દરવાજો ખોલ્યો.

“પ્રિયા...!!” જોરથી ટહુકો પ્રિયાને સંભળાયો

“રુદ્ર...!! રુદ્ર મને ખબર હતું જ તમે આવશો.” પ્રિયા કહેતી જતી હતી..........

****

પ્રિયા જયારે વહેલી સવારે ઊઠી ત્યારે રૂમમાં સોની પણ એણે દેખાઈ ન હતી. એણે અજીબ ફીલ થઈ રહ્યું હતું. કશુંક તો અજુગતું તેણે લાગી રહ્યું હતું. તેના કપડા અસ્તવ્યસ્ત લાગી રહ્યાં હતાં. શરીર અજીબ પ્રકારનું થાકેલું અને જાણે બીમાર પાડીને સખત તાવ આવવાનો હોય તેવું લાગતું હતું. માથું હજુ પણ જાણે ભમી રહ્યું હોય તેવું ભારી લાગતું હતું. એણે ઘણો વિચારવાનો પ્રયાસ કર્યો પરંતુ એણે કંઈ પણ યાદ આવતું ન હતું.

એ બાથરૂમ ભણી ગઈ. અરીસામાં પોતાને નિહાળતી રહી. એ બબડવા લાગી, “ રાત્રે શું બન્યું હતું. સોની કેમ દેખાતી નથી રૂમ માં. હું એકલી હતી આખી રાત..!! ઓહ્હ ગોડ..!! શું થઈ રહ્યું છે મારી સાથે..!!”

એ તરત જ બાથરૂમમાં ગઈ. અને ફ્રેશ થઈને આવી. એણે હમણાં થોડું સારું લાગી રહ્યું હતું. એણે પોતાનો મોબાઈલ ચેક કર્યો. મિસકોલ હતાં...સોની, મોમ, રુદ્ર, આદિત્યનાં. અચાનક એણે ભાન થયું હોય તેમ.. ઓહ્હ રુદ્ર...!! રાત્રે રુદ્ર સાથે..!! ઓહ માય ગોડ..!!” એણે જાણે કંઈ સુજ્યું હોય તેમ તે સામેના રૂમમાં જઈ ઝડપથી ડોર બેલ વગાડી.

રૂદ્રે દરવાજો ખોલ્યો. એ અંદર ગઈ. પરંતુ રૂદ્ર એવો જ નારાજ કંઈ પણ જવાબ આપ્યો નહીં.

“આદિત્ય ક્યાં છે ?” પ્રિયાથી પૂછી પડાયું.

“ સોની સાથે જ રહેવાનો ને...!!” રૂદ્રે ઉચ્ચા સાદથી કહ્યું.

“હાં તો સોની ક્યાં છે?” પ્રિયાએ અકળાઈને પૂછ્યું,

“પ્રિયા તેઓ બંનેની સગાઈ થઈ ગઈ છે. તેઓ આખી રાત ફરે કે દિવસ. તું બંનેની વચ્ચે કબાબમાં હડ્ડી નહીં બન..” રૂદ્રે ટોન માર્યો.

“અચ્છા !!” એટલું કહીને પ્રિયા પોતાની ફ્રેન્ડ સોની માટે થોડું મલકાઈ અને કહેવાં લાગી, “ વાહ સોની તો શાણી નીકળી.”

“તમે પહેલા એ કહો કે અહિયાં કેમ આવ્યાં ?” રૂદ્રે એવા જ ગુસ્સાથી કહ્યું.

રુદ્રનો ગુસ્સો જોઈને પ્રિયાને થોડું હસવું આવ્યું. એ આછું હસી. એની નજદીક ગઈ. એણે બંને હાથ રુદ્રના ગળામાં વીંટાળી થોડો પોતાના તરફ ઝુકાવ્યો અને આંખમાં આંખ નાખતાં એકદમ રોમેન્ટિક સ્વરથી કહ્યું, “ એ જ કે હવે આપણે બંને ક્યારે સગાઈ કરી રહ્યાં છે ?”

રુદ્રને તો જાણે પ્રિયાના શબ્દો પર વિશ્વાસ જ બેસતો ન હોય તેમ પ્રિયાની ઝીણી કાતિલ આંખોમાં એકીટશે જોતો રહ્યો. ફક્ત જોતો રહ્યો.

“બોલો..” પ્રિયાએ ધીમેથી માદક સ્વરમાં પૂછ્યું.

“આર યુ સિરીયસ ..?” રૂદ્રે પ્રિયાના બંને હાથ પોતાના ગળેથી કાઢીને ધીમે રહીને પૂછ્યું.

“હું તો તમને એક્ઝામ પછી ક્યારનું લગ્ન માટેનું સરપ્રાઈઝ આપવાં માગતી હતી. પરંતુ તમે તો મારી એક પણ વાત સાંભળવા તૈયાર ન હોતા. તમારું એમાં પછી જલન વાળું નાટક કોઈ બીજી છોકરી સાથે હાથમાં હાથ નાંખી ફરવાનું. અને તમારા કઠોર વાક્ય નીલ સાથેના સંબંધને લઈને....” પ્રિયાનું બોલવાનું ચાલું જ હતું ત્યાં તો રૂદ્રે પ્રિયાના હોઠો પર હાથ રાખતા કહ્યું, “ પ્રિયા બસ હવે. તું સાચ્ચે જ મને ચાહે છે. મારી સાથે પરણવા માગો છો?”

“હવે બીજી સાબિતી કઈ આપું તમને. ગઈ રાત્રે તમે...” પ્રિયા આગળ બોલવા જતી હતી પરંતુ ફરી રૂદ્રે ત્યાં જ પ્રિયાને બોલતા અટકાવી અને કહ્યું, “ પ્રિયા ગઈકાલના માટે હું સોરી કહું છું. એ મારી ભૂલ હતી.”

બંને જણા એકમેકની વાતોથી અણજાણ હતાં. પ્રિયા જે ટોપિકની વાત કહી રહી હતી તેનાથી બેખબર રુદ્ર હતો. અને રૂદ્રે જે ગઈકાલની રાતે થયેલ ગુસ્સો અને નીલ પ્રિયાનાં સંબંધ ને લીધે કઠોર શબ્દોથી મુકેલા આક્ષેપો માટે સોરી કહી રહ્યો હતો એ ‘સોરી’ વર્ડને પ્રિયા, એણી સાથે રાત્રે થયેલી ઘટના સાથે જોડી રહી હતી.

“હમ્મ.” પ્રિયાએ રુદ્રની આંખોમાં નજર સ્થિર કરતાં એટલું જ કહ્યું.

રુદ્ર થોડી પળો માટે તો ઘેલો આશિકની જેમ પ્રિયાને જોતો રહ્યો. એણે ધીમેથી પ્રિયાને પોતાની બાહોમાં સમાવી દીધી. હગ દરમિયાન બંને એકમેકમાં કેટલી મિનિટો સુધી ઓતપ્રોત રહ્યાં. રૂદ્રે ધીમે રહીને પ્રિયાને અળગી કરીને એવી જ પ્યારભરી આંખોથી કહ્યું, “ પ્રિયા, આટલા વર્ષોની મારી તપસ્યા માટે મીઠું મોઢું તો કરાવ..”

“હું સ્વીટનું પેકેટ નથી લાવી.” પ્રિયાએ અજાણતા જ કહી દીધું.

“લીપ કિસ્સ.” રૂદ્ર ઝડપથી બોલ્યો.

“ઓહ્હ !! ના હા. આપણે ઓલરેડી આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયા છે. હવે નહીં.” પ્રિયાએ રુદ્રની બાહો છોડાવવા માટેના પ્રયાસ કર્યા પરંતુ રૂદ્રે એણે પકડી જ રાખી.

“પ્રિયા, હજુ તો શુરુઆત છે. કિસ માટે જ ડરી ગયા.” રૂદ્રે એણે વધારે કસીને પકડતા કહ્યું.

“છોડો હવે મને જવા દો. પેકિંગ પણ કરવી છે. રુદ્ર ઘરમાં વાત કરવી પડશે આપણા બંનેના લગ્ન માટેની...” પ્રિયાએ પોતાને છોડાવતા કહ્યું.

“એ બધું થઈ રહેશે. પણ હું હવે તને નથી છોડવાનો.” રૂદ્રે પ્રિયાને ગુંગળામણ થાય એ હદથી છાતી સરસી ચાપી રાખી.

“ઓહ્હ રુદ્ર છોડ મને શું કરો છો. તમે નહીં સુધરશો. બધું જ પહેલા જ કરી લેવું છે.” પ્રિયાએ રુદ્રને હડસેલીને ધક્કો મારતા કહ્યું.

“ઓય, પ્રિયા!! આઈ લવ યુ યાર..! હું તારા લવમાં સાચ્ચે જ પાગલ થઈ જવાનો છું.” રૂદ્રે પ્રિયાનો હાથ પકડતા કહ્યું.

“રુદ્ર, આઈ લવ યુ ટુ..ટુ..ટુ..ટુ.” એક સાથે ‘ટુ’ શબ્દ બોલતા જ પ્રિયાના સેક્સી હોઠોનો વળાંક હોટ લાગી રહ્યો હતો.

“પ્રિયા, તું એવી જ અદાથી મને મારી નાંખીશ. તારા આવા જ નખરા પર હું ફિદા છું પ્રિયા.આ..આઆ..!!” રુદ્ર આખા રૂમમાં ખુશીના મારે ચિલ્લાવીને કહી રહ્યો હતો.

“રુદ્ર હવે મને જવા દો.” પ્રિયાએ કહ્યું અને રુદ્ર થોડો નજદીક આવ્યો. પ્રિયાનું માથું થોડું નીચું કર્યું અને એના કપાળ પર પ્યારભર્યું ચુંબન કર્યું. તે જ પળે બંનેની આંખો જાણે એકમેકના સાચા લવને સ્વીકારી રહી હોય તેમ બંધ થઈ.

****

પ્રિયા રુદ્ર બંનેએ એકમેકને પસંદ કરી લીધા છે અને લગ્નના બંધનમાં જલ્દીથી બંધાઈ જવાના છે એ શુભ સમાચાર સાંભળી પ્રિયાની તથા રુદ્રની ફેમીલી ખૂબ જ ખુશ અને હળવાશ અનુભવતાં હતાં. બીજા દુરના બંનેના સગવાહાલોને પણ આ સમાચાર પહોંચી ગયા હતાં. સગાઈ અને લગ્ન માટે તૈયારી જોરશોરમાં થવા લાગી. બે મહિનામાં સગાઈ થવાની હતી અને એના એક મહિના બાદ લગ્ન.

રુદ્ર પ્રિયા હવે સારી રીતે એકમેકને સમય આપી ખૂબ ફરતાં અને એકમેકને દિલોજાનથી ચાહવા લાગ્યાં. તેમ જ ખાલી સમયમાં પ્રિયા બોર્ડની એકઝામ બાદ સમય પસાર કરવા માટે એણી સૌથી અને ગમતી હોબી, નીતનવીન વાનગી બનાવીને એનો વીડિઓ કરી પોતાનું ચેનલ બનાવી યુટ્યુબ પર અપલોડ કરતી. એણે વ્યુવર્સ તરફથી સારો રિસ્પોન્સ મળતો હતો. એનાથી એ બેહદ ખુશ હતી.

****

સગાઈનું એક અઠવાડિયું જ બાકી હતું. ત્યાં તો પ્રિયાને પોતાને અલગ જ લાગી રહ્યું હોય તેમ મહેસૂસ થતું હતું. તે બેચેન અનુભવી રહી હતી. તે બહાર ફરવા જતી કે પછી કામ કરતી હોય તો પણ એણે ખૂબ જ ઊંડો શ્વાસ લેવા પડતો હતો. એનું કારણ એ જાણતી ન હતી. પરંતુ કશુંક એવું લાગી રહ્યું હતું જેનાથી એનું શરીર ભારે થકાન મહેસૂસ કરી રહ્યું હોય...!!

તે ધ્યાનથી વિચારવા લાગી. મનોમન એણે સતત એક જ્ઞાત થતું રહેતું કે તેનો પિરીયડ પણ લાસ્ટ મન્થ થયો ન હતો. તેમ જ આ મન્થની પણ ડેટ ચાલી ગઈ હતી. એણે અનુમાન લગાડી દીધું અને દ્રઢથી બડબડી, “ ઓહ્હ નો !! હું પ્રેગનેન્ટ....”

(ક્રમશઃ ..)