Ek saty books and stories free download online pdf in Gujarati

એક સત્ય

એક વાત નો જવાબ દે પહેલાં ક્યાં હતી તું આટલા દિવસ હવે છેક કહે છે તું મને આ બધું ?" પ્રિયા પુરા હકથી એની બહેનપણી ને ધમકાવી પૂછે છે...

"અરે કહેવાનું તો હોય જ ને મારી દીકરીના લગ્ન લેવાય ને તને ના કહું એવું થોડીના બને?" અનિતા પોતાની વાત રજુ કરતા કહે છે...

"અરે ના સંજુ ને સાસરે વળાવી દેવાયને પછી કેવાય મને એ એની માસી વગર ક્યાં પરણ્યા વગરની રઇ જવાની હતી નહીં??" હજુ પ્રિયા બનાવટી રીસ ચડાવ્યે જતી હતી. ...

"બસ કર હવે સફેદ આવી ગયા માથાં માં હવે તો મોટી થઈ જા પ્રિયા" અનિતા જાણે એની બધી જ વાતો જાણતી હોય તેમ ખીજાય ને કહે છે. .

"હ... હો ... કઇ દે જે મારી સંજુ ને આ એના માટે જ લગ્ન માં આવું છું હું બાકી તારી માટે તો સાવ નહીં..."


પ્રિયા ની ઉંમર લગભગ પિસ્તાલીસ આસપાસ પણ જાણે ઉમર ગણતરી ભૂલી ગઈ હોય એમ માંડ ત્રીસની લાગે.... અનિતા પ્રિયા કરતા એકાદ વર્ષ મોટી પણ તોય માસિયાર બહેન સાથે એક નજીકની મિત્ર કહી શકાય એવો બન્ને નો સંબધ.. કોઈ સંજોગોવસાત પ્રિયા એ કુંવારી જ રહેવાનું નક્કી કરેલું .. વધુ પ્રશ્નો ના જવાબ એ આપતી નહીં મોટા ભાગે ઉડાડી દેતી....અનિતા ને પણ એનો આજીવન અપરણિત રહવાનો નિર્ણય સમજાયો નહી....

અનિતા ખૂબ પ્રયત્ન કર્યા પૂછવાના પણ પ્રિયા કોઈ ના કોઈ રીતે આખી વાત જ બદલી લે... જાણે કે એને જણાવવું જ નહોતું .. 

પ્રિયાનો મોટા ભાગનો સમય એની એનજીઓ ચલાવવા માં જતો... ઘરે પણ ભાગ્યેજ જોવા મળે કોઈ ના કોઈ એનજીઓ ના કામ સબબ તે ભટકતી રેહતી....એના માતાપિતા પણ રહ્યા નહોતા તો જાણે આખું જીવન એને એનજીઓ ને જ સમર્પિત કરી નાખ્યું હતું

બધા માનતા કે એકવખત પ્રિયાની સગાઈ તૂટી ગયેલી એટલે જ એને લગ્ન કરવાનું માંડી વાળ્યું...અનિતા એને દુઃખ પહોંચાડવા માંગતી નોહતી એટલે આજ સુધી આ વાત કરતી નહીં ...

સંજુ ના લગ્નની વેળા નજીક આવે છે ઘરને દુલ્હન 
જેમ શણગારવામાં આવે છે...ઘરમાં ધમધમાટ ચાલુ થઈ જાય છે ને જાણે રોજ સાંજે સંજી ગીતો સાથે મહેફિલો જમતી જ્યાં રસોડા થી લઇ અમેરિકા સુધીની વાતો થઈ જતી...

પ્રિયાતો જાણે ઉમર ને યાદ આપવતી કે હવે તું આધેડ થવા આવી...

એક દિવસ વાતો વાતો માં ... અનિતાની માં થી કહેવાય જાય છે કે જો અમારી પ્રિયાએ લગ્ન કર્યા હોત તો એ પણ કન્યાદાન કારેત કે જાન લઈ ને જાત...

પ્રિયા પહેલી વાર કશું જ બોલતી નથી એવું નથી કે આવું એને પહેલાં કોઈ એ કિધુ નથી દરવખતે રોકડો જવાબ 
દેનાર પાસે કોઈ પણ જવાબ હતો જ નહીં....

"હેલો ..... પ્રિયા માં અહીં આવ્યા છે??" રોહન એની આસમાની આખો અનિતા સામે તાકી ને પૂછે છે... 

"તમે કોણ? ને પ્રિયા માં??" અનિતા ને કશું જ સમજાતું નથી....વીસેક વર્ષ નો નવયુવાન એની સામે ઉભો છે... ને પ્રિયા ને માં કહે છે? અનિતા ને લાગે છે કે આ છોકરો નક્કી ઘર ભૂલી ગયો લાગે છે..

" હા અનીતામાસી... પ્રિયા માં ક્યાં છે??" રોહન જાણે ખૂબ ચિંતા માં હોય એમ પૂછે છે...

" મારુ નામ કેમ ખબર તને? ને હું તારી માસી ? છો કોણ તું?" અનિતા એ જાણે કેટકેલાય પ્રશ્નો એકસાથે પૂછી લીધા. 

"માસી હું પછી બધી જ વાત કરું છું હાલ માં ક્યાં છે એ કહો ફોન લાગતો નથી એટલે અહીં સુધી આવવું પડ્યું"

"અરે રોહન ....???" પ્રિયા રોહન ને જોતા જ બોલી પડી..

"માં અર્ચના ની તબિયત ખૂબ જ ખરાબ છે તાત્કાલીક હોસ્પિટલ લઇ જવી પડી છે ... ડોક્ટર કહે છે કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર જોઇએ છે... પણ કોઈ નો બોનમેરો એની સાથે મેચ થતો નથી...ડોક્ટર કહે છે સમય ખૂબ ઓછો છે...શુ કરવું શું ન કરવું ??મને કાઈ સમજાતું નથી...." રોહન એક જ શ્વાસ માં ઘણું બધું બોલી દે છે.....

"ચાલ ઝડપ થી....." આટલું જ બોલી પ્રિયા કશું જ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે.....

સમગ્ર ઘર રોહનની વાત ભૂલી શકતા નથી? કોણ અર્ચના? પ્રિયા ને આ છોકરો માં કેમ કહે છે... વગેરે પ્રશ્નો ખૂબ ચર્ચાય ભાતભાત ની અફવા બની ગઈ હતી....અરે પ્રિયાના ચરિત્ર પર પણ પ્રશ્નાર્થ લાગી ગયો હતો...

"બોવ સેવા કરતી ને લોકો ની જોવો કેવી સેવા કરે છે?"
"કેવાય ને માં બાપ ને લગ્ન કરાવી દેત... આમ ઢોંગ કરવાની શુ જરૂર હોય"
"આટલા વર્ષ ક્યાં સાચવ્યો હશે દીકરા ને??"
જેટલા લોકો એટલી વાતો....

થોડીક ક્ષણો પહેલા જે સ્ત્રી અપરણિત રહેવા છતાંય શાન થી રહેતી એટલે જે આંખો એને આદર આપતા ના થાકતી એ જ આંખો માં પ્રશ્નો, ઘૃણા , નફરત દેખાવાં લાગી..


અન્ય તો ઠીક અનિતા પણ પ્રિયા પર શંકા કરવા લાગી.. શુ આ રોહન એનો દીકરો છે? તો પ્રિયા એ આજીવન અપરણિત રહેવાના ઢોંગ કરવાની શુ જરૂર હોય? ના તો નહોતી પાડી એને લગ્ન કરવાની .. આમ પોતાના દીકરા ને છૂપાવી રાખવાની શુ જરૂર હોય? પણ શું ખરેખર આ એનો દીકરો છે? વળી વળી અનિતા આ જ પ્રશ્ન પર અટકતી...

"સંજુ ના લગ્ન કોઈ બધા ના આવવી જોઇએ" વડીલો બોલ્યા જે વાત હોય એ પ્રસંગ પત્યા બાદ સમજશું... અનિતા ભારે હૈયે દીકરીને વિદા કરે છે... પણ ખબર નહી એક સેકેન્ડ માટે પણ પ્રિયાના વિચાર એના થી અલગ થઈ જ ન શકયા... એનું મન ચીસો પાડી ને કહેતું હતું તારી પ્રિયા આટલી મોટી વાત છુપાવે જ નહીં.. એ કશું જ ખોટું કરી શકે જ નહીં....


લગભગ પંદર દિવસ પછી પ્રિયા સીધી જ અનિતા પાસે આવે છે.. અનિતા પ્રિયા ની સામે ઉભી રહે છે.. રડી રડી લાલ થએલી આંખો ને ચહેરો શૂન્ય ! એના ચહેરા પર કોઈ ભાવ જ નહોતા

અનિતા ને જોતા જ ચેહરાના ભાવોનો હિમાલય જાણે પીગળે છે.....

"હું..... ના .....બચાવી શકી એને......." પ્રિયા પોક મૂકી ને રડી પડે છે.... અને અનિતા પોતાના બધા પ્રશ્નો ને સાઈડ માં રાખી એની બહેનને ભેટી પડે છે.. એને શાંત કરે છે....

પ્રિયા ની તબિયત સારી લાગતી નથી .... અનિતા એને આરામ કરવાનું કહે છે... પ્રિયા આંખો બંધ કરી સુઈ જાય છે પણ આંખ ના આંશું બંધ આંખો માંથી પણ સરી પડે છે.... કોણ જાણે ક્યુ સ્વજન ગુમાવી ને આવી છે પ્રિયા....

એકાદ કલાક પછી... રોહન આવી પહોંચે છે... 
"માં ??? "

"આવ રોહન..." અનિતા બોલી...

અનિતા જાણે આંખો થી બધું પૂછી લે છે.. 

"હ... અનિતામાસી પ્રિયા માં ખાલી મારા એક ની નહીં મારા જેવા કેટલાય અનાથ બાળકો ની માં છે... આ તો પ્રિયા માં ની તબિયત હમણાં સારી રેહતી નથી એટલે અમે બધા એમની મદદ કરીએ છીએ બાકી માં અમારી મદદ ક્યાં લ્યે છે...એ તો બસ અમારા જેવા ને ભણાવી ગણાવી ભૂલી જાય .... પણ સંતાન કાઈ એમની માં ને ભૂલે ... ?"

"તો અર્ચના કોણ???" અનિતા પૂછી જ લ્યે છે...

"એ પણ અમારી જેમ અનાથ હતી પણ એને લ્યુકોમિયાં બ્લડ કેન્સર હતું ખૂબ પ્રયત્નો કર્યા એને બચાવવાના પણ એ ના બચી.."

"તો પ્રિયાએ કીધું કેમ નહીં ??" અનિતા વળી પ્રશ્ન પૂછે છે...


"એ તો માં જ જાણે પણ હા... અમને એ ખબર છે કે માં ને એમની યુવાની કાળ માં ગર્ભાશય માં ગાંઠ હતી એની મોડી સારવાર ના પરિણામે એ બાળકો ને જન્મ આપી શકે તેમ નહોતા આથી એમને આજીવન અપરણિત રહી અમારા જેવા અનાથ બાળકો ની માં બનવાનું પસંદ કર્યું...

"આ બધું તને પ્રિયાએ કીધું ???" અનિતા વળી પૂછે છે....

" માં આ બધું મને કહે?? એમની ડાયરી હાથ માં આવી ગઈ હતી ..."

અનિતા એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પ્રિયા તરફ દોડે છે ...દરવાજો ખુલતા જ જુએ છે તો પ્રિયા હજુ સૂતી જ છે... અનિતા પ્રિયા ને ઉઠાડે છે પરંતુ પ્રિયા ઉઠતી નથી... 

"માં.... " રોહન પોતાની પ્રિયામાં નો હાથ પકડી નાડી તપાસે છે... એના હાથ માંથી પ્રિયા નો હાથ નીચે પડી જાય છે...

" આજ અમે બધા સાવ જ અનાથ થઈ ગયા....".રોહન આંખ માં આંશું સાથે બોલી ઉઠે છે....

"એમને હાઈ બી પી હતું ડોકટર એ ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલે જ આટલા દિવસ અમે અર્ચના ને બચાવી નથી શક્ય એ સમાચાર આપ્યા નહતા..."

" એને ખબર પડી ગઈ હતી રોહન...... અને તમે કોઈ અનાથ નથી હજુ ય તમારી માસી જીવતી છે... " રોહન અનિતાના હાથ પકડી રડી પડે છે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED