Misha books and stories free download online pdf in Gujarati

મિષા

"હું ખૂબ જ પસંદ કરતો એને.... એવું નહોતું કે એ ખૂબ સુંદર હતી... અરે ના ના પરી હતી એ પરી... પણ કદાચ સમાજે ઘડેલા સુંદરતાના માપદંડ પ્રમાણે એ સુંદર નહોતી...

કમર સુધી આવી જતા એના વાળ... જ્યારે એ હસતીને ત્યારે એના હોઠ પાસે ખંજન પડતા ને કેટલીય વાર એને શુ કીધું કે પૂછ્યું એ હું ભૂલી ને એના ખંજન ને જોઈ રહેતો....

બીજી છોકરીઓ કરતા સાવ અલગ ... મોટા ભાગે મેં બે પ્રકારની છોકરીઓ જોઈ હતી એક એ જે આખો દીવસ મેકઅપ ને ચોવટ કરે ને બીજી સાવ બિન્દાસ્ત જેને આવી કાઈ જ ગતાગમ ના હોય જેને તમે ટોમબોય કહો.. પણ મારી મિષા કૈક અલગ જ હતી... 

મોટાભાગે પુસ્તકોમાં ઘેરાયેલી રેહતી.. મને લાગતું આ તો બોવ શાંત હશે..કશું જ નહીં બોલતી હોય..પણ ના ના આ મારો ભ્રમ હતો ...અરે સાચું કહું તો ખૂબ મોટો ભ્રમ.. એ બોલે ખૂબ બોલે ને એવું બોલે કે તમે સાંભળતાં જ રહી જાવ બસ એને સાંભળ્યાં કરીએ એવું... પણ હા એક વાત છે જો તમે જરાય અડોળાય કરી હોય તો ગમે તેટલા લોકો વચ્ચે એને એવું સંભળાવે કે સામે વાળા ને શરમાઈ જવું પડે... ખૂબ ઝગડા કરે .. ને સાચું કહું એ ઝગડા કરે ત્યારે વધુ સુંદર લાગતી....હા...હા.. હા..

પહેલી વાર જોઈ હતી ત્યારે હાથમાં એક જાડી એવી ચોપડી લઇ બેન્ચ પલાંઠી વાળી વાંચી રહી હતી... એની ચપળ આંખો બુકના શબ્દો સાથે ફરી રહી હતી...તામર્ વર્ણ વાંકડિયા વાળ ..ભાવવાહી આંખો... સાહેબ વર્ગમાં આવ્યા એને ચપોડી બંધ કરી...બધા ઉભા થયા.. એ પણ થઈ.. હું તો એની સામે જ જોઈ રહ્યો હતો... બાજુ બેસેલા મહર્ષિ ને મેં પૂછ્યું કોણ છે આ?? ત્યારે ખબર પડી હતી ન્યુ સ્ટુડન્ટ હતી ખૂબ હોશિયાર હતી ને ખૂબ અભિમાની એટલે જ કોઇ મિત્રો નહોતા... એને કીધું હતું કે એ ખૂબ અભિમાની છે પણ જાણે એનો માસૂમ ચેહરો આ શબ્દ ને જ પાંગળો બનાવી દેતો...

મને હજુ ય યાદ છે.. મેં દસ દિવસ ની રજા રાખેલી ...ત્યારે પણ હું એના વિશે વિચારતો કેમ એ કોઈ ને બોલતાવતી નથી અભિમાની તો જરાય લાગતી નથી... ને હું પાછો આવ્યો ત્યારે એ પહેલાની જેમ જ છેલ્લી બેન્ચ પર બેઠી હતી... કોઈ બુક હાથમાં રાખી ને બધા વાતો કરતા હતા કોઈ આટા મારતા હતા .. પણ એને કશું જ સ્પર્શતું નહોતું...એ જાણે વાતાવરણ થી પર હતી.. અભિષેક નહોતો એટલે આ જ સાચી પળ છે મિષા સાથે વાત કરવાની મેં વિચાર્યું.. જો કે ખૂબ ડર લાગ્યો હતો પણ મેં કીધેલું કે હું દસ દિવસ સુધી નહોતો શુ તું મારી મદદ કરીશ? એને હસી ને હા પાડેલી... ને પછી તો અમે પાક્કા મીત્રો બની ગયેલા... અરે અભિમાની તો તે હતી જ નહીં ... શેતાનની નાની હતી... કોઈકના ઘર ની ડોરબેલ વગાડી ને ભાગતી ને હું સમજતો જ નહીં કે આ ભાગે છે કેમ?? બસ એની સાથે ભાગતો કોઈ કાર પાછળ સંતાય જવાનું કોઈક દરવાજો ખોલે ને આજુબાજુ જોયા કરે... હાથમાં ઘડિયાળ પેહરી ને પૂછતી કેટલા વાગ્યા એ ય કોઈક પોલીસ કાકા ને... ટ્રુથ એન્ડ ડેર રમાડતી બધા ને પકડી પકડી ને એને કોઈક ને સળી કરવાનો ચાન્સ મળી જતો... પોતાની ગાડી ચલાવી બધા ને રાડો નાખતી જતી દૂર ખસો બ્રેક નથી લાગતી... કોઈક કચરો રસ્તા પર ફેંકે તો સ્વચ્છતા અભિયાન નું પૂરું લેક્ચર સાંભડવાતી... ભીખ માંગવા આવનાર ને મહેનતનું મહત્વ સમજાવવા બેસી જાય કે વાત મનાવવા સામેના માણસને એ અક્ષર બોલવાનો સમય પણના આપતી બસ બોલ્યે જ જતી શુ બોલે છે એતો એનેય ખબર ના હોય પણ પથ્થર દિલ હોવા ના દાવા કરતી મિષા સોફ્ટ હારટેડ હતી કોઈ પણ ની મદદ કરવા હંમેશા તૈયાર......નાના અનાથ છોકરાઓ સાથે પકડા પકડી રમતી... ખુદ તો હસતી બીજા ને પણ ખૂબ હસાવતી... આખી કોલેજ જાણે પોતાની હોય એમ હુકમ કરતી બધા ને.. ને બધા માનતા પણ લોકો સાથે એમ વાત કરતી કે કોઈ પણ એની વાતો માં આવી જાય.. અમે પણ ફાયદા માં રહેતા જો એ સાથે હોય તો ... સાહેબ તો એને મેજિશિયન કહેતાં.... મપણ જેમ જેમ હું એને ઓળખતો ગયો એમ એના માટે માન વધતું ગયું... સાચું કહું તો એના પ્રેમ માં પડતો ગયો. એને લસરતો ગયો... એ ખરેખર પરી જ હતી જે બહાર થી તોફાની હતી પણ અંદર થી એટલી પુખ્ત કે પાંચ માણસો એની સલાહ લઇ આગળ વધે... એ મને હમેશા ગૂંચવી નાખતી કે ખરેખર આ બલા છે શું??કેમકે એના ઘાવ જે એને છૂપાવી રાખ્યા તા એ કોઈ સાધારણ માણસ ખમી ના શકે એ કહેતી કે "એ ભગવાન છે ને દુઃખ એને જ આપે જે ખમી શકે... "

નિશાંત સાથે એના લગ્ન થવાના હતા આ વાત મને ખુબ મોડે થી ખબર પડી ને જ્યારે મને ખબર પડી ત્યારે મેં એને ખૂબ ખખડાવી હતી ... એ હસતા હસતા બોલી કે તે પૂછ્યું હતું મને?? ને હું કઈ જ ન કહી શક્યો... ત્યાર બાદ જ્યારે એ નિશાંતની વાતો કરતી ત્યારે એની આંખો ચકમકતી મેં એને ક્યારેય ચોક્કસ નામ સાથે શરમાતા જોઈ નહોતી એતો મોટા મોટા શ્રોતાઓ સામે પણ ખૂબ જોરદાર સ્પીચ આપતી એ મિષા નિશાંત નું નામ પડતા શરમાઈ જતી...

અને એક દિવસ મારે નિશાંતને મળવાનું થયું મિષાનો જન્મદિવસ હતો એને એનો જન્મદિવસ અનાથ બાળકો સાથે ઉજજવો હોય પણ માત્ર નિશાંત માટે એ મોટી હોટેલમાં એની જન્મદિવસ ઉજવવા તૈયાર થઈ.. ને તે દિવસની મિષા કંઈક અલગ જ હતી કાઈ વધુ બોલવું નહીં .. નિશાંત પૂછએ માત્ર એનો જ જવાબ આપવો... લાગતું હતું કે આ મિષા છે જ નહીં...

મેં એને પૂછેલું કે ઓયય મિષા કેમ તો બદલાયેલી લાગતી હતી? અને કીધેલું કે નિશાંત ને શાંત છોકરી ગમે ... એની દરેક વાત માને એવી... એના ફોન કોઈ પાસવર્ડ હતો નહીં મેં એક દિવસ બધી ચેટ વાંચી લીધી ...જવાબ પણ સરખા ના આપતો નિશાંત મિષાને... પણ હા એને ખબર જ હતી કે મિષા જેવી છોકરી એને મળશે નહીં તેથી એને એ રીતે જ રાખતો પણ મિષાને એને બદલી નાખવી હતી. એને તોફાન કરતી બધા સાથે હસતી મિષા નહોતી જોઈતી એને મિષા એની પોતાની જ હોય કોઈ પણ એની આજુબાજુ ના ફરકે એ રીતે મિષા જોઈતી હતી... માત્ર એનું જ ધ્યાન રાખે જેનું બધું જ પોતાના માટે હોય એવી મિષા ...એ એના 'નો રીપ્લાય'નો જવાબ એમ આપતો કે તને ખબર જ છે ને મિષા મને શાંત રહેવું વધુ ગમે છે... 

મેં નિશાંત સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અરે પાગલ માણસ એ છોકરી તને મળે છે જે ને તારા સિવાય કોઈ વિશે વિચાર્યું પણ નથી એ છોકરી મળે છે જે ને સામે જતા પણ અમુક લોકો છળી પડે.. કેટલાય લોકો એની સાથે વાત કરવા તડપે છે .. જે ઇચ્છે એ બની શકે છે પણ તારા ખાતર એ બધું મુકવા તૈયાર છે.. તને ખબર છે એ હું એને કહેતો કે એ છોકરો અનહદ ભાગ્યશાળી હશે જેના નશીબ માં મિષા હશે... ને એ હસી ને કહેતી હશે? હેરાન થઈ જશે બિચારો... આ છોકરી તારા માટે બધું મુકવા તૈયાર છે.. તારા ખાતર... વિચાર કરી નિશાંત કે તું કેટલો ભાગ્યશાળી છે... પણ અફસોસ હું ના કહી શક્યો...

ના હું મિષા ને કાઈ કહી શક્યો ના નિશાંતને મને ખબર છે મારી અને મિષા ની દોસ્તી નિશાંત ને પસંદ નહોતી કદાચ એ મારી આંખો માં મિષા માટે નો અનહદ પ્રેમ જોઈ ગયો હશે જે મિષા ના જોય શકી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED